મ્યાનમાર વિરોધપ્રદર્શન : મ્યાનમારની સેનાનો અનેક જિલ્લાઓમાં માર્શલ લૉ, પોલીસ-સેનાના ગોળીબારમાં 50 લોકો મૃત્યુ પામ્યાં

ઇમેજ સ્રોત, Reuters
મ્યાનમારની સેનાએ રવિવારની હિંસા બાદ અનેક જિલ્લાઓમાં માર્શલ લૉ લાગુ કર્યો છે.
મ્યાનમારની સેનાએ રવિવારની હિંસા બાદ અનેક જિલ્લાઓમાં માર્શલ લૉ લાગુ કર્યો છે. રવિવારે મ્યાનમારમાં પ્રદર્શનકારીઓ પર અનેક સ્થળોએ પોલીસ અને સેનાએ ગોળીબાર કર્યો અને 50 જેટલા લોકો મૃત્યુ પામ્યાં. સૌથી વધારે મૃત્યુ યંગૂનમાં થયાં છે.
આ હિંસા આંગ સૂ ચી અદાલતમાં હાજરી આપે એ અગાઉ બની છે. એમનાં સમર્થકોનું કહેવું છે કે એમની પર મૂકવામાં આવેલા આરોપો ખોટાં છે. લોકશાહીતરફી પ્રદર્શનકારીઓ એમને મુક્ત કરવાની માગણી કરે છે અને સૈન્યના તખ્તાપલટાનો વિરોધ કરે છે.
એક ફેબ્રઆરીએ સેનાએ તખ્તાપલટ કર્યું ત્યારથી આંગ સૂ ચી અજ્ઞાત સ્થળે છે. એમની અને અનેક નેતાઓની ધરપકડ કરી દેશમાં એક વર્ષની કટોકટી લાદી દેવામાં આવી હતી.
સેનાનો ચૂંટણીમાં ગરબડનો આરોપ છે. જોકે, આ અંગે કોઈ પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી.
આંગ સુ ચી પર આ ઉપરાંત કરપ્શનનો તથા કોરોનાના નિયમોનો ભંગનો પણ કેસ કરવામાં આવ્યો છે.
સેનાએ ચીનના બિઝનેસ પર હુમલા બાદ યંગૂનના બે જિલ્લાઓમાં રવિવારે માર્શલ લૉ લાગુ કર્યો હતો, જેને અન્ય જિલ્લાઓમાં પણ લાગુ કરવામાં આવ્યો છે.
પ્રદર્શનકારીઓનું માનવું છે કે ચીન મ્યાનમારની બર્મિઝ આર્મીને ટેકો આપી રહ્યું છે. જોકે, રવિવારના હુમલા પાછળ કોનો હાથ છે હજી સ્પષ્ટ નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

રક્તરંજિત રવિવારે 21થી વધારે લોકોનાં મૃત્યુનો દાવો

ઇમેજ સ્રોત, EPA
મ્યાનમારના મુખ્ય શહેર યંગૂનમાં થયેલાં હિંસક ઘર્ષણોમાં ઓછામાં ઓછા 21 પ્રદર્શનકારીઓનાં મૃત્યુ થયાં હોવાના સમાચાર છે. આ પહેલાં મ્યાનમારના નેતાઓના એક સમૂહના લીડરે અધિકારીઓ વિરુદ્ધ 'ક્રાંતિ'ની વાત કહી હતી.
જોકે, ધ આસિસ્ટન્ટ ઍસોસિયેશન ફૉર પૉલિટિકલ પ્રીઝનર્સ (એએપીપી)ના મૉનિટરિંગ ગ્રૂપનું અનુમાન છે કે રવિવારે દેશમાં ઓછામાં ઓછા 38 લોકોનાં મૃત્યુ થયાં છે.
ગ્રૂપનું અનુમાન છે કે રવિવારે યંગૂનમાં માર્યા ગયેલા 21 લોકો સિવાય દેશના અન્ય વિસ્તારોમાં પણ અમુક લોકો મૃત્યુ પામ્યા છે.
સુરક્ષા દળોએ યંગૂનના હલિંગ થારયાર વિસ્તારમાં પ્રદર્શન કરી રહેલા લોકો પર ગોળીબાર કર્યો, તેમજ પ્રદર્શન કરી રહેલા લોકોએ પણ લાકડીઓ અને ચપ્પાંનો ઉપયોગ કર્યો.
ચીનના વેપારીઓ પર હુમલા બાદ સૈન્ય અધિકારીઓએ ક્ષેત્રમાં માર્શલ લૉની જાહેરાત કરી દીધી છે. પ્રદર્શન કરી રહેલા લોકોનું માનવું છે કે ચીન, સેનાને સમર્થન કરી રહ્યું છે.
એક ફેબ્રુઆરીના રોજ મ્યાનમારની સેનાએ દેશનાં સર્વોચ્ચ નેતા આંગ સાન સૂ ચી સહિત ઘણા નેતાઓની ધરપકડ કર્યા બાદ સત્તા પોતાના હાથમાં લઈ લીધી હતી.
એનએલડીને ગત વર્ષે થયેલી ચૂંટણીમાં મોટી જીત હાંસલ થઈ હતી, કારણ કે સેનાએ કહ્યું કે ચૂંટણીમાં ગોટાળો થયો હતો.
એનએલડીનાં પ્રમુખ આંગ સાન સૂ ચી પર ત્યાંની પોલીસે પણ ઘણા આરોપો લગાવ્યા છે.
ધરપકડથી બચી ગયેલા સાંસદોએ એક નવું ગ્રૂપ બનાવી લીધું હતું, સીઆરપીએચ મ્યાનમારની અસલ સરકાર સ્વરૂપે એક આંતરરાષ્ટ્રીય માન્યતા ઇચ્છી રહી છે.
થાને ફેસબુક પર પોતાના પ્રથમ ભાષણમાં કહ્યું હતું કે, "અત્યારે આ કાળા સમયમાં નાગરિકોની ક્ષમતાની ટેસ્ટ કરવાનો સમય છે."
"એક સંઘીય લોકતંત્ર બનાવવા માટે, એ તમામ ભાઈઓ, જેઓ દાયકાઓથી તાનાશાહીના વિભિન્ન પ્રકારોની પીડા સહન કરી રહ્યા છે, વાસ્તવમાં વાંછિત છે. આ ક્રાંતિ અમારા માટે પોતાના પ્રયાસોને એક સાથે મૂકવાનો અવસર છે."
સેનાએ ચૂટેલી સરકારના તખતાપલટા બાદ મ્હાન વિમ ખાઇંગ થાનને નિષ્કાસિત કરી દીધા હતા.
તેઓ એ ચૂંટાયેલા નેતાઓનો સંતાઈને નેતૃત્વ કરી રહ્યા છે જેમણે પાછલા મહિને સેનાના તખતાપલટાને માનવાનો ઇનકાર કરી દીધો હતો.

એક વર્ષની કટોકટી

ઇમેજ સ્રોત, Reuters
તખતાપલટાની આગેવાની કરનાર સેનાના જનરલ મિન ઑન્ગ હ્વાઇંગે દેશમાં એક વર્ષની કટોકટી લાદી દીધી છે.
સેનાએ તખતાપલટાને એવું જણાવીને યોગ્ય ઠેરવ્યો છે કે પાછલા વર્ષે ચૂંટણીમાં ગરબડ થઈ હતી. આ ચૂંટણીમાં આંગ સાન સૂ ચીની પાર્ટી નૅશનલ લીગ ફૉર ડૅમોક્રસીએ એકતરફી વિજય હાંસલ કર્યો હતો.

ચૂંટણીમાં શું થયું હતું?

ઇમેજ સ્રોત, Reuters
આઠ નવેમ્બરના રોજ આવેલાં ચૂંટણીપરિણામોમાં નૅશનલ લીગ ફૉર ડૅમોક્રસી પાર્ટીએ 83 ટકા બેઠકો જીતી હતી. આ ચૂંટણીને ઘણા લોકોએ આંગ સાન સૂ ચી સરકારના જનમતસંગ્રહ તરીકે જોઈ. વર્ષ 2011માં સૈન્ય શાસન ખતમ થયા બાદથી આ બીજી ચૂંટણી હતી.
પરંતુ મ્યાનમારની સેનાએ આ ચૂંટણીપરિણામો પર પ્રશ્નો ઉઠાવ્યા. સેના તરફથી સુપ્રીમ કોર્ટમાં રાષ્ટ્રપતિ અને ચૂંટણીપંચના અધ્યક્ષ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી.

કોણ છે જનરલ મિન ઑન્ગ હ્લાઇંગ?

ઇમેજ સ્રોત, Reuters
સૈન્યના તખતાપલટા બાદ સેનાના જનરલ મિન ઑન્ગ હ્લાઇંગ મ્યાનમારની સૌથી તાકાતવર વ્યક્તિ બની ચૂક્યા છે. 64 વર્ષીય હ્લાઇંગ આ વર્ષે જુલાઈ માસમાં જ નિવૃત્ત થવાના હતા. પરંતુ કટોકટીની જાહેરાતની સાથે જ મ્યાનમારમાં હ્લાઇંગની પકડ ઘણી મજબૂત થઈ ચૂકી છે.
પરતું અહીં સુધી પહોંચવા માટે મિન ઑન્ગ હ્લાઇંગે એક લાંબી મુસાફરી કરી છે. સેનામાં પ્રવેશ માટે બે અસફળ પ્રયાસો બાદ હ્લાઇંગને ત્રીજી વખત નૅશનલ ડિફેન્સ ઍકેડમીમાં પ્રવેશ મળ્યો.
ત્યારબાદ મ્યાનમારની તાકાતવર સેના તત્મડામાં જનરલના પદ સુધી પહોંચવાની સફર તેમણે ધીરે ધીરે ખેડી છે.


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












