યૂટ્યુબ-જીમેલ સહિત ગૂગલની સેવાઓ ફરી ઍક્ટિવ થઈ

સોમવારે સાંજે ભારત સહિત દુનિયાભરમાં અર્ધો કલાકથી વધારે યૂટ્યુબ અને જીમેલ સહિતની ગૂગલની અનેક ઑનલાઇન સેવાઓ ઠપ થઈ ગઈ હતી તે હવે ફરી કાર્યરત થઈ ગઈ છે.

ટીમ યૂટ્યૂબે સેવાઓ ફરીથી શરૂ થઈ ગઈ હોવાની માહિતી ટ્વિટ કરીને આપી હતી.

અગાઉ અનેક વપરાશકર્તાઓએ ગૂગલ ડૉક્સ ન ચાલતું હોવાની પણ ફરિયાદ કરી હતી.

આ સમાચાર સામે આવ્યા પછી ભારતમાં ટ્વિટર પર યૂટ્યૂબ ડાઉન, ગૂગલ ડાઉન અને જીમેલ હૅશટેગ ટોપ ટ્રેન્ડમાં આવી ગયા હતા.

ભારત ઉપરાંત અન્ય દેશોમાં પણ ગૂગલની સેવાઓ ડાઉન થઈ હોવાના સમાચાર સામે આવ્યા હતા.

જીમેલને વેબ બ્રાઉઝરમાં ઓપન કરવામાં આવે ત્યારે મૅસેજ આવી રહ્યો હતો કે સર્વરમાં હંગામી ખામી છે અને તેને લીધે આપની પોસ્ટ પૂરી નહીં થઈ શકે તો 30 સેકંડ બાદ ફરી કોશિશ કરો.

જોકે, યૂટ્યુબ પર પેજ ઓપન ન થવાનું કોઈ કારણ જણાવવામાં નહોતું આવ્યું.

હવે સેવાઓ ફરી શરૂ થઈ ગઈ છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો