મોઝામ્બિકના પલ્માને 'ઉગ્રવાદીઓએ બાનમાં લીધું', હુમલામાં અનેકનાં મૃત્યુ

મોઝામ્બિકના સંરક્ષણ મંત્રાલયના એક પ્રવક્તા ઓમર સારંગાએ જણાવ્યું છે કે દેશના ઉત્તર ભાગમાં દરિયાકાંઠે આવેલા પલ્મામાં થયેલા કથિત ઇસ્લામી ઉગ્રવાદીઓના હુમલામાં અનેક લોકોનાં મૃત્યુ થયાં છે.
ઓમર સારંગાના પ્રમાણે સાત લોકોનાં મૃત્યુ તો ત્યારે જ થઈ ગયાં હતાં જ્યારે તેઓ હોટલમાંથી નીકળીને ભાગવાની કોશિશ કરતાં હતાં. તેઓ ચાર દિવસથી હોટલમાં છુપાયેલા હતા.
મંત્રાલયનું કહેવું છે કે ઉગ્રવાદીઓની પકડમાંથી અનેક સ્થાનિક અને વિદેશી લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

'અનેકનાં માથાં વાઢી નખાયાં'
બુધવારે આ વિસ્તાર પર કથિત ઇસ્લામી ઉગ્રવાદીઓએ હુમલો કર્યો હતો. ઘટનાના પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે હુમલાખોરોથી બચવા માટે તેઓ છુપાયેલા હતા અને સુરક્ષા દળોની રાહ જોઈ રહ્યા હતા.
તેમનું કહેવું છે કે દરિયાકાંઠે તેમણે અનેક મૃતદેહો જોયા, જેમનાં માથાં ધડથી અલગ કરી દેવાયાં હતાં.
મરીન ટ્રૅફિકવી વેબસાઇટ પ્રમાણે પલ્મા અને પેમ્બા બંદરની નજીક મોટી સંખ્યામાં નાવડીઓ અને યાત્રીજહાજ જોવા મળ્યાં છે અને લોકો નાવડીઓની મદદથી પલ્માથી બચીને ભાગવાની કોશિશ કરી રહ્યા છે.
એક કૉન્ટ્રૅક્ટરે બીબીસીને જણાવ્યું કે અનેક લોકો એવા છે કે જેઓ હોટલમાંથી બચીને ભાગ્યા છે. આ લોકો શુક્રવારની રાતથી દરિયાકાંઠા પર છુપાયેલા હતા, શનિવારે સવારે સુરક્ષા દળોએ તેમને બચાવ્યાં હતાં.
બચાવકામગીરી કરતા દળ સાથે જોડાયેલી એક વ્યક્તિએ જણાવ્યું કે રવિવારે બપોરે 1400 લોકોને લઈને એક જહાજ પલ્માથી 250 કિલોમિટર દૂર આવેલા પેમ્બા બંદર પર પહોંચ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાહતકામગીરી કરી રહેલી એજન્સીઓનું કહેવું છે કે લોકોને લઈને અનેક નાની-નાની નાવડી પેમ્બા માટે નીકળી ચૂકી છે, અને સોમવારે સવાર સુધીમાં ત્યાં પહોંચી શકે છે.

પલ્મામાં કેવી છે સ્થિતિ?

ઇમેજ સ્રોત, Getty Images
કાબો ડેલ્ગાડો પ્રાંતમાં વસેલા પલ્માની વસતી અંદાજે 75 હજાર છે. ઉગ્રવાદી હુમલામાં કેટલાં લોકોનાં મૃત્યુ થયાં છે, એ હજી સુધી સ્પષ્ટ નથી.
જોકે જાણવા મળી રહ્યું છે કે અનેક લોકોનો હજી સુધી પત્તો મળ્યો નથી.
મોઝામ્બિક પોલીસની મદદ કરી રહેલી પ્રાઇવેટ સિક્યૉરિટી કંપની ડાઇક ઍડ્વાઇઝરી ગ્રૂપના કર્નલ લાયનેલ ડાઇક કહે છે, "આખા શહેરમાં મૃતદેહો પથરાયેલા હતા, અનેક મૃતદેહોનાં માથાં વાઢી નાખ્યાં હતાં."
જાણવા મળે છે કે હથિયારધારી ટોળાએ શહેરને કબજામાં લઈ લીધું છે. જોકે પલ્માથી તમામ બાજુના સંપર્કો તૂટી ચૂક્યા છે. એવામાં આ દાવાની ખરાઈ થઈ શકે એમ નથી.
બુધવારે જ્યારે આ ઘટનાક્રમ શરૂ થયો ત્યારે સૌથી પહેલાં હથિયારધારી ઉગ્રવાદીઓના એક સમૂહે સૌથી પહેલાં દુકાનો, બૅન્કો અને સેનાનાં ઠેકાણાંઓ પર હુમલા કર્યા હતા.

હુમલાથી બચવા લોકો જંગલોમાં ભાગ્યા
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
હુમલાથી બચવા માટે અનેક લોકો જંગલોમાં ભાગી ગયા અને કેટલાક આસપાસના મૅન્ગ્રૂવનાં જંગલો તરફ જતા રહ્યા હતા.
અહીં એક ગૅસ પ્રોજેક્ટમાં કામ કરતા અંદાજે સો કર્મચારીઓએ અને અનેક સ્થાનિકોએ શહેરની એક હોટલમાં આશરો લીધો હતો.
શુક્રવારે અનેક લોકોએ હોટલમાંથી નીકળીને સમુદ્રકાંઠા સુધી પહોંચવાની કોશિશ કરી પણ અનેકને હોટલ બહાર જ મારી દેવામાં આવ્યા.
ઉત્તર મોઝામ્બિકમાં 2017 બાદ ઉગ્રવાદી હુમલા થતા રહ્યા છે. મુખ્ય રૂપે મુસલમાનોની વસતી ધરાવતાં ડેલ્ગાડોમાં કથિત રીતે ઉગ્રવાદી સમૂહ સાથે જોડાયેલાં સમૂહો દ્વારા હુમલા થતાં આવ્યા છે.
અત્યાર સુધી આ હુમલાઓમાં 2,500 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે સાત લાખ લોકોએ પોતાનાં ઘરો છોડવા પડ્યાં છે.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













