You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇઝરાયલ : અલ-અક્સા મસ્જિદ પાસે હિંસક ઘર્ષણમાં 200 પેલેસ્ટાઇનિયનો ઘાયલ
પૂર્વ જેરુસલેમની એક જગ્યાએથી પેલેસ્ટાઇનિયન પરિવારોને સંભવિત રૂપે હઠાવવાના મુદ્દે થયેલા ઘર્ષણમાં લગભગ 200 પેલેસ્ટાઇનિયનોને ઈજા પહોંચી છે.
આમાંથી મોટા ભાગના લોકો અલ-અક્સા મસ્જિદના કમ્પાઉન્ડમાં ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે તેઓ પથ્થર અને બૉટલો ફેંકી રહ્યા હતા ત્યારે ઇઝરાયલી પોલીસે તેમના પર રબર બુલેટ અને સ્ટન ગ્રૅનેડ છોડ્યાં હતાં.
આ ઘટનામાં કેટલાય પોલીસકર્મીઓને પણ ઈજા પહોંચી હોવાના અહેવાલો છે.
આ ઉપરાંત ઇઝરાયલના કબજાવાળા પૂર્વ જેરુસલેમના શેખ જર્રાહમાં પણ હિંસા થઈ છે. આ જગ્યા પર ઇઝરાયલવાળાઓ પોતાનો દાવો કરે છે.
અહીં સ્થાનિક હૉસ્પિટલો ભરાઈ જતાં રેડ ક્રિસૅન્ટે એક ફિલ્ડ હૉસ્પિટલ સ્થાપિત કરી છે.
આ પહેલાં હજારોની સંખ્યામાં લોકો રમઝાનના અંતિમ શુક્રવારે નમાઝ માટે અલ-અક્સા મસ્જિદમાં એકઠા થયા હતા.
યહૂદીઓના ધાર્મિક તહેવારમાં ડઝનબંધ લોકો કચડાઈને મરી ગયા
ગત મહિને ઇઝરાયલના ઉત્તર-પૂર્વ ભાગમાં આવેલા પ્રાંતમાં આયોજિત એક ધાર્મિક તહેવારની ઉજવણી દરમિયાન અનેક લોકો કચડાઈને મરી ગયા હતા.
ઇઝરાયલની ઇમર્જન્સી સેવા મેગન ડેવિડ એડમ (MDA) દ્વારા આ અંગે ખરાઈ કરાઈ હતી. તેણે નોંધ્યું છે કે અન્ય ડઝનબંધ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ આ ઘટનાને 'મોટી આપત્તિ' ગણાવી છે અને કહ્યું છે કે તેઓ મૃતકો માટે પ્રાર્થના કરી રહ્યા છે.
મેરોનના નગરમાં 'ધ લાગ બોમેર'ની ઉજવણી માટે આયોજન કરવામાં આવ્યું હતું.
ઇઝરાયલમાં કોરોના વાઇરસનું સંક્રમણ શરૂ થયું એ બાદ પહેલી વખત આટલા મોટાપાયે કોઈ કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું હતું.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો