આ દેશોમાં કોરોનાથી લાખો મોતનું સંકટ, લૉકડાઉન સામે હિંસક પ્રદર્શનો
ભારતના મોટા ભાગના રાજ્યોમાં હાલ કોરોનાની સ્થિતિ કાબૂમાં છે, દક્ષિણ ભારતના કેટલાંક રાજ્યોમાં વધી રહેલા કેસ ચિંતાનો વિષય છે.
જોકે યુરોપમાં કોરોના વાઇરસના કેસો વધી રહ્યા છે અને તેને પગલે યુરોપના કેટલાક દેશો લૉકડાઉન લાગુ કરી રહ્યા છે.
જોકે તેની સામે લોકોમાં રોષ છે અને વિરોધપ્રદર્શન કરી રહ્યા છે, ક્યાંક-ક્યાંક પોલીસ સાથે ઘર્ષણ સંઘર્ષ પણ થયો છે.

ઇમેજ સ્રોત, Getty Images
જર્મનીમાં એક દિવસમાં 40 હજારથી વધુ કેસ નોંધાતાં ત્યાંની સરકારની ચિંતા વધી ગઈ છે.
જ્યારે નેધરલૅન્ડ્ઝ, ઑસ્ટ્રિયા, ક્રૉએશિયા, ઇટાલી, ફ્રાન્સ સહિતના દેશોમાં પણ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. આ સ્થિતિને પગલે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચિંતા વ્યક્ત કરી છે.
યુકેનું કહેવું છે કે પશ્ચિમ યુરોપમાં કેસો વધી રહ્યા છે, પરંતુ યુકેમાં ડેલ્ટા વૅરિયન્ટના જ કેસો હોવાથી નવાં નિયંત્રણો લાદવાની શક્યતા ઓછી છે.
તેમનું કહેવું છે કે જો નવો વૅરિયન્ટ આવશે અને તેનું પ્રમાણ વ્યાપક જણાશે તો સ્થિતિ બદલાઈ શકે છે.

પ્રતિબંધો સામે પ્રદર્શન

ઇમેજ સ્રોત, Getty Images
આ દરમિયાન નૅધરલૅન્ડ્ઝના ધ હૅગ, રોટરડૅમમાં હિંસાત્મક પ્રદર્શનો થયાં હતાં. પોલીસે ગોળીબાર કર્યો હતો, જ્યારે પ્રદર્શનકારીઓએ આગચંપી કરી હતી. કોરોનાને અંકુશમાં લેવા માટે લદાયેલા નવા લૉકડાઉનનો સ્થાનિકોએ વિરોધ કર્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીજી તરફ ઑસ્ટ્રિયા, ક્રૉએશિયા અને ઇટાલીમાં પણ નવા અંકુશો સામે સંખ્યાબંધ પ્રદર્શનકારીઓએ વિરોધ નોંધાવ્યો હતો.
યુરોપમાં કોરોના વાઇરસની સ્થિતિ વિશે વિશ્વ આરોગ્ય સંગઠને કહ્યું કે, "યુરોપમાં વધી રહેલા કોરોનાના કેસ ચિંતાનો વિષય છે. આ ગંભીર છે."
WHOના પ્રાદેશિક અધિકારી ડૉ. હૅન્સ ક્લુગે બીબીસીને જણાવ્યું કે જો યુરોપમાં કોરોના મામલે પગલાં નહીં લેવાય, તો આગામી વસંત ઋતુ સુધીમાં નવા પાંચ લાખ મોત થઈ શકે છે.
તેમણે કહ્યું કે, "અમારા ક્ષેત્રમાં કોવિડથી થતાં મોત ફરી વધી રહ્યાં છે. અમને ખબર છે કે શું થવું જોઈએ અને શું કરવું જોઈએ. કોવિડ સામેની લડાઈ માટે રસીકરણ, માસ્ક અને કોવિડ પાસનો ઉપયોગ મહત્ત્વપૂર્ણ છે."
ઘણા દેશોમાં કેસો સર્વાધિક નોંધાઈ રહ્યા છે અને રોજ કેસોનો આંકડો વિક્રમો રચી રહ્યો છે.

નૅધરલૅન્ડ્ઝમાં ત્રણ સપ્તાહનું લૉકડાઉન
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
જેથી નૅધરલેન્ડ્ઝે ગત સપ્તાહથી ત્રણ સપ્તાહ માટે આંશિક લૉકડાઉન લાગુ કર્યું છે, કેમ કે ત્યાં કેસો વધવા લાગ્યા હતા.
અહીં બાર-રેસ્ટોરાં રાત્રે 8 વાગ્યે બંધ કરી દેવાય છે. નવા અંકુશોને લીધે સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયાં છે. સાથે જ આગચંપી અને પથ્થરમારાના બનાવો પણ નોંધાયા હતા.
ઈજાગ્રસ્ત પ્રદર્શનકારીઓને હૉસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા અને તેઓ સારવાર હેઠળ છે.

ઑસ્ટ્રિયામાં રસી લેવી ફરજિયાત, કાયદાકીય જોગવાઈ

ઇમેજ સ્રોત, Getty Images
ઑસ્ટ્રિયા પહેલો એવો દેશ બન્યો છે, જેણે રસી કાનૂની રીતે ફરજિયાત કરી દીધી છે.
જે અંતર્ગત લોકોએ 2022ના ફેબ્રુઆરી મહિના સુધીમાં ફરજિયાતપણે રસી લઈ લેવાની રહેશે.
આ સાથે જ અહીં લૉકડાઉનની પણ જાહેરાત કરવામાં આવી છે.
જેથી ઑસ્ટ્રેલિયાની રાજધાની વિયેનામાં હજારો લોકોએ વિરોધપ્રદર્શન યોજ્યું હતું.
પ્રદર્શનકારીઓએ બૅનરો લઈને વિરોધપ્રદર્શન કર્યું હતું અને સૂત્રોચ્ચાર કર્યા હતા.

ક્રૉએશિઆમાં પણ પ્રદર્શન
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
ક્રૉએશિયામાં સરકારી કર્મચારીઓ માટે રસી ફરજિયાત કરી દેવાતા સંખ્યાબંધ લોકોએ રાજધાની ઝગ્રેબમાં પ્રદર્શન યોજ્યું હતું.
બીજી તરફ ઇટાલીમાં પણ કેટલાક પ્રદર્શનકારીઓ ગ્રીન પાસના વિરોધમાં ભેગા થયા હતા. ગ્રીન પાસ પરિવહન, જાહેરસ્થળો, કામકાજની જગ્યાઓ પર પ્રવેશ માટે જરૂરી છે.
ફ્રાન્સે પણ ગ્યુડેલૉપ ટાપુ પર વિરોધપ્રદર્શન ન થાય, તે હેતુસર પોલીસદળ ખડકી દીધું છે.
ત્યાં રાત્રી દરમિયાન દુકાનો લુંટાઈ હતી અને ફ્રાન્સના કોવિડ પાસ સામે વિરોધ થયો હતો.

યુરોપમાં કોરોનાના આંકડા

ઇમેજ સ્રોત, Reuters
નવેમ્બરમાં યુરોપના દેશોમાં કોરોનાના કેસોમાં મોટો ઉછાળ આવ્યો છે. યુરોપમાં કોરોનાથી થયેલાં મોતની વાત કરીએ તો અત્યાર સુધીમાં અહીં સરકારી આંકડા અનુસાર 14 લાખથી વધુ લોકોનાં કોરોનાથી મૃત્યુ થયાં છે.
જ્યારે 7.8 કરોડથી વધુ લોકોને કોરોનાનું સંક્રમણ થઈ ચૂક્યું છે. અહીં ઑક્ટોબરથી કેસો વધવાના શરૂ થયા અને નવેમ્બરમાં પણ આ સીલસીલો જારી છે.
વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ ચેતવણી આપી છે કે યુરોપ ફરી એક વખત વિશ્વમાં કોરોના મહામારીનું કેન્દ્ર બની શકે છે.
યુરોપમાં રશિયા, યુક્રેન, જર્મની, પૉલૅન્ડ, નૅધરલૅન્ડ્ઝ સહિતના દેશોમાં ડેલ્ટા વૅરિયન્ટના લીધે કેસો વધી રહ્યા હોવાનું કહેવાય છે.
ઑસ્ટ્રિયામાં પણ કેસો વધતા, જે વ્યક્તિનું સંપૂર્ણ રસીકરણ ન થયું હોય તેમની અવરજવર પર અંકુશો મૂક્યા છે.
શિયાળો શરૂ થયાની સાથે કોરોના સંક્રમણના કેસોમાં ભારતની સાથે યુરોપમાં પણ ઉછાળો જોવા મળ્યો છે.
ઑસ્ટ્રિયાના ચાન્સેલર ઍલેક્ઝાન્ડર શેલનબર્ગે કહ્યું કે, "અમે હળવાશમાં આ પગલું નથી લઈ રહ્યા, દુર્ભાગ્યવશ આ ખૂબ જરૂરી છે."
ઑસ્ટ્રિયામાં 65 ટકા વસતીનું સંપૂર્ણ રસીકરણ થઈ ગયું છે, જે પશ્ચિમ યુરોપના દેશોમાં રસીકરણનો સૌથી નીચો દર છે.
આ દરમિયાન અહીં સાત દિવસમાં એક લાખ લોકોમાં કોરોના સંક્રમણના 800થી વધારે કેસ નોંધાયા છે, જે યુરોપમાં સૌથી વધારે છે.

જર્મનીમાં કોરોનાની ચોથી લહેરનું સંકટ

ઇમેજ સ્રોત, Reuters
તાજેતરમાં જ જર્મનીના ચાન્ચેલર એંજેલા મર્કેલે સ્થાનિક નેતાઓ સાથે ઇમર્જન્સી બેઠક બાદ કહ્યું હતું કે "જર્મની પર કોરોનાની ચોથી લહેરનું સંકટ તોળાઈ રહ્યું છે."
બેલ્જિયમમાં પણ કોરોનાને કાબૂમાં લેવા ફરીથી કેટલાંક નવાં પગલાં જાહેર કરવા પડ્યાં છે.
વડા પ્રધાન ઍલેક્ઝાન્ડર ડે ક્રૂએ કહ્યું, "તમામ સિગ્નલ લાલ છે." જે ભયની ચેતવણી તરફ ઇશારો કરે છે.
તેમણે ઉમેર્યું, "યુરોપમાં ફરીથી નકશો લાલ થવા જઈ રહ્યો છે અને આપણે પણ તેમાંથી બાકાત નથી."
જર્મનીના ટોચના વાઇરોલૉજિસ્ટે ચેતવણી આપી છે કે, જો જર્મનીમાં ચોથી લહેરને રોકવામાં નહીં આવે તો એક લાખ લોકોનાં મોત થઈ શકે છે.
તબીબોનું કહેવું છે કે જર્મનીમાં ચોથી લહેર વિનાશક હોઈ શકે છે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












