'જય ભીમ' ફિલ્મનો અસલ જિંદગીનો 'હીરો' કોણ?
- લેેખક, અનઘા પાઠક
- પદ, બીબીસી સંવાદદાતા
"લોકોને માથે છાપરું પણ નથી. એમનું કોઈ સરનામું જ નથી એટલે તેમણે રૅશન પણ મળતું નથી અને એટલે એ લોકો મતાધિકારની પણ માગણી કરી શકે તેમ નથી. તમારે એમના માટે કંઈક જોગવાઈ કરવી જોઈએ."

"એમને મતાધિકારની વળી શી જરૂર છે? કાલે પછી તેમની પાસે આપણે મતોની ભીખ માગવી પડશે. આ પ્રૌઢશિક્ષણનું ગતકડું આપણે બંધ કરી દેવું જોઈએ, એટલે પછી આ બધી માથાકૂટ ઊભી જ ના થાય."
આદિવાસીના હકો માટે લડતા કર્મશીલ અને એક સ્થાનિક નેતા વચ્ચે થયેલો આ સંવાદ છે. આ વાર્તાલાપ પરથી જ ''જય ભીમ'' ફિલ્મના સમગ્ર કથાનકનો ખ્યાલ આવી જશે.
આ ફિલ્મ સ્થાપિત પદ્ધતિને કારણે ભોગ બનતાં લોકો અને આ શોષણવ્યવસ્થા સામે સંઘર્ષ કરનારા એક માણસની વાત રજૂ કરે છે.
હું એ વાત જાણું છું કે ફિલ્મની કથાને ત્રણ વાક્યમાં સમેટી શકાય નહીં, પરંતુ આ એટલા માટે જણાવી રહી છું કે જેથી વાચકોને કથાવસ્તુનો સાર મળી જાય.
તામિલ ફિલ્મોના સુપરસ્ટાર સૂરિયાને લઈને બનાવાયેલી આ ફિલ્મ ઓટીટી પ્લૅટફૉર્મ રિલીઝ થઈ છે અને સૌનું ધ્યાન ખેંચી રહી છે. સાથે જ આ ફિલ્મને કારણે વિવાદ પણ ઊભો થયો છે.
ફિલ્મના એક દૃશ્ય સામે કેટલાક લોકોએ વાંધો ઉઠાવ્યો છે અને એવી માગણી કરવામાં આવી છે કે આ દૃશ્યને ફિલ્માંથી કાઢી નાખવું જોઈએ.
ફિલ્મના એક દૃશ્યમાં અભિનેતા પ્રકાશ રાજનું પાત્ર હિન્દીભાષી એક માણસને થપ્પડ મારી દે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સામેવાળો પૂછે છે કે 'મને શા માટે થપ્પડ મારી' ત્યારે પ્રકાશ રાજ અભિનિત પાત્ર જવાબમાં કહે છે કે 'તામિલમાં વાત કર.'
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
આ વિવાદ સોશિયલ મીડિયામાં ભારે ચગ્યો છે. જોકે આ લેખ ફિલ્મની કથા વિશે કે ઉપર જણાવેલા વિવાદ વિશે નથી.
''જય ભીમ'' ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે. શું હતી એ ઘટના અને કોણ હતા એ લોકો જેમણે સમગ્ર સિસ્ટમ સામે બાંયો ચઢાવી હતી?
સત્ય ઘટના

ઇમેજ સ્રોત, @2D_ENTPVTLTD
'જય ભીમ' 1993માં તામિલનાડુમાં બનેલી એક સત્ય ઘટના પર આધારિત છે.
બીબીસીએ સમગ્ર ઘટનાને સમજવા માટે આ મામલામાં અંગે મદ્રાસ હાઈકોર્ટે 2006માં આપેલા ચુકાદાનો અભ્યાસ કર્યો છે.
કેવી રીતે બની હતી ઘટના?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
માર્ચ 1993. તામિલનાડુનું એક નાનકડું ગામ મુદન્ની. ગામમાં રહે છે ચાર કુરાવા આદિવાસી પરિવારો.
કુરાવા લોકો અગાઉના જમાનામાં 'ગુનાખોર આદિવાસીઓ' તરીકે ઓળખાતા વર્ગમાં આવે છે.
ગામમાં રાજકન્નુ અને સેનગાઈ નામનાં દંપતિ રહે છે. 20 માર્ચના રોજ પોલીસ તેમના ઘરે આવી પહોંચી. પોલીસે સેનગાઈને પૂછ્યું કે તમારા પતિ ક્યાં છે. સેનગાઈએ કહ્યું કે, "કામે ગયો છે."
"પડોશના ગામમાં દોઢ રૂપિયાના ઘરેણાં ચોરાયાં છે અને તે ચોરીના
કેસમાં તમારા પતિની અમને તલાશ છે."
સેનગાઈ પાસે કોઈ જવાબ નહોતો એટલે પોલીસ તેમને, તેમનાં સંતાનોને અને તેમના દિયરને પોલીસ સ્ટેશને લઈ ગઈ.
તેમને કહેવામાં આવ્યું કે રાજકન્નુને હાજર કરો એટલે તમને છોડી મૂકીશું. આ ચોરીના કેસમાં ગોવિનંદરાજુનું નામ પણ આવ્યું હતું.
પોલીસે બાજુના ગામમાંથી તેમને પકડ્યા હતા.
આ પોલીસ પાર્ટી સાંજે છ વાગ્યે કમ્માપુરમ ગામે પોલીસથાણે પહોંચી.
પોલીસે સેનગાઈને પોલીસથાણાની બહાર આવેલા છાપરામાં રહેવા કહ્યું અને બાકીના લોકોને પૂછપરછ માટે અંદર લઈ ગઈ.
હવે પોલીસ સ્ટેશનના અધિકારીએ લાકડી લઈને સેનગાઈને ફટકારવાનું શરૂ કર્યું. તેનો દાવો હતો કે પતિ ક્યાં છુપાયો છે તેની માહિતી કઢાવવા માટે અને ચોરેલાં ઘરેણાં પાછાં મેળવવા માટે તેમણે આમ કર્યું હતું.
દંપતિનાં દીકરા-દીકરીને પણ પોલીસે માર્યાં.
પોલીસનું માનવું હતું કે રાજકન્નુએ જ ચોરી કરી છે એટલે તેમણે હાજર થઈને ચોરીનો માલ જમા કરાવી દેવો જોઈએ.
સેનગાઈ, તેમનાં બંને સંતાનો, રાજકન્નુનાં ભાઈ અને બહેન, એ બધાંને આખી રાત પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યાં.
બીજા દિવસે પણ પોલીસે શોધખોળ ચાલુ રાખી અને સાંજ સુધીમાં પાછી આવી. આ વખતે પોલીસ રાજકન્નુને પકડીને લાવી હતી.
પોલીસે હવે સેનગાઈ, તેના સંતાનો અને દિયર-નણંદને છોડી મૂક્યાં.
તપાસઅધિકારી રામસ્વામીએ સેનગાઈને કહ્યું કે કાલે નૉન-વેજ ખાવાનું બનાવીને લઈને આવજો.
એ પ્રમાણે બીજા દિવસે બપોરે સેનગાઈ ટિફિન લઈને પોલીસ સ્ટેશને ગયાં હતાં. તેમણે જોયું કે બારી સાથે તેમના પતિને બાંધીને રખાયો હતો.
તેમના અંગ પર વસ્ત્રો પણ નહોતાં અને તેને ઢોર માર મારવામાં આવી રહ્યો હતો. સેનગાઈએ પોલીસને કહ્યું કે "શા માટે મારા પતિને માર મારો છો?"
પોલીસે સેનગાઈને પણ ફટકાર્યાં અને કહ્યું કે આ વિશે કોઈને ફરિયાદ કરી છે તો ખેર નથી.
'રાજકન્નુ પર પોલીસે અમાનુષી ત્રાસ ગુજાર્યો'

ઇમેજ સ્રોત, @2D_ENTPVTLTD
સેનગાઈએ જોયું તો પતિ લોહીલુહાણ થઈ ગયા હતા. તે પછી સેનગાઈ, તેમના દિયર, તેમનાં પત્ની અને બીજા આરોપી ગોવિંદરાજુને બીજા એક છાપરા હેઠળ લઈ જવામાં આવ્યાં. સેનગાઈના પતિ લગભગ બેહોશ થઈ ગયા હતા અને બોલી પણ શકતા ન હતા.
એક તરફ રાજકન્નુ બેહોશ પડ્યા હતા અને સેનગાઈએ બધાને પોતાના હાથે રાંધેલું પીરસ્યું. પોલીસે કહ્યું કે એ તો ખોટો ઢોંગ કરે છે અને એમ કહીને તેમને ફરીથી માર માર્યો.
રાજકન્નુને પાણી પિવડાવવાની કોશિશ કરી, પણ તેઓ એટલા બધા અસ્વસ્થ થઈ ગયા હતા કે પાણી પણ પી શક્યા નહીં.
સેનગાઈએ ફરીથી ફરિયાદ કરી કે "મારા પતિને શા માટે ઢોર માર મારો છો." પોલીસે તેમને પરાણે એક બસમાં બેસાડી દીધાં અને તેમના ગામે ઘરે મોકલી દીધાં.
સેનગાઈ પોલીસ સ્ટેશનેથી નીકળ્યાં ત્યારે ત્રણ વાગ્યા હતા અને સાંજે છ વાગ્યે તેઓ ગામ પહોંચ્યાં હતાં.
ગામના લોકો તેમની રાહ જોઈને બેઠા હતા. તેમાંના એકે કહ્યું કે રાજકન્નુ પોલીસની કસ્ટડીમાંથી 4.15 વાગ્યે નાસી ગયા છે.
સેનગાઈ આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયાં, કેમ કે તેમણે પોતાના પતિની હાલત જોઈ હતી. ત્રણ કલાક પહેલાં જ બેભાન જેવી હાલતમાં તેમને જોઈને તેઓ નીકળ્યાં હતાં એટલે ભાગી કેવી રીતે શકે તે સવાલ હતો.
બીજા દિવસે 22 માર્ચ, 1993ના રોજ રાજકન્નુનો મૃતદેહ મીનસુરુટ્ટી પોલીસ સ્ટેશનની હદમાંથી મળી આવ્યો.
શરીર પર માર પડ્યાના ચોખ્ખા ઘા હતા. તેની આંખો સોજેલી હતી, પાંસળીઓ તૂટી ગઈ હતી અને માથામાં પણ ઈજાની નિશાનીઓ હતી. આ મૃતદેહની બિનવારસી તરીકે નોંધણી કરાઈ હતી.
રાજકન્નુ ક્યાં હતા?

ઇમેજ સ્રોત, 2D ENTERTAINMENT/TWITTER
રાજકન્નુના ભાઈનાં પત્ની સાથે પણ પોલીસે દુર્વ્યવહાર કર્યો હતો.
અદાલતમાં નોંધાવાયેલા નિવેદન અનુસાર તેમનાં કપડાં ફાડી નાખવામાં આવ્યાં હતાં.
અહીંથી હવે સેનગાઈની ન્યાય મેળવવા માટેની લડત શરૂ થાય છે. પોલીસ સ્ટેશનમાં ઢોર માર મારવાના કારણે જ તેમના પતિનું મૃત્યું થયું હતું.
પોલીસ હવે એવો દાવો કરી રહી હતી કે તેઓ નાસી ગયા હતા.
સેનગાઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓને મળ્યાં, અદાલતમાં અરજીઓ કરી અને એ રીતે એકલે હાથે ન્યાય માટે સંઘર્ષ કરતાં રહ્યાં.
એક દિવસ તેમને ચેન્નઈના એક વકીલનું સરનામું મળ્યું. તેમણે સાંભળ્યું હતું કે આ વકીલ માનવઅધિકારના કેસો મફતમાં લડે છે એટલે તેમને મળીને પોતાને મદદ કરવા માટે વિનંતી કરે છે.
આ વકીલ એટલે જસ્ટિસ ચંદ્રુ. 'જય ભીમ'નું ચંદ્રુનું પાત્ર સૂરિયાએ ભજવ્યું છે, જે અસલ જીવનના જસ્ટિસ કે. ચંદ્રુ પર આધારિત છે.
તે વખતે ચંદ્રુ હજી વકીલ તરીકે પ્રૅક્ટિસ કરતા હતા. તેમણે નક્કી કર્યું કે તેઓ સેનગાઈ માટે લડશે.
તેમણે મદ્રાસ હાઈકોર્ટ સમક્ષ હેબિયસ કોર્પસ રિટ ફાઇલ કરી.
આવી અરજી કરીને સત્તાધીશોએ કોઈની ધરપકડ કરી હોય તો તેમને અદાલત સમક્ષ હાજર કરવા માટેની માગણી થતી હોય છે.
હવે આખું તંત્ર સફાળુ જાગ્યું. સેનગાઈને બિનવારસી મળેલા મૃતદેહની તસવીરો બતાવવામાં આવી.
સેનગાઈએ તેમને પોતાના પતિ તરીકે ઓળખી બતાવ્યા. મદ્રાસ હાઈકોર્ટે હુકમ કર્યો કે રાજકન્નુ આ રીતે માર્યો ગયો તેના બદલ વળતર ચૂકવવું અને આ કેસની તપાસ સીબીઆઈને સોંપવી.
જોકે હજી સુધી એ સાબિત થઈ શક્યું નહોતું કે રાજકન્નુનું મોત પોલીસ અત્યાચારને કારણે થયું હતું.
આ કેસ ચાલ્યો તેમાં સેશન્સ કોર્ટે આરોપી પાંચેય પોલીસઅધિકારીઓ અને અન્યોને છોડી મૂક્યા.
ત્રાસ આપવો, દુર્વ્યવહાર કરવો વગેરેના આરોપો સાબિત થયા નહીં. આખો કેસ વિવાદાસ્પદ બન્યો હતો અને સમગ્ર રાજ્યમાં તે ચર્ચાનું કેન્દ્ર પણ બન્યો હતો.
આ વિશે એક તપાસ સમિતિ પણ બેસાડવામાં આવી અને તામિલનાડુ સરકારે સેશન્સ કોર્ટના ચુકાદા સામે હાઈકોર્ટમાં અરજી પણ કરી.
2006માં મદ્રાસ હાઇકોર્ટે પોલીસ અધિકારીઓને રાજકન્નુની હત્યા માટે જવાબદાર ઠેરવ્યા. એવું પણ સાબિત થયું કે પોલીસ ડાયરી વિશેના અહેવાલમાં ચેડાં કરવામાં આવ્યાં હતાં અને પોલીસે ખોટા દસ્તાવેજો તૈયાર કર્યા હતા.
આ ઘટના બની તેનાં 13 વર્ષ પછી પાંચ પોલીસને ગુનેગાર ગણીને તેમને આજીવન કેદની સજા કરવામાં આવી અને એક ડૉક્ટરને પણ ત્રણ વર્ષની જેલની સજા ફરમાવવામાં આવી.
આ સમગ્ર ઘટનાક્રમના કેન્દ્રમાં હતા જસ્ટિસ ચંદ્રુ.
તેમણે મહેનત કરીને કેરળમાંથી કેટલાક સાક્ષીઓને શોધી કાઢ્યા અને તેમણે સાબિત કર્યું કે પોલીસ ખોટું બોલી રહી છે.
ચંદ્રુએ માત્ર વકીલ તરીકે કામગીરી કરી એટલું જ નહીં, પણ તપાસ એજન્સી કરે તે રીતે સમગ્ર ઘટનાની તપાસ કરીને વિગતો એકઠી કરી હતી.

મુખ્ય પાત્ર કોના પર આધારિત?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
વકીલ ચંદ્રુ આગળ જતાં ન્યાયાધીશ બન્યા હતા અને મદ્રાસ હાઈકોર્ટમાંથી નિવૃત્ત થયા હતા. ચંદ્રુને હકીકતમાં વકીલાતમાં પણ રસ નહોતો.
યોગાનુયોગને તેઓ વકીલ બન્યા હતા. તેઓ કૉલેજમાં ભણતા હતા ત્યારે ડાબેરી ચળવળ સાથે સંકળાયેલા હતા.
એ દરમિયાન સમગ્ર રાજ્યનો પ્રવાસ તેમણે કર્યો હતો અને જુદાજુદા લોકોની વચ્ચે રહ્યા હતા.
તેમને લાગ્યું કે કૉલેજમાં રહીને આંદોલનો કરવું હશે તો તેમને વકીલાતની ડિગ્રી કામ આવશે.
તેઓ કહે છે, "હું કૉલેજમાં હતો ત્યારે કટોકટી જાહેર થઈ હતી. મને ખ્યાલ આવ્યો કે લોકોના મૂળભૂત અધિકારોનો ભંગ કરવામાં આવી રહ્યો છે. તેથી મેં ફુલ ટાઇમ વકીલાત કરવાનું નક્કી કર્યું."
'ધ હિંદુ અખબાર' સાથેના ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે, "ગરીબ અને વંચિત લોકોને અદાલતમાંથી ન્યાય મેળવવામાં બહુ અડચણો નડતી હોય છે. અમે વિપરીત માહોલ વચ્ચે હિંમતથી લડત આપી. અમને એવું પણ કહેવામાં આવ્યું કે ક્યાં સુધી તમે આવી કંટાળાજનક રીતે કેસ ચલાવ્યા કરશો. અમે કહેતા કે અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડતા રહીશું."
જસ્ટિસ ચંદ્રુની મદ્રાસ હાઈકોર્ટમાં 2006માં ઍડિશનલ જજ તરીકે નિમણૂક થઈ હતી અને 2009માં તેઓ કાયમી જજ બન્યા હતા.
તેમના કાર્યકાળ દરમિયાન તેમણે 96 હજાર કેસો સંભાળ્યા હતા, જે એક પ્રકારનો વિક્રમ છે. સામાન્ય રીતે એક જજ વર્ષે 10થી 20 કેસ સંભાળતા હોય છે.
જસ્ટિસ ચંદ્રુએ આપેલા ચુકાદાને કારણે 25,000 જેટલી મધ્યાહ્ન ભોજન તૈયાર કરતી મહિલાઓને સ્થિર આવક મળતી થઈ હતી.
જસ્ટિસ ચંદ્રુ ક્યારેય પોતાની કાર પર લાલ લાઇટ લગાડતા નહોતા.
તેમણે પોતાના માટે સિક્યૉરિટી ગાર્ડ રાખવાની પણ ના પાડી દીધી હતી.
તેમણે એવું પણ કહ્યું હતું કે પોતાને કોર્ટરૂમમાં 'માય લૉર્ડ' કહીને બોલાવવા નહીં.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












