જૉની ડૅપ : હૉલીવૂડ અભિનેતા જૉની ડૅપ પર પૂર્વ પત્નીના આરોપ -'અમે હનીમૂન પર જ તેમણે મને મારવાનું શરૂ કર્યું'
છેલ્લા ઘણા સમયથી ચર્ચિત હૉલીવૂડના ખ્યાતનામ અભિનેતા જૉની ડૅપ અને તેમનાં પૂર્વ પત્ની ઍમ્બર હર્ડ વચ્ચેના કેસમાં સતત ચોંકાવનારા ખુલાસા થતા આવ્યા છે.

ઇમેજ સ્રોત, Getty Images
હાલમાં અમેરિકાની કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં ઍમ્બર હર્ડે નિવેદન આપ્યું છે કે તેમને લાગતું હતું કે જૉની ડૅપ હનીમૂન દરમિયાન તેમની હત્યા કરી નાખશે.
ઍમ્બર હર્ડે 2018માં એક આર્ટિકલમાં જૉની ડૅપ સાથેના લગ્નજીવનમાં પોતે ઘરેલું હિંસાનો ભોગ બન્યા હોવાનું લખ્યું હતું. જેને લઈને જૉની ડૅપે 50 મિલિયન ડૉલરનો માનહાનિનો દાવો કર્યો હતો.
જેની સુનાવણીમાં ઍમ્બર હર્ડે જૉની ડૅપ હિંસક, ઈર્ષ્યાળુ અને ડ્રગ્ઝના બંધાણી હોવાની છબિ રજૂ કરી હતી. જોકે, જૉની ડૅપ સતત હિંસાની ઘટનાને વખોડતા આવ્યા છે.

કોર્ટમાં ઍમ્બર હર્ડે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
વર્જિનિયામાં આ હાઈ-પ્રોફાઇલ કેસની સુનાવણી છેલ્લા પાંચ અઠવાડિયાથી ચાલી રહી છે. આ પહેલાં જૉની ડૅપ પોતાનું નિવેદન આપી ચૂક્યા છે અને હાલ ઍમ્બર હર્ડનું નિવેદન લેવામાં આવી રહ્યું છે.
સોમવારે કોર્ટમાં ઍમ્બર હર્ડે રડતાંરડતાં કહ્યું હતું કે તેમને લાગતું હતું કે જો તેઓ જૉની ડૅપ સાથે લગ્નજીવનમાં રહ્યાં હોત તો તે બચી શક્યા ન હોત.
તેમણે કહ્યું, "હું ખૂબ ડરી ગઈ હતી કે આનો અંત મારા માટે ખૂબ ખરાબ રીતે આવશે. હું જૉનીને છોડવા માગતી નહોતી. હું તેને ખૂબ પ્રેમ કરતી હતી."
ઍમ્બર્ડ હર્ડ વારંવાર જૉની ડૅપ પર શારીરિક હિંસાનો આરોપ લગાવતા આવ્યા છે. સોમવારે તેમણે કહ્યું કે, "2015માં તેમનાં લગ્ન બાદ જ્યારે તેઓ હનીમૂન માટે ગયાં હતાં, ત્યારે ઓરિયન્ટ ઍક્સપ્રેસમાં જૉનીએ તેમનું ગળું દબાવીને હુમલો કર્યો હતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું, "તેમણે મારું ગળું દાબીને ટ્રેનના કોચ પર દબાવી દીધી હતી. મને એમ હતું કે તે મને મારી નાખશે. મને યાદ છે કે હું ખૂબ જ ડરી ગઈ હતી કે તેઓ એવું કરી ન દે."
ઍમ્બર હર્ડે કોર્ટમાં કહ્યું, "શરૂઆતમાં તેમનું લગ્નજીવન ખૂબ સારું અને પ્રેમાળ હતું પણ સમય જતાં ચિંતા અને હિંસા તેમના જીવનમાં સામાન્ય બની ગઈ હતી."
"પરિસ્થિતિ કણસ્યા બાદ જૉનીએ ખુદને નુક્સાન પહોંચાડવાનું શરૂ કર્યું હતું. ઝઘડો થાય ત્યારે તે પોતાના હાથ પર ચાકુથી ચીરા પાડતા હતા. અને ખુદ પર સળગતી સિગારેટ પણ બુઝાવતા હતા."

જૉની ડૅપના વકીલનો વળતો જવાબ

ઇમેજ સ્રોત, BRENDAN SMIALOWSKI
જૉની ડૅપના વકીલ કૅમિલ વૅસ્ક્વેઝે ઍમ્બર હર્ડના દાવાને પડકારતા પ્રશ્ન કર્યો કે શા માટે તેમના પર થયેલી હિંસાના ફોટોગ્રાફ્સ અને પુરાવા ઓછા છે.
આ પ્રશ્નના જવાબમાં ઍમ્બર હર્ડે કહ્યું, "હું હિંસાનો ભોગ બની હતી પણ તે દર્શાવવામાં મને શરમ આવતી હતી. જેથી હું હૉસ્પિટલ જતી નહોતી."
"મારા થૅરાપિસ્ટ સિવાય મેં કોઈની સાથે વાત કરી ન હતી. હું ઈજાના નિશાન સંતાડવા માટે મેકઅપનો સહારો લેતી હતી."
ઍમ્બર હર્ડે છૂટાછેડા સમયે જાહેરાત કરી હતી કે તેમાંથી મળનારી અંદાજે સાત મિલિયન ડૉલર્સની રકમ તેઓ દાનમાં આપશે.
કૅમિલ વૅસ્કવેઝે ઍમ્બર હર્ડને આ વાત યાદ કરાવતા કહ્યું હતું કે અત્યાર સુધી તેમણે એમ કર્યું નથી.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












