'મારા પર બળાત્કાર થયો અને એનો વીડિયો મેં પોર્ન સાઇટમાં જોયો'

રોઝ કેલેમ્બા

ઇમેજ સ્રોત, ROSE KALEMBA

    • લેેખક, મેઘા મોહન
    • પદ, બીબીસી સંવાદદાતા

રોઝ કેલેમ્બાએ ગયા વર્ષે એક બ્લૉગ લખીને જણાવ્યું હતું કે 14 વર્ષની વયે તેઓ બળાત્કારનો ભોગ બન્યાં ત્યારે એ જાતીય હુમલાનો વીડિયો એક જાણીતી પોર્ન સાઇટ પર મુકાયો હતો અને તેને હઠાવવામાં મુશ્કેલી પડી હતી.

એ બાદ ડઝનબંધ લોકોએ રોઝનો સંપર્ક કરીને જણાવ્યું કે તેઓ પણ આવી સ્થિતિમાંથી પસાર થઈ ચૂક્યા છે.

ચેતવણીઃ આ અહેવાલ જાતીય હુમલાને લગતો છે

રોઝ રૂમ ખાલી કરતાં હતા તે વખતે નર્સ ત્યાં ઊભાં રહ્યાં. તેમણે કહ્યું, “તમે ભોગ બન્યાં એનો મને અફસોસ છે.” ધ્રૂજતા અવાજે તેઓ ધીમેથી બોલ્યાં, “મારી પુત્રી પર પણ બળાત્કાર થયો હતો.”

રોઝે તેમની સામે જોયું. તેમની ઉંમર 40 વર્ષ કરતાં વધારે નહીં હોય તેમ તેને લાગ્યું.

તેમને જાતીય હુમલા પછીની સવાર યાદ આવી ગઈ, જ્યારે તેમણે પોલીસ કર્મચારી અને ડૉક્ટર સાથે વાત કરી હતી.

તેમની પર આખી રાત જાતીય અત્યાચાર થયો હતો, પરંતુ તેનો ઉલ્લેખ કરતી વખતે બધા લોકો ‘કથિત’ હુમલાની વાત કરતા હતા.

વીડિયો કૅપ્શન, ફૂલન દેવી : ચંબલની ખીણનાં એ મહિલા ડાકુ જેમના ડરથી લોકો ધ્રૂજતા હતા

તેમનાં પિતા અને દાદી સિવાય અન્ય સગાંસંબંધીઓ રોઝની વાત માનવા તૈયાર ન હતાં. નર્સના કિસ્સામાં વાત અલગ હતી, તેમણે રોઝની વાત માની લીધી હતી.

તેમના માટે આ એક આશાની જ્યોત હતી. રોઝના ચહેરા પર રાહતના અણસાર દેખાયા. તેને લાગ્યું કે જાતીય હુમલાનો ભોગ બન્યા પછી હવે રિકવરી શરૂ થઈ રહી છે.

જોકે થોડા જ સમયમાં લાખો લોકોએ તે બળાત્કારને જાતે જોયો અને તેમાંથી કોઈએ રોઝ માટે સહાનુભૂતિ વ્યક્ત નહોતી કરી.

એક દાયકા પછી રોઝ કેલેમ્બા બાથરૂમમાં અરીસા સામે ઊભાં હતાં અને પોતાના લાંબા વાળને ઓળી રહ્યાં છે.

તેઓ વાળને આંગળીના ટેરવે વિંટાળીને વાંકડિયા બનાવી રહ્યાં છે. તેમના પર જાતીય હુમલો થયા બાદ મહિનાઓ સુધી આ શક્ય ન હતું.

ઘરના તમામ અરીસા ઢાંકી દેવા પડે છે કારણ કે તમે પોતાનું પ્રતિબિંબ સહી શકતાં નથી.

રોઝ અત્યારે 25 વર્ષનાં છે. તેમણે પોતાના રોજબરોજના જીવન માટે વ્યક્તિગત રીતે મદદ કરે તેવી દિનચર્યા તૈયાર કરી છે.

વાળની માવજત કરવી એ તેમાંનું એક કાર્ય છે. તેને ઓળવામાં સમય લાગે છે અને મહેનત પડે છે. તે લગભગ ધ્યાનમગ્ન થઈ જવા જેવું છે. તેઓ જાણે છે કે તેના વાળ સુંદર છે. લોકો તેમને આ વાત હંમેશાં યાદ અપાવતા રહે છે. દરરોજ સવારે તેઓ પોતાના માટે શુદ્ધ કોકો ચૉકલેટ તૈયાર કરે છે. તેઓ માને છે કે તેનામાં દર્દ મટાડવાના ગુણ છે. તેઓ એક જર્નલમાં પોતાના લક્ષ્યની નોંધ કરે છે.

તેઓ જાણી જોઈને તેને વર્તમાનકાળમાં લખે છે.

તેમનું એક લક્ષ્ય છે, "હું ઉત્તમ ડ્રાઇવર છું." બીજું લક્ષ્ય છે, "હું રોબર્ટ સાથે સુખી લગ્નજીવન ધરાવું છું." "હું બહુ સારી માતા છું."

વાત કરવા માટે બેસતી વખતે રોઝ પોતાના વાળ ખભા પર ઉછાળે છે. તે મોટા ભાગના શરીરને ઢાંકી દે છે.

તેમનો ઉછેર અમેરિકામાં ઓહાયો ખાતે એક નાનકડા શહેરમાં થયો હતો. તેથી રોઝ માટે રાતે સૂતા પહેલાં એકલા વૉક માટે બહાર નીકળવું એ નવી વાત ન હતી.

રોઝ

ઇમેજ સ્રોત, ROSE KALEMBA

ઇમેજ કૅપ્શન, રોઝ

તેનાથી તેમનું મન સાફ થઈ જતું હતું. તેમને બહારની તાજી હવા અને શાંતિ પસંદ હતાં. તેથી 2009માં પણ ઉનાળાની એક રાતે 14 વર્ષનાં રોઝ એકલાં ચાલવા માટે નીકળ્યાં હતાં.

પરંતુ અચાનક એક માણસ અંધારાથી બહાર પ્રગટ્યા. તેમના હાથમાં ચપ્પુ હતું અને તેમણે રોઝને ધમકાવી. તેમણે તેમને બળજબરીપૂર્વક એક કારમાં ધકેલી. તેમાં પૅસેન્જર સીટ પર પહેલેથી 19 વર્ષના એક યુવાન હતા. રોઝે તેમને પહેલાં પણ જોયા હતા.

તેઓ તેમને શહેરની બીજી તરફના એક ઘરે લઈ ગયા અને 12 કલાક સુધી રોઝ પર બળાત્કાર કર્યો. આ દરમિયાન ત્રીજી વ્યક્તિ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારતી રહી.

રોઝને આઘાત લાગ્યો હતો. તે માંડ શ્વાસ લઈ શકતી હતી. તેમને મારવામાં આવ્યાં હતાં અને ડાબા પગ પર ચપ્પુ મારવામાં આવ્યું હતું. તેમનાં કપડાં લોહીથી ભીંજાઈ ગયાં હતાં. તેઓ વારંવાર બેભાન થઈ જતાં હતાં.

એક તબક્કે એક હુમલાખોરે તેમનું લૅપટોપ કાઢ્યું અને રોઝને બીજી મહિલાઓ પરના હુમલાના વીડિયો બતાવ્યા. ઉત્તર અમેરિકાના મૂળ નિવાસીઓનો ઉલ્લેખ કરતાં રોઝ કહે છે, "હું અસલ વંશીય જૂથમાંથી આવું છું. મારા પર હુમલો કરનારા શ્વેત લોકો હતા. તેથી સત્તાનું માળખું સ્પષ્ટ હતું. કેટલીક શ્વેત મહિલાઓ પણ ભોગ બની હતી, પરંતુ મોટા ભાગની પીડિત મહિલાઓ અશ્વેત હતી."

ત્યાર બાદ તે પુરુષે તેમને મારી નાખવાની ધમકી આપી. પોતાની તમામ શક્તિ ભેગી કરીને રોઝ તેમની સાથે વાતચીત કરવા લાગ્યાં. તેમણે તેમને ખાતરી આપી કે તેઓ તેને છોડી મૂકશે તો તેમની ઓળખ છતી નહીં કરે. તેમને કંઈ નહીં થાય. કોઈને ખબર પણ નહીં પડે.

તેમણે રોઝને ફરીથી કારમાં ધકેલ્યાં અને તેમના ઘરથી લગભગ અડધા કલાકના અંતરે શેરીમાં ફેંકી દીધાં.

વીડિયો કૅપ્શન, ઇસ્લામિક સ્ટેટની કેદમાંથી ભાગી આવેલાં મરીયમની કહાણી જેમનાં પર 3 લોકોએ કર્યો બળાત્કાર

દરવાજામાં પ્રવેશતી વખતે તેણે પરસાળના અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોયું. તેમના કપાળમાં કાપો પડ્યો હતો, જ્યાંથી લોહી નીકળતું હતું.

તેમના પિતા રોન અને બીજા પરિવારજનો લિવિંગ રૂમમાં લંચ કરી રહ્યા હતા. ચપ્પુના ઘામાંથી લોહી હજુ નીકળતું હતું તેવી સ્થિતિમાં રોઝે તેમની સાથે જે બન્યું હતું તે જણાવ્યું.

રોઝ કહે છે, "મારા પિતાએ પોલીસને બોલાવી. તેમણે તરત મને આશ્વાસન આપ્યું. પરંતુ બીજાએ કહ્યું કે તેમણે જ મને રાતે વૉક માટે બહાર જવા કહ્યું હતું."

ઇમર્જન્સી રૂમમાં રોઝ એક ડૉક્ટર અને પોલીસ કર્મચારીને મળ્યાં.

"તેમણે બંનેએ મારી સાથે બહુ ઉદાસીનતાપૂર્વક વર્તન કર્યું. તેઓ જરાય માયાળુ ન હતા. તેમાં કોઈ હૂંફ ન હતી."

પોલીસમેને પૂછ્યું કે શું આ સર્વસંમતિથી થયું હતું? તેને લાગતું હતું કે આ એવી રાત હતી જે નિયંત્રણ બહાર જતી રહી હતી.

રોઝ સ્તબ્ધ થઈ ગયાં હતાં.

"માર પડવાથી ચહેરો બેડોળ થઈ ગયો હતો, છરી વાગી હતી, લોહી વહેતું હતું..."

રોઝે તેમને જણાવ્યું કે તેમણે સંમતિથી કંઈ નથી કર્યું. તેમની સાથે જે થયું તેના આઘાતમાંથી તેઓ હજુ બહાર આવ્યાં ન હતાં. તેમણે કહ્યું કે તેમના પર હુમલો કોણે કર્યો તેની તેમને ખબર નથી. પોલીસને તપાસ શરૂ કરવાની કડી મળતી ન હતી.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

બીજા દિવસે જ્યારે રોઝને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી ત્યારે તેમણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. તેઓ સામાન્ય જીવનની કલ્પના કરી શકતી ન હતાં. તેમના ભાઈએ તેમને સમયસર બચાવી લીધાં.

થોડા મહિના પછી રોઝ માયસ્પેસ સોશિયલ નેટવર્ક પર બ્રાઉઝિંગ કરતાં હતાં ત્યારે તેમણે જોયું કે તેમની શાળાના કેટલાક સહધ્યાયીઓએ તેમને એક લિંક શૅર કરી હતી. તે લેબલ્ડ લિંક હતી. તેના પર ક્લિક કરતા જ પોર્ન વીડિયો શૅર સાઇટ પોર્નહબ ખૂલી ગઈ. તેણે તેમાં પોતાના પર થયેલા જાતીય હુમલાના કેટલાક વીડિયો જોયા ત્યારે તેને ચક્કર આવવા લાગ્યા.

આ વીડિયોનાં ટાઇટલ 'ટીનેજર ક્રાઇંગ એન્ડ સ્લેપ્ડ', 'ટીનેજર ડિસ્ટ્રોય્ડ', 'ટીનેજર પાસ્ડ આઉટ' વગેરે હતાં. તેમાંથી એક વીડિયો ચાર લાખ કરતાં વધુ વખત જોવાયો હતો તેમ રોઝ કહે છે.

તેઓ કહે છે, "સૌથી ખરાબ વીડિયો એ હતા જેમાં હું બેહોશ થઈ ગઈ હતી. હું જ્યારે ભાનમાં પણ ન હતી ત્યારે મારા પર જે હુમલો થયો તે જોવું સૌથી ભયાનક હતું."

તેમણે તાત્કાલિક નક્કી કર્યું કે તેઓ પરિવારને આ વીડિયો વિશે નહીં જણાવે. મોટા ભાગના પરિવારજનોએ તેમને ટેકો આપ્યો ન હતો. તેમને આ વિશે જણાવવાનો કોઈ ફાયદો પણ ન હતો.

થોડા જ દિવસોમાં સ્પષ્ટ થઈ ગયું કે તેમની શાળામાં ભણતા મોટા ભાગના લોકોએ વીડિયો જોયા હતા.

"તેમણે મને બહુ ત્રાસ આપ્યો. લોકોએ કહ્યું કે હું આને જ લાયક હતી. મેં જ તેમને ઉશ્કેર્યા હશે. તેમણે મને વેશ્યા કહી."

કેટલાક છોકરાઓએ કહ્યું કે તેમનાં માતાપિતાએ તેમને મારી નજીક ન જવા કહ્યું છે. તેમને લાગતું હતું કે હું તેમને કદાચ લલચાવી શકું અને પછી તેમની સામે બળાત્કારનો આરોપ મૂકીશ.

તેઓ કહે છે, "લોકોને પીડિત સામે આરોપ મૂકવાનું બહુ સરળ લાગે છે."

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

રોઝે કહ્યું કે ત્યાર પછી 2009 દરમિયાન તેમણે છ મહિના સુધી પોર્નહબને અનેક વખત ઇમેઈલ કર્યા અને પોતાના વીડિયો દૂર કરવા વિનંતી કરી.

"મેં પોર્નહબને ઇમેઇલમાં વિનંતી કરી. મેં તેમની પાસે ભીખ માંગી. મેં લખ્યું, 'પ્લીઝ, હું સગીર છું. આ એક હુમલો હતો. મહેરબાની કરીને તેને દૂર કરો.'

પોર્નહબ તરફથી તેમને કોઈ જવાબ ન મળ્યો અને વીડિયો પણ સક્રિય રહ્યા.

"ત્યાર પછીના વર્ષે હું પોતાનામાં જ ખોવાયેલી રહી. મેં મારી જાતને દુનિયાથી અલગ કરી નાખી. મને કંઈ અનુભવાતું ન હતું. હું જાણે ઘેનમાં હતી. મેં મારી જાતને અળગી રાખી."

તેમને લાગતું હતું કે તે જેટલા અજાણ્યા લોકો સાથે આંખ મિલાવશે તેમણે તેમના વીડિયો જોયા હશે.

"તેઓ વીડિયો જોઈને ઉત્તેજિત થયા હશે?તેમને મારા પરના રેપથી સંતોષ મળ્યો હશે?"

તેઓ પોતાની જાતને જોઈ શકે તેમ ન હતાં. તેથી જ તેમણે ઘરના દરેક અરીસાને ધાબડાથી ઢાંકી દીધા. તે અંધારામાં જ બ્રશ કરતી અને નહાતી. તેમને સતત વિચાર આવતો કે તેમના વીડિયો કોણ જોતું હશે.

તેમને કંઈ ખબર પડતી ન હતી.

રોઝે પોતાને એક વકીલ તરીકે દર્શાવીને એક નવું ઈમેઇલ એડ્રેસ બનાવ્યું અને પોર્નહબને ઇમેઇલ મોકલીને તેની સામે કેસ કરવાની ધમકી આપી.

"ત્યાર પછી 48 કલાકથી પણ ઓછા સમયમાં વીડિયો અદૃશ્ય થઈ ગયા."

બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

મહિનાઓ પછી રોઝે થૅરપી લેવાનું શરૂ કર્યું. આખરે તેમણે હુમલાખોરોનાં નામ સાયકોલૉજિસ્ટને આપ્યાં, જેણે કાયદા પ્રમાણે પોલીસને તેની જાણ કરવાની રહે છે. પણ તેમણે તેમના પરિવાર કે પોલીસને વીડિયો વિશે જણાવ્યું ન હતું.

હુમલાખોરોના વકીલોએ દલીલ કરી કે રોઝે સહમતીથી સેક્સ કર્યું હતું. ગુનેગારો પર બળાત્કારનો ગુનો સાબિત ન થયો. તેમના પર 'સગીર સાથે અપરાધી કૃત્યમાં' સામેલ થવાનો ગુનો સાબિત થયો જે સાધારણ ગુનો છે. તેમાં તેમને સસ્પેન્ડેડ સજા થઈ.

રોઝ અને તેમના પરિવાર પાસે એટલી શક્તિ કે સંસાધનો ન હતાં કે તેઓ વધારે સજા અપાવવા માટે લડત આપી શકે.

એક વાત નક્કી છે કે રોન કેલેમ્બા તેમનાં પુત્રી સાથે આટલાં વર્ષો અગાઉ શું થયું હતું તેના વિશે બહુ વિચારે છે. તેમને વિચાર આવે છે કે તેમની પાસે વધુ જાણકારી હોત તો તેઓ શું જૂદું કરી શક્યા હોત. જાતીય હુમલા પછી તેમનાં પુત્રી બદલાઈ ગયાં છે. અગાઉ તેઓ એક મહેનતુ વિદ્યાર્થિની હતાં. તેની જગ્યાએ હવે ક્લાસમાં વારંવાર ગેરહાજર રહે છે અને ભાગ્યેજ હોમવર્કમાં ધ્યાન આપે છે.

અમે રોનના ઘર પાસે એક પાર્કમાં બેઠા જ્યાં તેઓ ઘણી વખત આવે છે. તેઓ અને રોઝ કેટલીક વખત પિકનિક બૅન્ચ પર બાઇબલના પાઠ વાંચે છે. તેઓ ભૂતકાળ વિશે બહુ વાત નથી કરતાં.

તેઓ કહે છે, "એવું લાગે છે કે બધાએ તેને નિરાશ કરી છે. તેણે જે દુર્વ્યવહાર સહન કર્યો તે બધા માટે જાણે જોક સમાન છે. તેણે તેના જીવનને સંપૂર્ણ બદલી નાખ્યું છે અને લોકોએ તેને તરછોડી દીધી છે."

રોને 2019 પહેલાં પોર્નહબ પરના વીડિયો વિશે ભાગ્યે જ કંઈ સાંભળ્યું હતું. તે સમયે રોઝે પોતાની સાથેના દુર્વ્યવહાર વિશે એક બ્લોગને જે માહિતી આપી હતી તે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ હતી.

તેમને જરાય અંદાજ ન હતો કે તેમનાં પુત્રી પર થયેલા બળાત્કારને આટલા બધા લોકોએ જોયો હતો અને શાળાના લોકોએ આ અંગે તેમની મજાક ઉડાવી હતી.

રોન કહે છે, "મને યાદ છે કે હું જ્યારે શાળામાં હતો ત્યારે આઠમા ધોરણની એક છોકરીને મળ્યો હતો. લોકો તેને ત્રાસ આપતા અને ફટકારતા હતા. પરંતુ અમે કોઈએ રોકવા માટે કંઈ કર્યું નહીં. અમે માત્ર જોતા રહ્યા."

"થોડાં વર્ષો પછી હું તેને મળ્યો. તેને લાગતું હતું કે હું પણ તેનો પીછો કરનારા લોકો પૈકી એક હતો કારણ કે તેની સાથે દુર્વ્યવહાર થતો ત્યારે હું કંઈ કરતો ન હતો. વાસ્તવમાં બે-ત્રણ લોકો જ તેને પરેશાન કરતા હતા, પરંતુ તેને લાગતું હતું બધા લોકો તેની વિરુદ્ધ છે. કારણ કે અમે માત્ર સાક્ષી બનીને જોતા હતા અને કંઈ બોલતા ન હતા. તેથી અમારા મૌનનું તેણે આવું અર્થઘટન કર્યું."

શું તમને લાગે છે કે રોઝ સાથે પણ એવું થયું છે?

તસવીર
ઇમેજ કૅપ્શન, તસવીર

"હા, પરંતુ તે એના કરતાં પણ ખરાબ હતું. તેની સાથે ડિજિટલ દુર્વ્યવહાર કરનારા મોટી સંખ્યામાં હતા. કેટલાક શાંત અને કેટલાક આક્રમક. તેનું વિશ્વ અલગ હતું."

ત્યાર પછીનાં કેટલાંક વર્ષો સુધી રોઝ ડિજિટલ દુનિયામાં ખોવાયેલાં રહ્યાં.

તેમણે પુષ્કળ લખવાનું શરૂ કર્યું. તેમણે બ્લોગ અને સોશિયલ મીડિયા પર પોતાની વાત વ્યક્ત કરી. કેટલીક વખત બનાવટી નામે, કેટલીક વખત અસલી નામે.

2019માં એક દિવસ તેઓ સોશિયલ મીડિયા નેટવર્ક પર પોસ્ટ બ્રાઉઝ કરતાં હતાં ત્યારે તેમણે પોર્નહબ વિશે કેટલીક ટિપ્પણી જોઈ. વેબસાઈટે 'મધમાખી બચાવવા માટે કરેલા પ્રયાસો'ની લોકોએ પ્રશંસા કરી હતી, બહેરા યુઝર્સ માટે કૅપ્શન લખી હતી, ઘરેલુ હિંસા માટે કામ કરતી ચૅરિટીને દાન આપ્યા હતા, ટૅકનૉલૉજીઉદ્યોગમાં પ્રવેશવા માંગતાં એક મહિલાને 25,000 ડૉલરની સ્કૉલરશિપ આપી હતી. આ બધું બિરદાવવામાં આવ્યું હતું.

પોર્નહબે જણાવ્યા પ્રમાણે 2019માં તેમણે 42 અબજ વ્યૂ મેળવ્યા હતા. અગાઉના વર્ષની તુલનામાં તેમાં 8.5 અબજનો વધારો થયો હતો. પોર્નહબની દૈનિક સરેરાશ લગભગ 11.5 કરોડ વ્યૂની હતી. એટલે કે દર સેકન્ડે 1200 સર્ચ થતી હતી.

રોઝ કહે છે, "તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોવ તો પોર્નહબને ટાળવું અશક્ય છે. તેમણે પોતાને સાતત્યપૂર્ણ મિશન તરીકે સ્થાપિત કરીને બહુ જોરદાર સ્થિતિ બનાવી છે, તેઓ પોર્નોગ્રાફીથી આગળ નીકળી ગયા છે. પરંતુ મારા જેવા વીડિયો હજુ આ સાઈટ પર છે. કોઈ પીડિતને જાણકારી ન હોય તેવી રીતે તેમાં નિયમોનો ભંગ થાય છે કે નહીં તે જાણવાનો કોઈ રસ્તો નથી."

રોઝ

ઇમેજ સ્રોત, ROSE KALEMBA

ઇમેજ કૅપ્શન, રોઝ

વાઇરલ થયેલી બ્લોગ પોસ્ટમાં રોઝે તેના રેપ વિશે વિગતવાર માહિતી આપી હતી. તેનણે વકીલનો દેખાવ કરીને ધમકી ન આપી ત્યાં સુધી પોર્નહબે તેનની કેવી રીતે ઉપેક્ષા કરી તે પણ લખ્યું હતું. અનેક મહિલાઓ અને પુરુષોએ તેમની પોસ્ટ અંગે પ્રતિભાવ આપ્યો અને કહ્યું કે તેમની સાથે થયેલા જાતીય દુર્વ્યવહારના વીડિયો પણ સાઇટ પર આવ્યા હતા.

બીબીસીને આપેલા એક નિવેદનમાં પોર્નહબે જણાવ્યું, "તે ભયંકર આરોપો છેક 2009ના છે. આ વાત પોર્નહબને તેના વર્તમાન માલિકો દ્વારા ખરીદવામાં આવી તેનાથી ઘણાં વર્ષ અગાઉની છે. તેથી તે સમયે તેમાં શું કાર્યવાહી થઈ તે વિશે અમારી પાસે જાણકારી નથી."

"માલિકો બદલાયા ત્યારથી પોર્નહબે બિનસત્તાવાર અને ગેરકાયદે કન્ટેન્ટના સંદર્ભમાં ચુસ્ત નિયમો અને નીતિઓ લાગુ કરી છે. અમે બાળકોના જાતીય શોષણના મટિરિયલને રોકવા પ્રતિબદ્ધ છીએ. કંપનીએ વોબાઈલ નામના કૉન્ટ્રેક્ટરની સેવા લીધી છે જે અત્યાધુનિક ડિજિટલ આઇડેન્ટિફિકેશન સૉફ્ટવૅર છે."

"તેના દ્વારા તમામ નવી પોસ્ટને ચકાસવામાં આવે છે અને તેમાં કોઈ બિનસત્તાવાર સામગ્રી છે કે નહીં તે જોવામાં આવે છે તથા અસલ વીડિયો આ પ્લૅટફૉર્મ પર પહોંચી ન જાય તેની કાળજી રાખવામાં આવે છે."

પોર્નહબ પર હજુ પણ રોઝના બળાત્કારના વીડિયો જેવા કૅપ્શન ધરાવતા વીડિયો જેવા કે 'ટીન એબ્યુઝ્ડ વ્હાઈલ સ્લીપિંગ', 'ડ્રન્ક ટીન એબ્યુઝ્ડ અસ્લીપ' શા માટે સક્રિય છે તેવો સવાલ કરાતાં કંપનીએ કહ્યું, "અમે એવા તમામ પ્રકારના સેક્યુઅલ વાક્યોને છૂટ આપીએ છીએ જે અમારા વપરાશના નિયમોનું પાલન કરતા હોય. કેટલાક લોકોને આ ફેન્ટસી અયોગ્ય લાગતી હોય છે ત્યારે વિશ્વમાં એવા ઘણા લોકો છે જેઓ તેના પ્રત્યે આકર્ષાય છે અને અભિવ્યક્તિની સ્વતંત્રતા હેઠળ તેમને રક્ષણ મળેલું છે."

પોર્નહબે 2015માં અણછાજતી વિષયવસ્તુને રિપોર્ટ કરવા માટે એક ટૅબ રજૂ કર્યું હતું. પરંતુ વેબસાઈટ પર દુર્વ્યવહારના વીડિયો અંગે અહેવાલ હજુ પણ આવતા રહે છે.

ગયા વર્ષે ઑક્ટોબરમાં ફ્લોરિડા રાજ્યના 30 વર્ષના એક પુરુષ ક્રિસ્ટોફર જોન્સન સામે 15 વર્ષની એક છોકરી સાથે જાતીય દુર્વ્યવહાર કરવાનો અને પોર્નહબ પર આ હુમલાનો વીડિયો પોસ્ટ કરવાનો આરોપ મુકાયો હતો.

આ કેસ વિશે બીબીસીને આપેલાં નિવેદનમાં પોર્નહબે જણાવ્યું કે, "કોઈ બિનસત્તાવાર કન્ટેન્ટ જાણવા મળે કે તરત તેને દૂર કરવાની તેમની નીતિ છે. આ કેસમાં પણ અમે આવું જ કર્યું હતું."

2019માં પોર્નહબે 'ગર્લ મેક પોર્ન' નામની એક ચૅનલ ખેંચી લેવી પડી હતી જ્યારે 22 મહિલાઓએ તેમને આ વીડિયોમાં ભાગ લેવાની ફરજ પાડવા બદલ કેસ કર્યો હતો અને ચૅનલના માલિકો પર સેક્સ ટ્રાફિકિંગના આરોપ મુકાયા હતા.

રોઝ કહે છે, "લોકો કદાચ કહેશે કે મારી સાથે એક દાયકા અગાઉ જે બન્યું તે આજે નથી બનતું. પરંતુ તે હકીકત નથી."

"મારો બ્લોગ જોયા પછી મહિલાઓએ મને કહ્યું છે કે આવું હજુ પણ થાય છે. અને આ પશ્ચિમી મહિલાઓ છે જે સોશિયલ નેટવર્કનું એક્સેસ ધરાવે છે."

"મને એ બાબતે કોઈ શંકા નથી કે વિશ્વના બીજા ભાગોમાં, જ્યાં મોટા પ્રમાણમાં પોર્ન જોવાય છે તેવા મધ્યપૂર્વ અને એશિયામાં, અને બીજાં સ્થળોએ એવા ઘણા પીડિત છે જેમને ખબર નથી કે તેમની સાથે જે અત્યાચાર થયો તેને શૅર કરવામાં આવે છે."

બીબીસીએ એક મહિલા સાથે પણ વાત કરી હતી જેમણે રોઝને ઇમેઇલ લખ્યો હતો. તેમની સાથે દુર્વ્યવહાર થતો હોય તેવો એક વીડિયો એક નાની વેબસાઈટ પર વર્ષો સુધી હતો. તેમણે કંપનીને આ વિશે અનેક વખત ફરિયાદ કરતા ઇમેઇલ કર્યા હતા અને કોમેન્ટ સેક્શનમાં નોંધ પણ કરી હતી છતાં વીડિયો હઠાવાયો ન હતો.

કેલિફોર્નિયાનાં આ મહિલા કહે છે, આ વીડિયો ડાઉનલોડ પણ કરવામાં આવ્યો છે અને બીજી પોર્ન સાઇટ્સ પર શૅર કરાયો છે. સાઇટના વકીલોએ બીબીસીને જણાવ્યું કે તેમના ક્લાયન્ટ "પરિસ્થિતિ વિશે માહિતગાર ન હતા."

બીબીસીએ તેમને આ વીડિયોની લિંક તથા મહિલાની કૉમેન્ટની તસવીરો મોકલી હતી. આખરે થોડા દિવસો પછી તે વીડિયો દૂર કરાયો હતો.

પોર્ન સાઇટ અંગે તપાસ કરતા જૂથ 'નોટ યોર પોર્ન'ના કેટ ઇસાક્સ કહે છે, "રોઝ સાથે 2009માં જે થયું તે આજે પણ કેટલીક ઓપન એક્સેસ પોર્ન સાઇટ પર થાય છે."

"વ્યક્તિગત રીતે સ્થપાયેલી નાની, ગેરકાયદે પોર્ન વેબસાઈટ વિશે કંઈ કરી શકાય તેમ નથી. પરંતુ પોર્નહબ જેવી મોટી કૉમર્શિયલ સાઇટ્સને જવાબદાર ઠરાવવી જોઈએ અને તે નથી થઈ રહ્યું. તેમને લાગુ થતા કોઈ કાયદા નથી."

રોઝ કેલેમ્બા

ઇમેજ સ્રોત, ROSE KALEMBA

કોઈની મંજૂરી લીધા વગર કોઈની અંગતપળોની તસવીરો લેવી અને જાણી જોઈને તેને વિતરિત કરવી તેને રિવેન્જ પોર્ન કહે છે. તેને ઇમેજ આધારિત જાતીય દુર્વ્યવહાર પણ કહે છે. ઇંગ્લૅન્ડ અને વેલ્સમાં 2015થી આ પ્રકારનું કન્ટેન્ટ રચવું એ અપરાધ ગણાય છે અને તેના માટે બે વર્ષની જેલ થઈ શકે છે. જોકે, આ કન્ટેન્ટને શૅર કરતા પ્લૅટફૉર્મને હજુ સુધી જવાબદાર ગણવામાં આવ્યાં નથી.

ઇસાક્સ કહે છે, "પોર્ન સાઇટ જાણે છે કે તેમના પ્લૅટફૉર્મ પર ચિંતાજનક અને સહમતી વગરનું કન્ટેન્ટ છે. તેઓ જાણે છે કે ફેન્ટસી આધારિત ભૂમિકાઓ ભજવવાની રમત અને વાસ્તવિક દુર્વ્યવહાર વચ્ચે ભેદ કરવો અશક્ય છે."

ઇસાક્સનાં એક મિત્ર (તે સમયે 16 વર્ષથી ઓછી વય)નો સેક્સ વીડિયો પોર્નહબ પર આવ્યો ત્યારે ઇસાક્સે 'નોટ યોર પોર્ન'ની સ્થાપના કરી હતી.

તેમનો દાવો છે કે યુકેમાં છેલ્લા છ મહિનામાં 50થી વધુ મહિલાઓએ તેમનો સંપર્ક કર્યો છે અને કહ્યું છે કે તેમની મંજૂરી વગર તેમના સેક્સ વીડિયો પોર્નસાઇટ્સ પર પોસ્ટ થયા છે. તેમાંથી 30 વીડિયો પોર્નહબ પર હતા.

તેઓ એવી પણ નોંધ કરે છે કે પોર્નહબ અને બીજી સાઇટ્સ યુઝર્સને તેમના કમ્પ્યુટર પર વીડિયો ડાઉનલોડ કરવા દે છે જેથી સાઇટ પરથી વીડિયોને દૂર કરાય તો પણ યુઝર્સ સરળતાથી તેને એકબીજા સાથે શૅર કરી શકે છે અથવા બીજી સાઇટ્સ પર અપલોડ કરી શકે છે.

'નોટ યોર પોર્ન' એ યુકેમાં આ અંગે કાયદા ઘડવાની હિમાયત કરે છે જેથી કોઈની સહમતી વગર પોર્નોગ્રાફિક વીડિયો શૅર કરવાને ફોજદારી ગુનો ગણી શકાય.

રોઝ પાસે આશાસ્પદ ભવિષ્ય છે.

રોઝ વીસીમાં હતાં ત્યારે તેમની મુલાકાત તેમના બૉયફ્રેન્ડ રોબર્ટ સાથે થઈ જેમણે તેમને દુર્વ્યવહારનો સામનો કરતા શીખવ્યું.

તેઓ તેમની સાથે લગ્ન કરીને બાળકનાં માતા બનવાની આશા રાખે છે. તેમનો પાલતુ પિટ બુલ બેલા તેમના માટે વિશ્વાસુ સ્રોત સમાન છે.

તેઓ કહે છે, "હું પિટ બુલ્સ વચ્ચે ઊછરી છું. તેઓ આક્રમક હોવાની છાપ ધરાવે છે, પરંતુ તેઓ બહુ સ્વીટ હોય છે."

"માનવી તેમની સાથે દુર્વ્યવહાર કરે તો જ તેઓ આક્રમક બને છે"

રોઝ કહે છે, "એક રીતે જોતા હું આજીવન સજા ભોગવી રહી છું. હું હજુ પણ સુપરમાર્કેટમાં જાઉં ત્યારે વિચારું છું કે અજાણી વ્યક્તિએ મારો વીડિયો જોયો હશે કે નહીં."

પરંતુ તેઓ શાંત રહેવા નથી માંગતાં.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 4
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો