ઉત્તર પ્રદેશ ચૂંટણી : 'અમને મુસ્લિમોને બલીના બકરા ગણી લેવામાં આવે છે'
- લેેખક, ગીતા પાંડે
- પદ, બીબીસી ન્યૂઝ, ઉત્તર પ્રદેશ
ગયા વર્ષે મધ્ય ઑગસ્ટમાં મથુરામાં હિન્દુ રક્ષક દળે ત્રણ મુસ્લિમ ભાઈઓ પર હુમલો કર્યો હતો. આ મુસ્લિમ ભાઈઓ નાસ્તાની લારી ચલાવતા હતા.
આ મુસ્લિમ ભાઈઓ શ્રીનાથ ઢોસા સેન્ટર એવા નામે લારી ચલાવતા હતા. તેમાંના એક ભાઈ આબિદ કહે છ કે આ જૂથે આક્ષેપ કર્યો કે હિન્દુ દેવતાનું નામ રાખીને હોટેલ ચલાવો છો અને કમાણી કરો છો. તેમની લારીના પાટિયા અને પોસ્ટર તોડી નખાયા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
આબિદ કહે છે, "તેઓનું કહેવું હતું કે તમે હિન્દુ નામ રાખો એટલે તમે હિન્દુ છો એમ સમજીને હિન્દુઓ અહીં ખાવા આવે છે."
ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ વેચતી બજારમાં આબિદનું ઢોસા સેન્ટર આવેલું હતું. ભગવાન શ્રીકૃષ્ણના મંદિરથી થોડા જ કિમી દૂર આ બજાર આવેલી છે. મથુરા શ્રીકૃષ્ણની જન્મભૂમિ છે અને કૃષ્ણનું એક નામ પણ શ્રીનાથ પણ છે.
મંદિરની આસપાસ આવેલી ખાણીપીણીની દુકાનોમાં મોટા ભાગના નામ ભગવાન કૃષ્ણના જુદા જુદા નામો પરથી રાખવામાં આવેલા છે. જોકે હવે આબિદે પોતાના સ્ટોલનું નામ અમેરિકન ઢોસા સેન્ટર કરી નાખ્યું છે.
તેમની લારી પર હુમલો થયો તે વીડિયો વાઇરલ થયો હતો. તે પછી આબિદે આ હુમલા માટે ફરિયાદ નોંધાવી હતી અને એક હુમલાખોરની ધરપકડ થઈ હતી.
જોકે આ ઘટનાને છ મહિના મહિના થઈ ગયા છે અને આબિદ હવે આ બાબતને ચગાવવા માગતા નથી. એક સ્થાનિક પત્રકાર જણાવે છે કે "તેઓ કોઈ માથાકૂટ થાય એવું ઇચ્છતા નથી" એટલે તેઓ વાતને ચગાવતા નથી.

ઉત્તર પ્રદેશમાં મુસ્લિમો પર અત્યાચારનો બનાવો

2014થી ઉત્તર પ્રદેશમાં મુસ્લિમો સામે હિંસાના બનાવો અખબારોમાં ચમકતા રહ્યા છે. 2014માં ભારતીય જનતા પક્ષની સરકાર કેન્દ્રમાં બની હતી અને તેના ત્રણ વર્ષ પછી ઉત્તર પ્રદેશમાં પણ બહુ ભારે બહુમતી સાથે સરકાર બની હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મુસ્લિમ વિરોધી વલણ માટે જાણીતા મઠાધિપતી યોગી આદિત્યનાથને ભાજપે યુપીમાં મુખ્ય પ્રધાન બનાવ્યા હતા.
ઉત્તર પ્રદેશમાં સરકાર બની તેના થોડા દિવસમાં જ એક ગામડે પોસ્ટર લાગ્યા હતા કે મુસ્લિમો અહીંથી જાવ. બળજબરીપૂર્વક ધર્માંતરણ વિરુદ્ધનો કાયદો પણ આ રાજ્યમાં સૌ પ્રથમ પસાર થયો. ખાસ કરીને મુસ્લિમ પુરુષ અને હિન્દુ યુવતીના લગ્ન થાય ત્યારે આ કાયદાનો ઉપયોગ કરીને હેરાનગતિ થતી હોવાના આક્ષેપો થાય છે.
વિવાદાસ્પદ સિટિઝનશીપ ઍક્ટનો પણ વિરોધ થયો ત્યારે વિરોધ પ્રદર્શન કરનારા મુસ્લિમોને માર પણ પડ્યો હતો અને તેમની સંપત્તિઓ જપ્ત પણ કરી લેવામાં આવી હતી.
જોકે સુપ્રીમ કોર્ટે સંપત્તિ જપ્ત કરવાની વાતને ગેરકાયદે ગણાવી છે.
આ ઉપરાંત કોરોના રોગચાળા વખતે ભાજપ નેતાઓએ મુસ્લિમ પુરુષો પર આક્ષેપ મૂક્યો હતો કે તે લોકોએ કોરોના ફેલાવીને "કોરોના જેહાદ" જગાવી હતી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
આ રીતે મુસ્લિમો સામે ભેદભાવ થાય તેના કારણે મુસ્લિમો કોરાણે ધકેલાઈ જાય છે. ઉત્તરપ્રદેશમાં લગભગ 4 કરોડ મુસ્લિમો વસે છે, જે વસ્તીના 20% જેટલી થાય છે.
હાલમાં યુપીમાં વિધાનસભા ચૂંટણી ચાલી રહી છે ત્યારે મુસ્લિમ સમાજના લોકોએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે ભાજપના હિન્દુ રાષ્ટ્રવાદી શાસનમાં તેઓ "સેકન્ડ ક્લાસ સિટિઝન" બની ગયા છે.
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના થિયોલૉજીના નિવૃત પ્રોફેસર મુફ્તિ ઝાહિદ અલી ખાન કહે છે કે આદિત્યનાથ "સરકારના હોદ્દેદાર તરીકે નહીં, પરંતુ ભાજપના નેતા તરીકે વરતે છે".
"તેઓ સત્તામાં આવ્યા ત્યારથી મુસ્લિમો ભયમાં જીવી રહ્યા છે. અમારા સંતાનો જ્યારે પણ બહાર જાય ત્યારે અમારી મહિલાઓ દુવા કરતી રહે છે કે સલામત પાછા આવે."
ભાજપના ઉપ પ્રમુખ અને ધારાસભ્ય વિજય પાઠક કહે છે કે "યુપીમાં મુસ્લિમોને કોરાણે ધકેલાઇ ગયેલા હોવાનું લાગતું હોય તે વાત સાચી નથી".
તેઓ ઉમેરે છે, "સરકાર જ્ઞાતિ કે ધર્મના આધારે ભેદભાવ કરતી નથી. આ ચૂંટણીઓમાં મુસ્લિમો અમારા માટે મોટા પાયે મતદાન કરશે."
જોકે ટીકાકારો કહે છે કે સીએમ યોગી તથા ભાજપના ઘણા નેતાઓએ હાલમાં જ લઘુમતી વિરોધી ઉચ્ચારણો કર્યા છે.

'અમે બલીના બકરા બન્યા છીએ'

ઇમેજ સ્રોત, Getty Images
ભાજપના એક ધારાસભ્યે કહ્યું કે તેઓ ફરી જીતી જશે તો "મુસ્લિમો ટોપી પહેરવાનું બંધ કરીને માથે તિલક કરતાં થઈ જાય" એવું કરી દેશે. ગયા મહિને હિન્દુ ધાર્મિક અગ્રણીઓની સભા યોજાઈ હતી તેમાં મસ્જિદો અને મુલ્લાઓ પર હુમલો કરવાનું આહ્વાન કરાયું હતું.
સમાજવાદી પક્ષના અલીગઢથી જીતેલા ભૂતપૂર્વ ધારાસભ્ય ઝમીરુલ્લા ખાન કહે છે, "અમે હિન્દુઓ સાથે કામ કરીએ છીએ, તેમની સાથે વેપાર કરીએ છીએ, એક બીજાના ઘરે લગ્નપ્રસંગો વગેરે જઈએ છીએ, પરંતુ રાજકીય ઘૃણા હવે ઉગ્ર બની રહી છે. ચૂંટણી હોય ત્યારે તે વધારે ઉગ્ર બને છે."
તેઓ કહે છે, "અમે બલીના બકરા બન્યા છીએ - અમને તગડાં કરવામાં આવે છે અને પછી પક્ષ માટે વધેરી નાખવામાં આવે છે. નેતાઓ મુસ્લિમ વિરોધી ઉશ્કેરણી જગાવે છે જેથી ધ્રુવીકરણ થાય અને મતો મળી જાય. ચૂંટણી પતે એટલે સૌ પોતપોતાના ઘરે જતા રહે."
સત્તાવાર આંકડાં અનુસાર ધાર્મિક જૂથની રીતે મુસ્લિમો ભારતમાં સૌથી ગરીબ છે. મોટા ભાગના લગભગ 46% લોકો ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર, રોજમદાર વગેરે તરીકે કામ કરે છે. યુપીમાં પણ એવી જ સ્થિતિ છે.
સરકારી નીતિઓ ઉપરાંત કોરોના મહામારીને કારણે તેમની સ્થિતિ વધારે કફોડી થઈ છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
આદિત્યનાથ સરકારે છેલ્લા સાડા ચાર વર્ષમાં 150 જેટલા કતલખાનાં બંધ કરાવી દીધા છે. પરંપરાગત રીતે મુસ્લિમો કતલખાનાં ચલાવે છે અને તે ગેરકાયદે છે એમ જણાવી તેને બંધ કરી દેવાયા છે. જે કતલખાના ચાલે છે તેને પણ હિન્દુ તહેવારો વખતે બંધ રખાવવામાં આવે છે.
મથુરામાં રેસ્ટરોન્ટ ચલાવતા ઝાકિર હુસૈન કહે છે કે કતલખાના બંધ થવાના કારણે તેને ચલાવનારા લોકો બેકાર બન્યા હતા અને ગ્રાહકોએ પણ પોતાની ખાણીપીણીની આદતો બદલવી પડી છે.
ઝાકિર હુસૈન અને તેમના ભાઈઓ છેલ્લા આઠ વર્ષથી મજીદ રેસ્ટોરન્ટ ચલાવે છે, જે તેમની ચિકન બિરયાની માટે જાણીતી હતી અને રોજ 500 લોકો જમવા આવતા હતા.
જોકે સપ્ટેમ્બર મહિનામાં આદિત્યનાથે શ્રીકૃષ્ણ મંદિર પરિસરના આસપાસના 10 કિમી વિસ્તારમાં માંસાહારી ખાણીપીણી પર પ્રતિબંધ મૂક્યો હતો. આ મંદિરની બાજુમાં જ મસ્જિદ પણ છે અને આસપાસના વિસ્તારમાં ઘણા મુસ્લિમ પરિવારો રહે છે.
આ હુકમ પછી મજીદ હોટેલમાં માંસાહારી વાનગીઓ બંધ થઈ ગઈ અને તેના કારણે મોટા ભાગના ગ્રાહકો પણ આવતા બંધ થઈ ગયા.

માંસ-ઈંડાંની દુકાનો બંધ

ઇમેજ સ્રોત, SURESH SAINI
હુસૈન કહે છે, "ડઝન જેટલા રેસ્ટરોન્ટ અને માંસ તથા ઈંડા વેચતી સો જેટલી દુકાનો બંધ થઈ ગઈ છે અને લોકો બેકાર થઈ ગયા છે."
તેમના ભાઈ શકિર કહે છે, "છેલ્લા થોડા મહિનાથી આ થઈ રહ્યું હતું જેથી અમારો મુસ્લિમોનો ધંધો બંધ થઈ જાય. પ્રતિબંધ મૂકાયેલો છે તે સિવાયના, બહારના વિસ્તારોમાં ઘણા બધા હિન્દુઓની નોન-વેજ રેસ્ટરોન્ટ બની ગઈ છે".
આ ભાઈઓએ પણ પ્રતિબંધિત વિસ્તારથી દૂર જગ્યા ખરીદીને નવી રેસ્ટોરન્ટ શરૂ કરી હતી, પણ ત્રીજા જ દિવસે તેમના પર હુમલો થયો હતો. તેમનો આક્ષેપ છે કે હિન્દુ રાષ્ટ્રવાદીઓએ તેમના પર હુમલો કર્યો હતો.
ઝાકિર હુસૈન કહે છે, "તે લોકોએ કહેલું કે અમને મફતમાં જમવાનું આપવું પડશે અને પ્રોટેક્શન મની પણ આપવા પડશે. અમે આપવાની ના પાડી ત્યારે તે લોકોએ રેસ્ટોરન્ટમાં તોડફોડ કરી અને અમારા પર હુમલો કર્યો."
પોતે પોલીસ ફરિયાદ નોંધાવી છે એમ જણાવીને તેમણે ઉમેર્યું કે "મારા ત્રણ દાંત પડી ગયા હતા, જડબું તૂટી ગયું હતું. એક મહિનો મારે હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું. મારા ભાઈઓ અને બીજા સગાઓને પણ ઈજાઓ થઈ હતી."
તેમના પર હુમલો કરનારાએ સામી ફરિયાદ પણ નોંધાવી છે અને આક્ષેપ કર્યો છે કે હુસૈને તેમને બીફ ખાવાનું દબાણ કર્યું એટલે ઝઘડો થયો હતો.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
હુસૈન ભાઈઓ તથા અન્ય રેસ્ટોરન્ટ માલિકોએ આ પ્રકારના પ્રતિબંધને દૂર કરવા માટે અલાહાબાદ હાઈ કોર્ટમાં અરજી કરી છે.
શકિર હુસૈન કહે છે કે ભાજપ ખતરનાક રમત રમી રહ્યો છે. "એટલી બધી ઘૃણા ફેલાવાઈ છે કે લોકો જર ગયા છે, હિન્દુઓ મુસ્લિમથી ડરે છે અને મુસ્લિમો હિન્દુથી ડરે છે."
મુસ્લિમો પર હુમલાની વિગતો એકઠી કરનારા પત્રકાર આલિશાન જાફરી કહે છે, ભાજપના નેતાઓ અને હિન્દુ ધાર્મિક અગ્રણીઓના ઉશ્કેરણીજનક ભાષણોને કારણે એવી સ્થિતિ ઊભી થઈ છે, જે "માત્ર ખોટી વાતો ના રહે. આ ઉશ્કેરણીજનક ભાષણોને કારણે મુસ્લિમોના જાનમાલને અસર થઈ રહી છે".
જાફરી કહે છે, "મુસ્લિમપણા સામે, મુસ્લિમ ઓળખ સામે રાજ્યમાં અને ભારતભરમાં આક્રમણ થઈ રહ્યું છે"
"મુસ્લિમો શું પહેરે, શું ખાઈ, કોને પરણે આ બધી બાબતમાં હિન્દુઓ નારાજ થાય તો તે સ્વીકાર્ય ગણાય એવી સ્થિતિ આવી છે. આ ધીમી ગતિનું મુસ્લિમોનું કલ્ચરલ ક્લિન્સિંગ છે."


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












