એ એડોલ્ફ હિટલર જેઓ 2020માં નામિબિયાની ચૂંટણી જીત્યા પણ તાનાશાહ નથી

નામિબિયાના રાજકારણીનું નામ જર્મનીના પૂર્વ શાસક એડોલ્ફ હિટલરના નામ પરથી રાખવામાં આવ્યું હતું. તેઓ સ્થાનિક ચૂંટણીમાં જીતી ગયા છે જો કે વિશ્વ પર આધિપત્ય જમાવવાનો તેમનો કોઈ ઈરાદો નથી.

એડોલ્ફ હિટલર યુનોના ઑમ્પુન્દ્જા મતક્ષેત્રમાં સ્થાનિક ચૂંટણી જીતી ગયા છે.

જર્મન અખબાર બિલ્ડ સાથેના ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે તેમને નાઝી વિચારધારા સાથે કોઈ જ લેવાદેવા નથી.

અન્ય જર્મન નામોની જેમ એડોલ્ફ એક જર્મન નામ છે પરંતુ દેશમાં તે સામાન્ય નથી કેમ કે તેમનો દેશ એક સમયે જર્મનીની કૉલોની હતો.

તેઓ શાસક પક્ષ સ્વાપો તરફથી ચૂંટણ લડ્યા હતા. પાર્ટીએ કૉલોની સંબંધિત શાસન અને ધોળાં લોકોના લઘુમતી શાસન સામેના અભિયાનમાં નેતૃત્ત્વ પણ કર્યું હતું.

યુનોનાએ કબૂલ્યું કે તેમના પિતાને તેમનું નામ નાઝી નેતા હિટલરના નામ પરથી રાખ્યું હતું પરંતુ તેમણે કહ્યુ કે તેમના પિતાને કદાચ ખબર નહીં હોય કે હિટલરની વિચારધારા શું છે.

તેમણે કહ્યું, "બાળપણ સુધી તો મને તેમાં કંઈ અસાધારણ ન લાગ્યું."

"જેમ જેમ મોટો થયો ગયો તેમ તેમ મને સમજ આવવા લાગી કે આ વ્યક્તિ વિશ્વ પર આધિપત્ય જમાવવા માગતો હતો. પણ મારે આ બાબત સાથ કંઈ જ લેવાદેવા નથી."

યુનોના કહે છે કે તેમના પત્ની તેમને એડોલ્ફ કહે છે અને તેઓ જાહેરમાં પણ આ નામ સંબંધવામાં આવે તેનીથી અસહજ નથી અનુભવતા. વળી તેઓ નામ બદલવા પણ નથી માગતા.

1884 અને 1915 વચ્ચે નામિબિયા જર્મન પ્રદેશનો ભાગ હતું અને તેને જર્મન સાઉથ વેસ્ટ આફ્રિકા તરીકે ઓળખવામાં આવતું.

જર્મન શાસકે 1904-08 દરમિયાનના 'નામા, હેરેરો અને સાન લોકો દ્વારા કરવામાં આવેલા બળવા વખતે સંખ્યાબંધ લોકોની કત્લેઆમ કરી હતી. ઇતિહાસકારો આને ભૂલાવી દેવાયેલો નરસંહાર ગણાવે છે.

પ્રથમ વિશ્વયુદ્ધ પછી નામિબિયા દક્ષિણ આફ્રિકાના નિયંત્રણમાં આવ્યું અને 1990માં તેને આઝાદી મળી.

જોકે, હજુ પણ અહીં ઘણા જર્મન નામ ધરાવતા નગરો અને જર્મન બોલતા નાના સમુદાયો રહે છે.

સેન્ટર-લેફ્ટ સ્વાપો પાર્ટી નામિબિયાની આઝાદીના અભિયાનમાંથી પેદા થયેલી પાર્ટી છે અને 1990થી શાસનમાં છે.

પરંતુ માછીમારીઉદ્યોગ સંબંધિત ભ્રષ્ટાચારને પગલે પાર્ટીના સમર્થકોમાં ઘટાડો થયો છે.

ગત મહિને યોજાયેલી એક ચૂંટણીમાં પાર્ટીએ 30 મહત્ત્વના નગરો શહેરોમાં બેઠકો ગુમાવી હતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો