મ્યાનમાર હિંસા ઉપર ભારતના 'મૌન' પાછળ આખરે શું મજબૂરી છે?

પ્રદર્શનકારી મહિલાની તસવીર

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, મ્યાનમારમાં ગત શનિવારે થયેલી મોટી હિંસા બાદ હજુ સુધી ઔપચારિક રીતે ભારતે કોઈ નિવેદન નથી આપ્યું.
    • લેેખક, ઝુબૈર અહમદ
    • પદ, બીબીસી સંવાદદાતા

મ્યાનમારના સૈન્યશાસન સામે ચાલી રહેલાં વિરોધપ્રદર્શનોમાં અત્યારસુધીમાં 400થી વધુ પ્રદર્શનકારીઓનાં મૃત્યુ ઉપર અમેરિકા સહિત અનેક પશ્ચિમી દેશોએ કડક પ્રતિક્રિયા આપી છે.

આમ છતાં એવું લાગે છે કે ભારત સરકાર આ મુદ્દે હજુ સુધી મૌન જ છે. મ્યાનમારમાં ગત શનિવારે સેનાએ જે કાર્યવાહી કરી, તેના ઉપર હજુ સુધી ઔપચારિક રીતે ભારતે કોઈ નિવેદન નથી આપ્યું.

ચાલુ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં મ્યાનમારની સેનાએ સત્તા કબજે કરી, તે પછી ભારતે જે પ્રતિક્રિયા આપી હતી, તે દબાયેલા સૂરમાં હતી.

ત્યારે ભારત શા માટે આ મુદ્દે મૌન છે ? તેના શું કારણ હોઈ શકે છે ?

line

પાડોશી દેશ હોવાની પ્રૉબ્લેમ

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

મ્યાનમારને લગતી બાબતોના જાણકાર તથા મ્યાનમારમાં ભારતના રાજદૂત તરીકે ફરજ બજાવનારા રાજીવ ભાટિયા કહે છે કે મ્યાનમાર એ ભારતનો પાડોશી દેશ છે. હજારો કિલોમીટર દૂરથી અમેરિકા જે પ્રકારની પ્રતિક્રિયા આપી શકે, એવી પ્રતિક્રિયા કોઈ પાડોશી દેશ ન આપી શકે.

ભાટિયા કહે છે, "જો પાડોશીના ઘરમાં આગ લાગી હોય તો મને સૌથી વધુ ચિંતા થાય, કારણ કે એ આગ મારા ઘરને પણ દઝાડી શકે છે. જે વ્યક્તિ હજારો કિલોમીટર દૂર બેઠી છે, તેને એટલી ચિંતા ન થાય. તેને જે બોલવું હોય, તે બોલી શકવાની સ્વતંત્રતા છે."

"અમેરિકા અને યુરોપિયન સંઘ તથા બ્રિટન જે કંઈ કહી રહ્યાં છે, તેઓ અગાઉ પણ આવી જ વાતો (1988ના સૈન્ય તખતાપલટ દરમિયાન) કહી ચૂક્યા છે અને તેનું કંઈ પરિણામ આવ્યું ન હતું."

"એ લોકો જો ફરીથી એ જ ભૂલો કરી રહ્યાં હોય તો તેઓ આમ કરવાને માટે સ્વતંત્ર છે, પરંતુ ભારત એક એવો દેશ છે કે જે પોતાના ઇતિહાસને નથી ભૂલ્યો."

યાંગુનમાં થઈ રહેલા પ્રદર્શન દરમિયાન હિંસાની ઘટનાઓ પણ ઘટી હતી.

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, સૈન્યશાસન વિરુદ્ધના પ્રદર્શનોમાં અત્યારસુધીમાં 400થી વધુ લોકોનાં મૃત્યુ થયાં

ભાટિયા ઉમેરે છે કે ભારતની મજબૂરી એ છે કે મ્યાનમાર તેનો પાડોશી દેશ છે.

ભાટિયા કહે છે : "મ્યાનમાર ભારતનો પાડોશી દેશ હોવાથી આપણે ખુલ્લીને કોઈ પૉઝિશન ન લઈ શકે, છતાં ભારતે હંમેશા એવું જ કહ્યું છે કે તે મ્યાનમારમાં લોકશાહીનો વિકાસ ઇચ્છે છે."

"આપણે એ પણ જોવું રહ્યું કે મ્યાનમારની જનતાની પીડાઓનો વહેલામાં વહેલી તકે ઉકેલ આવે. ભારતે જનતા સામે હિંસા થઈ રહી હોવાની વાત કહી છે અને તેને વહેલામાં વહેલી તકે સમાપ્ત કરવાની વાત કહી છે."

"આ સાથે યાદ રાખવું ઘટે કે મ્યાનમારની સરકાર સાથે આપણા સંબંધ સારા છે. ત્યાંની સેના સાથે પણ આપણા સંબંધ સારા રહ્યા છે. જેનો ઉપયોગ કરીને આપણે શક્ય હોય તે રીતે મ્યાનમારની મદદ કરવી જોઈએ."

તા. 27મી માર્ચે નેપીડાવ ખાતે મ્યાનમારની સેનાની 'સશસ્ત્ર સેનાદિવસ પરેડ' આયોજિત થઈ હતી, જેમાં ભારત સહિત આઠ દેશોએ ભાગ લીધો હતો. આ પરેડમાં સામેલ થવા બદલ ભારતમાં સ્થાનિકસ્તરે પણ સવાલ ઉઠી રહ્યા છે.

પરેડના દિવસે સૈનિકોની ગોળીઓથી લગભગ 100 નાગરિકનાં મૃત્યુ થયા હતા. ભારત સિવાય પાકિસ્તાન, ચીન તથા રશિયાના પ્રતિનિધિઓએ પણ ભાગ લીધો હતો.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

વિપક્ષ કૉંગ્રેસના પ્રવક્તા શમા મસૂદે એક ટ્વીટમાં લખ્યું, "તખતાપલટના બે મહિના બાદ ભારતે મ્યાનમારની સૈન્યદિવસ પરેડમાં ભાગ લીધો હતો. મ્યાનમારના નાગરિકો ઉપર સેનાની ક્રૂર કાર્યવાહી બાદ આ પગલાને હિંસાના સમર્થન સમાન માનવામાં આવે. લોકતાંત્રિક આદર્શો માટે ભારતની પ્રતિબદ્ધતા ઉપર સવાલ ઉઠશે."

line

ભારતે પણ કરી છે ટીકા

મ્યાનમારમાં સૈન્યશાસન વિરુદ્ધના પ્રદર્શનોમાં અત્યાર સુધીમાં 400થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.

ઇમેજ સ્રોત, STR/AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, મ્યાનમારમાં સૈન્યશાસન વિરુદ્ધના પ્રદર્શનોમાં અત્યાર સુધીમાં 400થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.

રવિવારે અનેક દેશોના સંરક્ષણ વડાઓએ એક સંયુક્ત નિવેદન બહાર પાડીને મ્યાનમારમાં હિંસક સૈન્ય કાર્યવાહીની ટીકા કરી છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું, "કોઈપણ પ્રૉફેશનલ સેના આંતરરાષ્ટ્રીય ધોરણોનું પાલન કરે છે. તેની જવાબદારી પોતાના દેશના લોકોને નુકસાન પહોંચાડવાની નહીં, પરંતુ તેમને બચાવવાની હોય છે."

ભારત હંમેશા જ મ્યાનમાર મામલે મૌન સેવી લે છે, એવું નથી. ફેબ્રુઆરી મહિનામાં તખતાલપટ બાદ ભારતના વિદેશ મંત્રાલયને નિવેદન બહાર પાડીને મ્યાનમારના ઘટનાક્રમ ઉપર 'ઊંડી ચિંતા' વ્યક્ત કરી હતી.

નિવેદનમાં જમાવવામાં આવ્યું હતું, "ભારત હંમેશા જ મ્યાનમારમાં લોકશાહીઢબે પરિવર્તનનું પક્ષધર રહ્યું છે. અમારું માનવું છે કે કાયદો અને વ્યવસ્થા તથા લોકશાહી પ્રક્રિયાને યથાવત્ રાખવા જોઈએ."

આ સિવાય તા. 26મી ફેબ્રુઆરીએ સંયુક્ત રાષ્ટ્રમાં મ્યાનમાર મુદ્દે ચર્ચા થઈ હતી. જેમાં યૂએન ખાતે ભારતના કાયમી પ્રતિનિધિ ટી. એસ. ત્રિમૂર્તિએ કહ્યું હતું :

"ભારત અને મ્યાનમાર જમીન તથા દરિયાઈ સરહદોથી જોડાયેલા છે. આથી ત્યાં શાંતિ અને સ્થિરતા હોય તે તેના હિતમાં છે. આથી મ્યાનમારમાં તાજેતરના ઘટનાક્રમ ઉપર ભારત દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે."

"ગત અમુક દાયકા દરમિયાન મ્યાનમારમાં લોકશાહીને મજબૂત કરવા માટે જે પગલા લેવામાં આવ્યા હતા, તે ચિંતાનો વિષય છે."

line

સુલેહ માટે ચીનની ઓફર

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

બીજી તરફ ચીને પાડોશી દેશ મ્યાનમારના રાજકીય પક્ષો અને સૈન્યતંત્ર વચ્ચે સુલેહ કરાવવાની ઓફર કરી છે. રાજીવ ભાટિયા માને છે કે આ મુદ્દે ચીનને કોઈ સફળતા નહીં મળે. તેઓ કહે છે :

"મને લાગે છે કે તે (ચીનના પ્રયાસ) સફળ થાય તેની શક્યતા ઝીરો પર્સેન્ટ છે. ઇતિહાસ ઉપર નજર કરીએ તો જ્યારે પણ આ વિસ્તારમાં કોઈ અસ્થિરતા ઊભી થાય એટલે સૌ પહેલાં ચીન સુલેહનો પ્રસ્તાવ મૂકે છે."

"આપને યાદ હશે કે રોહિંગ્યા તથા બાંગ્લાદેશની વચ્ચે શાંતિકરાર કરાવવાની ચીને ઓફર કરી હતી, પરંતુ તેને સફળતા નહોતી મળી."

જાણકારોનું માનવું છે કે મ્યાનમારની જનતામાં ચીનની છાપ સારી નથી. એવી ધારણા છે કે તેમના મનમાં ભારતના લોકો પ્રત્યે વધુ પ્રેમ છે અને નિકટતા પણ છે.

આ સંજોગોમાં ભારત માટે તક છે કે તે મ્યાનમારની જનતા તથા લોકશાહી પક્ષોની વાતને સાંભળે અને વાટાઘાટો મારફત તેમને મદદ કરે.

39 વર્ષ સુધી ભારતની વિદેશ સેવામાં ફરજ બજાવનારા રાજીવ ભાટિયા માને છે કે આ બધું સરળ નહીં હોય. તેમનું માનવું છે કે ભારતે સાવચેતીપૂર્વક પગલાં લેવાં પડશે. સાથે જ ઉમેરે છે કે ચીન પણ આવું ન થાય તે માટે પ્રયાસ કરશે.

ભાટિયા કહે છે, "(મ્યાનમારમાં) ચીન જે કંઈ કરવાનો પ્રયાસ કરે છે, તેનો ભારત વિરોધ કરે છે. અને ભારત જે કંઈ કરવા માટે પ્રયાસ કરશે, તેનો ચીન દ્વારા વિરોધ કરવામાં આવશે."

line

પ્રયાસો

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

જાણકારોના કહેવા પ્રમાણે, ઇન્ડોનેશિયાના નેતૃત્વમાં દક્ષિણપૂર્વ દેશોના સંઘ (આસિયાન) દ્વારા સુલેહ કરાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. એપ્રિલ મહિનાના મધ્યભાગમાં શાંતિસંમેલનનું આયોજન થાય તેવી શક્યતા છે.

મ્યાનમાર પણ આસિયાન દેશોનું સભ્યરાષ્ટ્ર છે. ઇન્ડોનેશિયાના મીડિયામાં પ્રકાશિત રિપોર્ટ મુજબ મ્યાનમારના રાજકીયપક્ષો તથા સૈન્ય અધિકારી ટેબલ ઉપર આવે અને પરસ્પર વાતચીત કરીને લોકશાહીને બહાલ કરવાની દિશામાં પ્રયાસ કરે તે માટે આસિયાન દ્વારા પ્રયાસ ચાલી રહ્યા છે.

આસિયાન દેશોના પ્રયાસોનું રાજીવ ભાટિયા સમર્થન કરે છે. તેમના કહેવા પ્રમાણે, "હાલમાં મ્યાનમારમાં જે આંતરિક કલહ ચાલી રહ્યો છે, તે માત્ર વાટાઘાટો દ્વારા જ ઉકેલી શકાય તેમ છે."

"મ્યાનમારના નેતાઓ તથા સૈન્ય અધિકારીઓએ મળીને આ સમસ્યાને ઉકેલવી પડશે. અન્ય દેશો મદદ કરી શકે, પરંતુ તેમની પાસે કોઈ જાદૂઈ લાકડી નથી (કે જેને ફેરવવાથી સમસ્યા ઉકેલાઈ જાય.)"

ભાટિયા ઉમેર છે, "આ મામલે અમેરિકા, યુએન, ભારત કે ચીન મધ્યસ્થી કરી શકે તેમ નથી. કારણ કે દરેકની પોતાની ખામીઓ છે. પરંતુ આસિયાન જેવું પ્લૅટફૉર્મ આ કામ કરી શકે છે."

"ઇન્ડોનેશિયાએ આસિયાનનું નેતૃત્વ લીધું છે અને આ દિશામાં પહેલ હાથ ધરી છે, તે સારી બાબત છે અને મને લાગે છે કે સમગ્ર દુનિયાએ તેનું સમર્થન કરવું જોઈએ."

line

મ્યાનમારનો ઘટનાક્રમ

મ્યાનમારના તાજેતરના ઇતિહાસનું આ બીજું સૌથી મોટું જનઆંદોલન છે. આ પહેલાં સૈન્યશાસન વિરુદ્ધ વર્ષ 1988માં વિદ્યાર્થીઓએ મોટું આંદોલન શરૂ કર્યું હતું.

એ આંદોલનમાં આંગ સાન સૂ ચી રાષ્ટ્રીય નેતા તરીકે પ્રસ્થાપિત થયાં હતાં. ત્યારબાદ વર્ષ 1990માં સૈન્યતંત્ર દ્વારા ચૂંટણી યોજવામાં આવી. જેમાં સૂ ચીની પાર્ટી 'નેશનલ લીગ ફૉર ડેમૉક્રેસી'ને ભવ્ય વિજય મળ્યો હતો.

સૈન્યશાસકોએ ચૂંટણીપરિણામોને નકારી કાઢ્યા હતા અને સૂ ચીને તેમનાં જ ઘરમાં નજરકેદ કરી લીધાં હતાં. આ નજરકેદ વર્ષ 2010માં સમાપ્ત થઈ હતી.

એ પછી સૂ ચીએ મ્યાનમારમાં લોકશાહી પ્રસ્થાપિત થાય તે માટે ભારે પ્રયાસ કર્યા. તેઓ 2016થી 2021 દરમિયાન મ્યાનમારના સ્ટેટ કાઉન્સિલર (પ્રધાન મંત્રીને સમકક્ષ પદ) તથા વિદેશમંત્રીપદે પણ રહ્યાં.

ચાલુ વર્ષે પહેલી ફેબ્રુઆરીના મ્યાનમારની સેનાએ શાસનની ધૂરા પોતાના હાથમાં લઈ લીધી. ત્યારથી દેશમાં આંદોલન ચાલી રહ્યાં છે, જેનું નેતૃત્વ યુવા પેઢી તથા વિદ્યાર્થીઓ કરી રહ્યાં છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો