જો બાઇડન ડોનાલ્ડ ટ્રમ્પને હરાવી અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બન્યા

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિપદની રેસ ડેમૉક્રેટિક પક્ષના ઉમેદવાર જો બાઇડને જીતી લીધી છે. તેઓ વ્હાઇટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પનું સ્થાન લેશે.
મંગળવારે થયેલા મતદાનમાં તેઓએ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને હરાવી દીધા છે.
બીબીસીના અનુમાન પ્રમાણે મહત્ત્વના ગણાતા પેન્સિલ્વેનિયા રાજ્યમાં જો બાઇડને મોટી જીત મેળવી છે, બાદમાં વ્હાઇટ હાઉસ સુધી પહોંચવા માટે જરૂરી 270 ઇલેક્ટોરલ કૉલેજ મતનો આંકડો તેઓએ પાર કરી લીધો છે.
બીબીસીનું અનુમાન એ રાજ્યોનાં ઔપચારિક પરિણામ પર આધારિત છે, જ્યાં પહેલેથી મતની ગણતરી સમાપ્ત થઈ ગઈ છે અને વિસ્કૉન્સિન જેવા એ રાજ્યમાં જ્યાં હાલમાં ગણતરી ચાલુ છે.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ જો બાઇડન અને કમલા હેરિસને અભિનંદન પાઠવ્યાં. તેમણે ટ્વિટર પર બન્નેને રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ તરીકે સંબોધ્યાં.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જો બાઇડનને શુભેચ્છા પાઠવી.
તેમણે ટ્વીટ કર્યું, "ઉપરાષ્ટ્રપતિ તરીકે ભારત અને અમેરિકાના સંબંધોને મજબૂત કરવામાં આપનું યોગદાન અમૂલ્ય રહ્યું છે. મને આશા છે કે આપણે સાથે મળીને બન્ને દેશોના સંબંધો વધારે મજબૂત બનાવીશું."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બાઇડનને શુભેચ્છાસંદેશ આપતાં આશા વ્યક્ત કરી કે તેઓ અમેરિકાને એક કરી શકશે અને તેને દિશા આપશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
આ ચૂંટણીમાં વર્ષ 1900 બાદ સૌથી વધુ મત પડ્યા છે. બાઇડન અત્યાર સુધીમાં 7 કરોડથી વધુ મત જીતી ચૂક્યા છે. કોઈ પણ રાષ્ટ્રપતિને અગાઉ આટલા મત મળ્યા નથી.
જો બાઇડનને દુનિયાના સૌથી અનુભવી રાજનેતાઓમાંથી એક માનવામાં આવે છે પણ સાથે જ તેઓ ભાષણોમાં ભૂલો કરવા માટે પણ જાણીતા છે.
એમના સમર્થકોમાં તેઓ વિદેશનીતિના નિષ્ણાત તરીકે વિખ્યાત છે. એમની પાસે વૉશિંગ્ટન ડી.સીમાં રાજનીતિ કરવાનો અનેક દાયકાનો અનુભવ પણ છે.
બીજાનું દિલ આસાનીથી જીતી લે તેવી મીઠી વાતો કરવા માટે તેઓ જાણીતા છે.
બાઇડનની સૌથી મોટી ખાસિયત એ છે કે તેઓ સહજતાથી સામાન્ય માણસ સાથે તાદાત્મય સાધી લે છે.
એમણે એમની અંગત જિંદગીમાં અનેક ચઢાવ-ઉતાર જોયા છે અને ઘણી પરેશાનીઓ વેઠી છે.
જોકે, વિરોધીઓની નજરમાં બાઇડન એવી શખ્સિયત છે જેને ફક્ત અમેરિકાની સત્તા રસ છે અને એમનામાં ખામીઓ જ ખામીઓ છે.
બાઇડન પોતાનાં ભાષણોમાં ખોટા દાવાઓ કરે છે એમ વિરોધીઓ કહે છે.
સાથે જ એમને ''મહિલાઓનાં વાળ સૂંઘવાની ખરાબ લત છે'' એ વિશે પણ ચિંતા સેવવામાં આવે છે.

તેજ વક્તા

ઇમેજ સ્રોત, Getty Images
જો બાઇડનનો ચૂંટણીપ્રચાર સાથે જૂનો નાતો છે. આજથી 47 વર્ષ અગાઉ એમણે અમેરિકાની સંઘિય રાજનીતિમાં પગ મૂક્યો હતો. 1973માં સેનેટની ચૂંટણીથી એમની રાજકીય સફરની શરૂઆત થઈ હતી.
રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ભાગીદારીની પહેલી ચાલ તેઓ આજથી 33 વર્ષ અગાઉ ચાલ્યા હતા.
હવે જો એવું કહીએ કે બાઇડન પાસે મતદારોને આકર્ષવાની કુદરતી બક્ષિશ છે તો એ ખોટું નહીં ગણાય. પરંતુ, બાઇડનમાં મોટું જોખમ એ પણ છે કે તે ગમે ત્યારે કંઈ પણ ખોટું નિવેદન આપી શકે છે જે બાકી બધી જ બાબતો ઉપર પાણી ફેરવી શકે છે.
જનતાની રૂબરૂ થતાં જ બાઇડન ઘણીવાર ભાવનાઓમાં વહી જાય છે અને એ જ કારણે રાષ્ટ્રપતિપદની ચૂંટણીનું એમનું પહેલું અભિયાન શરૂ થયાની પહેલાં જ ખતમ થઈ ગયું હતું.
ઉલ્લેખનીય છે કે આ વખતે બાઇડનનો ત્રીજી વાર રાષ્ટ્રપતિ બનવાનો પ્રયાસ હતો.
જ્યારે 1987માં બાઇડને રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ઉમેદવાર બનવા માટે પહેલીવાર દાવેદારી કરી ત્યારે રેલીઓમાં એમણે એવો દાવો કરવાનું શરૂ કર્યુ કે, તેમના વડવાઓ ઉત્તર-પશ્ચિમિ પેન્સિલ્વેનિયામાં આવેલી કોલસાની ખાણોમાં કામ કરતા હતા.
બાઇડને ભાષણમાં એવું પણ કહ્યું કે ''એમના પૂર્વજો જેના હકદાર હતો તેવો જીવનમાં આગળ વધવાનો મોકો તેમને ન મળ્યો." બાઇડન એવું પણ કહેતા કે આ વાતથી તેઓ સખત નારાજ છે.
જોકે, હકીકત એ છે કે બાઇડનના પૂર્વજોમાંથી કોઈએ ક્યારેય પણ કોલસાની ખાણમાં કામ નથી કર્યું.
હકીકત તો એ છે કે બાઇડને આ ડંફાસ બ્રિટિશ રાજનેતા નીલ કિનૉકની નકલ કરીને મારી હતી. (આ જ રીતે બાઇડન અન્ય નેતાઓનાં નિવેદનોને પોતાનાં બનાવીને રજૂ કર્યા હતાં.) નીલ કિનૉકના પૂર્વજો કોલસાની ખાણમાં કામ કરનાર મજૂરો હતા.
આ તો બાઇડનની અનેક ખોટી ડંફાસ પૈકી એક છે. એમના આવાં નિવેદનો અમેરિકાની રાજનીતિમાં 'જો બૉમ્બ'ના નામથી પ્રખ્યાત અથવા તો કહો કે બદનામ છે.
2012માં પોતાના રાજકીય અનુભવના વખાણ કરતી વખતે બાઇડને જનતાને એ રીતે ગફલતમાં નાખી દીધી કે, 'દોસ્તો હું આપને કહી શકું છું કે મેં આઠ રાષ્ટ્રપતિઓ સાથે કામ કર્યું છે. આમાંથી ત્રણ સાથે તો મારો ખૂબ નજીકનો સંબંધ રહ્યો છે.'
એમની આ વાતનો અસલ અર્થ તો એ જ હતો કે તેઓ ત્રણ રાષ્ટ્રપતિઓ સાથે નજીકથી કામ કરી ચૂક્યા છે. પરંતુ, આ વાતને તેમણે જે શબ્દોમાં રજૂ કરી તેનાથી એવો અર્થ નીકળતો હતો કે જાણે એમને ત્રણ રાષ્ટ્રપતિઓ સાથે યૌનસંબંધ રહ્યો હોય.

ઇમેજ સ્રોત, AFP
જ્યારે બરાક ઓબામાએ જો બાઇડનને પોતાની સાથે ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર બનાવ્યા ત્યારે એમણે લોકોને એવું કહીને ડરાવી દીધા કે, 'એ અને ઓબામા સાથે મળીને અર્થતંત્ર સુધારવામાં કોઈ ભૂલ કરે એની સંભાવના ત્રીસ ટકા છે.'
જો બાઇડન એ રીતે નસીબદાર છે કે અમેરિકાના પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિએ એમને ઉપરાષ્ટ્રપતિ બનાવ્યા હતા. કેમ કે અગાઉ બાઇડને ઓબામા વિશે એ કહીને હલચલ મચાવી દીધી હતી કે, 'ઓબામા આફ્રિકન મૂળના એવા પહેલા અમેરિકન નાગરિક છે જે સરસ બોલે છે, સમજદાર છે, ભ્રષ્ટ નથી અને દેખાવમાં પણ સારા છે.'
આવા નિવેદનો છતાં આ વખતના રાષ્ટ્રપતિપદના ચૂંટણીપ્રચારમાં જોસેફ બાઇડન અમેરિકાના આફ્રિકન-અમેરિકન સમુદાયમાં ખૂબ લોકપ્રિય છે.
જોકે, હમણા જ બ્લૅક હોસ્ટ સાથેના ચેટ શોમાં એમણે એવી વાત કરી જેનાથી હંગામો મચી ગયો.
કાળા અમેરિકન હોસ્ટ શાર્મલેન થા ગૉડ સાથેની વાતચીતમાં બાઇડને દાવો કર્યો કે, 'જો તમને ટ્રમ્પ અને મારા વચ્ચે પસંદગીમાં સમસ્યા છે તો તમે કાળા છો જ નહીં.'
બાઇડનના આ મોંફાટ નિવેદનથી અમેરિકાના મીડિયામાં જાણે કે તોફાન આવી ગયું. આ પછી બાઇડન આફ્રિકન-અમેરિકન મતદાતાઓને હળવાશથી નથી લઈ રહ્યાં એવું સમજાવતા બાઇડનનું પ્રચાર અભિયાન સંભાળતી ટીમને નાકે દમ આવી ગયો.
જો બાઇડનના આવા બેફામ નિવેદનોને કારણે જ ન્યૂયોર્ક મૅગેઝિનના એક પત્રકારે લખ્યું હતું કે, 'બાઇડનની આખી પ્રચારટીમ બસ એ વાત પર ભાર મૂકે છે કે ક્યાંક તે તડફડ નિવેદન ન આપી બેસે.'

પ્રચારઅભિયાનના જૂના જોગી

ઇમેજ સ્રોત, Reuters
આમ તો બાઇડન સારા વકતા છે પરંતુ તેમની ભાષણ કલાની બીજી પણ એક ખાસ વાત છે. આજે જ્યારે દુનિયામાં રૉબોટ જેવા નેતાઓની ભરમાર છે અને તેઓ નિવડેલા નિવેદનો આપે છે અને લખેલું વાંચે છે ત્યારે બાઇડન એવા વકતા છે જેમને સાંભળો તો એવું લાગે કે તેઓ દિલથી બોલે છે.
બાઇડન કહે છે કે 'બાળપણની તોતડાવાની ટેવની ને કારણે એમને ટેલિપ્રૉમ્પટરની મદદથી વાંચતા નથી ફાવતું. તેઓ જે બોલે છે તે દિલથી બોલે છે.'
જો બાઇડનના ભાષણમાં એ જાદુગરી છે જે અમેરિકાના બ્લૂ-કૉલર કામકાજી લોકોની ભીડમાં જોશ ભરી દે છે. એ પછી ખૂબ સહજતા તેઓ ભીડનો હિસ્સો બની જાય છે. લોકોને મળે છે, હાથ મિલાવે છે, એમને ગળે મળે છે. લોકો સાથે સેલ્ફી લે છે. કોઈ ઘરડો ફિલ્મ સ્ટાર અચાનક એના ચાહકો વચ્ચે જઈ ચડ્યો હોય એવી આ વાત છે.
અમેરિકાના પૂર્વ વિદેશમંત્રી અને રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ઉમેદવાર રહી ચૂકેલા જૉન કેરીએ ન્યૂયૉર્કર મૅગેઝિન સાથેની વાતચીતમાં બાઇડન વિશે કહ્યું હતું કે, 'તે લોકોને પોતાની તરફ ખેંચીને ગળે લગાવી દે છે.'
'અનેક વાર તો લોકો એમની વાતોથી જ એમની તરફ ખેંચાઈ આવે છે અને અનેક વાર તેઓ ખુદ જ લોકોને આગોશમાં લઈ લે છે. તેઓ દિલને સ્પર્શનારા રાજનેતા છે. એમનામાં કોઈ બનાવટ નથી, ન તો તે કોઈ ઢોંગ કરે છે. ખૂબ સહજતાથી તેઓ લોકોમાં ભળી જાય છે.'
બાઇડન પર લાગેલા ગંભીર આરોપ

ઇમેજ સ્રોત, Reuters
ગત વર્ષે આઠ મહિલાઓએ સામે આવીને એવો આરોપ લગાવ્યો હતો કે જો બાઇડને એમને આપત્તિજનક રીતે સ્પર્શ કર્યો હતો, ભેટ્યા હતા કે ચુંબન કર્યું હતું.
આ મહિલાઓના આરોપ પછી અમેરિકન ન્યૂઝ ચેનલોમાં સાર્વજનિક કાર્યક્રમોમાં બાઇડને કરેલા મહિલાઓનાં અભિવાદનની તસવીરો નજીકથી દેખાડવામાં આવી.
એમાં અનેકવાર તેઓ મહિલાઓનાં વાળ સૂંઘતા જોવા મળ્યા.
આ આરોપોના જવાબમાં બાઇડને કહ્યું હતું કે, ભવિષ્યમાં તેઓ મહિલાઓના અભિવાદનમાં વધારે સાવધાની રાખશે.
જોકે, ગત માર્ચ મહિનામાં અમેરિકન અભિનેત્રી તારા રીડે આરોપ મૂક્યો કે જો બાઇડને ત્રીસ વર્ષ અગાઉ એમની સાથે યૌન હિંસા કરી હતી.
એમને દીવાલ તરફ ધકેલી એમની સાથે જબરદસ્તી કરવાની કોશિશ કરી હતી. ઉલ્લેખનીય છે કે એ વખતે તારા રીડ બાઇડનની ઑફિસમાં એક સહાયક તરીકે કામ કરતાં હતાં.
જો બાઇડને તારા રીડનાં આરોપનું કડક શબ્દોમાં ખંડન કર્યું અને કહ્યું કે આવું કંઈ જ થયું નહોતું.

- અમેરિકાની ચૂંટણીની આફ્રિકાના અંતરિયાળ ગામ સુધી કેવી અસર પડે છે?
- અમેરિકાની ચૂંટણીમાં પણ ભારત-પાકિસ્તાન એક મુદ્દો છે?
- ભારત-પાકિસ્તાન મૂળની એ મહિલાઓ જેમનો અમેરિકાની ચૂંટણીમાં ડંકો વાગશે
- ડોનાલ્ડ ટ્રમ્પને હરાવી જો બાઇડન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બની શકશે?
- કમલા હૅરિસ : ભારતીય મૂળનાં ફાયરબ્રાન્ડ નેતાથી અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખપદના ઉમેદવાર સુધી


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














