જો બાઇડને અમેરિકામાં લોકોને 100 દિવસ સુધી જ માસ્ક પહેરવા કેમ કહ્યું?

બાઇડન

ઇમેજ સ્રોત, Reuters

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે તેઓ કોરોના વાઇરસના ફેલાવાને કાબૂમાં લેવા માટે તેઓ પદભાર સંભાળશે ત્યારથી 100 દિવસ સુધી તમામ અમેરિકન લોકોને માસ્ક પહેરવા આગ્રહ કરશે.

તેમણે સીએનએનને કહ્યું કે જો તમામ લોકો માસ્ક પહેરશે તો કોવિડ-19ના ફેલાવામાં નોંધપાત્ર ઘટાડો થશે.

વળી તેમણે એવું પણ કહ્યું કે તેઓ સરકારી ઇમારતોમાં તમામને માસ્ક પહેરવા માટે પણ નિર્દેશ આપશે.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

અમેરિકામાં કોરોના વાઇરસ કોવિડ-19ના 1.41 કરોડ કેસો નોંધાયા છે અને 2.76 લાખ લોકો મૃત્યુ પામ્યા છે. વિશ્વમાં તે સૌથી વધુ છે.

ફાર્માસ્યૂટિકલ કંપનીઓ અમેરિકાની કંપનીઓ માટે રસીના ડોઝ તૈયાર કરવાની તૈયારીમાં છે એવા સમયમાં બાઇડન પણ પદભાર સંભાળવાની તૈયારીમાં છે.

યુકેએ બુધવારે ફાઇઝરની રસીને મંજૂરી આપી હતી અને આવું કરનારો તે વિશ્વનો પ્રથમ દેશ છે.

line

બાઇડને માસ્ક વિશે શું કહ્યું?

આરોગ્યકર્મી

ઇમેજ સ્રોત, Getty

ઇમેજ કૅપ્શન, આરોગ્યકર્મી

સીએનએનના જેક ટેપર સાથેના ઇન્ટરવ્યૂમાં બાઇડને કહ્યું, "મારા પ્રથમ દિવસે જ હું લોકોને 100 દિવસ સુધી માસ્ક પહેરવા માટે કહેવાનો છું. માત્ર 100 દિવસ, હંમેશાં માટે નહીં. 100 દિવસ."

"મને લાગે છે આવું કરવાથી વાઇરસના ફેલાવામાં નોંધપાત્ર ઘટાડો થશે. અને જો રસીકરણ સાથે આવું કરવામાં આવે તો સંક્રમિત કેસોમાં ઘણો ઘટાડો કરી શકાય છે."

અમેરિકામાં રાષ્ટ્રપતિના પ્રથમ 100 દિવસને પ્રતીકાત્મક રીતે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણવામાં આવે છે અને તેને મુદ્દાઓ અને સમસ્યાના ઉકેલને કઈ રીતે આકાર આપવામાં આવી રહ્યો છે એ રીતે જોવામાં આવે છે.

બંધારણ નિષ્ણાતો કહે છે કે અમેરિકી પ્રમુખ પાસે લોકોને માસ્ક પહેરવા માટે આદેશ કરવાની કાનૂની સત્તા નથી. પરંતુ ઇન્ટરવ્યૂ દરમિયાન બાઇડને કહ્યું કે તે અને ઉપ-પ્રમુખ કમલા હેરિસ બંને ખુદ માસ્ક પહેરીને એક ઉદાહરણ પૂરું પાડશે.

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

રાષ્ટ્રપતિની કાર્યકારી સત્તા હેઠળ અમેરિકન સરકારની સંપત્તિ આવતી હોવાથી તેઓ આ સત્તાનો ઉપયોગ કરશે એવું તેમણે સીએનએન સાથેના ઇન્ટરવ્યૂમાં કહ્યું.

"હું એક નિર્દેશ જાહેર કરવા જઈ રહ્યો છું કે સરકારી ઇમારતોમાં માસ્ક પહેરવામાં આવે."

તેમણે ઉમેર્યું,"વાહનવ્યવહાર, આંતરિક પરિવહન, વિમાન, બસ અને કૅફેમાં પણ માસ્ક પહેરવા કહેવામાં આવશે."

યુએસ ઍરલાઇન્સ, ઍરપૉર્ટ્સ અને મોટા ભાગની જાહેર પરિવહન સેવાઓમાં પહેલાથી જ માસ્ક પહેરવાની જરૂર છે અને તે લાગુ છે.

જોકે, ટ્રમ્પ પ્રશાસને પરિવહનમાં માસ્ક પહેરવા સંબંધિત નિષ્ણાતોની ભલામણને ફગાવી દીધી હતી.

line

રસી વિશે શું કહ્યું?

ગ્રાફિક્સ
ઇમેજ કૅપ્શન, ગ્રાફિક્સ

બાઇડને કહ્યું કે સુરક્ષા સંબંધિત ચિંતાઓ વચ્ચે તેઓ જાહેરમાં રસીનો ડોઝ લેવા પણ તૈયાર છે.

વળી બરાક ઓબામા, જ્યૉર્જ ડબ્લ્યુ બુશ અને બિલ ક્લિંટન પણ કહ્યું કે તેઓ રસી સુરક્ષિત છે તે દર્શાવવા માટે ખુદ જાહેરમાં રસી લેવા તૈયાર છે.

બાઇડને ઉમેર્યું, "લોકોને વૅકિસન કામ કરશે કે નહીં એ વિશે શંકા છે. પ્રમુખ અને ઉપપ્રમુખ શું કરે છે એ પણ મહત્ત્વનું હોય છે. એટલે કે જાહેરમાં રસી લેવાથી લોકોમાં વિશ્વાસ જાગશે."

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો