કોરોના : અંતિમ શ્વાસ લેનારી મા માટે જ્યારે દીકરાએ ગીત ગાયું

કોરોનાનો કેર
ઇમેજ કૅપ્શન, સોહમ ચટર્જી અને તેમનાં માતા સંઘમિત્રા ચટરજી

કોલકાતાની આ હૃદયસ્પર્શી કહાણી ટ્વિટર મારફતે સામે આવી છે. આ કહાણી ડૉક્ટર દીપશિખાએ શૅર કરી છે.

"આજે શિફ્ટના અંતે મેં એક એવાં મહિલાની દીકરાને વીડિયો કૉલ કર્યો, જે પોતાના અંતિમ શ્વાસ લઈ રી હતી. જ્યારે કોઈ ઇચ્છતું હોય છે ત્યારે સામાન્યપણે અમે આવું કરતાં હોઈએ છીએ. દર્દીના પુત્રે થોડો સમય માગ્યો. ત્યારે એ દીકરાએ પોતાની માતા માટે ગીત ગાયું."

"તેરા મુઝસે હૈ પહલે કા નાતા કોઈ, યૂં હી નહીં દિલ લુભાતા કોઈ."

"હું ત્યાં જ ફોન પકડીને ઊભી રહી. ક્યારેક માને જોતી તો ક્યારેક ગીત ગાતા દીકરાને. મારી પાસે આવીને નર્સો પણ ઊભી રહી ગઈ. અચાનક જ એ દીકરાનાં આંસુ સરી પડ્યાં."

"તેમ છતાં તે ગીત પૂરું કરે છે. તેમણે અંતિમ શ્વાસ લઈ રહેલી પોતાનાં માતાને ખબર પૂછી અને મારો આભાર વ્યક્ત કરી ફોન મૂકી દીધો."

કોરોનાની કરુણ કહાણી
ઇમેજ કૅપ્શન, ડૉ. દીપશિખાએ કરાવી હતી મરણપથારીએ રહેલાં માતાની પુત્ર સાથે અંતિમ વાતચીત

"હું અને નર્સો ત્યાં ઊભાં હતાં, અમારા સૌની આંખો ભીની થઈ ચૂકી હતી. નર્સો એક-એક કરીને દર્દીઓ પાસે પરત ફરવા લાગ્યાં. પરંતુ આ ગીતનું મહત્ત્વ મારા માટે હંમેશાં માટે બદલાઈ ગયું, ખાસ કરીને મારા માટે. આ ગીત હવે હંમેશાં મા-દીકરાનું જ ગીત રહેશે"

ઇમર્જન્સી વૉર્ડમાં ડ્યૂટી કરી રહેલાં ડૉક્ટર દીપશિખા ઘોષે ટ્વિટર પર જણાવ્યું કે એ દીકરાનું નામ સોહમ ચટરજી છે અને માતાનું નામ સંઘમિત્રા ચટરજી. આ કહાણી વાંચીને એ જ ગીતના શબ્દો યાદ આવી રહ્યા છે…

"દેખો, અભી ખોના, કભી જુદા હોના નહીં

હરદમ યૂં હી મિલે રહેંગે દો નૈન

વાદા રહા યે ઇસ શામ કા

જાને તૂ યા જાને ના, માને તૂ યા માને ના"

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો