ઇઝરાયલ-પેલેસ્ટાઈન : એ વિવાદિત મુદ્દો જેના કારણે ભડકી હિંસા

    • લેેખક, જેરેમી વાવેન
    • પદ, બીબીસી મધ્ય પૂર્વ સંપાદક

ઇઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે વધી રહેલા તણાવ પાછળનું કારણ લાંબા સમયથી ચાલી રહેલો વણઉકેલ્યો વિવાદ છે, જેના કારણે બંને દેશો એકવખત ફરી સામસામે આવી ગયા છે.

મધ્યપૂર્વના દેશો માટે આ એક એવી સમસ્યા છે જેના કારણે વારંવારે લડાઈ થતી રહે છે, પરંતુ આ વખતે મામલો રૉકેટ છોડવાં, હવાઈ હુમલો કરવા અને લોકોનાં મૃત્યુ સુધી પહોંચી ગયો છે.

આ વિવાદ છેલ્લા કેટલાક સમયથી આંતરરાષ્ટ્રીય છાપાંઓની હેડલાઇનમાંથી ગાયબ હતો પરંતુ આનો અર્થ એ નથી કે આ સમસ્યા પૂર્ણ થઈ ગઈ હતી.

બંને વચ્ચે વિવાદ ઉકેલાયો નથી, મુદ્દો એ જ છે અને નફરત પણ. આ લડાઈ અને મુશ્કેલી અનેક પેઢીઓથી ચાલી રહી છે.

જ્યાં સુધી આ સંઘર્ષ ચાલી રહ્યો છે, બંનેમાંથી કોઈ પણ પક્ષ સુરક્ષિત નથી. એ નક્કી છે કે જ્યાં સુધી મામલો સંપૂર્ણ રીતે ઉકેલાઈ ન જાય ત્યાં સુધી આવનારાં વર્ષોમાં પણ ગંભીર સંકટ આવશે.

ગત 15 વર્ષોમાં આ વિવાદ ગાઝા પટ્ટી અને ઇઝરાઇલને વહેંચનારી એક તારની આસપાસ રહ્યો છે.

આ વખતે જેરુસલેમ અને ઇઝરાયલના ધાર્મિક સ્થળ પર વિવાદના કારણે હિંસા ભડકી છે.

ખ્રિસ્તી, યહૂદી અને મુસ્લિમ જેરુસલેમને પવિત્ર માને છે અને તેમના માટે આ જગ્યાનું ધાર્મિક મહત્વ છે.

આ યહૂદી અને મુસ્લિમોના ધર્મનું ઉત્પત્તિસ્થળ છે અને એટલા માટે આ મહત્વપૂર્ણ છે. યહૂદીઓ અને મુસ્લિમો માટે આ જગ્યા રાષ્ટ્રીય પ્રતીકનો ભાગ પણ છે.

ધમકી

ભૌગોલિક રીતે આ બંને જગ્યાઓ પાસપાસે છે. 'ધ ચર્ચ ઑફ ધ હોલી સેપલ્કર' પણ ઇઝરાયલના ચેક પૉઇન્ટની બીજી બાજુ છે, જેમાં પેલેસ્ટાઇનને આસ્થા છે.

તણાવની શરૂઆતનું એક કારણ પેલેસ્ટાઇનવાસીઓને તેમના ઘર શેખ જરાહમાંથી હઠાવવાની ધમકી છે.

આ જૂના શહેરની દીવાલોની બહારની જગ્યા છે જ્યાં પેલેસ્ટાઈનવાસીઓ રહે છે. તેમની જમીન અને ત્યાંની પ્રોપર્ટી પર યહૂદીઓએ ઇઝરાયલની અદાલતમાં દાવો કરીને રાખ્યો છે.

વિસ્તારમાં યહૂદીઓની વસ્તી વધારવાના પ્રયાસો?

પરંતુ આ વિવાદ કેટલાંક ઘરોને લઈને જ નથી. આ વર્ષોથી ઇઝરાયલની સરકાર જેરુસલેમમાં યહૂદીઓની સંખ્યા વધારવાના પ્રયત્ન કરી રહી છે અને આ મુદ્દાને લઈને અહીં તણાવ છે.

શહેરની ચારે તરફ યહૂદીઓ માટે મોટા પ્રમાણમાં મકાન બનાવવામાં આવ્યાં છે. ઇઝરાયલ પર આરોપ લાગે છે કે એવું કરવા માટે તેણે અનેક આંતરરાષ્ટ્રીય કાયદાઓનો ભંગ કર્યો છે. હાલનાં વર્ષોમાં સરકાર અને અહીં રહેનારા યહૂદીઓએ જૂના શહેરમાં ધીમેધીમે યહૂદીઓને વસાવવાના પ્રયત્નો કર્યા છે.

ગત કેટલાંક અઠવાડિયાઓમાં વિસ્તારમાં ઇઝરાયલ પોલીસના હથિયારબંધ જવાનોની સંખ્યા વધારી દેવામાં આવી હતી. રમઝાનના મહિનામાં અલ-અક્સા મસ્જિદમાં ગેસ અને ગ્રૅનેડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

મક્કા અને મદીના પછી મુસ્લિમોની આ સૌથી પવિત્ર જગ્યા છે.

આ પછી પેલેસ્ટાઈન વિસ્તારના મુખ્ય ઇસ્લામી ચરમપંથી સંગઠન હમાસે એક અપ્રત્યાશિત પગલું લેવા માટે ઇઝરાયલને અલ-અક્સા પરિસર અને શેખ જરાહમાંથી સૈન્યને હઠાવવાનું અલ્ટિમેટમ આપી દીધું છે અને રૉકેટ તાક્યાં હતાં.

સમાધાન નહીં થાય તો ચાલુ રહેશે હિંસા

ઇઝરાયલના વડા પ્રધાન બિન્યામિન નેતન્યાહૂએ ટ્વીટ કર્યું, "ગાઝાના ઉગ્રવાદી સંગઠનોએ એક રેડલાઇનને ક્રૉસ કરી છે. ઇઝરાયલ વધારે તાકાતથી જવાબ આપશે."

જો આનું કોઈ સમાધાન નહીં નીકળે તો હિંસક ઘટના વારંવાર થશે. સોમવારે મને પૂછવામાં આવ્યું હતું કે છેલ્લી વખતે તમને જેરુસલેમમાં આશાનું કિરણ ક્યારે દેખાયું હતું અને ક્યારે લાગ્યું હતું કે બંને પક્ષ એકબીજાની સાથે મળીને રહી શકે છે.

હું 1995થી 2000 સુધી જેરુસલેમમાં રહ્યો અને તે પછી અનેક વખતે ત્યાં ગયો છું. પરંતુ મારા માટે આ સવાલનો જવાબ આપવો મુશ્કેલ હતો.

1990માં થયેલા ઓસલો કરાર દરમિયાન થોડા સમય માટે આશા જાગી હતી પરંતુ જેરુસલેમના તે લોકો જે ત્યાં 40 વર્ષથી રહ્યા છે અને હવે શહેરની ખોટી સાઈડ પર આવ્યા છે, તેમને કદાચ એ વાતનો અહેસાસ થતો થશે હતો કે તેમની પાસે બીજાની અપેક્ષાએ વધારે યાદો હશે.

બંને તરફથી નેતાઓ પોતાની જગ્યાઓ મજબૂત કરવા માટે પોતાની વ્યક્તિગત રાજકીય લડાઈ લડી રહ્યા છે. જ્યારે કોઈ પણ પેલેસ્ટાઈન અને ઇઝરાયલના નેતા માટે સૌથી મહત્ત્વનું પગલું શાંતિના પ્રયત્નો કરવા હોવું જોઈએ. વર્ષોથી આ ચેલેન્જને ગંભીરતાથી લેવામાં આવી નથી.

સમાધાન કેવી રીતે થશે?

બંને વચ્ચે મુદ્દાને ઉકેલવા માટે કેટલાંક નવાં સૂચનો પણ સામે આવ્યાં છે.

બે થિંક ટૅન્ક કાર્નેજી એન્ડાઉન્મેન્ટ ફૉર ઇન્ટરનેશનલ પીસ અને યુએસ-મિડલ ઇસ્ટ પ્રોજેક્ટે એક સંયુક્ત રિપોર્ટ પ્રકાશિત કરીને પેલેસ્ટાઈન અને ઇઝરાયલી બંને માટે એકાધિકાર અને સુરક્ષાની વાત કરી.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સંયુક્ત રાષ્ટ્રએ "ઇઝરાયલના કંટ્રોલવાળા વિસ્તારમાં રહેતા લોકોને સંપૂર્ણ રીતે સમાનતા અને આઝાદીનું સમર્થન કરવું જોઈએ અને બે અલગ અને અસમાન સિસ્ટમને પ્રોત્સાહન આપવું ન જોઈએ."

આ નવો વિચાર છે, પરંતુ આ જૂની વાસ્તવિકતાએ, એ જ પ્રકારની નિવેદનબાજી અને એક સદીથી વધારે લાંબા સમય સુધી ચાલેલા સંઘર્ષે ફરીથી તણાવ ઘટવાની આશાઓ પર પાણી ફેરવી દીધું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો