ટોક્યો ઑલિમ્પિક : મનિકા બત્રાની ટેબલટેનિસમાં હાર, ટેનિસમાં સુમિત નાંગલ પણ પરાસ્ત

ઇમેજ સ્રોત, Getty Images
ટોક્યો ઑલિમ્પિકમાં ટેબલટેનિસમાં મહિલા સિંગલ્સ મુકાબલામાંથી ભારતીય ખેલાડી મનિકા બત્રા બહાર થઈ ગયાં છે.
ત્રીજા રાઉન્ડમાં મનિકા બત્રાને દુનિયાના 17 નંબરના ખેલાડી ઑસ્ટ્રિયાનાં સોફિયા પોલ્કાનોવાએ 4-0થી હરાવ્યાં છે. મનિકા બત્રા એક ગેમ પણ જીતી શક્યાં નહોતાં.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
આ પહેલાં ટેનિસમાં ભારતના સુમિત નાંગલ પણ હારી ચૂક્યા છે.
તેમની મૅચ દુનિયાના નંબર બે ખેલાડી ડેનિલ મેદવેદેવ સાથે હતી. આ મૅચ એકતરફી રહી હતી.
મેદવેદેવે સુમિતને સીધા સેન્ટમાં 6-2 અને 6-1થી હરાવી દીધા.

વેઇટલિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ જીતનારાં ચીનનાં હાઉ જહુઈની ઍન્ટિ ડૉપિંગ તપાસ

ઇમેજ સ્રોત, Getty Images
ટોક્યો ઑલિમ્પિકમાં અન્ય એક મહત્ત્વના સમાચાર એ છે કે વેઇટલિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ જીતનારાં ચીનનાં હાજહુઈનો ઍન્ટિ ડૉપિંગ ટેસ્ટ થશે, જેનો ફાયદો ભારત માટે પ્રથમ મેડલ જીતનારાં મીરાબાઈ ચાનુને થઈ શકે છે.
સમાચાર સંસ્થા એએનઆઈ સૂત્રોને ટાંકીને લખે છે કે હાઉ જહુઈને ડૉપિંગ ટેસ્ટ માટે ટોક્યોમાં રોકાવાનું કહેવામાં આવ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
વેઇટલિફ્ટિંગમાં 49 કિલો વજનની શ્રેણીમાં મીરાબાઈ ચાનુએ ભારત માટે પહેલી વાર સિલ્વર મેડલ જિત્યો હતો. આ જ વર્ગમાં ચીનનાં હાઉ જહુઈએ ગોલ્ડ અને ઇન્ડોનેશિયાના વીંડી અસાહે બૉન્ઝ મેડલ જિત્યો છે.
હવે જો હાઉ જહુઈ ઍન્ટિ ડૉપિંગ ટેસ્ટમાં નિષ્ફળ જાય તો મીરાબાઈ ચાનુનો સિલ્વર મેડલ અપગ્રેડ થઈ શકે છે.
નિયમો અનુસાર જો કોઈ ખેલાડી ડૉપિંગ ટેસ્ટમાં નિષ્ફળ જાય તો મેડલ એના પછીના ક્રમે બદલાય છે.
આ મુજબ મીરાબાઈ ચાનુ સિલ્વરમાંથી ગોલ્ડનાં અને ઇન્ડોનેશિયાના વીંડી અસાહે બ્રૉન્ઝમાંથી સિલ્વર મેડલના હકદાર બની શકે છે.

તલવારબાજીમાં ફ્રાન્સનાં ખેલાડી સામે હાર

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય તલબારબાજ ભવાની દેવીને હારનો સામનો કરવો પડ્યો છે. ફ્રાન્સનાં ખેલાડી મેનન બ્રુનેટે એમને રાઉન્ડ ઑફ 32માં 15-07થી હરાવી દીધાં.
અગાઉ ભવાની દેવીએ પહેલી ઇવેન્ટમાં હરીફ ટ્યૂનિશિયન ખેલાડી નાદિયા બેન અઝીઝીને 15-3થી હરાવી દીધાં હતાં અને એ સાથે તેઓ રાઉન્ડ ઑફ 32માં પહોંચ્યાં હતાં.
ભવાની દેવી ઑલિમ્પિકમાં તલબારબાજીમાં ક્વૉલિફાય થનારાં પ્રથમ ભારતીય મહિલા છે.

ટેબલ ટેનિસમાં ભારતના શરત કમલ ક્વાર્ટર ફાઇનલમાં
આ દરમિયાન ભારતના ટેબલ ટેનિસ ખેલાડી શરત કમલે ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે.
શરત કમલે એક રોમાંચક મુકાબલામાં પૉર્ટુગલના ટિએગો અપોલોનિયાને 4-2થી હરાવી ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા મેળવી છે.
શૂટિંગમાં આજે ભારતના અંગદ વીર સિંહ બાજવા અને મૈરાજ અહમદ ખાન નિશાન લગાવશે.
તીરંદાજીમાં ભારતીય પુરુષોની ટીમે સારી શરૂઆત કરી છે અને પ્રી-ક્વાર્ટર મુકાબલામાં કઝાકિસ્તાનની ટીમને હરાવી દીધી છે. હવે તેમનો આગામી મુકાબલો કોરિયન ટીમ સામે છે.

ટોક્યો ઑલિમ્પિકમાં મેરી કૉમની જીત સાથે શરૂઆત, 4-1થી મૅચ જીતી

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય બૉક્સર ખેલાડી મેરી કૉમે રવિવારે ડોમિનિકન રિપબ્લિકની ખેલાડી મિગ્વૅલિના હર્નાંડેઝને 4-1થી હરાવીને પહેલી મૅચ પોતાના નામે કરી લીધી છે.
38 વર્ષીય મેરી કૉમ અત્યાર સુધીમાં છ વાર વિશ્વવિજેતા બની ચૂક્યાં છે.
તેમણે વર્ષ 2012માં લંડન ઑલિમ્પિકમાં સુવર્ણપદક પણ મેળવ્યું હતું.
તો 23 વર્ષીય હર્નાંડેઝ એક ઉભરતા ખેલાડી છે, જેમણે 2019માં પૅન અમેરિકન બ્રૉન્ઝ મેડલ જિત્યો હતો.

પીવી સિંધુની વિજય સાથે શરૂઆત, ઇઝરાયલી ખેલાડીને હરાવી

ઇમેજ સ્રોત, Twitter/Bai_media
રિયો ઑલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારાં ભારતીય બૅડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ ટોક્યો ઑલિમ્પિકના ત્રીજા દિવસે ઑપનિગ ગ્રૂપ મૅચમાં વિજય હાંસલ કરી લીધો છે.
આ મૅચમાં સિંધુએ ઇઝરાયલી ખેલાડી સેનિયા પોલકારપોવાને 21-7 અને 21-10થી હરાવ્યાં.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3

સેમિફાઇનલમાં પહોંચ્યા અર્જુનલાલ અને અરવિંદ સિંહ
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4
ટોક્યો ઑલિમ્પિકના ત્રીજા દિવસે ભારતીય ઍથ્લીટ અર્જુનલાલ અને અરવિંદ સિંહ લાઇટવેઇટ ડબલ સ્કલની રેપચેઝ ઇવેન્ટમાં ત્રીજા સ્થાને રહ્યા.
આ ઇવેન્ટમાં ખેલાડીઓને ક્વાર્ટરફાઇનલ, સેમિફાઇનલ અને ફાઇનલમાં પહોંચવાની તક મળે છે.
આ ઇવેન્ટમાં ત્રીજું સ્થાન હાંસલ કરનારા બન્ને ખેલાડીઓ સેમિફાઇનલમાં પહોંચી ગયા છે.

મનુ ભાકર અને યશસ્વિની રેસમાંથી બહાર

ઇમેજ સ્રોત, Getty Images
ટોક્યો ઑલિમ્પિકના ત્રીજા દિવસે ભારતનાં મનુ ભાકર અને યશસ્વિની દેસવાલ 10 મિટર ઍર પિસ્ટલ સ્પર્ધામાંથી બહાર થઈ ગયાં છે. બન્ને ટૉપ-8માં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહ્યાં.
ટોક્યોમાંથી બીબીસીનાં સંવાદદાતા જાહ્નવી મૂળેએ જણાવ્યું કે મનુ ભાકર 12મા અને યશસ્વિની દેસવાલ 13મા સ્થાને રહ્યાં.
આ સાથે જ મહિલાઓની 10 મિટર ઍર પિસ્ટલ સ્પર્ધામાં ભારતની સફરનો અંત આવી ગયો છે.
બીબીસી સાથે વાત કરતાં મનુના કોચ રોનકે જણાવ્યું, "મૅચના બીજા રાઉન્ડમાં 15 શૉટ બાદ મનુ ભાકરની બંદૂકનું લિવર તૂટી ગયું હતું."
તેમની પાસે વધારાની એક બંદૂક હતી. જોકે, એને તૈયાર કરવામાં સમય લાગ્યો. એ બાદ તેમણે સ્લાઇટરને ઠીક કર્યું, જેમાં મહત્ત્વનો સમય વેડફાઈ ગયો.
જોકે, એમ છતાં પણ મનુએ સારી વાપસી કરી અને કેટલાક પરફેક્ટ શોટ લગાવ્યા પણ એ પૂરતા નહોતા.

ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












