બાઇડનનું પહેલું મિલિટરી ઍક્શન : સીરિયામાં ઈરાન સમર્થિત વિદ્રોહી દળો પર હવાઈ હુમલા

અમેરિકી સેનાએ સીરિયામાં ઈરાન સમર્થિત વિદ્રોહી દળો પર હવાઈ હુમલા કર્યા છે. અમેરીકી રક્ષા એજન્સી પૅન્ટાગને આ માહિતી જાહેર કરી છે.

હુમલામાં 'બૉર્ડર કંટ્રોલ પૉઇન્ટ પર સ્થિત ઈરાન-સમર્થિત જૂથોના કેટલાય ઠેકાણાં' નષ્ટ થઈ ગયા છે. બાઇડન પ્રશાસને પહેલી વખત સૈન્ય કાર્યવાહીનો આદેશ આપ્યો છે.

પૅન્ટાગનનું કહેવું છે કે ઈરાકમાં અમેરિકાના ગઠબંધનવાળી સેના પર હુમલાના જવાબમાં આ હુમલો કરવામાં આવ્યો છે.

આ મહિને અમેરિકી ઠેકાણાં પર થયેલા રોકેટ હુમલામાં એક સિવિલ કૉન્ટ્રૅક્ટરની મોત થઈ હતી. 15 ફેબ્રુઆરીએ ઇરબિલમાં આ હુમલો એક સૈન્ય ઠેકાણે થયો જેનો ઉપયોગ અમેરિકી નેતૃત્વવાળી ગંઠબંધન સેના કરતી હતી.

આ ઉપરાંત અમેરિકી સર્વિસના એક અધિકારી અને પાંચ કૉન્ટ્રાક્ટર ઘાયલ થઈ ગયા હતા. બગદાદમાં એક પણ અમેરિકી બૅઝ પર રોકેટથી હુમલો કરવામાં આવ્યો હતો. તેમાં એક ગ્રીન ઝોન પણ સામેલ છે જ્યાં અમેરિકી દૂતાવસ અને બીજા રાજદ્વારી મિશન છે.

ટ્રમ્પ પછી ઈરાન મામલે બાઇડનનું વલણ કેવું હશે?

પૅન્ટાગન અનુસાર ગુરુવારે ઇરાક-સીરિયા સરહદે કૈતેબ હિઝબુલ્લાહ અને કતૈબ સઈદ-અલ-શુહાદા નામના બે ઈરાન સમર્થિત જૂથોને નિશાન બનાવાયા હતા.

એજન્સીએ કહ્યું કે આ પ્રતિક્રિયારૂપી હુમલો છે. અને ગઠબંધનના સભ્યો સાથે ચર્ચા બાદ જ હુમલો કરાયો હતો.

એક નિવેદનમાં પૅન્ટગને કહ્યું કે આ હુમલો એક 'સંદેશ' આપવા માટે કરાયો હતો.

નિવેદનમાં કહેવાયું હતું કે, "રાષ્ટ્રપતિ બાઇડન અમેરિકા અને ગઠબંધન દેશોના નાગરિકોની સુરક્ષા માટે સૈન્ય પગલા ભરતા રહેશે. જેથી ઇરાક અને સીરિયાની સરહદ પર તણાવ ઓછો થઈ શકે."

'અમને ખબર છે અમે ક્યાં હુમલો કર્યો'

અમેરિકાએ કોઈ પણ નુકસાનની પુષ્ટિ નથી કરી. પરંતુ માનવાધિકાર માટે કામ કરતી બ્રિટનની સંસ્થા સીરિયન ઑબ્ઝર્વેટરી ફૉર હ્યુમન રાઇટ્સ અનુસાર હુમલામાં 22 લોકોનાં મોત થયા છે. તેમાં મોટાભાગના શિયા ચરમપંથ સંગઠનોના હતા જેમાં કતૈબ હિઝબુલ્લાહ સામેલ છે.

સંસ્થા અનુસાર રમી અબ્દુલ રહમાને સમાચાર એજન્સી એએફપીને જણાવ્યું કે હુમલામાં વિસ્ફોટક અને હથિયાર લઈ જઈ રહેલી ત્રણ કારને તબાહ કરી દેવાઈ હતી.

કતૈબ હિઝબુલ્લાહે 15 ફેબ્રુઆરીએ ઇરબિલમાં અમેરિકન ઠેકાણાંઓ પર થયેલા રોકેટ હુમલામાં સંડોવણી મામલે ઇન્કાર કર્યો છે. પરંતુ અમેરિકાના રક્ષા સચિવ લૉયડ ઑટિને પત્રકારોને કહ્યું કે, 'અમને ખબર છે કે અમે ક્યાં હુમલો કર્યો છે.'

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો