You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચીને મંગળ ગ્રહ પર રોવર ઉતારી કહ્યું, 'અમેરિકાનો એકાધિકાર ખતમ', શું છે ચીનનું અંતરિક્ષ મિશન?
ચીને મંગળ ગ્રહની સપાટી પર રોબૉટિક રોવર ઉતારવામાં સફળતા મેળવી છે.
ચીનના સરકારી અખબાર ધ ગ્લોબલ ટાઇમ્સે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપતા કહ્યું કે ચીન દુનિયામાં એવો બીજો દેશ છે, જેણે મંગળ ગ્રહની સપાટી પર આવું કરવામાં સફળતા મેળવી છે.
ઝૂરૉન્ગ નામના એક રોવરના નિષ્ણાતોએ ગ્લોબલ ટાઇમ્સને જાણકારી આપતા અમેરિકા પર પણ નિશાન સાધ્યું છે.
તેમણે કહ્યું કે આની સાથે જ ચીને અમેરિકાના એકાધિકારીને પણ સમાપ્ત કરી દીધો છે.
ગ્લોબલ ટાઇમ્સે જણાવ્યું કે ચીનના સમયાનુસાર શનિવારે સવારે 10.40 વાગ્યે મંગળ અંતરિક્ષ અભિયાનના લૅન્ડરથી ઝૂરૉન્ગ રોવર નીકળ્યું અને હવે તેણે રોવિંગ મશીન પણ શરૂ કરી દીધું છે.
પહેલી વારમાં જ મળી સફળતા
સમાચાર એજન્સી રૉયટર્સે જણાવ્યું કે ચીન એવો પહેલો દેશ બની ગયો છે, જે લાલ ગ્રહ (મંગળ ગ્રહ) પર પહેલી જ વારમાં પોતાના મંગળ અભિયાન દરમિયાન તેની કક્ષામાં ગયું અને અંતરિક્ષયાનને સફળતાપૂર્વક ઉતાર્યા પછી ત્યાં કામમાં પણ લાગી ગયું.
ઝૂરૉન્ગ નામ એક પૌરાણિક કથામાંથી લેવામાં આવ્યું છે, જેમાં આ આગના ભગવાનનું નામ હોય છે.
ચીન આ મહિને અમેરિકા બાદ બીજો એક દેશ બની ગયો છે, જેણે મંગળ પર સફળતાપૂર્વક પોતાનું અંતરિક્ષયાન ઉતાર્યું. જોકે સોવિયત યુનિયને 1971માં એક યાન ત્યાં ઉતાર્યું હતું, પણ કેટલીક સેંકડો બાદ તેનાથી સંપર્ક તૂટી ગયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચીનનું મંગળ ગ્રહ અભિયાન શું છે?
ઝૂરૉન્ગ 240 કિલોગ્રામ વજનનું રોવર છે, જેમાં છ વૈજ્ઞાનિક ઉપકરણ લાગેલાં છે.
તેમાં હાઈ-રૅઝોલ્યુશન ટોપોગ્રાફી કૅમેરા પણ સામેલ છે. આ રોવર મંગળ ગ્રહની જમીન અને વાતાવરણનો અભ્યાસ કરશે.
સૌરઊર્જાથી ચાલતું ઝૂરૉન્ગ મંગળ પર જીવનનાં નિશાન પણ શોધશે, જેમાં પાણી અને બરફની શોધ પણ સામેલ છે. આ અભિયાન 90 દિવસનું હશે.
ચીનનું માનવરહિત તિયાનવેન-1 અંતરિક્ષયાન ગત વર્ષે જુલાઈમાં દક્ષિણ ચીન દ્વીપના હૈનામમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું, પણ ફરી તેને શરૂ કરાયું અને છ મહિના બાદ ફેબ્રુઆરીમાં તિયાનવેન-1 લાલ ગ્રહની કક્ષામાં પહોંચ્યું.
15 મેના રોજ તિયાનવેન-1થી લૅન્ડિંગ યાન લાલ ગ્રહની સપાટી પર ઊતર્યું અને બુધવારે રોવરે મંગળની સપાટીની પહેલી તસવીર મોકલી હતી.
ઝૂરૉન્ગ છ પૈડાંવાળું રોવર છે. આ મંગળના યુટોપિયા પ્લેનીશિયા સમતળ સુધી પહોંચ્યું છે, જે મંગળ ગ્રહના ઉત્તર ગોળાર્ધનો ભાગ છે.
ચીને આ રોવરમાં એક પ્રોટેક્ટિવ કૅપ્સૂલ, એક પૅરાશૂટ અને રૉકેટ પ્લેફૉર્મનો ઉપયોગ કર્યો છે.
ચંદ્ર પર પણ ચીનનો પરચમ
હાલનાં વર્ષોમાં ચીને દુનિયાનો પહેલો ક્વૉન્ટમ ઉપગ્રહ છોડ્યો હતો.
તેનું ચંદ્ર પર લૅન્ડિંગ થયું હતું અને લૂનર સૅમ્પલ હાંસલ કરવામાં સફળતા મળી હતી. ચીન પોતાનું સ્પેસ સ્ટેશન પણ બનાવી રહ્યું છે.
મંગળ ગ્રહ મુશ્કેલ અને પડકારજનક પર્યાવરણ માટે પણ જાણીતો છે. અહીં ધૂળભરી આંધી બહુ શક્તિશાળી હોય છે. કોઈ પણ અંતરિક્ષ મિશન માટે આ સૌથી મોટો પડકાર છે.
વૈજ્ઞાનિકો કહે છે કે જો મંગળ ગ્રહની સપાટી પર ક્યારેય પાણી રહ્યું હશે તો એ ક્ષેત્ર ત્યારે ઉપરના હિસ્સાને કવર કરનારા મહાસાગર (પાણી)ની નીચે રહ્યું હશે અને જો તે સાચું હોય તો યુટોપિયા પ્લેનીશિયા કે નોવ્હેયર લૅન્ડ પ્લેનની નીચે જ પાણીના અવશેષ હોઈ શકે છે.
વર્ષ 2016માં નાસાના વૈજ્ઞાનિકોએ એ નિષ્કર્ષ કાઢ્યું હતું કે ત્યાં વાસ્તવમાં બહુ વધારે બરફ છે અને એ ઘણા મોટા વિસ્તારમાં છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો