અમેરિકા અને યુરોપ પહોંચવા રણ અને દરિયાના આ ખતરનાક રૂટ પર જીવ જોખમમાં મૂકે છે લાખો લોકો

સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા ઇન્ટરનેશનલ ઑર્ગેનાઇઝેશન ફૉર માઇગ્રેશનના (IOM) અંદાજ અનુસાર વર્ષ 2014થી અમેરિકા અને યુરોપિયન યુનિયનમાં પ્રવેશવાના પ્રયાસમાં 50 હજાર જેટલા શરણાર્થીઓ કાં તો મૃત્યુ પામ્યા છે કાં તો લાપતા થયા છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા ઇન્ટરનેશનલ ઑર્ગેનાઇઝેશન ફૉર માઇગ્રેશનના (IOM) અંદાજ અનુસાર વર્ષ 2014થી અમેરિકા અને યુરોપિયન યુનિયનમાં પ્રવેશવાના પ્રયાસમાં 50 હજાર જેટલા શરણાર્થીઓ કાં તો મૃત્યુ પામ્યા છે કાં તો લાપતા થયા છે

વિશ્વના અનેક દેશો જેમાં ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન જ નહીં મધ્ય પૂર્વમાંથી હજારો લોકો યુરોપ અને અમેરિકા પહોંચવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકતા હોય છે.

યુરોપ અને અમેરિકામાં સ્થાયી થવાનું સપનું પૂરું કરવા માટે ગેરકાયદેસર રસ્તા પર કેટલાય લોકોનો જીવ દર વર્ષે જતો હોય છે.

કોરોના મહામારી બાદથી વિશ્વના સૌથી મોટા માઇગ્રેશન રૂટ પર આંતરરાષ્ટ્રીય સીમા પાર કરવાના પ્રયાસોમાં વધારો થયો હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે ઘણા દેશોએ પ્રવેશ માટેના વધુ કડક પ્રતિબંધો જાહેર કરવા પડ્યા હતા.

નિષ્ણાતોએ ચેતવણી ઉચ્ચારી છે કે આના કારણે થતાં મૃત્યુના આંકમાં વધારો થઈ શકે છે. સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા ઇન્ટરનેશનલ ઑર્ગેનાઇઝેશન ફૉર માઇગ્રેશનના (IOM) અંદાજ અનુસાર વર્ષ 2014થી અમેરિકા અને યુરોપિયન યુનિયનમાં પ્રવેશવાના પ્રયાસમાં 50 હજાર જેટલા શરણાર્થીઓ કાં તો મૃત્યુ પામ્યા છે કાં તો લાપતા થયા છે. એજન્સીનો અંદાજ છે કે આ કારણે થયેલ ખરાં મૃત્યુનો આંક હજુ વધુ હોઈ શકે છે.

પરંતુ શરણાર્થીઓ માટે વિશ્વના સૌથી ખતરનાક રૂટ કયા છે? અને કેમ? આંતરરાષ્ટ્રીય સીમા ઓળંગવાના પ્રયાસમાં પાછલા અમુક દિવસોમાં બીજી દુર્ઘટના સર્જાઈ છે.

line

સેન્ટ્રલ મેડિટરેનિયન

સેન્ટ્રલ મેડિટરેનિયન માઇગ્રન્ટ રૂટ વિશ્વના સૌથી ખતરનાકર રૂટ તરીકે પણ ઓળખાય છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સેન્ટ્રલ મેડિટરેનિયન માઇગ્રન્ટ રૂટ વિશ્વના સૌથી ખતરનાકર રૂટ તરીકે પણ ઓળખાય છે

IOM અનુસાર, અપ્રવાસીઓ માટે આ વિશ્વનો સૌથી ખતરનાક રૂટ છે. એવું અનુમાન છે કે મેડિટરેનિયન સમુદ્ર પસાર કરવાના પ્રયાસમાં વર્ષ 2014થી અત્યાર સુધી 19,500 લોકોનાં મૃત્યુ થયાં છે. આ તમામ લોકો ઉત્તર આફ્રિકામાંથી યુરોપમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

આવી રીતે સમુદ્ર પાર કરવાના પ્રયાસ પૂરતી તૈયારી વગર અને વધુ પ્રમાણમાં ભરાયેલાં વાહણો જેમકે રબર ડિંઘીમાં અપ્રવાસીઓને ભરવાના પ્રયાસ હાથ ધરાતા હોય છે, જેના કારણે આ મુસાફરી વધુ જોખમી અને ક્યારેક આત્મઘાતી પણ પુરવાર થાય છે.

આ વહાણો મોટા ભાગે ગુનાખોર ગૅંગ અને ટ્રાફિકરો દ્વારા ચલાવાતાં હોય છે.

લિબિયાની જેમ જ ટ્યુનિશિયા પણ અપ્રવાસીઓ માટે સેન્ટ્રલ મેડિટરેનિયન રૂટ થકી યુરોપમાં પ્રવેશવાનો મુખ્ય બિંદુ છે. સામાન્યપણે જે લોકો દરિયામાં ડૂબીને મૃત્યુ પામે છે તેમના માટે કબ્રસ્તાન અનામત રાખવામાં આવે છે.

ન્યૂઝ એજન્સી એએફપીને વિકી નામનાં એક નાઇજિરિયન મહિલા કે જેઓ ટ્યુનિશિયા મારફતે સમુદ્ર પસાર કરવાની આશા ધરાવે છે જણાવે છે કે, "આ કબરો જોઈને હું ખૂબ જ દુ:ખી થઈ જાઉં છું."

તેઓ કહે છે કે, "જ્યારે હું આ કબરો જોઉં છું ત્યારે આ દરિયાને ઓળંગવા માટે મારું મન મક્કમપણું ગુમાવી દે છે. "

આઈઓએમ જેવી એજન્સીઓને ભય છે કે આનાથી અન્ય અપ્રવાસીઓ હતોત્સાહિત નહીં થાય.

IOMનાં પ્રવક્તા સફા મ્સેહ્લી કહે છે કે, "સેન્ટ્રલ મેડિટરેનિયનથી અપ્રવાસીઓનું પસાર થવાનું ચાલુ જ છે. પરંતુ તેમાં સૌથી મોટી ચિંતાની વાત આ સૌથી ખતરનાક એવા ક્રૉસિંગ પૉઇન્ટને ઓળંગવાના પ્રયાસમાં થતાં ઊંચા મૃત્યુ આંકનો છે. રાજ્યો દ્વારા નક્કર પગલાંના અભાવના કારણે આ મુસાફરીમાં વધુ ને વધુ લોકો મૃત્યુ પામે છે."

યુરોપિયન બૉર્ડર કોસ્ટ ગાર્ડ એજન્સી, ફ્રન્ટેક્સ પ્રમાણે વર્ષ 2015થી આ રૂટ ઓળંગવાના પ્રયાસ કરનારા ત્રણ લાખ લોકોને રેસ્ક્યુ કરાયા છે.

આફ્રિકાના આંતરિક રૂટ

Sahara dunes

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સહારાનું રણ પાર કરવું એ ઉત્તર આફ્રિકા પહોંચવાનો પ્રયાસ કરતા માઇગ્રન્ટ માટે સૌથી મોટો પડકાર છે

ઘણા આફ્રિકન અપ્રવાસી માટે યુરોપમાં પ્રવેશવા માટેની મુસાફરીની શરૂઆત તેમના જ ખંડના આંતરિક પ્રવાસથી થાય છે. આ પ્રવાસીઓ સહારાના રણને પસાર કરવા માટે લાંબી મુસાફરી ખેડે છે.

હવામાનને લગતી વિષમ પરિસ્થિતિઓ સૌથી મોટો ખતરો છે : IOMના અંદાજ અનુસાર સહારા રણ પસાર કરવાના પ્રયાસમાં વર્ષ 2014થી 2022 સુધીમાં 5,400 લોકોનાં મૃત્યુ થયાં છે.

ન્યૂઝ એજન્સી AFPને એક માઇગ્રન્ટ અબ્દુલ્લા ઇબ્રાહિમે જણાવ્યું કે, "રણમાં તમે લોકોને મરતા જુઓ છો. કેટલાક અશક્તિના કારણે તો કેટલાક તરસના કારણે મૃત્યુ પામે છે."

અપ્રવાસીઓ માટે બીજો એક ખતરો વિસ્તારમાં ચાલતી ટ્રાફિકિંગ ગૅંગ છે.

આ મુદ્દે IOMએ પોતાના તાજેતરના અહેવાલમાં જણાવ્યું હતું કે, "સહારા રણમાં દાણચોરો, માનવતસ્કરો અને બૉર્ડર પર તહેનાત સુરક્ષાકર્મીઓના હાથે થતી હિંસાના કારણે પણ આ રૂટ પર ઘણા લોકોનાં મૃ્ત્યુ થાય છે."

line

યુએસ-મેક્સિકો બૉર્ડર કોસિંગ

યુએસ-મેક્સિકન બૉર્ડર પર માઇગ્રન્ટ ઘણા રૂટ થકી પહોંચે છે, પરંતુ અમુક પગપાળા જ આ મુસાફરી ખેડે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યુએસ-મેક્સિકન બૉર્ડર પર માઇગ્રન્ટ ઘણા રૂટ થકી પહોંચે છે, પરંતુ અમુક પગપાળા જ આ મુસાફરી ખેડે છે

અમેરિકા સુધી પહોંચવું એ એકમાત્ર ધ્યેયથી આ રૂટ પર મુસાફરી ખેડવામાં નથી આવતી પરંતુ આ દેશમાં નવું ઘર મેળવવાના પ્રયાસ માટે આટલું જોખમ લેવામાં આવે છે.

અમેરિકા અને મૅક્સિકો વચ્ચેની બૉર્ડર એ ઘણા પડકારો રજૂ કરે છે : આ વિસ્તાર તેની ખૂબ જ મુશ્કેલીમાં મૂકતી ભૌગોલિક બાબતો માટે કુખ્યાત છે, જેમાં રણવિસ્તાર સામેલ છે. માઇગ્રન્ટ મોટા ભાગે રિયો ગ્રાન્ડ નદી પસાર કરી અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે.

આ રૂટ પર મૃત્યુનું મુખ્ય કારણ નદી પર ડૂબી જવાનું છે, IOMના અંદાજ અનુસાર વર્ષ 2014થી અત્યાર સુધી આ રૂટ પર ત્રણ હજાર લોકોનાં મૃત્યુ થયાં છે.

જે લોકો કુદરતી આપત્તિઓથી બચવાનો પ્રયાસ કરે છે, અને વાહનમાં છૂપાવાનો પ્રયાસ કરે છે, તેઓ ઘણી વખત સૅન ઍન્ટોનિયો જેવી આપત્તિનો સામનો કરે છે.

IOMનાં પ્રવક્તા સફા મ્સેહ્લી કહે છે કે, "અમેરિકામાં પ્રવેશવના પ્રયાસમાં અન્ય દુર્ઘટના પણ સર્જાઈ છે, જેમાં ઘણા લોકોનાં હાલમાં જ મૃત્યુ થયાં છે."

ડિસેમ્બર, 2021માં મેક્સિકોના ચિઆપાસમાં એક ટ્રકને અકસ્માત નડતાં 56 અપ્રવાસીઓનાં મૃત્યુ થયાં હતાં.

મ્સેહ્લીએ કહ્યું કે, "IOM લેટિન અમેરિકાથી અમેરિકામાં થતાં અપ્રવાસનથી ચિંતિત રહે છે."

line

એશિયન રૂટ

IOMના જણાવ્યાનુસાર 2020માં વિશ્વના દરેક દસ પૈકી ચાર કરતાં વધુ માઇગ્રન્ટ એશિયામાં પેદા થયા હતા, અને આ ખંડ ઘણા માઇગ્રન્ટ રૂટ ધરાવે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, IOMના જણાવ્યાનુસાર 2020માં વિશ્વના દરેક દસ પૈકી ચાર કરતાં વધુ માઇગ્રન્ટ એશિયામાં પેદા થયા હતા, અને આ ખંડ ઘણા માઇગ્રન્ટ રૂટ ધરાવે છે

IOMના જણાવ્યાનુસાર 2020માં વિશ્વના દરેક દસ પૈકી ચાર કરતાં વધુ અપ્રવાસી એશિયામાં પેદા થયા હતા. અને આ ખંડ ઘણા માઇગ્રન્ટ રૂટ ધરાવે છે.

યુએન એજન્સી પ્રમાણે, પાછલાં આઠ વર્ષમાં ઓછામાં ઓછા પાંચ હજાર લોકો ગુમ થયા અથવા મૃત્યુ પામ્યા છે.

મોટા ભાગનાં મૃત્યુ રોહિંગ્યા અને બાંગ્લાદેશના લોકોનાં થાય છે. જેઓ બંગાળની ખાડી અને અંદમાન સાગરના રસ્તે પાડોશી રાષ્ટ્રો કે યુરોપ પહોંચવાના હેતુ સાથે નીકળે છે.

આ મુસાફરી દરમિયાન તેમને ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે.

37 વર્ષીય રોહિંગ્યા શરણાર્થીએ પોતાનું વહાણ બગડી ગયા બાદ ઇન્ડિયન નૅવી દ્વારા રેસ્ક્યૂ કરાયા બાદ જણાવ્યું કે, "અમે ભૂખ્યા હતા, હું કંઈ પી નહોતો શકતો, આસપાસ પીવાનું પાણી નહોતું. ભોજન નહોતું, ચોખા નહોતા, અમે બિલકુલ ભૂખ્યા હતા. દરિયામાં એક માસનો સમય વિતાવ્યો હતો."

અન્ય રૂટની જેમ જ અહીં પણ માઇગ્રન્ટ ટ્રાફિકરોના શોષણનો શિકાર બનતાં હોય છે.

આ સિવાય ઈરાન અને તુર્કીની બોર્ડર પણ એક સમસ્યાગ્રસ્ત બૉર્ડર છે. ગત ઑગસ્ટ માસ દરમિયાન તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યા બાદથી અફઘાન માઇગ્રન્ટ ઘણી મોટી સંખ્યામાં આ રૂટનો ઉપયોગ કરી રહ્યા છે.

યુએનની રેફ્યુજી એજન્સી (UNHCR) પ્રમાણે ઈરાન અને આસપાસના દેશોમાં 20 લાખ કરતાં વધુ અફઘાન રેફ્યુજી તરીકે નોંધાયેલા છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન