અમેરિકાની ચૂંટણી 2020: મતદાનને દિવસે જ લાખો લોકોને આવ્યો ભેદી કૉલ, ઘરે રહેવાનું કહેવાયું

લોકોને કૉલ આવ્યો

ઇમેજ સ્રોત, EPA

અમેરિકામાં મંગળવારે મતદાનને દિવસે જ અનેક મતદાતાઓને એક સુરક્ષિત રહેવાનો અને ઘરે રહેવાનો એક રોબો કૉલ આવ્યો હતો અને તેને લઈને ખળભળાટ મચ્યો છે.

અનેક લોકોને આવેલા આ રોબો કૉલની એફબીઆઈએ તપાસ આદરી છે.

લાખો લોકોને મતદાનને દિવસે એક ઑટોમેટિક કૉલ આવ્યો જેમાં કહેવામાં આવ્યું તે, "સુરક્ષિત રહો અને ઘરે રહો."

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડન વચ્ચે રાષ્ટ્રપતિપદની ઐતિહાસિક ચૂંટણીને દિવસે આવેલા આ કૉલથી ખળભળાટ મચ્યો છે.

ઉલ્લેખનીય છે કે હિંસાની દહેશત વચ્ચે અમેરિકામાં અનેક સ્થળોએ સુરક્ષા મજબૂત કરવામાં આવી છે.

લાખો લોકોને આવેલો આ કૉલ ક્યાંથી આવ્યો તે હજી જાણી શકાયું નથી. વળી, કેટલાંક કૉલમાં મતદાનનો પણ ઉલ્લેખ ન હતો.

અમેરિકામાં રોબો કૉલ સામે લડત આપી રહેલી રોબોકિલર કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ ગિલિયા પોર્ટરે સમાચાર સંસ્થા રૉયટર્સને કહ્યું કે આખા દેશમાં આવેલા આ કૉલથી અસમંજસની સ્થિતિ સર્જાઈ છે.

એક કૉલમાં એમ કહેવામાં આવ્યું કે "હેલો આ ફક્ત એક ટેસ્ટ કૉલ છે. આ ઘરે રહેવાનો સમય છે. ઘરે રહો, સુરક્ષિત રહો."

ગિલિયા પોર્ટરનું કહેવું છે કે આ કૉલ વર્ષ દરમિયાન ચાલ્યો છે પણ મંગળવારે ચૂંટણીને દિવસે આવેલો એ સૌથી મોટો સ્પમ કૉલ હતો.

સત્તાધિકારીઓએ જ્યાં ટ્રમ્પ અને બાઇડન વચ્ચે આકરી ટક્કર હતી એવા મિશિગન સ્ટેટમાં આવેલા કોલ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી કેમ કે એક કૉલમાં તો મતદાનને લઈને લાગેલી લાંબી લાઇનને પગલે "કાલ મત આપજો" એમ પણ કહેવામાં આવ્યું.

લાઇન યૂએસ
line

મિશિગનના એટર્ની જનરલ દાના નાસેલ કહ્યું કે "ચોક્કસપણે આ ખોટું છે અને મતદાનને અસર કરવા માટે છે. આની જાળમાં ન આવો. "

મેસેચ્યુએટ્સના ડૅમોક્રેટિક મતદાતા જાનકા સ્ટકીએ કહ્યું કે એમને મતદાનના દિવસની શરૂઆતમાં આવો કૉલ આવ્યો હતો.

એમણે રૉયટર્સને કહ્યું "મને પહેલો વિચાર એ આવ્યો કે આ મ્યુનિસિપાલિટીનો કોવિડ-19ને લઈને ટેસ્ટ કૉલ છે. પછી મને લાગ્યું કે આ વિચિત્ર છે અને કદાચ મતદાનને પ્રભાવિત કરવા માટે જ છે. "

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

ન્યૂયોર્કના સત્તાધિકારીઓ પણ મતદાનને દિવસે લોકોને ઘરે રહેવાનું કહેતા અને ખોટી માહિતીઓ રજૂ કરતાં આ રોબો કૉલની તપાસ કરી રહ્યા છે.

ન્યૂયોર્કના એટર્ની જનરલે લીતિતિયા જેમ્સે કહ્યું કે લોકો એમના મતાધિકારનો ઉપયોગ ન કરે તેનો આ પ્રયાસ છે અને લોકોને હેરાન કરનારું ખોટું કામ છે.

એફબીઆઈએ કહ્યું કે તેઓ રોબો કૉલના અહેવાલોથી માહિતગાર છે. જોકે, તેમણે અન્ય કોઈ નિવેદન નથી આપ્યું.

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો