બેલારુસ પર સરકારવિરોધી પત્રકારને પકડવા વિમાનનું અપહરણ’ કરવાનો આરોપ, પશ્ચિમના રાષ્ટ્રો વિરોધમાં

બેલારુસ સરકારની નીતિઓ સામે ટીકાયુક્ત વલણ અપનાવનારા વિપક્ષી પત્રકારને પકડવા માટે બેલારુસે તેના હવાઈ ક્ષેત્રમાંથી પસાર થઈ રહેલા વિમાનનો માર્ગ ડાયવર્ટ કરવા ફરજ પાડી હતી.
આ વિમાનમાં બેલારુસ સરકારની ટીકા કરનારા પત્રકાર રોમન પ્રૉતાસેવિચ યાત્રા કરી રહ્યા હતા.
યુરોપિયન યુનિયને આને અપહરણની ઘટના ગણાવી છે અને બીજી તરફ અમેરિકાએ તેને એક સ્તબ્ધ કરી દેનારી ઘટના ગણાવી છે.
બેલારુસે લિથુઆનિયા જઈ રહેલી ફ્લાઇટને તેના ઍરસ્પેસમાં આવતા જ તેમાં બૉમ્બ હોવાની ચેતવણી આપી યુદ્ધવિમાનો મોકલીને અન્ય રૂટ પર ડાયવર્ટ થવા ફરજ પાડી હતી. જેથી વિમાનને લૅન્ડિંગ કરવું પડ્યું હતું.
પછી વિમાન લૅન્ડ થતાની સાથે જ બેલારુસ પોલીસે આવીને પત્રકાર રોમન પ્રોતાસેવિચની ધરપકડ કરી લીધી હતી. અને અન્ય મુસાફરોને વિમાનમાંથી ઉતારી દેવાયા હતા.
રાયનઍરની ફ્લાઇટે ગ્રીસની રાજધાની ઍથેન્સથી ઉડાણ ભરી હતી. 26 વર્ષીય રોમન પ્રાતાસેવિચ આ ફ્લાઇટમાં યાત્રા કરી રહ્યા હતા.
વિલ્નિયસ જઈ રહેલું વિમાન બેલારુસના હવાઈ ક્ષેત્રમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે મિન્સ્કમાં ઊતરવા ફરજ પડાઈ હતી.
વિમાનમાં રહેલા મુસાફરોનું કહેવું હતું કે પત્રકાર રોમન ઘણા ડરી ગયા હતા અને તેઓ કહેતા હતા કે તેમને મૃત્યુદંડ આપવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બેલારુસનાં રસકારી મીડિયાએ કહ્યું કે આ કામ માટે પ્રમુખ ઍલેક્ઝાન્ડર લૂકાશેન્કોએ ખુદ આદેશ આપ્યા હતા.
સમગ્ર ઘટનાને પગલે ફ્લાઇટ વિલ્નિયસમાં તેના નિર્ધારિત સમય કરતાં છ કલાક મોડી પહોંચી હતી.
ગત ઑગસ્ટમાં ચૂંટણીપરિણામો મામલે બેલારુસમાં વિવાદ થયો હતો. તેમાં પોતાની જીતના દાવા બાદ 66 વર્ષીય લૂકાશેન્કોએ તેમના વિરોધમાં નીકળેલા તમામ અવાજ દવાબવાની કોશિશ કરી છે.
તેઓ અહીં 1994થી સત્તામાં છે. ઘણા વિરોધીઓની ધરપકડ કરાઈ છે અથવા તેમનો દેશનિકાલ કરાયો છે.
બેલારુસએ આ રીતે પત્રકારની ધરપકડ કરતા સમગ્ર યુરોપિયન યુનિયન સ્તબ્ધ છે. કેટલાક દેશો પ્રોતાસેવિચની તત્કાલીક મુક્તિ અને ઘટના બની તેની ઊંડી તપાસ કરવા માટે આગ્રહ કરી રહ્યા છે.
લિથુઆનિયાના પ્રમુક ગિટનસ નૉસેડાએ યુરોપિયન યુનિયનને અપીલ કરી છે કે બેલારુસ પર આર્થિક પ્રતિબંધો લાદવામાં આવે.
તેમણે બીબીસીને જણાવ્યું કે આ પ્રકારના પગલાથી બેલારુસના શાસકના વલણ પર મોટી અસર થશે.

ફ્લાઇટ કઈ રીતે ડાયવર્ટ કરવામાં આવી?

ઇમેજ સ્રોત, EPA
ફ્લાઇટ એફઆર4978 લિથુઆનિયા પહોંચે તે પહેલા તેને મિંસ્ક લૅન્ડ કરવા ફરજ પડાઈ હતી. ગ્રીસ અને લિથુઆનિયા અનુસાર તેમાં 171 મુસાફરો હતા.
રાયનઍરના નિવેદન અનુસાર બેલારુસ ઍર ટ્રાફિક કંટ્રોલ તરફથી તેમને બૉમ્બનો ખતરો હોવાનું કહેવાયું હતું અને નજીકના મિન્સ્કના હવાઇમથકે વિમાનનું ઉતરાણ કરવામાં આવ્યું હતું.
પરંતુ નૅક્સ્ટા મીડિયાના એડિટર ટૅડિયઝ જીઝાન અનુસાર બેલારુસની સિક્યૉરિટી સર્વિસ કેજીબી વિમાનમાં જ હતી અને બૉમ્બની અફવા માટે તેઓ જ જવાબદાર હતા.
અત્રે નોંધવું કે પત્રકાર રોમન નૅક્સ્ટા મીડિયા માટે કામ કરતા આવ્યા છે.

માત્ર રોષ વ્યક્ત કરાશે કે કાર્યવાહી પણ થશે?
જૅમ્સ લૅન્ડલે, રાજદ્વારી બાબતોના સંવાદદાતા
જ્યારે યુરોપિયન સંઘની બે રાજધાનીઓ વચ્ચે ઊડતાં વિમાનને એક ત્રીજા દેશમાં લઈ જવાય અને તે પણ એક સરકારવિરોધી વ્યક્તિને પકડવા, તો આવી સ્થિતિમાં સંઘે શું કરવું જોઈએ? બ્રસેલ્સમાં આયોજીત બેઠકમાં યુરોપિયન સંઘના નેતાઓએ આ મામલે જવાબ શોધવો પડશે.
પત્રકારની આવી ધરપકડને લીધે વિશ્વભરમાં તેના પડઘા પડ્યા છે પરંતુ શું કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ?
પોલૅન્ડના વડા પ્રધાનનું કહેવું છે કે લૂકાશેન્કોની સરકાર પર નવા પ્રતિબંધો લગાવવા જોઈએ.
યુકે, યુએસ, ઇયુ સહિતની વિદેશી બાબતોનની સમિતિઓના વડાઓએ પણ બેલારુસ પર પ્રતિબંધો માટે કહ્યું છે.
કેટલાકની સલાહ છે કે બેલારુસની કાર-વાહનોને યુરોપિયન યુનિયનમાં આવતી અટકાવી દેવી જોઈએ. જોકે હવે નિર્ણય યુરોપિયન સંઘે કરવાનો છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












