ઇઝરાયલ-ગાઝાના સંઘર્ષમાં શું વાજબી અને શું ગેરવાજબી?

ઇમેજ સ્રોત, Reuters
- લેેખક, પૉલ એડમ્સ
- પદ, બીબીસી સંવાદદાતા.
ગાઝા પટ્ટીમાં મરી રહેલા લોકોની વધતી સંખ્યાને લઈને આંતરરાષ્ટ્રીય સમૂહની નારાજગી વચ્ચે ઇઝરાયલ પોતાની સૈનિક કાર્યવાહી વાજબી ઠરાવવાની સતત કોશિશ કરી રહ્યું છે.
ઉતાવળમાં બોલાવાયેલી રહેલી પ્રેસ બ્રીફિંગમાં ઇઝરાયલના વરિષ્ઠ સૈનિક અધિકારી પોતાની સૈન્યકાર્યવાહીના હેતુ અને ટાઇમલાઇન અંગે જણાવ્યું હતું અને એ કહ્યું હતું કે તેમનું અભિયાન 'હજુ પણ કેટલાક સમય સુધી ચાલુ રહી શકે' છે.
પહેલાં કેટલાક આંકડાઓ પર નજર કરીએ. ઇઝરાયલે કહ્યું કે તેણે પહેલા અઠવાડિયાની કાર્યવાહીમાં 820 અલગઅલગ ઠેકાણાંને નિશાન બનાવ્યાં છે. કેટલાંક ઠેકાણાં પર એકથી વધુ વાર હુમલા કર્યા છે.
તેની તુલના ગત વર્ષના આંકડાઓ સાથે કરીએ તો ખબર પડે કે ગત અઠવાડિયે આપણે હિંસાનું જે પ્રચંડ રૂપ જોયું એ એક લાંબી લડાઈનો હિસ્સો છે. ઇઝરાયલે ગત વર્ષે ગાઝા પટ્ટીમાં 180 ઠેકાણાં પર હુમલા કર્યા હતા.
તેના જવાબમાં હમાસ અને ઇસ્લામિક જેહાદના ચરમપંથીઓએ ઇઝરાયલ પર 3150થી પણ વધુ રૉકેટ છોડ્યાં, જ્યારે સહેજ પાછું વળીએ જોઈએ તો વર્ષ 2019માં 2045 રૉકેટ છોડ્યાં હતાં.

હમાસની 'મેટ્રો'

ઇમેજ સ્રોત, Getty Images
ઇઝરાયલના સૈનિક અભિયાન 'ગાર્ડિયન ઑફ ધ વૉલ્સ'ની શરૂઆત હમાસની સુરંગો પરના હુમલાથી થઈ. આ સુરંગો ઇઝરાયલની સીમા પર લાગેલી દીવાલ પાસે હતી.
તેનાથી કેટલાક મીટર દૂરના ઘેરાવમાં ઇઝરાયલી લોકોનાં ઘર છે અને ઇઝરાયલની દલીલ છે કે ત્યાં રહેલા લોકોની સુરક્ષા તેમની પ્રાથમિકતા છે.
તેના પછી વારો આવે છે એ બાબતોનો જે મિસાઇલ સાથે જોડાયેલી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમાં લૉન્ચર્સ છે, મૅન્યુફૅક્ચરિંગ સેન્ટરો છે અને પછી હમાસના આખા સૈનિક ઢાંચા પર ચોતરફ હુમલાની રણનીતિ અપનાવવામાં આવે છે.
તેમાં એ સુરંગ પણ સામેલ છે, જેને ઇઝરાયલી ફોજ 'મેટ્રો' કહે છે.

ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ

ઇમેજ સ્રોત, Getty Images
ગુરુવાર રાતે જ્યારે ઇઝરાયલે જોરદાર બૉમ્બમારાની શરૂઆત કરી તો સામાન્ય લોકો જમીન પરના હુમલાથી ડરીને ભાગવા લાગ્યા.
ઇઝરાયલી અધિકારી આ કાર્યવાહીને પોતાના અભિયાનનું મહત્ત્વનું કેન્દ્રબિંદુ ગણાવે છે.
એ સાથે જ પેલેન્સ્ટાઈની લોકોનાં મોતનો આંકડો પણ અચાનક વધી જાય છે.
પણ મૃતકો કોણ છે એ અંગે અલગઅલગ મત છે અને એ બાબત એના પર નિર્ભર કરે છે કે કહેનારા કોણ છે.
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસના પ્રવક્તા જોનાથન કૉનરિક્સનું કહેવું છે કે માર્યા ગયેલા 200 પેલેન્સ્ટાઈની લોકોમાંથી કમસે કમ 130 લડાકુ હતા. તેઓ આ અનુમાનને સૌથી ઓછું ગણાવે છે.

હિંસામાં સામાન્ય લોકોનાં મૃત્યુ

ઇમેજ સ્રોત, Getty Images
તેમાં કોઈ શંકા નથી કે પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય વિભાગે જે આંકડા આપ્યા છે, એ ઇઝરાયલના આંકડાથી મેળ ખાતા નથી.
હમાસના નિયંત્રણવાળા ગાઝા અંગે પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય વિભાગનું કહેવું છે કે ત્યાં મરનારા સો લોકોમાં મહિલા અને બાળકો હતાં.
પેલેસ્ટાઈની સ્વાસ્થ્ય વિભાગ માર્યા ગયેલા ચરમપંથીઓ અંગે કંઈ કહેતો નથી.
ઇઝરાયલ એ વાતનો સ્વીકાર કરે છે કે આ હિંસામાં સામાન્ય લોકો પણ માર્યા ગયા છે, પણ તેનું કહેવું છે કે તેના માટે હમાસ જવાબદાર છે.
તે કહે છે કે હમાસ ગાઝાના માસૂમ લોકોની આસપાસ પોતાની ગતિવિધિઓને સંચાલિત કરે છે.

ઇઝરાયલની દલીલ
'અલ-જલા'ની નામ 11 માળની ઇમારત સાથે જે થયું, એ તેનું ઉદાહરણ છે.
આ ઇમારતમાં અલ-જઝીરા, સમાચાર એજન્સી ઍસોસિયેટેડ પ્રેસની ઑફિસ હતી.
પણ ઇઝરાયલનું કહેવું છે કે ત્યાંથી હમાસની ઑફિસ સંચાલિત થાય છે અને તેમનો સરસામાન પણ ત્યાં રાખવામાં આવે છે.
પત્રકારોને કલાક પહેલાં ચેતવણી આપવામાં આવી હતી કે હુમલો થવાનો છે, જેથી તેઓ ત્યાંથી નીકળી જાય. હવે એ ઇમારત જમીનદોસ્ત થઈ ગઈ છે.
ઇઝરાયલ એ વાત પર ભારે આપે છે કે આ ઇમારત પર હુમલો કરવા સિવાય તેની પાસે કોઈ વિકલ્પ નહોતો.

મીડિયાને સલાહ
તેણે એ પણ કહ્યું કે આ હુમલામાં જોઈ જાનહાનિ થઈ નથી, આ એ બાબતનું ઉદાહરણ પણ છે કે ઇઝરાયલી મિલિટરી સામાન્ય લોકોનો જીવ બચાવવા કેટલી હદે જઈ શકે છે.
ઇઝરાયલી મિલિટરીના એક સિનિયર કમાન્ડરે મીડિયાને સલાહ આપતાં કહ્યું કે, "ગાઝામાં તમે તમારી ઑફિસ હમાસ પાસે ભાડે ન રાખો, આ એ ખરાબ વિચાર છે."
હમાસની સુરંગો (જેને ઇઝરાયલી ફોજ 'મેટ્રો' કહે છે) પરનો હુમલો અન્ય સમસ્યાઓને આમંત્રણ આપે છે.
રવિવારે સવારે ઇઝરાયલે ગાઝાના અલ-રિમલ વિસ્તારમાં જોરદાર હવાઈ હુમલા કર્યા. આ હુમલામાં ત્રણ રહેણાક ઇમારતો જમીનદોસ્ત થઈ ગઈ.
42 લોકો માર્યા ગયા. ઇઝરાયલ તરફથી આ અત્યાર સુધીનો સૌથી જીવલેણ હુમલો હતો.

'ઇમારતો પણ જમીનદોસ્ત થઈ રહી'
ફરી એક વાર ઇઝરાયલે હમાસ પર હુમલો દોષ ઢોળ્યો. તેના એક અધિકારીએ કહ્યું કે ટાર્ગેટ એ ઇમારત નહોતી, પણ તેની નીચેની સુરંગો હતી.
પણ જ્યારે કોઈ સુરંગનો એક હિસ્સો હવાઈ હુમલામાં ધરાશાયી થાય ત્યારે તેની આસપાસ રહેતી ઇમારતો પણ જમીનદોસ્ત થઈ જાય છે.
એ અધિકારીએ કહ્યું, "એ દુર્ભાગ્યપૂર્ણ હતું. અમે એ સમજવાની કોશિશ કરી રહ્યા છીએ કે ત્યાં ખરેખર શું થયું હતું."
સોમવારે સવારે જ્યારે ગાઝાના લોકો ઊઠ્યા ત્યારે તેઓ રસ્તાઓ પર વિસ્ફોટ બાદ થનારા ખાડા શોધતા હતા.
તેમને લાગ્યું કે હવે ઇઝરાયલ નાગરિકોનાં ઠેકાણાં પર હુમલો કરી રહ્યું છે.
દુનિયાના સૌથી સઘન અને ગરીબ વિસ્તારોમાંથી એક
ઇઝરાયલ એ વાત પર મક્કમ હતું કે તેના નિશાના પર એ ભૂમિગત સુરંગો હતી. પણ તેની એક બીજી બાજુ પણ છે.
તમે દુનિયાના સૌથી સઘન અને ગરીબ વિસ્તારોમાંથી એકમાં કોઈ લડાઈ કેવી રીતે લડશો, ખાસ કરીને ત્યારે જ્યારે તમારો દુશ્મન તેનો ફાયદો ઉઠાવતો હોય?
તમે તમારી વસ્તીને નુકસાનથી કેવી રીતે બચાવશો, જ્યારે તમે જે કંઈ પણ કરશો, તેની અસર બીજી તરફ માસૂમ લોકો પર પડશે?


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












