ઉત્તર કોરિયા : કિમ જોંગ-ઉને ઘડ્યો એવો કાયદો જેમાં વિદેશી અપશબ્દ બોલવા પર થઈ શકે છે જેલ

ઉત્તર કોરિયાએ તાજેતરમાં જ એક નવો કાયદો લાગુ કર્યો છે, જેના ભંગ બદલ કડક સજા થઈ શકે છે
ઇમેજ કૅપ્શન, ઉત્તર કોરિયાએ તાજેતરમાં જ એક નવો કાયદો લાગુ કર્યો છે, જેના ભંગ બદલ કડક સજા થઈ શકે છે
    • લેેખક, લૉરા બિકર
    • પદ, બીબીસી સંવાદદાતા, સોલ

ઉત્તર કોરિયાએ તાજેતરમાં જ એક નવો કાયદો લાગુ કર્યો છે, જેના હેઠળ વિદેશી ફિલ્મો, કપડાં અથવા વિદેશી અપશબ્દો બોલવા બદલ પણ કડક સજા થઈ શકે છે. પણ કેમ?

યૂન-મી સો કહે છે કે તેઓ ત્યારે 11 વર્ષના હતા, જ્યારે તેમણે પહેલી વાર એક વ્યક્તિને મોતની સજા અપાતી હતી તેને નજરે જોઈ હતી. કેમ કે તે વ્યક્તિ પાસેથી દક્ષિણ કોરિયાના એક નાટકનો વીડિયો મળી આવ્યો હતો.

આથી વિસ્તારના તમામ લોકોને ફરમાન જારી કરાયું હતું કે તેઓ આ સજાને નજરે નિહાળે. સરકાર બધાને એ સ્પષ્ટ કરી દેવા માગતી હતી કે ગેરકાનૂની વીડિયો રાખવાની શું સજા હોઈ શકે છે.

દક્ષિણ કોરિયાની રાજધાની સોલમાં તેમના ઘરેથી તેમણે બીબીસીને જણાવ્યું, "તેમની આ વાતનું પાલન નહીં કરવાને દેશદ્રોહ માનવામાં આવતો. મને યાદ છે કે એ વ્યક્તિની આંખો પર પટ્ટી બાંધી દેવાઈ હતી. હું જોઈ શક્તિ હતી કે તે રડી રહી હતી. હું તે જોઈને હચમચી ગઈ. તેમણે તેને એક લાકડીના થાંભલા સાથે બાંધીને ગોળી મારી દીધી."

line

'હથિયારો વગર જંગ'

કિમ જોંગ-ઉન

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, કિમ જોંગ-ઉન

કલ્પના કરો કે તમે હંમેશાં માટે એક લૉકડાઉનમાં છો. ના ઇન્ટરનેટ છે, ના સોશિયલ મીડિયા, માત્ર કેટલીક સરકારી ટીવી ચેનલ છે જે જણાવે છે કે નેતા શું કરી રહ્યા છે. આ ઉત્તર કોરિયા છે.

અને હવે ત્યાંના નેતા કિમ જોંગ-ઉને તેને હજુ કડક બનાવી દીધું છે. ત્યાં એક નવો કાયદો લાવવામાં આવ્યો છે. સરકારનું કહેવું છે કે તેને પ્રતિક્રિયાવાદી વિચારને રોકવા માટે લાવવામાં આવ્યો છે.

તેના હેઠળ જો કોઈ પાસે દક્ષિણ કોરિયા, અમેરિકા અથવા જાપાનના વીડિયોનો સંગ્રહ મળે છે, તો તેને મોતની સજા મળે છે.

જો કોઈ આ વીડિયો જોતા પકડાય તો તેને 15 વર્ષ જેલમાં વિતાવવા પડી શકે છે. વળી વાત માત્ર જોવાની જ નથી.

કિમ જોંગ-ઉને હાલમાં જ સરકારી મીડિયાને એક પત્ર લખ્યો હતો, જેમાં દેશની યુવા લીગને આહ્વાન કર્યું કે તે યુવાઓમાં 'અપ્રિય, વ્યક્તિવાદી, સમાજ-વિરોધી વર્તાવ' વિરુદ્ધ અભિયાન છેડે.

તે વિદેશી ભાષણો, હેરસ્ટાઇલ અને કપડાં પર પણ રોક લગાવવા ઇચ્છે છે જેને તેઓ "ખતરનાક ઝેર" ગણાવે છે.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

દક્ષિણ કોરિયાથી ચાલતા એક ઑનલાઇન પ્રકાશન ધ ડેલીએ ઉત્તર કોરિયામાં પોતાનાં સૂત્રોને ટાંકીને લખ્યું છે કે ત્રણ યુવકોને એટલા માટે પુનર્શિક્ષણ શિબિરો એટલે કે એક પ્રકારના બંદીગૃહોમાં મોકલી દેવાયા, કેમ કે તેમણે કોરિયાઈ-પૉપના ગાયકોની જેમ જ હેરસ્ટાઇલ રાખી હતી અને ઘૂંટણમાંથી તેમની જીન્સ ફાટેલી હતી. જોકે બીબીસી આ દાવાની પુષ્ટિ નથી કરતું.

વળી આવું એટલા માટે થઈ રહ્યું છે કે કિમ જોંગ-ઉન એક એવા યુદ્ધમાં જોતરાયા છે જે પરમાણુ હથિયારોથી નથી લડવામાં આવતું. વિશ્લેષકોનું કહેવું છે કે, તેઓ ઉત્તર કોરિયામાં બહારથી આવતી માહિતીઓને અટકાવી રહ્યાં છે.

કહેવાઈ રહ્યું છે કે ઉત્તર કોરિયામાં મુશ્કેલીઓ વધતી જઈ રહી છે. લાખો લોકો ભૂખ્યા છે અને કિમ જોંગ તેમનું પેટ સરકારી પ્રચાર સાથે ભરવાની કોશિશ કરી રહ્યા છે. તેઓ નથી ઇચ્છતા કે તેમના લોકો દક્ષિણ કોરિયાની ચમકદમકવાળી જીવન સંબંધિત સિરિયલ જુએ જે એશિયાના સૌથી ધનિક દેશોમાંથી એક છે.

કોરોના મહામારીના લીધે ઉત્તર કોરિયા વિશ્વથી ઘણું છૂટું પડી ગયું છે. ચીનથી જરૂરી વસ્તુઓ અને પુરવઠો અટકી ગયો છે. કેટલોક પુરવઠો હવે શરૂ થઈ રહ્યો છે પણ તે મર્યાદિત છે.

આથી પહેલાંથી જ પડી ભાંગેલી દેશની અર્થવ્યવસ્થા વધુ ખરાબ થઈ ગઈ છે, જ્યાં વધુ પૈસા પરમાણુ હથિયાર બનાવવામાં લગાવી દેવાયા છે.

કિમ જોંગ-ઉને આ વર્ષની શરૂઆતમાં એ સ્વીકાર્યું હતું કે લોકો અત્યાર સુધીની સૌથી ખરાબ સ્થિતિનો સામનો કરી રહ્યા છે, જેને કાબૂ કરવું મુશ્કેલ છે.

વીડિયો કૅપ્શન, અફઘાનિસ્તાન : મહિલા પોલીસ પર બળાત્કારના આરોપો, શું છુપાવી રહી છે અફઘાન સરકાર?
line

કાયદો શું કહે છે?

જો કોઈ પાસે દક્ષિણ કોરિયા, અમેરિકા અથવા જાપાનના વીડિયોનો સંગ્રહ મળે છે, તો તેને મોતની સજા મળે છે
ઇમેજ કૅપ્શન, જો કોઈ પાસે દક્ષિણ કોરિયા, અમેરિકા અથવા જાપાનના વીડિયોનો સંગ્રહ મળે છે, તો તેને મોતની સજા મળે છે

ડેલી એનકે પાસે આ કાયદાની એક કૉપી છે, જેના સંપાદક લી સાંગ યૉંગે બીબીસીને આની જાણકારી આપી.

તેમણે કહ્યું, "તેમાં કહેવાયું છે કે જો કોઈ કામદારને પકડવામાં આવ્યો, તો ફૅક્ટરીના પ્રમુખને સજા મળશે અને જો કોઈ બાળક સમસ્યા પેદા કરે તો તેના માતાપિતાને સજા આપવામાં આવે.”

તેઓ કહે છે કે આનો ઇરાદો યુવાઓના મનમાં દક્ષિણ કોરિયાને લઈને કોઈ સ્વપ્ન કે અરમાન હોય તો તેને ખતમ કરી દેવાનો છે.

યૉન્ગે કહ્યું, “બીજા શબ્દોમાં કહીએ તો સરકારે એ નક્કી કરી લીધું છે કે જો અન્ય દેશોની સંસ્કતિનું અહીંના યુવાઓને માલૂમ પડશે તો તે વિરોધમાં પરિણમી શકે છે."

ગત વર્ષે ઉત્તર કોરિયાથી ભાગવામાં સફળ રહેલા કેટલાક લોકોમાં સામેલ ચોઈ જોંગ-હૂને બીબીસીને જણાવ્યું કે સમય જેટલો કઠિન હોય છે, નિયમ, કાયદો અને સજા પણ એટલા જ કડક બની જાય છે.

તેઓ કહે છે, "મનોવિજ્ઞાન અનુસાર જો તમારું પેટ ભરાયેલું હોય અને તમે દક્ષિણ કોરિયાની કોઈ ફિલ્મ જોવા લાગો તો એ મનોરંજન હશે. પણ ખાવાનું ન હોય, લોકો મુશ્કેલીમાં હોય તો આવા કિસ્સામાં મનમાં અસંતોષ જન્મ લઈ શકે છે."

line

શું તેનો ફાયદો થશે?

ચીનમાં વેચાતી પાઇરેડેટ સીડી-ડીવીડી (2009ની તસવીર)

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચીનમાં વેચાતી પાઇરેડેટ સીડી-ડીવીડી (2009ની તસવીર)

આ પૂર્વે ઉત્તર કોરિયામાં જ્યારે જ્યારે કડકાઈ વર્તવામાં આવી, લોકોએ વિદેશી ફિલ્મો જોવા નવો માર્ગ શોધી લીધો, જે મોટા ભાગે ચીનથી દાણચોરી મારફતે આવે છે.

ચોઈ કહે છે વર્ષોથી આ ફિલ્મો પેનડ્રાઇવ મારફતે આવતી રહે છે જેને સરળતાથી છુપાવી શકાય છે અને તેને પાસવર્ડથી સુરક્ષિત પણ રાખી શકાય છે.

તેઓ કહે છે, "જો ત્રણ વાર ખોટો પાસવર્ડ નાખો તો યુએસબી બધો ડેટા ઉડાવી દે છે. જો સામગ્રી વધુ સંવેદનશીલ હોય તો તમે એવું સેટિંગ પણ કરી શકો છો કે એક વાર ખોટો પાસવર્ડ નાખવાથી જ તે ડિલીટ થઈ જાય."

"ઘણી વખત એવી સેટિંગ્સ પણ રાખવામાં આવે છે કે તે વીડિયો કોઈ એક જ સિસ્ટમ કે કમ્પ્યુટર પર ચાલે જેને માત્ર તમે જોઈ શકો પણ બીજા નહીં."

મી સો જણાવે છે કે કઈ રીતે તેમના ઘર પાસે લોકો ફિલ્મ જોવા માટે નવાનવા ઉપાય શોધી લેતા હતા. તેઓ કહે છે કે એક વાર તેમણે કારની બૅટરીમાં જનરેટર જોડીને ટીવી ચલાવ્યું હતું.

તેઓ યાદ કરતા કહે છે કે તેમણે ત્યારે એક દક્ષિણ કોરિયાઈ નાટક 'સ્ટેયરવેય ટુ હેવન' જોયું હતું. આ એક એવી યુવતીની પ્રેમકહાણી હતી જે પહેલાં પોતાની સાવકી માતા અને પછી કૅન્સર સામે લડે છે. આ નાટક ઉત્તર કોરિયામાં 20 વર્ષ પહેલાં ઘણું લોકપ્રિય થયું હતું.

ચોઈ જણાવે છે કે વિદેશી વીડિયો મામલે લોકોમાં આકર્ષણ વધવા લાગ્યું, કેમ કે ચીનથી સસ્તામાં સીડી અને ડીવીડી આવવા લાગી હતી.

line

કડકાઈની શરૂઆત

સ્ટેયરવેય ટુ હેવન ઉત્તર કોરિયામાં 20 વર્ષ પહેલાં ઘણું લોકપ્રિય થયું હતું.

ઇમેજ સ્રોત, SBS

ઇમેજ કૅપ્શન, સ્ટેયરવેય ટુ હેવન ઉત્તર કોરિયામાં 20 વર્ષ પહેલાં ઘણું લોકપ્રિય થયું હતું.

પરંતુ ધીમેધીમે કોરિયા સરકારને આ વિશે માલૂમ થઈ ગઈ હતું. ચોઈ જણાવે છે કે કઈ રીતે 2002માં સુરક્ષાકર્મીઓએ એક યુનિવર્સિટી પર દરોડા પાડ્યા અને 20 હજાર સીડી જપ્ત કરી લીધી હતી.

તેઓ કહે છે, "આ માત્ર એક યુનિવર્સિટી હતી. તમે વિચારી શકો છો કે સમગ્ર દેશમાં શું થયું હશે? સરકાર સ્તબ્ધ રહી ગઈ હતી. પછી તેમણે કડકાઈ શરૂ કરી દીધી."

કિમ ગેઉમ-હ્યોક કહે છે કે તેઓ 2009માં 16 વર્ષના હતા જ્યારે તેમને ગેરકાયદે વીડિયો શૅર કરવાવાળા લોકોની ધરપકડ માટે બનાવેલા એક વિશેષ જૂથે પકડી લીધા હતા.

તેમણે તેમના એક મિત્રને દક્ષિણ કોરિયાના પૉપ ગીતોના કેટલાક વીડિયો આપ્યા હતા જે તેમના પિતા ચીનથી ગેરકાયદે લાવ્યા હતા.

તેઓ જણાવે છે કે તેમની સાથે વયસ્કો જેવો વર્તાવ થયો હતો. એક સિક્રેટ કૅમેરા સામે પૂછપરછ થઈ જ્યાં સુરક્ષાકર્મીઓએ તેમને સૂવા ન દીધા અને સતત તેમને ચાર દિવસ સુધી માર મારતા રહ્યા.

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

હાલ સોલમાં રહેતા કિમ કહે છે, "તેઓ જાણવા માગતા હતા કે આ વીડિયો મને ક્યાંથી મળ્યા અને તે મને કોણે આપ્યા હતા. હું કેવી રીતે જણાવી દઉં કે તે મારા પિતા લાવ્યા હતા. હું માત્ર કહેતો રહ્યો કે મને નથી ખબર."

કિમ એક શ્રીમંત પરિવારમાંથી આવે છે. પછી તેમના પિતાએ પોલીસને લાંચ આપીને દીકરાને મુક્ત કરાવ્યો હતો. આથી હવે નવો કાયદો આવવાથી કોઈ આની કલ્પના પણ નથી કરી શકતું.

ત્યારે આવા ગુનામાં પકડાયેલા લોકોને મજૂરી માટેના શિબિરોમાં મોકલી દેવાતા હતા. પણ હવે સજા વધારી દેવાઈ છે.

ચોઈ જણાવે છે કે પહેલા લેબર કૅમ્પમાં એક વર્ષ રહેવાની સજા હતી પણ તે હવે ત્રણ વર્ષ કરી દેવાઈ છે.

તેઓ કહે છે, "જો આજે તમે ત્યાં જાવ તો ખબર પડે કે 50 ટકાથી વધુ લોકો એટલા માટે બંધ છે કે તેમણે વિદેશી ફિલ્મો જોઈ હતી."

બીબીસીને ઘણાં સૂત્રોએ જણાવ્યું કે ગત એક વર્ષમાં ઉત્તર કોરિયામાં જેલોનો વિસ્તાર વધારી દેવાયો છે જેથી માલૂમ પડે છે કે કડક કાયદાની અસર થઈ રહી છે.

line

પણ લોકો વિદેશી ફિલ્મો કેમ જુએ છે?

કિમ ગેઉમ-હ્યોક અને યૂન મી-સો હવે ઉત્તર કોરિયામાં રહેતાં નથી

ઇમેજ સ્રોત, COLLAGE

ઇમેજ કૅપ્શન, કિમ ગેઉમ-હ્યોક અને યૂન મી-સો હવે ઉત્તર કોરિયામાં રહેતાં નથી

કિમ કહે છે કે તેઓ જાણવા માગે છે કે બહારની દુનિયામાં શું થઈ રહ્યું છે.

પછી સત્ય જાણ્યા બાદ તેમની જિંદગી બદલાઈ ગઈ. તેઓ કેટલાક ભાગ્યશાળી લોકોમાં સામેલ છે, જેમને બેજિંગ જઈને અભ્યાસ કરવાની અનુમતિ મળી. જ્યાં તેમણે પહેલી વાર ઇન્ટરનેટ વિશે જાણ્યું.

તેઓ જણાવે છે, "પહેલા મને લાગતું કે પશ્ચિમના લોકો અમારા દેશ વિશે ખોટું બોલે છે. વિકિપીડિયા પર કેવી રીતે ભરોસો કરું? પણ મારું દિલ અને દિમાગ અલગ વાતો કરી રહ્યું હતું."

"તેથી મેં ઉત્તર કોરિયા પર ઘણી ડૉક્યુમેન્ટરી જોઈ લીધી. લેખ વાંચ્યા અને ત્યારે મને લાગ્યું કે કદાચ આ સાચું છે, કેમ કે મને તેમની વાતો સમજમાં આવી રહી હતી."

"પણ આ માલૂમ થયું ત્યાર સુધી ઘણું મોડું થઈ ચૂક્યું હતું. હું પરત ન જઈ શક્યો."

આખરે કિમ ગુએમ-હ્યોગ સોલ ભાગી આવ્યા.

મી-સો હવે એક ફૅશન ઍડવાઇઝર છે. સોલ પહોંચ્યા બાદ તેઓ સૌથી પહેલા એ જગ્યાઓ પર ગયા જ્યાં તેમણે નાટકો જોયાં.

પણ બધાની કહાણી તેમના જેવી નથી હોતી.

ચોઈનો પરિવાર ઉત્તર કોરિયામાં જ રહી ગયો. તેઓ નથી માનતા કે એકાદ નાટક જોવાથી ત્યાં દાયકાઓથી ચાલતું કડક શાસન બદલાઈ જશે. પણ તેમને માલૂમ છે કે ઉત્તર કોરિયામાં લોકોને શંકા થવા લાગી છે કે સરકાર જે કહે છે તે સાચું નથી.

તેઓ કહે છે, "ઉત્તર કોરિયાના લોકોના મનમાં ફરિયાદ છે, પણ તેમને ખબર નથી કે તેનું શું કરવું. ત્યાં જરૂર છે કે તેમને જાગૃત કરવામાં આવે."

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો