પીએમ મોદીની બાંગ્લાદેશ મુલાકાત વખતે હિંસક વિરોધપ્રદર્શન કેમ થયાં?

બાંગલાદેશમાં વિરોધ પ્રદર્શન

ઇમેજ સ્રોત, EPA

    • લેેખક, અનબરસન એથિરાજન
    • પદ, બીબીસી ન્યૂઝ

બાંગ્લાદેશને એવી આશા હતી કે દેશના 50મા સ્વાતંત્ર્યદિવસ ઊજવણીમાં ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરી યાદગાર બની રહેશે.

પણ હકીકતમાં ભારતીય વડા પ્રધાનની મુલાકાત વિવાદીત થઈ, કારણ કે મોદી સામેના હિંસક વિરોધ પ્રદર્શનમાં કમસેકમ 12 લોકો મૃત્યુ પામ્યા છે.

નરેન્દ્ર મોદી ભારતમાં અને વિદેશમાં કથિતરૂપે વિભાજક વ્યક્તિત્વ ગણાય છે. તેમના વડપણ હેઠળના હિંદુ રાષ્ટ્રવાદી પક્ષ ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ની સરકાર પર ભારતમાં મુસ્લિમ લઘુમતી સમુદાયને નિશાન બનાવતી નીતિને અનુસરવાનો તથા લઘુમતીઓ વિરુદ્ધની હિંસા પર અંકુશ માટે પૂરતાં પગલાં નહીં લેવાનો આક્ષેપ વારંવાર કરવામાં આવે છે. જોકે, ભાજપ તે આક્ષેપોને નકારે છે.

નરેન્દ્ર મોદીની વિવાદાસ્પદ છબીને કારણે ઢાકામાં વિરોધ પ્રદર્શન થયું હોય એવું લાગે છે. વિરોધ પ્રદર્શનને પગલે થયેલી હિંસા બન્ને દેશ માટે નિઃશંકપણે શરમજનક છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સુખદ સંબંધ પર પણ એ હિંસાની કાળી છાયા પડી છે.

line

બાંગ્લાદેશમાં શું થયું હતું?

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

બાંગ્લાદેશના સ્વાતંત્ર્ય દિવસ - 26 માર્ચે નરેન્દ્ર મોદી ઢાકાની બે દિવસની મુલાકાતે આવી પહોંચ્યા હતા. યોગાનુયોગે વર્તમાન વડાં પ્રધાન શેખ હસિનાનાં પિતા અને દેશના સ્થાપક શેખ મુજીબુર રહમાનની જન્મ શતાબ્દીનો પ્રસંગ પણ હતો.

આ પ્રસંગે માલદિવ્સ, શ્રીલંકા, ભુતાન અને નેપાલના નેતાઓ પણ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત હતા અને નરેન્દ્ર મોદીની મુલાકાત સાથે 10 દિવસ લાંબી ઊજવણીનો પ્રારંભ થવાનો હતો, પરંતુ અચાનક વિરોધ પ્રદર્શન શરૂ થયું હતું.

મુસ્લિમોના એક જૂથે શહેરમાંની એક મસ્જિદમાં શુક્રવારની નમાઝ પછી 26 માર્ચે વિરોધ પ્રદર્શન કર્યું હતું. થોડીવારમાં જ અથડામણ ફાટી નીકળી હતી. પોલીસે ટોળાંને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો.

એ પછી વિરોધ પ્રદર્શન દેશના અન્ય ભાગોમાં ફેલાયું હતું અને કટ્ટરતાવાદી ઈસ્લામી જૂથ હિફાજત-એ-ઈસ્લામે, મોદીની મુલાકાત સામે સભાઓનું આયોજન કરનારાં લોકો પરના હુમલાનાં વિરોધમાં 28 માર્ચે બાંગ્લાદેશ બંધનું એલાન આપ્યું હતું.

સલામતી દળો પર પથ્થરમારો કરતા ટોળાને વિખેરવા માટે પોલીસ ટીયર ગેસ અને રબ્બર બુલેટ્સ છોડી હતી.

ઢાકા અને પૂર્વીય બ્રામ્હણબારિયામાં જોરદાર હિંસા થઈ હતી. સંખ્યાબંધ બસ, એક ટ્રેન, એક હિંદુ મંદિર અને અનેક પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ગોળીબારમાં ઘાયલ થયેલા અનેક લોકોને હૉસ્પિટલ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.

હિફાજત-એ-ઈસ્લામના ઉપાધ્યક્ષ ડો. અહમદ અબ્દુલ કાદરે બીબીસીને કહ્યું હતું કે "વિરોધ પ્રદર્શન કરી રહેલા મદ્રેસાના વિદ્યાર્થીઓ પર સલામતી દળો તથા સત્તાધારી અવામી લીગના ટેકેદારોએ હુમલો કર્યો હતો. તેને પગલે અથડામણ થઈ હતી, પણ નિઃશસ્ત્ર લોકો પર ગોળીબાર કરવાની કોઈ જરૂર ન હતી."

અધિકારીઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 12 વિરોધ પ્રદર્શનકર્તાઓના મોત થયાં છે, પરંતુ ઈસ્લામી જૂથે જણાવ્યું હતું કે મૃત્યુઆંક ઘણો વધારે છે.

બાંગ્લાદેશના કાયદા પ્રધાન અનિસુલ હકે બીબીસીને કહ્યું હતું કે "બાંગ્લાદેશમાં લોકશાહી છે અને દરેક નાગરિકને અભિવ્યક્તિનો અધિકાર છે, પણ વિરોધ પ્રદર્શનકર્તાઓ કાયદો તથા વ્યવસ્થા પોતાના હાથમાં લઈ શકે નહીં."

હકે ઉમેર્યું હતું કે "વિરોધ પ્રદર્શનકર્તાઓ હદ વટાવી ગયા હતા. દેશના નાગરિકોના રક્ષણ તથા કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે સલામતી એજન્સીઓએ પગલાં લીધાં હતાં."

line

વિરોધપ્રદર્શન શા માટે?

બાંગલાદેશમાં વિરોધ પ્રદર્શન સામે સુરક્ષા દળો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ ઈસ્લામવાદીઓ અને ડાબેરી જૂથોએ કર્યું હતું.

ઈસ્લામપંથીઓ, મદ્રેસાના વિદ્યાર્થીઓ અને ડાબેરી જૂથોએ નરેન્દ્ર મોદીની બાંગ્લાદેશ મુલાકાતનો વિરોધ કર્યો હતો. નરેન્દ્ર મોદી મુસ્લિમ-વિરોધી નીતિને અનુસરતા હોવાનો તેમનો આક્ષેપ છે.

સલામતી દળો વિરોધ પ્રદર્શનકર્તાઓ પર નિર્દય રીતે તૂટી પડ્યાનો આક્ષેપ સભાના આયોજકો અને શાસક અવામી લીગના ટેકેદારોએ પણ કર્યો હતો.

એ ઘટનાના અનુસંધાને અગ્રણી નાગરિકો તથા કર્મશીલોએ, વિરોધ પ્રદર્શનકર્તાઓ માટે ન્યાયની માગણી કરતું એક ખુલ્લું નિવેદન બહાર પાડ્યું હતું.

દ્વિપક્ષી સંબંધ સારા રહ્યા હોવા છતાં બાંગ્લાદેશીઓના એક વર્ગમાં ભારતવિરોધી લાગણી સતત પ્રવર્તતી રહી છે.

મહિલા અધિકાર કર્મશીલ શિરીન હકે બીબીસીને કહ્યું હતું કે ભારતમાં 2014માં ભાજપ સત્તા પર આવ્યો એ પછી "બાંગ્લાદેશમાં ભારત વિરોધી લાગણી મહદઅંશે મોદી વિરોધી બની ગઈ છે."

તેમણે ઉમેર્યું હતું કે "વિરોધ પ્રદર્શન ભારત કે ભારતીયો વિરુદ્ધનું ન હતું. લોકો અત્યંત વિવાદાસ્પદ અને મુસ્લિમવિરોધી વલણ માટે જાણીતા મોદીને આપવામાં આવેલા આમંત્રણથી ગુસ્સે થયા હતા."

"બાંગ્લાદેશ ભારતના રાષ્ટ્રપતિને આમંત્રણ આપી શક્યો હોત. એ બધાને સ્વીકાર્ય હોત," એવું શિરીન હકે કહ્યું હતું.

જોકે મોદીને આમંત્રિત કરવાના નિર્ણયને બાંગ્લાદેશ સરકારે વાજબી ઠરાવ્યો હતો.

અનિસુલ હકે કહ્યું હતું કે "નવ મહિના ચાલેલી સ્વાતંત્ર્યની લડાઈમાં જેણે સતત મદદ કરી હોય એવા દેશના અગ્રણીને આમંત્રણ આપવાની સરકાર અને બાંગ્લાદેશના લોકોની ઈચ્છા હતી."

line

હિંસાની દ્વિપક્ષી સંબંધ પર અસર થશે?

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઐતિહાસિક રીતે મજબૂત સંબંધ રહ્યો છે.

બાંગ્લાદેશ અગાઉ પૂર્વ પાકિસ્તાન હતું. બ્રિટિશરોએ ઉપખંડનું વિભાજન હિન્દુબાહુલ્યવાળા ભારત અને મુસ્લિમ બાહુલ્યવાળા પાકિસ્તાન વચ્ચે 1947માં કર્યું ત્યારે એ પાકિસ્તાનનો હિસ્સો હતું.

1971માં બાંગ્લાદેશ પાકિસ્તાનમાંથી સ્વાતંત્ર્યની લડાઈ લડ્યો હતો અને ભારતીય સૈન્યની મદદથી તે અલગ દેશ બન્યો હતો.

જોકે, ભારતમાં ભાજપ સત્તા પર આવવાને કારણે પરિસ્થિતી ગૂંચવાઈ હતી.

સરહદી રાજ્યો પશ્ચિમ બંગાળ અને આસામમાં તાજેતરના ચૂંટણી પ્રચારમાં નરેન્દ્ર મોદી તથા ભાજપના અન્ય સીનિયર નેતાઓ, બાંગ્લાદેશથી ભારતમાં કથિત ઘૂસણખોરીનો મુદ્દો વારંવાર ઉઠાવતા રહ્યા છે. તે આક્ષેપને બાંગ્લાદેશી અધિકારીઓ નકારતા રહ્યા છે.

2019ની એક ચૂંટણી સભામાં ગૃહ પ્રધાન અમિત શાહે ગેરકાયદે વસાહતીઓને 'ઉધઈ' ગણાવ્યા હતા અને જણાવ્યું હતું કે બીજેપીની સરકાર "તમામ ઘૂસણખોરોને એક પછી એક પકડીને બંગાળના અખાતમાં ફેંકી દેશે."

નરેન્દ્ર મોદી મુસ્લિમવિરોધી હોવાનો આક્ષેપ વિરોધ પ્રદર્શનકર્તાઓનો છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નરેન્દ્ર મોદી મુસ્લિમવિરોધી હોવાનો આક્ષેપ વિરોધ પ્રદર્શનકર્તાઓનો છે.

અમિત શાહની આ ટિપ્પણીની જમણેરી જૂથોએ જોરદાર ટીકા કરી હતી અને બાંગ્લાદેશમાં પણ તેનાથી વ્યાપક રોષ સર્જાયો હતો.

ખાસ કરીને વિભાજક ચૂંટણી પ્રચારમાં, બાંગ્લાદેશના ગેરકાયદે મુસ્લિમ વસાહતીઓના વારંવાર ઉલ્લેખને કારણે ઢાકામાં નારાજગી ફેલાઈ છે. બાંગ્લાદેશનો વિરોધ પક્ષ જેને ભારત તરફી ગણે છે તે હસીના સરકાર સ્થાનિક દબાણનો સામનો કરી રહી છે.

મોદી સરકારે 2019માં એક વિવાદાસ્પદ નાગરિકતા કાયદો બનાવ્યો હતો. અફઘાનીસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં સતામણીનો ભોગ બનેલા ધાર્મિક લઘુમતી કોમના લોકોને ભારતમાં આશ્રય આપવાની જોગવાઈ એ કાયદામાં છે. ધાર્મિક લઘુમતીની વ્યાખ્યામાં મુસ્લિમોનો સમાવેશ થતો નથી.

સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ(સીએએ)ને મુસ્લિમ વિરોધી ગણવામાં આવી રહ્યો છે અને ભારતના વિરોધ પક્ષો તથા નાગરિક અધિકાર જૂથોએ તેની વ્યાપક ટીકા કરી છે.

વિવાદાસ્પદ કાયદાથી ઢાકાને પણ આશ્ચર્ય થયું હતું.

line

શેખ હસીનાએ શું કહ્યું?

ટ્રેનો, બસો અને હિન્દુ મંદિરોને અથડામણમાં નુકસાન થયું હતું.

ઇમેજ સ્રોત, SALIM PARVEZ

ઇમેજ કૅપ્શન, ટ્રેનો, બસો અને હિન્દુ મંદિરોને અથડામણમાં નુકસાન થયું હતું.

લઘુમતી કોમોના લોકો ધાર્મિક સતામણીને કારણે બાંગ્લાદેશમાંથી ભાગી રહ્યા હોવાનો શેખ હસીનાએ ઈનકાર કર્યો હતો. બાંગ્લાદેશની 16 કરોડથી વધુ લોકોની વસતિમાં અંદાજે આઠ ટકા હિન્દુઓનો સમાવેશ થાય છે.

સીએએ અને પ્રસ્તાવિત નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ(એનઆરસી)ની ઘરઆંગણે થયેલી ટીકા બાદ બાંગ્લાદેશે એક તબક્કે તેના પ્રધાનોની ભારતની કેટલીક હાઈ-પ્રોફાઈલ મુલાકાતોને રદ્દ કરી હતી.

આસામના ફાઈનલ એનઆરસીમાંથી અંદાજે 20 લાખ લોકો બહાર રહી ગયા હતા. તેમાં હિન્દુઓ અને મુસ્લિમોનો સમાવેશ થાય છે. પોતે બાંગ્લાદેશમાંથી આવેલા ગેરકાયદે વસાહતી નથી એવું પૂરવાર કરવા માટે તેમની પાસે પૂરતા દસ્તાવેજો ન હતા. જે લોકોને એનઆરસીમાં સ્થાન મળ્યું નથી એ બધાને બાંગ્લાદેશ પરત મોકલી આપવામાં આવે એવું ચુસ્ત હિન્દુત્વવાદીઓ ઈચ્છે છે.

શેખ હસીના -નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારત તરફી હોવાને કારણે શેખ હસીના (ડાબે) સ્થાનિક દબાણનો સામનો કરી રહ્યા છે.

દ્વિપક્ષી સંબંધમાં બીજો કાંટો ભારતીય સલામતી દળો દ્વારા સરહદ પર બાંગ્લાદેશી નાગરિકોનાં મોતનો છે. નાગરિક અધિકાર જૂથોનો આક્ષેપ છે કે 2011 પછી 300થી વધુ લોકો માર્યાં ગયા છે અને ગોળીબારને કારણે બાંગ્લાદેશમાં વ્યાપક રોષ ફેલાયો છે.

ભારતીય અધિકારીઓ કહે છે કે જેમને ઠાર કરવામાં આવ્યા એ લોકો ગુનાખોર ટોળકીના દાણચોરો હતા. જોકે, બાંગ્લાદેશની દલીલ એવી છે કે મૃત્યુ પામેલા અનેક લોકો નાગરિકો હતા. દિલ્હીએ વારંવાર વચન આપ્યાં હોવા છતાં હત્યાઓ અટકી ન હોવાનું કર્મશીલો જણાવે છે.

શિરીન હકે કહ્યું હતું કે "ભારત-બાંગ્લાદેશના સંબંધ વન-વે ટ્રાફિક છે. બાંગ્લાદેશે ભારતને સંખ્યાબંધ સવલતો આપી છે, પણ તેને ખાસ કશું વળતર મળ્યું નથી. તેમ છતાં નદીના પાણીની વહેંચણી જેવા ઘણા મુદ્દા વણઉકલ્યા રહ્યા છે."

બન્ને દેશો વચ્ચે 54 નદીઓ વહે છે અને એ પૈકીની એકને બાદ કરતાં બધી નદીઓ ભારતમાંથી બાંગ્લાદેશ તરફ વહે છે અને આખરે બંગાળના અખાતમાં ભળે છે. તેથી એ નદીના પ્રવાહનું નિયંત્રણ ભારત કરી શકે છે, પણ એકમાત્ર ગંગાને બાદ કરતાં બન્ને દેશોએ બીજી કોઈ નદી બાબતે કરાર કર્યાં નથી.

બાંગ્લાદેશ સાથે સારા સંબંધ જાળવી રાખવાનું ભારત માટે તેના ઈશાન પ્રદેશની સલામતી માટે જરૂરી છે. ઈશાન ભારતમાં સંખ્યાબંધ સ્થાનિક અલગતાવાદી જૂથો કાર્યરત છે. એ પૈકીના ઘણાંને ઢાકાની મદદથી ચૂપ કરી દેવામાં આવ્યાં છે.

ભારત બાંગ્લાદેશ સાથેના તેના "ઉત્કૃષ્ટ" સંબંધ બાબતે વારંવાર ગર્વની લાગણી વ્યક્ત કરે છે. ઢાકા સાથેના આ સંબંધને, પાકિસ્તાન તથા ચીન જેવા દેશો સાથેના નવી દિલ્હીના મુશ્કેલીભર્યા સંબંધના સંદર્ભમાં આશાનું કિરણ ગણવામાં આવે છે.

તેથી નરેન્દ્ર મોદીની મુલાકાત સામેનો રોષ નવી દિલ્હીને સ્પષ્ટ ચેતવણી આપે છે કે પાડોશી દેશના સંવેદનશીલ મુદ્દાઓને ધ્યાનમાં નહીં લેવામાં આવે તો ભારત માત્ર ઢાકામાંની સરકારનું દોસ્ત બની શકશે, બાંગ્લાદેશના લોકોનું નહીં.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો