You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકામાં કોરોના : જો બાઇડનનું પ્રથમ 100 દિવસમાં 20 કરોડ લોકોને કોરોનાની રસી આપવાનું લક્ષ્ય
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું છે કે હવે એમનું લક્ષ્ય રાષ્ટ્રપતિના તરીકે કામ કરતાં પ્રથમ 100 દિવસમાં 20 કરોડ લોકોને કોરોના વાઇરસની રસી આપવાનું છે.
રાષ્ટ્રપતિ બન્યા બાદ ગુરુવારે પોતાની પ્રથમ અધિકૃત પત્રકારપરિષદમાં તેમણે સંબંધિત જાહેરાત કરી.
બાઇડનનું કહેવું હતું, "આજે હું બીજું લક્ષ્ય નિર્ધારિત કરી રહ્યો છું અને તે એ છે કે અમે લોકો અમારા કાર્યકાળના 100 દિવસમાં 20 કરોડ લોકોને રસી આપીશું."
તેમણે આગળ કહ્યું, "હું જાણું છું કે આ મહત્ત્વાકાંક્ષી છે, અમારા મૂળ લક્ષ્યનું બે ગણું. જોકે, કોઈ બીજો દેશ આ લક્ષ્યની નજીક પણ ન આવી શકે, જે આપણે કરી રહ્યા છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આપણે લોકો આ કરી શકીશું."
અમેરિકામાં અત્યાર સુધી કોરોનાની રસીના 13 કરોડ ડોઝ આપી દેવાયા છે.
અમેરિકન સ્વાસ્થ્યવિશેષજ્ઞો અનુસાર અત્યારે અમેરિકામાં દરરોજ 25 લાખ લોકોને રસી આપવામાં આવી રહી છે.
કોરોના પર એક પણ સવાલ નહીં
લગભગ એક કલાક સુધી ચાલેલી પત્રકારપરિષદમાં બાઇડને કેટલાય મુદ્દાઓ પર પુછાયેલા સવાલોમાં સૌથી ચોંકાવનારી વાત એ રહી કે ત્યાં હાજર કોઈ પણ પત્રકારે રાષ્ટ્રપતિને અમેરિકાના સ્વાસ્થ્યસંકટ અને કોરોના પર કોઈ સવાલ ન કર્યા.
આ અંગે કેટલાય લોકો સોશિયલ મીડિયા પર વાત કરી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હફપોસ્ટના વૉશિંગ્ટન બ્યૂરોનાં વડા અમંડા તર્કેલે ટ્વિટર પર લખ્યું, "આશ્ચર્ય છે કે કોરોના અંગેનો એક પણ સવાલ નહીં."
બીબીસીના ઉત્તર અમેરિકાના બ્યૂરો ચીફ પૉલ હનેહરે પણ આના પર સવાલ કરતા ટ્વીટ કર્યું :
"પાંચ લાખ (અમેરિકન) લોકોનાં મૃત્યુ બાદ રાષ્ટ્રપતિની પ્રથમ પત્રકારપરિષદમાં વ્હાઇટ હાઉસના પત્રકારોએ રાષ્ટ્રપતિને કોરોના અંગે કોઈ સવાલ ન કર્યો. જે અત્યાર સુધી અમેરિકન લોકોની જિંદગીને સૌથી વધુ પ્રભાવિત કરી રહ્યો છે. આનાથી વધુ સારું ઉદાહરણ મેળવવું મુશ્કેલ છે કે પત્રકારો સામાન્ય લોકોના મુદ્દાઓથી કેટલા અજાણ હોય છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો