ઇઝરાયલને પેલેસ્ટાઇનના મુદ્દે પડકાર ફેંકનાર હમાસ કેટલું તાકાતવર છે?

મિસાઇલની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મિસાઇલની તસવીર
    • લેેખક, જોનાથન માર્ક્સ
    • પદ, ડિફેન્સ અને કૂટનૈતિક નિષ્ણાત

ગાઝા પટ્ટીમાં ઇઝરાયલ અને પેલેસ્ટાઇનની વચ્ચે જે સંઘર્ષ ચાલી રહ્યો છે, તેનું પરિણામ બંને પક્ષ ભોગવી રહ્યો છે. આ સંઘર્ષમાં બંને તરફના લોકોના જીવ ગયા છે, નુકસાન થયું છે અને લોકો તકલીફમાં છે.

જોકે સત્ય એ છે કે આ સંઘર્ષ સરખામણી ન કરી શકાય તેવી લડાઈ છે.

આમાં કોઈ શક નથી કે ઇઝરાયલ એક તાકાતવર દેશ છે. તેની પાસે ઍરફોર્સ છે, એર ડિફેન્સ સિસ્ટમ છે, સશસ્ત્ર ડ્રોન્સ છે અને ગુપ્ત માહિતી મેળવવાની એક સિસ્ટમ છે જેનાથી તે જ્યારે ઇચ્છે ત્યારે ગાઝા પટ્ટીમાં પોતાના ટાર્ગેટ પર નિશાન તાકી શકે છે.

ઇઝરાયલ ભલે એ વાત પર જોર આપી રહ્યું છે કે તે માત્ર એ જ જગ્યાઓને નિશાન બનાવી રહ્યું છે જેનો ઉપયોગ સૈન્ય ગતિવિધિઓ માટે કરવામાં આવી રહ્યો છે પરંતુ જે વિસ્તારોમાં હવાઈ હુમલાઓ થયા છે. પેલેસ્ટાઇનમાં એટલી ભારે વસતિ છે કે તે હમાસ અને ‘ઇસ્લામિક જેહાદ’ જેવા સંગઠનોની જગ્યાને અલગ કરવા મુશ્કેલ છે.

હમાસ અને ‘ઇસ્લામિક જેહાદ’ જેવા સંગઠન ભલે જ આ સંઘર્ષમાં નબળો પક્ષ લાગતો હોય પરંતુ તેમની પાસે એટલા હથિયાર તો જરૂર છે કે તે ઇઝરાયલ પર હુમલો કરી શકે છે.

ઇઝરાયલ પર હુમલો કરવા માટે તે પહેલાં પણ અનેક રીતો અજમાવી ચૂક્યા છે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

ઇઝરાયલના સૈનિકોએ ગત દિવસોમાં ગાઝાથી તેની સરહદમાં આવવાના પ્રયત્નો કરતા એક ડ્રોનને તોડી પાડ્યું હતું. માનવામાં આવે છે કે આ ડ્રોનમાં હથિયારો હતા.

ઇઝરાયલના સૈન્યના એક પ્રવક્તાએ કહ્યું કે એક ‘એલિટ હમાસ યુનિટ’એ ગાઝા પટ્ટીના દક્ષિણ વિસ્તારમાં એક સુરંગ દ્વારા ઇઝરાયલમાં ઘૂષણખોરીના પ્રયત્ન કર્યા હતા.

એવું લાગે છે કે ઇઝરાયલનું સૈન્યને પહેલાંથી જ હમાસના આ પ્રયત્નોની જાણ થઈ હતી. ઇઝરાયલના સૈન્યના પ્રવક્તાએ કહ્યું કે તેમણે “આ સુરંગને નષ્ટ કરી નાખી છે.”

આમાં કોઈ શક નથી કે પેલેસ્ટાઇનના હથિયારોમાં જે મહત્વના હથિયારો છે તે જમીનથી જમીન પર હુમલો કરનારી મિસાઇલ છે.

તેમની પાસે એવી મિસાઇલો પણ અલગ-અલગ પ્રકારની છે. પેલેસ્ટાઈન તરફથી ગત દિવસોમાં કોર્નેટ ગાઇડેટ એન્ટિ ટૅન્ક મિસાઇલોનો પણ ઉપયોગ પણ થયો છે.

માનવામાં આવી રહ્યું છે આ મિસાઇલ ઇજિપ્તના સિનાઈ પ્રાયદ્વીપની સુરંગોમાંથી તેને મળી છે.

પરંતુ હમાસ અને ‘ઇસ્લામિક જેહાદ’ની પાસે જે હથિયારો છે, તેના એક મોટા ભાગનું ઉત્પાદન ગાઝા પટ્ટીના જ એક વિસ્તારમાં થાય છે.

line

રાન પાસેથી મદદ

ઇઝરાયલમાં પેલેસ્ટાઇનતરફી આરબોએ એક અંતિમક્રિયા દરમિયાન હમાસના ઝંડા સાથે વિરોધપ્રદર્શન કર્યું. 400 જેટલા આરબોની ધરપકડ કરવામાં આવી છે.

ઇમેજ સ્રોત, Tunahan Turhan/SOPA Images/LightRocket via Getty

ઇમેજ કૅપ્શન, ઇઝરાયલમાં પેલેસ્ટાઇનતરફી આરબોએ એક અંતિમક્રિયા દરમિયાન હમાસના ઝંડા સાથે વિરોધપ્રદર્શન કર્યું. 400 જેટલા આરબોની ધરપકડ કરવામાં આવી છે.

ગાઝા પટ્ટીમાં વિવિધતાપૂર્ણ હથિયારો બનાવવાની ક્ષમતા ક્યાંથી આવી, આને લઈને ઇઝરાયલ અને બહારના નિષ્ણાતોનું માનવું છે કે આની ટેક્નૉલૉજી ઈરાનથી પહોંચી છે.

તેમનું કહેવું છે કે ગાઝા પટ્ટીમાં આની ઇન્ડસ્ટ્રી ઈરાનની મદદથી તૈયાર થઈ છે. આ જ કારણે ઇઝરાયલના હુમલાનું મુખ્ય નિશાન હથિયારની ફેક્ટરી અને તેના ભંડાર છે.

હમાસની પાસે કેટલી મિસાઇલોનો સ્ટૉક છે, તેનું અનુમાન કરી શકાય તે શક્ય નથી.

એ વાત પાકી કહી શકાય છે કે હમાસની પાસે હજારોની સંખ્યામાં અલગ અલગ પ્રકારના હથિયાર છે.

જોકે ઇઝરાયલના સૈન્યની પાસે આને લઈને અનુમાન હશે પરંતુ તેમણે કોઈ સાર્વજનિક વિગતો આપી નથી.

line

‘કાસ્સમ’ અને ‘કુદ્સ’ 101 મિસાઇલ

મિસાઇલ હુમલાની તસવીર

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, મિસાઇલ હુમલાની તસવીર

હમાસની ક્ષમતાને લઈને ઇઝરાયલના પ્રવક્તાએ માત્ર એટલું જ કહ્યું છે કે “હમાસ આ પ્રકારના હુમલાનો સામનો ઘણા લાંબા સમય સુધી કરી શકે છે.”

બીજી તરફ પેલેસ્ટાઇનના પક્ષ તરફથી હાલ સુધી અનેક પ્રકારની મિસાઇલ તાકવામાં આવી છે. પરંતુ આમાંથી કોઈ પણ એવું નથી કે જેને ડિઝાઇનની બાબતમાં નવી કહી શકાય.

પરંતુ જે વાત હાલ સુધી સામે આવી છે, તે એ છે કે પેલેસ્ટાઇન તરફથી તાકવામાં આવી રહેલી મિસાઇલ પહેલાંથી વધારે લાંબા અંતરે હુમલો કરી શકે છે અને તેમાં મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ છે.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

હમાસની આ મિસાઇલોના નામને લઈને કન્ફ્યુઝન છે. પરંતુ એવું લાગે છે કે તેની પાસે ઓછામાં ઓછા અંતર સુધી હુમલો કરી શકનારી ‘કાસ્સમ’ મિસાઇલનો મોટો સ્ટૉક છે. આ મિસાઇલ 10 કિલોમીટરના અંતર સુધી હુમલો કરી શકે છે.

આ સિવાય હમાસની પાસે ‘કુદ્સ 101’ મિસાઇલ મોટી સંખ્યામાં છે જે 16 કિલોમીટરના અંતર સુધી હુમલો કરી શકે છે, તેની પાસે 55 કિલોમીટરના અંતર સુધી હુમલો કરવામાં સક્ષમ “ગ્રેડ સિસ્ટમ” અને ‘સેજિલ 55’ મિસાઇલો પણ છે.

line

મોર્ટાર હુમલો કરવા સક્ષમ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

આ મિસાઇલોમાં એમ-75 (અંતર : 75 કિલોમીટર), ફજ્ર (100 કિ.મી.), આર-160 (120 કિ.મી.) અને કેટલીક એમ-302 મિસાઇલ પણ છે.

એટલા માટે એ સ્પષ્ટ છે કે હમાસની પાસે એવા હથિયાર છે જે જેરુસલેમ અને તેલ અવીવ બંનેને ટાર્ગેટ બનાવી શકે છે.

એટલું જ નહીં ઇઝરાયલનો સંપૂર્ણ ખાડીનો પ્રદેશ જ્યાં ઇઝરાયલના લોકોની મોટી વસતિ રહે છે અને તેના મુખ્ય ઠેકાણા હાજર છે, તે હમાસના હુમલાની જપેટમાં આવી શકે છે.

line

ઇઝરાયેલની આયર્ન ડૉમ એન્ટિ મિસાઇલ સિસ્ટમ’

ઇઝરાયલની આ સિસ્ટમ રૉકેટ હુમલાઓને નિષ્ફળ બનાવી દે છે.
ઇમેજ કૅપ્શન, ઇઝરાયલની આ સિસ્ટમ રૉકેટ હુમલાઓને નિષ્ફળ બનાવી દે છે.

ઇઝરાયલના સૈન્યએ કહ્યું છે કે ગત ત્રણ દિવસોમાં એક હજારથી વધારે મિસાઇલો અથવા રૉકેટ તેમની પર તાકવામાં આવ્યા છે. એમાંથી અંદાજે 200 જેટલી મિસાઇલ તો ગાઝા પટ્ટીના વિસ્તારમાં જ પડી ગઈ.

આનાથી ખ્યાલ આવે છે કે ગાઝા પટ્ટીમાં જે હથિયારો બની રહ્યા છે, તેની ગુણવત્તા શું છે અને તેની સાથે શું સમસ્યાઓ છે.

ઇઝરાયલના સૈન્યનું કહેવું છે કે ઇઝરાયલ તરફ આવતી 90 ટકાથી વધારે મિસાઇલોનો રસ્તો તેમનું આયર્ન ડોમ એન્ટિ મિસાઇલ સિસ્ટમ રોકી લે છે.

જોકે એક વખત એવું પણ થયું કે અશ્કલોન શહેરની સુરક્ષા માટે તહેનાત એન્ટિ મિસાઇલ સિસ્ટમમાં ટેકનૉલૉજીની ખરાબીના કારણે કામ ન કરી શકી હતી.

એટલે જે એન્ટિ મિસાઇલ સિસ્ટમની ટેકનૉલૉજીની સફળતાની મિસાલ આપવામાં આવે છે, તે ફૂલ પ્રૂફ નથી.

line

જમીન પર સૈન્ય કાર્યવાહી

ઇઝરાયલની ઍર સ્ટ્રાઇકને પગલે ગાઝામાં અનેક લોકો ઘાયલ થયાં છે તો ઇઝરાયલી લોકોને પણ જાન-માલનું નુકસાન થયું છે.

ઇમેજ સ્રોત, Anadolu Agency via Getty Images

ઇમેજ કૅપ્શન, ઇઝરાયલની ઍર સ્ટ્રાઇકને પગલે ગાઝામાં અનેક લોકો ઘાયલ થયાં છે તો ઇઝરાયલી લોકોને પણ જાન-માલનું નુકસાન થયું છે.

મિસાઈલથી થનારા હુમલાનો સામનો કરવા માટે તમારી પાસે ખૂબ જ ઓછા વિકલ્પ હોય છે. તમે ઍર ડિફેન્સ સિસ્ટમ તહેનાત કરી શકો છો. તમે તેના ભંડાર અને નિર્માણ કેન્દ્રોને નિશાન બનાવી શકો છો.

જમીન પર સૈન્ય અભિયાન દ્વારા મિસાઇલ લૉન્ચ કરનારાઓને એટલા પાછળ ધકેલી શકાય છે જ્યાંથી તે અસરકારક રીતે નિશાન તાકવાની સ્થિતિમાં ન હોય. પરંતુ આ કેસમાં એ સંભવ થઈ શકે તેમ લાગી રહ્યું નથી.

પેલેસ્ટાઈનની સાથે તકલીફ એ છે કે તેમની પાસે વ્યૂહાત્મક જ્ઞાનનો અભાવ છે અને બચવા માટે કોઈ જગ્યા નથી. ત્યાં તે જોખમની સ્થિતિમાં છે. મિસાઇલ હુમલો રોકવા માટે ઇઝરાયલ તરફથી જમીની કાર્યવાહી કરવામાં આવે તે સંભવ છે.

પરંતુ 2014માં જ્યારે ઇઝરાયલે છેલ્લે ગાઝામાં મોટી સંખ્યામાં સૈન્ય કાર્યવાહી કરી હતી તો જાનમાલને ભાર નુકસાન થયું હતું અને આ વખતે આની આશંકા છે.

તે લડાઈમાં 2251 પેલેસ્ટાઇનના લોકો મૃત્યુ પામ્યા હતા, જેમાં 1462 સામાન્ય શહેરના લોકો હતા. ઇઝરાયલના 67 સૈનિક અને છ સામાન્ય લોકો મૃત્યુ પામ્યા હતા.

line

પેલેસ્ટાઈનનું રાજકીય નેતૃત્વ

ઇઝરાયલની ચરમપંથીઓની માર્ચ અગાઉ અલ-અક્સા મસ્જિદ ખાતે ઘર્ષણ થયું અને ત્યાંથી હિંસાની શરૂઆત થઈ હતી.

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ઇઝરાયલની ચરમપંથીઓની માર્ચ અગાઉ અલ-અક્સા મસ્જિદ ખાતે ઘર્ષણ થયું અને ત્યાંથી હિંસાની શરૂઆત થઈ હતી.

ઇઝરાયલ અને પેલેસ્ટાઇનની વચ્ચે હાલ જે સંઘર્ષ ચાલી રહ્યો છે, તેનાથી બંને પક્ષોને કાંઈ મળે તેવું દેખાઈ રહ્યું નથી.

વધારેમાં વધારે એમ જોવા મળી રહ્યું છે કે આગામી રાઉન્ડના ગોળીબાર પહેલાં થોડા સમય માટે એમ લાગે છે કે આ લડાઈ રોકાઈ ગઈ છે.

ઘણા લોકોનું એમ કહેવું છે કે જેરુસલેમના તણાવનું કારણ ઇઝરાયલ અને પેલેસ્ટાઈનની વચ્ચે હિંસાની તાજી શરૂઆત થઈ છે.

આ વાત પર ફરીથી તમામનું ધ્યાન ગયું છે કે ઇઝરાયલ અને પેલેસ્ટાઇનની વચ્ચે ચાલી રહેલા વિવાદને હંમેશા માટે નજરઅંદાજ કરી શકાય તેમ નથી.

પરંતુ હાલના દિવસોમાં આરબ દેશોની સરકારે ઇઝરાયલની સાથે શાંતિ કરાર કરી રહી છે અને પેલેસ્ટાઇનનું રાજકીય નેતૃત્વ એટલું વહેંચાયેલું પહેલાં ક્યારેય પણ રહ્યું નથી. એવામાં ઇઝરાયલના હાલના નેતૃત્વના એજન્ડામાં આ મુદ્દો દૂર દૂર સુધી દેખાઈ નથી રહ્યો.

વાસ્તવિક શાંતિ કેવી રીતે સ્થાપિત થાય. આ દિશામાં કોઈ પ્રગતિ થતી જોવા મળી રહી નથી.

એના માટે જમીન પરના તમામ પક્ષોએ આગળ આવવું અને બીજા દેશો તરફથી આ દિશામાં પહેલ કરવાની જરૂરિયાત છે.

પરંતુ શાંતિની રાહ પર આગળ વધવા માટે આ શરત સાકાર થતા દેખાઈ રહી નથી.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો