જ્યારે પાકિસ્તાનની કૅપ્ટનની દીકરીને રમાડવા પહોંચી ભારતીય ખેલાડીઓ, વીડિયો વાઇરલ

ન્યૂઝીલૅન્ડમાં રમાઈ રહેલા ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતની મહિલા ક્રિકેટ ટીમે પાકિસ્તાનને 107 રનથી હરાવી શાનદાર શરૂઆત કરી હતી.

સોશિયલ મીડિયામાં પાકિસ્તાનના મહિલા કૅપ્ટન બિસ્મિલ્લા મારૂફનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, મૅચ બાદ તેઓ પોતાની દીકરી સાથે જોવા મળ્યાં અને ભારતીય ટીમનાં મહિલા ખેલાડીઓ તેમની દીકરીને રમાડતાં જોવા મળી રહ્યાં છે.

પાકિસ્તાની કપ્તાન બિસ્મિલ્લાહ મારુફની પુત્રી સાથે સેલ્ફી લેતા ભારતીય ખેલાડીઓ

ઇમેજ સ્રોત, @THEREALPCB

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાની કપ્તાન બિસ્મિલ્લા મારૂફની પુત્રી સાથે સેલ્ફી લેતા ભારતીય ખેલાડીઓ

બંને દેશોના યુઝર્સ આ વીડિયો પર પોતપોતાના અભિપ્રાયો લખી રહ્યા છે. પત્રકાર મુજિબ માશેલે લખ્યું છે કે 'આ વીડિયો જોયા પછી તમારું હૃદય ખૂબસૂરત અંદાજમાં પીગળી જશે.'

એક ભારતીય યુઝરે લખ્યું છે કે, "પ્રેમ વહેંચો, નફરત નહીં." તો, સાદ નામના અન્ય યુઝરે લખ્યું, "આજે ઇન્ટરનેટ પર આ સૌથી ખુબસુરત વસ્તુ છે. કેટલાક પ્રસંગોએ ક્રિકેટ મેદાનની બહાર આટલું સુંદર હોઈ શકે છે."

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

તો અન્ય એક યુઝરે લખ્યું, "આ મહિલા ક્રિકેટ વર્લ્ડકપની સૌથી સુંદર તસવીર છે."

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે પણ એક તસવીર ટ્વીટ કરી છે.

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

line

બિસ્મિલ્લા મારૂફ તાજેતરમાં જ માતા બન્યાં

પેરેંટલ સપોર્ટ પોલિસી હેઠળ પાકિસ્તાનમાં મહિલા ક્રિકેટરને એક વર્ષની મેટરનિટી લીવ મળે છે

ઇમેજ સ્રોત, PCB

ઇમેજ કૅપ્શન, પેરેન્ટલ સપૉર્ટ પોલિસી હેઠળ પાકિસ્તાનમાં મહિલા ક્રિકેટરને એક વર્ષની મૅટરનિટી લીવ મળે છે

પાકિસ્તાન ક્રિકેટ ટીમના કૅપ્ટન બિસ્મિલ્લા મારૂફ તાજેતરમાં જ માતા બન્યાં છે અને તેઓ ન્યૂઝીલૅન્ડમાં રમાઈ રહેલા વર્લ્ડકપમાં પોતાની બાળકી સાથે આવ્યાં છે.

પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં આવું પહેલી વાર બન્યું છે કે જેમાં માતા બન્યાં બાદ મહિલા ખેલાડીને તેની દેખભાળ માટે કોઈને સાથે રાખવાની મંજૂરી આપવામાં આવી હોય.

વાસ્તવમાં મે 2021માં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પહેલીવાર પેરેન્ટલ સપૉર્ટ પૉલિસી લાગુ કરી હતી, જેના હેઠળ મહિલા ક્રિકેટરને એક વર્ષની મૅટરનિટી લીવની સુવિધા આપવામાં આવી છે. આ નીતિ હેઠળ પ્રથમ લાભાર્થી વર્તમાન કૅપ્ટન બિસ્મિલ્લા મારૂફ છે.

ગયા ડિસેમ્બરમાં બિસ્મિલ્લા મારૂફે જાહેરાત કરી હતી કે વર્લ્ડકપમાં તેઓ રમી શકશે, ત્યારબાદ તેમની સાથે સપૉર્ટ સ્ટાફ રાખવાની મંજૂરી આપવામાં આવી હતી.

મારૂફ વર્લ્ડકપ માટે ન્યૂઝીલૅન્ડના પ્રવાસે રવાના થયા તે પહેલાં જ સાથે બીબીસી ઉર્દૂના સંવાદદાતા અબ્દુલ રાશીદ શકુરે તેમની સાથે વાત કરી હતી.

આ વાતચીતમાં બિસ્મિલ્લા મારૂફનાં માતાએ બીબીસીને કહ્યું, "ફાતિમાના જન્મ પછી હું ઘણી સક્રિય થઈ ગઈ છું. મારાં અન્ય પૌત્ર-પૌત્રીઓ દેશની બહાર રહે છે."

"પહેલી વાર મને પૌત્રીને ઉછેરવાનો મોકો મળ્યો છે. જે અદ્ભુત અનુભવ છે."

જ્યારે પૂછવામાં આવ્યું કે બિસ્મિલ્લા અને ફાતિમા પૈકી કોને સંભાળવા વધારે મુશ્કેલ છે, ત્યારે બિસ્મિલ્લાહ હસે છે અને તેમનાં માતા કહે છે કે પુત્રી બિસ્મિલ્લાને સંભાળવાનું કામ વધારે મુશ્કેલ હતું.

તે જ સમયે, બિસ્મિલ્લા મારૂફે જણાવ્યું કે તેમની પુત્રીના જન્મ પછી તેમનું જીવન બદલાઈ ગયું.

તેમણે કહ્યું, "દીકરીના જન્મ પછી દુનિયા બદલાઈ ગઈ છે. મારું ધ્યાન તેના પર હતું. મારી પાસે હવે મારા માટે પણ સમય નથી."

"વ્યસ્તતા વધી ગઈ છે, પરંતુ મારાં માતાના કારણે હું ક્રિકેટ ફરી શરૂ કરી શકી છું. મને ખબર છે કે ક્રિકેટ અને મારી કારકિર્દી કેટલી મહત્ત્વની છે."

line

બિસ્મિલ્લાની કારકિર્દી પર એક નજર

એકપણ સદી વગર એક દિવસીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બિસ્મિલ્લાહ મારુફના નામે છે

ઇમેજ સ્રોત, TWITTER/@MAROOF_BISMAH

ઇમેજ કૅપ્શન, એકપણ સદી વગર એક દિવસીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બિસ્મિલ્લા મારુફના નામે છે

બિસ્મિલ્લા મારૂફની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી ડિસેમ્બર 2006માં શરૂ થઈ હતી. મારૂફે પાકિસ્તાન માટે અત્યાર સુધી 109 વનડેમાં 2617 રન બનાવ્યા છે, જેમાં 14 અડધી સદી સામેલ છે. એક દિવસીય ક્રિકેટમાં તેમનો સર્વાધિક સ્કોર 99 છે.

મહિલા ક્રિકેટમાં એક પણ સદી વગર એક દિવસીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકૉર્ડ હજુ પણ તેમના નામે છે. તેમણે 44 વિકેટ પણ લીધી છે.

બિસ્મિલ્લાએ ટી-20 ક્રિકેટમાં 108 મૅચોમાં 2,225 રન કર્યા છે, જેમાં 11 અડધી સદી સામેલ છે. તેમણે ટી-20 ક્રિકેટમાં 36 વિકેટ લીધી છે.

તેમણે ટી-20 ક્રિકેટમાં પાકિસ્તાન તરફથી સૌથી વધુ રન બનાવ્યા છે. બિસ્મિલ્લા મારૂફને 2019માં પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમનાં કૅપ્ટન બનાવવામાં આવ્યાં હતાં.

ફૂટર
line
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો