UP Election result : 2017 બાદ એક પણ રમખાણ નથી થયું, યોગી આદિત્યનાથનો દાવો કેટલો સાચો?
- લેેખક, શ્રુતિ મેનન
- પદ, બીબીસી રિયાલિટી ચેક
ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. ચૂંટણીના પ્રચાર દરમિયાન યોગી આદિત્યનાથે દાવો કર્યો હતો કે રાજ્યમાં છેલ્લાં પાંચ વર્ષમાં કોઈ રમખાણો થયાં નથી.
રાજ્યમાં ચૂંટણીઓ વચ્ચે થયેલા આ દાવાની તથા કાયદો અને વ્યવસ્થાની સુધરી હોવાની વાતમાં કેટલું તથ્ય તેની અમે તપાસ કરી છે.

ઇમેજ સ્રોત, Getty Images
દાવો : છેલ્લાં પાંચ વર્ષમાં કોઈ રમખાણો થયાં નથી.
તથ્ય-તપાસ : આ દાવો ખોટો છે, કેમ કે ભલે બહુ ઓછાં રમખાણો થયાં હોય, પણ થયાં છે ખરાં.
ત્યાંની સરકારની સિદ્ધિઓ વિશેની વાત કરતી વખતે એક પત્રકાર પરિષદમાં મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે આવો દાવો કર્યો હતો.
ભાજપના અન્ય નેતાઓ પણ આ પ્રકારના દાવા કરતા રહ્યા છે. નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરો (NCRB)ના આંકડાંમાં કોમી રખમાણો તથા અન્ય તોફાનો બધાને સમાવી લેવામાં આવે છે.
આ આંકડા અનુસાર 2018 પછી કોઈ કોમી રમખાણો થયાં નથી, પરંતુ માર્ચ 2017માં ભાજપ સત્તા પર આવ્યો ત્યારે રાજ્યમાં 195 કોમી રખમાણો નોંધાયાં હતાં.
please wait...
જોકે રાજ્યમાં કુલ કેટલાં રમખાણો થયાં છે તેનો આંકડો જોઈએ તો જુદું જ ચિત્ર દેખાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
2017 પછી રખમાણોની સંખ્યામાં ઘટાડો થયો હતો, પરંતુ 2019 અને 2020માં તેમાં 7.2 ટકાનો વધારો થયો હતો.
સૌથી વધુ સંખ્યામાં રમખાણો થયાની બાબતમાં દેશના ટોચનાં પાંચ રાજ્યોમાં, મહારાષ્ટ્ર અને બિહાર સાથે ઉત્તર પ્રદેશનો પણ સમાવેશ થાય છે.
ભાજપ સરકાર આવી તે પહેલાં 2016માં રાજ્યમાં 8,016 રમખાણો નોંધાયાં હતાં. તે પછીના વર્ષે 2017માં તેની સંખ્યા 8,990, 2018માં 8,908, 2019માં 5,714 અને 2020માં 6,126ની સંખ્યા નોંધાઈ હતી.

ગુનાખોરી ઘટાડવાનો દાવો

ઇમેજ સ્રોત, ANANT ZANANE/BBC
દાવો : યોગી સરકારના કાર્યકાળમાં ગુનાખોરીના દરમાં 60 ટકાનો ઘટાડો થયો
તથ્ય-તપાસ: આ દાવો ખોટો છે
પશ્ચિમ યુપીના સહરાનપુરમાં એક જાહેર સભામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આવો દાવો કર્યો હતો.
NCRBમાં બે પ્રકારે આંકડાં નોંધવામાં આવે છે - એક સંખ્યા એવા કેસોની જે ભારતીય દંડ સંહિતા (IPC) હેઠળ આવતા હોય અને બીજી સંખ્યા એવા કેસોની જ વિશિષ્ટ અને સ્થાનિક કાયદા (SLL) હેઠળ આવતા હોય.
સ્પેશિયલ કાયદા એવા કાયદા હોય છે જે સંસદમાં પસાર થયા હોય અને ડ્રગ્ઝની દાણચોરી વગેરે રોકવા માટેના હોય છે, જ્યારે સ્થાનિક કાયદામાં જુગારવિરોધી અથવા અમુક પ્રદેશ માટેના કાયદાનો સમાવેશ થાય છે.
NCRBના આંકડા દર્શાવે છે કે 2017 પછી ઉત્તર પ્રદેશમાં IPC હેઠળ નોંધાયેલા ગુનાની સંખ્યા 2017થી વધતી રહી છે.

યોગ્ય સરખામણી કરવા માટે 2013થી 2020 સુધીના આંકડા લઈને સરખામણી કરી છે. આ રીતે અગાઉની સમાજવાદી પક્ષની સરકારનાં છેલ્લાં ચાર વર્ષ અને વર્તમાન ભાજપ સરકારના પ્રથમ ચાર વર્ષના આંકડા આવી જાય.
2013થી 2016 સુધી IPC હેઠળ કુલ 9,91,011 ગુના નોંધાયા હતા. તે પછીનાં ચાર વર્ષમાં આ જ પ્રકારના ગુના વધીને 13,60,680 થયા છે, જે 37 ટકા ટકાનો વધારો દર્શાવે છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
આ જ સમયગાળામાં કુલ નોંધાયેલા ગુના (IPC ઉપરાંત SLL હેઠળના ગુના)ની સંખ્યા સમાજવાદી પક્ષના કાર્યકાળમાં 35,14,373 થઈ હતી, જ્યારે ભાજપના કાર્યકાળમાં તે સંખ્યા 24,71,742ની થઈ છે. આ રીતે કુલ આંકડામાં 30 ટકાનો ઘટાડો દેખાડાયો છે.
આ ઘટાડો થવા પાછળ કારણ ગુનો નોંધવાની પદ્ધતિમાં થયેલા ફેરફારને કારણે છે એવું જણાવાયું છે.
2012 અને 2013માં બહુ મોટા પ્રમાણે SLL ગુનાઓ નોંધવામાં આવ્યા હતા, કેમ કે ત્યાં સુધી એફઆઈઆર નોંધવાની જરૂર ના પડી હોય તેવી ફરિયાદોને પણ ગણી લેવામાં આવી હતી.
વાહનોને થયેલા દંડ, પોલીસ ઍક્ટ અને સિટી પોલીસ ઍક્ટ હેઠળના ભંગને પણ નોંધી લેવાતા હતા.
આ પ્રકારે એફઆઈઆર નોંધવાની જરૂર ના હોય (અને ન્યાયાધીશ સમક્ષ લઈ જવાની જરૂર ના હોય) તેવા નિયમભંગના કેસને નોંધવાનું બંધ કરવામાં આવ્યું તેના કારણે 2014થી SLL ગુનાની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. યુપી, છત્તીસગઢ, ઉત્તરાખંડ જેવાં રાજ્યોમાં 80 ટકા કેસો ઘટી ગયા છે.
ઉત્તર પ્રદેશ દેશની સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય છે અને એ રીતે સૌથી વધુ ક્રાઇમ રેટ દર્શાવતું રાજ્ય પણ રહ્યું છે. 2020થી કુલ ફોજદારી ગુનાની બાબતમાં રાજ્ય ત્રીજા નંબરે રહ્યું છે.

ભાજપ સરકારનાં પ્રથમ ચાર વર્ષમાં ધાડના ગુનાની સંખ્યામાં ઘટાડો થયો?

ઇમેજ સ્રોત, Getty Images
દાવો : યોગીના પાંચ વર્ષ અને તમારા (અખિલેશ યાદવના) પાંચ વર્ષની સરખામણી લઈને હું આવ્યો છું. યોગી સરકારમાં ધાડની સંખ્યા 70 ટકા ઘટી ગઈ છે. હત્યામાં 30 ટકાનો ઘટાડો થયો છે, દહેજને કારણે થતા મોતમાં 22.5 ટકાનો ઘટાડો થયો છે.
તથ્ય-તપાસ : આ આંકડા ઘટ્યા છે, પણ દાવો કરવામાં આવ્યો છે એટલા નહીં.
આ દાવો પણ ગૃહ મંત્રી અમિત શાહે એક જાહેરસભામાં કર્યો હતો.
એ વાત સાચી છે કે ભાજપ સરકારનાં પ્રથમ ચાર વર્ષમાં ધાડના ગુનાની સંખ્યામાં ઘટાડો થયો છે. પરંતુ NCRBના આંકડા અનુસાર 51 ટકા ઘટાડો થયો છે, 70 ટકાનો નહીં.

સમગ્ર રીતે સમાજવાદી પક્ષનાં પાંચ વર્ષ (2012-2016) અને ભાજપના ચાર વર્ષની સરખામણી થાય તો (2017-2020)માં આ ઘટાડો 57 ટકાનો થાય છે.
આ સમયગાળામાં હત્યાના બનાવોમાં પણ ઘટાડો નોંધાયો છે. 2013-2016ની સામે 2017-2020માં હત્યાના ગુનામાં 20 ટકા ઘટાડો થયો છે.
જોકે દહેજને કારણે થતી હત્યામાં ઘટાડો થયો નથી, પરંતુ 0.4% જેટલો સામાન્ય વધારો થયો છે.

મહિલાઓ સામે ગુનામાં ઘટાડો થયો છે?

ઇમેજ સ્રોત, SANJAY KANOJIA
દાવો : એવો પણ સમય હતો કે [રમખાણો તો થતાં જ હતાં, પરંતુ આપણી દીકરીઓને બીજા રાજ્યો ભણવા માટે મોકલવી પડતી હતી, કેમ કે અહીં સલામતી નહોતી. આજે પશ્ચિમ યુપીમાં કન્યાઓએ શિક્ષણ માટે બહાર જવું પડતું નથી. કોઈ તેમને હેરાન કરવાની હિંમત કરી શકતું નથી.
તથ્ય-તપાસ : સત્તાવાર આંકડાં પ્રમાણે મહિલાઓ સામેના ગુનામાં વધારો થયો છે.
એક ચૂંટણીસભામાં જ ગૃહ મંત્રી અમિત શાહે આ દાવો કર્યો હતો, પણ તેઓ કયા પ્રકારના ગુનાની વાત કરી રહ્યા હતા તેની સ્પષ્ટતા કરી નહોતી.
જોકે NCRBના આંકડા અનુસાર દહેજને કારણે હત્યા, બળાત્કાર અને હત્યા, પતિ દ્વારા ક્રૂરતા, અપહરણ, એસિડ હુમલા, ત્રાસને કારણે આત્મહત્યા વગેરે પ્રકારના 'મહિલાઓ વિરુદ્ધના ગુના'માં ગણાય તેવા ગુનામાં વધારો થયો છે.
2013થી 2016માં સ્ત્રીવિરોધી ગુનાઓની સંખ્યા 1,56,634 નોંધાઈ હતી.
2017થી 2020 સુધીમાં આ સંખ્યા વધીને 2,24,694ની થઈ છે, એટલે કે 43 ટકાનો વધારો.
2019 અને 2020માં મહિલાઓ વિરુદ્ધના ગુનામાં 17 ટકા ટકાનો ઘટાડો નોંધાયો છે, પરંતુ દેશમાં આવા સૌથી ગુનાની બાબતમાં પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આસામ પછી ઉત્તર પ્રદેશનું સ્થાન આવે છે.
નેશનલ કમિશન ફૉર વિમેન (NCW)ના હાલના અહેવાલ અનુસાર પંચને 2012માં 31,000 જેટલી ફરિયાદો મળી છે તેમાંથી અડધોઅડધ ઉત્તર પ્રદેશની છે.



તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












