પશ્ચિમ બંગાળ: યોગી આદિત્યનાથ અને ઓવૈસીની ચૂંટણી સભાઓમાં શું ચાલી રહ્યું છે?

ઓવૈસીએ પશ્ચિમ બંગાળમાં માત્ર બે બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે
ઇમેજ કૅપ્શન, ઓવૈસીએ પશ્ચિમ બંગાળમાં માત્ર બે બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે
    • લેેખક, રજનીશ કુમાર
    • પદ, બીબીસી સંવાદદાતા, પશ્ચિમ બંગાળના સાગરદીઘિ અને ચંદ્રકોનાથી

"મમતા કહે છે કે તેમણે મુસ્લિમોને રક્ષણ આપ્યું. આ મમતા અમને શું રક્ષણ આપશે? અમને માત્ર અલ્લા જ રક્ષણ આપી શકે છે. અલ્લા અમારા માટે પૂરતા છે. તેઓ અમને ગદ્દાર કહે છે. મમતા દીદી અમને તમારી પાસેથી સન્માન નથી જોઈતું. મને અલ્લાએ બધું આપ્યું છે. "

શનિવાર (27 માર્ચ)ના બપોર પછી બે વાગ્યે પશ્ચિમ બંગાળના મુર્શીદાબાદ જિલ્લાના સાગરદીધિ શહેરના સુરેન્દ્ર નારાયણ ઉચ્ચ વિદ્યાલયના મેદાનમાં ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ)ના અધ્યક્ષ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ એક ચૂંટણીસભાને સંબોધિત કરતા આ વાત કહી.

ઓવૈસીની પશ્ચિમ બંગાળમાં આ પ્રથમ સભા હતી. તેમણે માત્ર બે બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.

"મમતાદીદીના રાજમાં દુર્ગાપૂજા યોજવા દેવાતી નથી. સરસ્વતીપૂજા નથી યોજવા દેવાતી. બાંગ્લાદેશના ધૂસણખોરોનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે."

"બીજી મેએ જ્યારે પ્રદેશમાં ભાજપની સરકાર બનશે ત્યારે તમે બધા આરામથી દુર્ગાપૂજા કરી શકશો. મમતાદીદી ગોહત્યા પર પ્રતિબંધ નથી લગાવી શકતાં કારણ કે તેમને ડર છે કે તેમની વોટ બૅન્ક ખસકી જશે. મમતાદીદીએ 'જય શ્રીરામ'ના નારાને પ્રતિબંધિત કરવાનો પ્રયાસ કર્યો હતો."

ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે 25 માર્ચના પશ્ચિમ બંગાળમાં પશ્ચિમી મેદિનીપુરના ચંદ્રકોના શહેરમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરતા આ વાતો કહી.

યોગીની આ વાતો સાંભળીને ભીડ 'જય શ્રી રામ'ના નારા પોકારતી રહી તો ઓવૈસીની વાતો પર પણ ભીડ બૂમો પાડતી રહી.

line

'સતર્કતાથી સરખામણી કરવી'

જાહેર સ્થળોએ ન યોગીનો પહેરવેશ બદલાય છે, ન ઓવૈસીનો.
ઇમેજ કૅપ્શન, જાહેર સ્થળોએ ન યોગીનો પહેરવેશ બદલાય છે, ન ઓવૈસીનો

ઓવૈસીની સભામાં કુરાનની આયત વાંચવામાં આવી તો યોગીની ચૂંટણીસભામાં 'જય શ્રી રામ'નાં આક્રામક સૂત્રો પોકારાયાં. ભગવા વસ્ત્રમાં તિલક લગાવેલા યોગી આવે છે તો ઓવૈસી ટોપી અને શેરવાનીમાં નજરે પડે છે.

જાહેર સ્થળોએ ન યોગીનો પહેરવેશ બદલાય છે, ન ઓવૈસીનો.

ઓવૈસી અને યોગીની સભાની ભાષા અને તેમાં કહેવામાં આવતી વાતોના આધારે સરખામણી કરી શકાય?

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

કોલકાતા યુનિવર્સિટીમાં રાજકીય વિજ્ઞાનના પ્રોફેસર હિમાદ્રી ચેટરજી કહે છે કે ઉપરછલ્લાં સ્તરે તમને બંને ચૂંટણીસભાઓ એક જેવી જ લાગશે પરંતુ આ સરખામણી કરતા થોડા સતર્ક રહેવાની જરૂર છે.

પ્રોફેસર ચેટરજી કહે છે, "ભાષા એક ફૉર્મ છે. જેમકે તમે ભાષાને એક ડબ્બો સમજી લો તો એ ડબ્બામાં ઇચ્છો તો ચોખા રાખો કે લોટ."

"ગુસ્સાની ભાષા એકસરખી હોય એ શક્ય છે પરંતુ આપણે ગુસ્સાનું કારણ જાણવું બહુ જરૂરી છે. જો ગુસ્સાનું કારણ એક નથી તો સરખામણી કરતા બહુ સતર્ક રહેવું જોઈએ."

line

'ભાષા અને વર્તન પર જ સમાનતા'

સંભવ છે કે ઓવૈસીના ભાષણમાં ધાર્મિક લાઇન હોય પરંતુ તેમના સમર્થકો પોતાના હકોની વાત કરે છે.
ઇમેજ કૅપ્શન, સંભવ છે કે ઓવૈસીના ભાષણમાં ધાર્મિક લાઇન હોય પરંતુ તેમના સમર્થકો પોતાના હકોની વાત કરે છે

પ્રોફેસર ચેટરજી કહે છે, "ઓવૈસીનાં ભાષણો અને યોગીનાં ભાષણો ભાષાના સ્તરે કેટલીક વખત એક જેવાં હોઈ શકે છે. પરંતુ જે લોકો તેમના ભાષણ સાંભળી રહ્યા છે તેમની સાથે વાત કરીએ તો ફેર સમજી શકાય છે."

"સંભવ છે કે ઓવૈસીના ભાષણમાં ધાર્મિક લાઇન હોય પરંતુ તેમના સમર્થકો પોતાના હકોની વાત કરે છે. તેઓ પોતાની સાથે થતા ભેદભાવને કારણે ગુસ્સામાં દેખાય છે. "

"તેમને એ વાતનીં ચિંતા થાય છે કે એક મુસ્લિમ બાળકને મંદિરમાં પાણી પીવા માટે ક્રૂરતાથી માર મારવામાં આવે છે. ઓવૈસીનાં ભાષણોનો મોટો ભાગ તેમના સમુદાયના લોકોને જાગરૂક પણ કરી રહ્યો છે કે સંગઠિત બનો અને અવાજ ઉઠાવો. "

પ્રોફેસર ચેટરજી કહે છે, "સબળ અને નિર્બળનાં રાજકારણની ભાષાની સરખામણી ન કરી શકાય. બંનેમાં સમાનતા માત્ર ભાષા અને વર્તનના સ્તર પર છે. રાજકીય ગુણવત્તામાં નહીં. "

"રાજકીય ગુણવત્તાનો અર્થ છે કે એક સંખ્યામાં વધારે હોવાને કારણ મળેલી મજબૂતીના કારણે બોલી રહ્યા છે અને બીજા પોતાની ગરીબી, અશિક્ષા, કુપોષણ અને ભેદભાવને કારણે બોલી રહ્યા છે."

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

"આર્થિક અસમાનતાનો સંબંધ મુસ્લિમ, આદિવાસી અને દલિતો સાથે જ કેમ છે? જો તેમની વચ્ચેનો કોઈ નેતા ધ્રુવીકરણના ચૂંટણીલક્ષી રાજકારણમાં લોકોનું ધ્રુવીકરણ કરી રહ્યો હોય તો એમાં શું ખોટું છે? શું મુસ્લિમ રાજનેતા જ હંમેશાં બંધારણીય જવાબદારીઓનો ઝંડો ઉપાડશે? વર્તમાન રાજકારણમાં આ શક્ય નથી."

"આને અમે પ્રતિસ્પર્ધાનું રાજકારણ કહીએ છીએ. રાજકારણની જે ભાષા હોય છે એ કેટલાંક વર્ષોથી ધ્રુવીકૃત થઈ ગઈ છે. જો તમે આવું રાજકારણ કરશો તો આ પ્રકારની વાત કરવી પડશે."

"બીજો રસ્તો હોઈ શકે કે તમે ધ્રુવીકરણની સામે બોલો પરંતુ આ રાજકારણ અઘરું હોય છે. આ સૌથી મુશ્કેલ રસ્તો અપનાવવાની અપેક્ષા મુસ્લિમ નેતા પાસેથી જ કેમ કરાય છે? આ જવાબદારી બહુમતીએ લેવી જોઈએ."

line

ઓવૈસીને 'સિંહ' ગણનારા યુવાનોએ શું કહ્યું?

ઓવૈસીની સભામાં મોટાભાગના યુવા હોય છે.
ઇમેજ કૅપ્શન, ઓવૈસીની સભામાં મોટાભાગના યુવા હોય છે

ઓવૈસીની સભામાં મોટાભાગના યુવાન હોય છે. તેમની સભામાં 95 ટકા લોકો યુવાનો જ હોય છે.

આ યુવાનોઓ સાથે વાત કરો તો અંદરથી તેમની નારાજગી જોઈ શકાય છે.

આ યુવાનો ખુલીને કહે છે કે તેમની સાથે તંત્રમાં ભેદભાવ થઈ રહ્યો છે.

ઓવૈસીના આવવાથી યુવાનો નારા પોકારે છે, 'જુઓ જુઓ કોણ આવ્યું, સિંહ આવ્યો, સિંહ આવ્યો' ( દેખો-દેખો કૌન આયા શેર આયા, શેર આયા)"

30 વર્ષના મોહમ્મદ હમઝા પણ નારા લગાવી રહ્યા હતા.

તેમને પૂછ્યું કે "તમે ઓવૈસીને 'સિંહ' કેમ કહી રહ્યા હતા? તેમનો જવાબ હતો, 'સિંહ'ને તમે કોઈ જાનવરની રીતે ન જુઓ."

"સંસદમાં મુસ્લિમો સાથે ભેદભાવ કરતું બિલ પાસ કરાયું. ભારતમાં પોતાને સેક્યુલર કહેતા ઘણા પક્ષો છે. પરંતુ જો કોઈએ સાહસ અને તર્કની સાથે વિરોધ કર્યો તો તેઓ અમારા 'સિંહ' ઓવૈસી સાહેબ જ હતા."

"આટલા લોકો વચ્ચે કોઈ વ્યક્તિ બોલવાનું સાહસ ધરાવતી હતી તો તેનામાં 'સિંહ' જેવું સાહસ જ છે. એટલે અમે તેમને 'સિંહ' કહીએ છીએ. "

line

ઓવૈસી સમર્થકોનો તર્ક

ઓવૈસીની સભામાં દુર-દુરથી યુવાનો આવ્યાં હતા
ઇમેજ કૅપ્શન, ઓવૈસીની સભામાં દુર-દુરથી યુવાનો આવ્યા હતા

મોહમ્મદ આસિફ જાધવપુરથી ઓવૈસીને સાંભળવા આવ્યા હતા.

આસિફ સ્નાતકનો અભ્યાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું, "અમે ઓવૈસીસાહેબની સાથે એટલે છીએ કારણ કે તેઓ અમારી વાત કરે છે. સીએએને લઈને જો કોઈ બોલ્યું તો એ ઓવૈસીસાહેબ હતા."

તેઓ કહે છે, "સરકારનો તર્ક છે કે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પ્રતાડિત ગેર-મુસ્લિમ લઘુમતીઓ એટલે કે જેઓ હિંદુ છે તેમને નાગરિકત્વ આપવામાં આવશે."

"વાંધો નહીં આપો. પરંતુ અમે મુસ્લિમ હોવાને કારણે અમારી સાથે જે અન્યાય થાય છે તેનું શું કરીએ? આ અન્યાયના આધાર પર અમને કયો દેશ નાગરિકત્વ આપશે? "

"પાકિસ્તાનમાં શિયા અને અહમદિયા સાથે પણ અન્યાય થઈ રહ્યો છે તો તેમને પણ નાગરિકત્વ આપો. વાત સ્પષ્ટ છે કે આ સરકાર મુસ્લિમો સાથે ભેદભાવ કરે છે."

line

મમતા બેનરજી દુર્ગાપૂજાનું આયોજન નથી થવાં દેતાં?

યોગી આદિત્યનાથે સભામાં કહ્યું કે મમતા બેનરજી દુર્ગાપૂજાનું આયોજન થવા નથી દેતાં.

ઇમેજ સ્રોત, Sanjay Das

ઇમેજ કૅપ્શન, યોગી આદિત્યનાથે સભામાં કહ્યું કે મમતા બેનરજી દુર્ગાપૂજાનું આયોજન થવા નથી દેતાં

બીજી તરફ યોગી આદિત્યનાથે સભામાં કહ્યું કે મમતા બેનરજી દુર્ગાપૂજાનું આયોજન થવા નથી દેતાં.

માથા પર ભાજપનો ઝંડોને બાંધેલા શંકર સોરેનનું ટીશર્ટ પણ ભગવા રંગનું છે.

તેમને જ્યારે પૂછ્યું કે શું યોગી જે કહી રહ્યા છે એ સત્ય છે?

શંકર સોરેન પૂરા જોશથી કહે છે, "હા નથી કરવા દેવાતું આયોજન, યોગી સાચું કહી રહ્યા છે."

જોકે તેમની પાસે એ વાતનો કોઈ જવાબ નહોતો કે દુર્ગાપૂજા આયોજન કેવી રીતે રોકવામાં આવે છે. જ્યારે મેં તેમને વધુ સવાલ પૂછ્યા તો તેઓ જોરજોરથી 'જય શ્રીરામ'ના નારા પોકારવા લાગ્યા.

એક યુવાન, જેમણે પોતાનું નામ સુધા પંડિત જણાવ્યું, સતત જય શ્રીરામના નારા લગાવતા રહ્યા.

માઇક જોઈને તેઓ મને ઇશારો કરવા લાગ્યા કે મને પૂછો સવાલ. મેં કહ્યું, "શું કહેવા માગો છો?" સુધા પંડિતે શરૂઆત જ આ વાતથી કરી, "ટીએમસીવાળા બધા પાકિસ્તાની છે. પાકિસ્તાનને લાવી રહ્યા છે. જય શ્રીરામ, જય શ્રીરામ."

જ્યારે દારૂની ગંધ વિશે પૂછ્યું તો સુધા રોકાઈ ગયા અને થોડી પૂછપરછ કરવા પર તેમણે કહ્યું, "દારૂ નથી પીધો તાળી પીધી છે."

તેમણે કહ્યું "આ બધું ન બતાવતા" અને પછી તેઓ ત્યાંથી રવાના થઈ ગયા.

યોગીની સભામાં આવેલા જે યુવકો સાથે મારી મુલાકાત થઈ તેમણે રોજગાર, શિક્ષા, લોકશાહીમાં મળતા અધિકારો અને ધર્મનિરપેક્ષતાની વાતો ન કરી પરંતુ ઓવૈસીની સભામાં આવેલા જે યુવકો સાથે મારી વાત થઈ તેમણે આ મુદ્દાઓ પર જ વાત કરી હતી.

line

આ વખતની ચૂંટણીમાં શું અલગ છે?

આ વખતની પશ્ચિમ બંગાળની ચૂંટણી બિલ્કુલ અલગ અને નવી છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આ વખતની પશ્ચિમ બંગાળની ચૂંટણી બિલ્કુલ અલગ અને નવી છે

કોલકાતાના વરિષ્ઠ પત્રકાર આશીષ ઘોષ કહે છે કે આ વખતની પશ્ચિમ બંગાળની ચૂંટણી એકદમ અલગ અને નવી છે.

ઘોષ કહે છે, "અહીં ઓળખનું રાજકારણ ક્યારેય કેન્દ્રમાં નહોતું. સમાજમાં જ્ઞાતિ અને ધર્મનું અસ્તિત્વ હતું અને તેનું આચરણ પણ થાય છે પરંતુ રાજકારણમાં ક્યારેય આ પ્રકારની ઓળખને લઈને ઘેરાબંદી નથી થઈ. "

"આ વખતની ચૂંટણીમાં ભાજપે ખુલ્લી રીતે આનો ઉપયોગ કર્યો છે. અમુક હદ સુધી આ સફળ પણ થતું દેખાય છે."

તેઓ ઉમેરે છે, "પહેલાં અહીં એ પ્રશ્ન નહોતો કે અમારી જ્ઞાતિ કે ધર્મના આટલા લોકો છે તો અમને આટલી બેઠકો જોઈએ છે પરંતુ હવે થઈ રહ્યું છે. "

"છે કે ટીએમસીની રાજનીતિને આનું સીધું નુકસાન થાય કારણ કે કૉંગ્રેસ, સીપીએમ અને ટીએમસીની રાજનીતિમાં પ્રતિનિધિત્વના સવાલને ઓળખની રાજનીતિ સાથે જોડવામાં નહોતું આવતું. પરંતુ ભાજપે આને બહુ સારી રીતે ઉઠાવ્યું છે."

line

નિશાના પર કૉંગ્રેસ પણ ..

મમતા બેનરજી પશ્ચિમ બંગાળમાં પ્રતિભાવંત નેતાની ઈમેજ ધરાવે છે

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, મમતા બેનરજી પશ્ચિમ બંગાળમાં પ્રતિભાવંત નેતાની ઈમેજ ધરાવે છે

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના પુત્ર અભિજીત મુખરજીને પુછ્યું કે કૉંગ્રેસે મુસ્લિમો અને દલિતોમાંથી નેતૃત્વ કેમ નથી વિકસાવ્યું?

તેના જવાબમાં મુખરજી કહે છે, "કૉંગ્રેસ પક્ષ ધર્મ અને જ્ઞાતિના આધાર પર નથી વિચારતો. મારા પિતા મુર્શીદાબાદથી સાંસદ બનતા હતા જ્યાં 72 ટકા મુસ્લિમો છે. ત્યાં તો હિંદુ જ અમને ઓછા મત આપતા હતા. બંગાળમાં લોકો સેક્યુલર રહ્યા છે."

તો પણ 72 ટકા મુસ્લિમ વસ્તીવાળા લોકસભાક્ષેત્રમાં કૉંગ્રેસે મુસ્લિમ નેતૃત્વ નહોતું વિકસાવવું જોઈતું?

line

મુસ્લિમોને ત્યાંથી અવસર નહોતા મળવા જોઈતા?

ઓવૈસીની સરખામણીમાં યોગીની સભામાં ભીડ બહુ વધારે હતી.

ઇમેજ સ્રોત, NUR PHOTO

ઇમેજ કૅપ્શન, ઓવૈસીની સરખામણીમાં યોગીની સભામાં ભીડ બહુ વધારે હતી

આની પર અભિજીત મુખરજી કહે છે, 'સર્વાઇવલ ઑફ ધ ફિટેસ્ટ' પરંતુ શું તેમની વાત તર્કસંગત છે?

પ્રોફેસર હિમાદ્રી ચેટરજી કહે છે મુર્શીદાબાદમાં મુસ્લિમો વચ્ચેથી કોઈ સાંસદ કેમ નથી બની રહ્યું આ પ્રશ્ન ઉઠાવવામાં જ 70 વર્ષનો સમય લાગી ગયો.

ચેટરજી કહે છે, "હવે આ પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે કે લોકોને લાગે છે કે આ જવાબી સાંપ્રદાયિકતા છે. આપણે ભલે અલગ ચૂંટણીવ્યવસ્થા (સેપરેટ ઇલેક્ટોરેટ) નથી પરંતુ 72 ટકા વસ્તીને ચાલાકીથી અવસર ન આપવાનો તર્ક હવે નહીં ચાલે. "

ઓવૈસીએ સભા ખતમ કર્યા બાદ સાંજે ચાર વાગ્યાની આસપાસ પશ્ચિમ બંગાળના સાગરદીઘિ સ્ટેશન પર ટૉવલ પાથરીને તેના પર નમાજ પઢી. યોગીએ જય શ્રીરામ સાથે સભા ખતમ કરી પરંતુ ઓવૈસી આ તર્કને નકારે છે કે તેમના રાજકારણથી ધ્રુવીકરણ વધી રહ્યું છે.

ઓવૈસી કહે છે, "મમતાનું ચંડી પાઠ કરવું સામાન્ય લાગે છે પરંતુ મારું નમાજ પઢવું સાંપ્રદાયિક કેમ લાગે છે? આ નહીં ચાલે."

ઓવૈસીની સરખામણીમાં યોગીની સભામાં ભીડ બહુ વધારે હતી. યોગીની સભામાં મહિલાઓ પણ હતાં. ઓવૈસીની સભામાં ગાડીઓ ઓછી હતી. ઓવૈસીના મંચ અને લોકો વચ્ચે અંતર ઓછું હતું, મંચ ખુલ્લા તડકામાં બનાવેલું હતું.

પરંતુ યોગીના મંચ અને લોકો વચ્ચે પણ અંતર બહુ વધારે હતું. મંચ પર તડકો નહોતો દેખાતો. મુખ્ય મંત્રી હોવાને કારણે યોગીની સુરક્ષા કડક હતી પરંતુ ઓવૈસી કોઈ સુરક્ષા વગર સ્ટેશન અને સડક પર આરામથી ચાલતા દેખાયા.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો