અમેરિકાની સરકારે મિડલ-ઈસ્ટના આ 12 દેશ છોડી દેવા નાગરિકોને તાકીદ કરી – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Redazione Telenews/TELENEWS/EPA/Shutterstock
અમેરિકાની સરકારે મધ્યપૂર્વ એશિયાના 12 દેશોમાં રહેતા અથવા મુલાકાતે ગયેલા તેના નાગરિકોને "સલામતીને ગંભીર જોખમ"ને જોતા "તાત્કાલિક નીકળી જવા" માટે કહ્યું છે.
આસિસ્ટન્ટ સ્ટેટ સેક્રેટરી મોરા નામદારે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર આ બાર દેશોનાં નામ મૂક્યાં હતાં. જેમાં બહેરીન, ઇજિપ્ત, ઇજરાયલ – ગાઝા – વેસ્ટ બૅન્ક, ઈરાન, ઇરાક, જૉર્ડન, કુવૈત, લેબનોન, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા, સીરિયા, સંયુક્ત આરબ અમિરાત તથા યમનનો સમાવેશ થાય છે.
અમેરિકાના વિદેશ મંત્રીએ ઍક્સ ઉપર વીડિયો મૂકીને અમેરિકનો માટે અલગ-અલગ સંપર્કસૂત્રો વિશે માહિતી આપી હતી.
વિદેશમાં રહેલા અમેરિકન નાગરિકો 27 X 7 +1-202-501-4444 અને +1-888-407-4747 (અમેરિકા અને કૅનેડામાંથી) કૉલ કરી શકે છે. આ સિવાય નાગરિકોને http://step.state.gov ઉપર નોંધણી કરવા તથા ઍક્સ હેન્ડલ @TravelGov પરથી માહિતી મેળવવા જણાવાયું છે.
ઈરાનનાં અલગ-અલગ શહેરો ઉપર અમેરિકા અને ઇઝરાયલે હવાઈહુમલા કર્યા એ પછી મધ્યપૂર્વ એશિયાના દેશોમાં તણાવ વકરી જવા પામ્યો છે. જવાબમાં ઈરાને વળતી કાર્યવાહી કરી હતી અને મધ્યપૂર્વ એશિયાના અનેક દેશો ઉપર મિસાઇલમારો કર્યો હતો.
રિયાધસ્થિત અમેરિકન રાજદૂતાલય ઉપર હુમલો

ઇમેજ સ્રોત, Getty Images
રિયાધસ્થિત અમેરિકાના રાજદૂતાલય ઉપર બે ડ્રૉનથી હુમલો કરવામાં આવ્યો હતો. સાઉદી અરેબિયાના સંરક્ષણ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી છે.
દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર લખ્યું કે આ હુમલાને કારણે સામાન્ય આગ લાગી હતી અને ઇમારતને થોડું નુકસાન થયું છે.
સાઉદી અરેબિયા ખાતે અમેરિકન મિશને જેદ્દાહ, રિયાધ અને ધરહાનમાં 'શૅલ્ટર-ઇન નૉટિફિકેશન' બહાર પાડ્યું છે. જે મુજબ, સ્ટાફ ઇમારત છોડીને બહાર નથી જતો અને સુરક્ષિત સ્થાનોમાં આશરો લે છે. આ સિવાય આ વિસ્તારના સૈન્યમથકોનો પ્રવાસ પણ અટકાવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સોમવારે કુવૈતસ્થિત અમેરિકન રાજદૂતાલય કે તેની પાસેના વિસ્તારમાંથી ધુમાડો નીકળતો દેખાયો હતો. એ દૂતાવાસે લોકોને ત્યાં ન આવવા તથા ઘરોમાં સલામત રહેવા માટે તાકીદ કરી હતી.
'અમેરિકા લાંબી લડાઈ નથી લડવા માંગતું'

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે ફૉક્સ ન્યૂઝને ઇન્ટરવ્યૂ આપ્યો હતો.જેમાં તેમણે જણાવ્યું હતું કે અમેરિકા વર્ષો સુધી ચાલે એવી લાંબી લડાઈમાં નથી પડવા માંગતું.
સાથે જ કહ્યું હતું કે 'હાલમાં જે ઑપરેશન હાથ ધરવામાં આવ્યું છે, તેનો એકમાત્ર હેતુ એ છે કે ઈરાન અણુહથિયાર ન બનાવી શકે. એના માટે ઈરાનની સરકારની માનસિકતામાં પરિવર્તન આવે તે જરૂરી છે.'
તેમણે કહ્યું હતું કે 'ઇરાક અને અફઘાનિસ્તાનની જેમ વર્ષો સુધી ચાલે તેવી સમસ્યામાં નથી પડવા માંગતા.'
વાન્સે દાવો કર્યો હતો કે ઈરાનની સરકારનો દાવો છે કે તે નાગરિક હેતુસર અણુકાર્યક્રમ ચલાવી રહી છે, પરંતુ એ માત્ર તેના માટે નથી અને અણુહથિયાર વિકસાવવા માટે તેનો ઉપયોગ થઈ રહ્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












