અમેરિકાની ચૂંટણી: ડોનાલ્ડ ટ્રમ્પ કે જો બાઇડન, કોનો પ્રચાર કરે છે ભારત-પાકિસ્તાનના લોકો?

દિલાવર સૈયદ (જમણેથી ત્રીજા)

ઇમેજ સ્રોત, DILAWAR SAED

    • લેેખક, વિનીત ખરે
    • પદ, બીબીસી સંવાદદાતા, વૉશિંગ્ટન (અમેરિકા)થી

આ 14 ડિસેમ્બર, 2012ની વાત છે. સમાચાર મળ્યા કે એક બંદૂકધારી વ્યક્તિએ સૈન્ડી હૂક એલિમેન્ટ્રી સ્કૂલમાં ઘણાં બાળકો અને વયસ્કોની હત્યા કરી નાખી છે. આ સમાચારે દરેકને આઘાતમાં નાખી દીધા હતા.

ભારતીય અમેરિકન શેખર નરસિમ્હન એ સમયે વ્હાઇટ હાઉસમાં એક પાર્ટીમાં હતા, પરંતુ આ સમાચાર સાંભળીને તેમનો મૂડ બગડી ગયો હતો.

શેખર એ ઘટનાને યાદ કરે છે, "આ મામલાને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું નહોતું અને એક રીતે દબાવી દેવાયો હતો. અમે બધા ત્યાં જ બેઠા હતા."

તો પહેલી વાર ત્યાં તેમની મુલાકાત એક પાકિસ્તાની-અમેરિકી દિલાવર સૈયદ સાથે થઈ.

કૅલિફોર્નિયાના એક ટેકનોલૉજી ઉદ્યમી દિલાવર સૈયદ અનુસાર, "અમારી ભાવના એક જેવી હતી. આખા રૂમમાં મને એક શખ્સ એવો લાગ્યો જે દક્ષિણ-એશિયન અમેરિકી હતો અને જે મારી જેમ ભાવુક હતો."

બંનેએ આ મુલાકાત બાદ મળીને એએપીઆઈ વિક્ટ્રી ફંડની શરૂઆત કરી.

આ એક એવું અભિયાન છે જે એશિયન અમેરિકનો અને પ્રશાંત ક્ષેત્રના લોકો (એએપીઆઈ)ને અમેરિકાની રાષ્ટ્રીય અને ક્ષેત્રીય રાજનીતિમાં સક્રિય કરવાના હેતુથી શરૂ કરાયું હતું.

આ સમુદાયમાં મતદાતા તરીકે નોંધણી કરવાનો અને મત આપવાનો દર રાષ્ટ્રીય સરેરાશથી ઓછો છે.

જો બાઇડન સાથે શેખર નરસિમ્હન

ઇમેજ સ્રોત, DAVID LIENEMANN

ઇમેજ કૅપ્શન, જો બાઇડન સાથે શેખર નરસિમ્હન

શેખર નરસિમ્હન એક રોકાણકાર બૅન્કર છે અને તેઓ એએપીઆઈ વિક્ટ્રી ફંડ બોર્ડમાં વિવિધતાના હિમાયતી છે.

શેખર નરસિમ્હન જણાવે છે, "દિલાવર સાથે કામ કરવાનું મુખ્ય કારણ એ છે કે તે દેશના અન્ય ભાગમાંથી આવે છે અને તે એ લોકોનો સારો મિત્ર હતો જે મારા ઓળખીતા હતા.

જાન્યુઆરી મહિનામાં એએપીઆઈ વિક્ટ્રી ફંડે અમેરિકી રાષ્ટ્રપતિપદ માટે જો બાઇડનને સમર્થનની જાહેરાત કરી હતી.

એક અનુમાન પ્રમાણે, અંદાજે બે કરોડથી વધુ એશિયન અમેરિકી અને પ્રશાંત ક્ષેત્રના લોકો અમેરિકામાં રહે છે. આ સંખ્યા આખી વસતીથી છ ટકાથી વધુ છે.

દિલાવર અને શેખરનું માનવું છે કે જો બાઇડન અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે 'વધુ સમાનતાવાળા અને ન્યાયોચિત અમેરિકા'નું નેતૃત્વ કરશે.

બંનેએ જો બાઇડન માટે કૅમ્પેન કર્યું છે. તેઓએ વર્ચ્યુઅલ બેઠકો કરી છે અને લોકોને તેમના પક્ષમાં સંદેશ આપ્યા છે.

દિલાવર સૈયદ વ્હાઇસ હાઉસ કમિશનમાં કામ કરી ચૂક્યા છે. તેઓ કહે છે, "એવું નથી કે અમે ભારતીય અને પાકિસ્તાની અમેરિકન છીએ અને અમારી ભાષા અને ખાનપાન એક જેવા છે, એટલે અમારી વચ્ચે સારો મનમેળ છે અને અમે સાથે કામ કરવા તૈયાર થયા. આ એટલા માટે થયું કે અમારાં મૂલ્યો એક જેવાં હતાં."

line

વિભાજનના મુદ્દા

અમેરિકામાં થયેલાં વિરોધપ્રદર્શન
ઇમેજ કૅપ્શન, અમેરિકામાં થયેલાં વિરોધપ્રદર્શન

1947માં ભારતનું વિભાજન થયું અને પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું છે. હવે આ બંને દેશો પરમાણુ હથિયારથી સંપન્ન છે.

બંને દેશોએ ઘણી લડાઈ લડી છે. જમ્મુ-કાશ્મીરના પૂરા ક્ષેત્રમાં બંને દેશ પોતપોતાનો દાવો કરે છે અને એકબીજા પર આરોપ-પ્રત્યારોપની રાજનીતિ કરતા રહે છે.

બંને દેશો વચ્ચેની શત્રુતાએ ઘણી પેઢીઓને પ્રભાવિત કરી છે.

જોકે ઘણા ભારતીય અને પાકિસ્તાની અમેરિકનો જે ઇતિહાસની અલગઅલગ વ્યાખ્યાઓ વાંચી-શીખીને મોટા થયા છે, તેઓ માને છે કે જે મુદ્દાઓ પર મતભેદ છે એ તેમના વ્યક્તિગત સંબંધોમાં કોઈ પણ રીતે ખટાશ પેદા કરતા નથી અને પોતાની પસંદના કોઈ પણ ઉમેદવારને સમર્થન દેવા માટે એકસાથે છે.

વીડિયો કૅપ્શન, અમેરિકાની ચૂંટણીમાં ભારતીય મતદારો શું ભૂમિકા ભજવી શકે છે?

દિલાવર અને શેખર વિવાદાસ્પદ કાશ્મીર મુદ્દે કે પછી ઉપમહાદ્વીપના કોઈ અન્ય વિવાદિત મુદ્દાને લઈને વાત કરતા નથી.

શેખર જણાવે છે, "બિલકુલ નહીં. અમે તેને નજરઅંદાજ કરવાની કોશિશ કરીએ છીએ. અમે એકબીજાને એમ કહીએ છીએ કે આ ચૂંટણી ઘરેલુ મુદ્દાઓને લઈને છે."

ભારત પાકિસ્તાન પર ભારત પ્રશાસિત કાશ્મીરમાં અશાંતિ ફેલાવાનો આરોપ લગાવે છે, તો પાકિસ્તાન ભારત પર તેના ક્ષેત્રોમાં માનવાધિકારના ઉલ્લંઘનનો આરોપ મૂકે છે.

નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

મુખ્ય ધારાના મીડિયાનું એક જૂથ અને સોશિયલ મીડિયા આગમાં ઘી હોમવાનું કામ કરે છે.

એટલા માટે પહેલી પેઢીના ઘણા ભારતીય અને પાકિસ્તાની અમેરિકનો માટે તેમનો મત તેમની વ્યક્તિગત પસંદનો મામલો બની ચૂક્યો છે. તેમના વર્તમાન દેશ માટે કોઈ 'સારો' ઉમેદવાર છે કે નહીં, તેના હિસાબે તેઓ પોતાનો નિર્ણય લે છે.

શેખર કહે છે, "આ મુદ્દાઓ અમેરિકામાં મહત્ત્વના નથી. તમારા વિચાર અલગ હોઈ શકે, મારા વિચાર પણ અલગ હોઈ શકે, પરંતુ હું પરિણામોને પ્રભાવિત નથી કરતો. હું મોદી સાથે દરરોજ વાત નથી કરતો. તેઓ દરરોજ પાકિસ્તાનના વડા પ્રધાન સાથે વાત નથી કરતા. આ અમારા મુદ્દા નથી."

ભારતીય-પાકિસ્તાની અમેરિકનો કોઈ એકરૂપ સમુદાય નથી. તેમની પ્રતિક્રિયાઓ તેમના વ્યક્તિગત અનુભવોને કારણે છે.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

દિલાવર કહે છે, "મને લાગે છે કે પહેલી પેઢીના ઘણા પાકિસ્તાની અમેરિકનોએ 9/11ની ઘટના પછી એક અમેરિકન મુસલમાનની પોતાની ઓળખને વધુ અપનાવી છે, કેમ કે આ પ્રતિક્રિયાના રૂપમાં પોતાની આસ્થા પર ગર્વ દર્શાવવા જેવું છે."

"ટ્રમ્પ પ્રશાસનના સમયમાં ખાસ કરીને મેં મારી આસ્થાને વધુ દર્શાવી. હું ઇચ્છું છું કે લોકો જાણે કે એક અમેરિકન મુસલમાન આવો દેખાય છે."

જોકે અમેરિકામાં જન્મેલા અને મોટા થયેલા ઘણા ભારતીય અને પાકિસ્તાની અમેરિકનો માટે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો વિવાદ બહુ અગત્યનો નથી.

શેખર કહે છે, "મારો પુત્ર પોતાના એક ભારતીય અમેરિકન કરતાં હિન્દુ અમેરિકન કહેવડાવવાનું પસંદ કરે છે, કેમ કે હિન્દુ ધર્મ ભારતમાં વધુ વ્યાપક છે."

"તે કહે છે કે 50-60 વર્ષ પહેલાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે થયું એની સાથે મારે શું લેવાદેવા."

line

અસર કરનારા મુદ્દા

જો બાઇડન અને ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકામાં પાકિસ્તાની અમેરિકન સમુદાયની વસતી કમસે કમ દસ લાખ છે. તો ભારતીય અમેરિકનોની વસતી અંદાજે 45 લાખ છે.

બંને સમુદાયોમાં મોટી વસતીનો ઝુકાવ ડેમૉક્રેટ્સની તરફ છે, પરંતુ રિપબ્લિકન આ સમુદાયને પોતાની તરફ ખેંચવાની કોશિશમાં છે.

ભારતમાં જન્મેલા રિયલ્ટર (પ્રોપર્ટીનું કામ કરતા) રાજ કથુરિયા એક પાકિસ્તાની અમેરિકન શહાબ કરાનીને અંદાજે આઠ વર્ષથી ઓળખે છે.

તેમનાં ઘર મૈરીલૅન્ડમાં એકબીજાથી 20 મિનિટના અંતરે છે.

બંને રિપબ્લિકન પાર્ટીના સમર્થક છે અને ટ્રમ્પ માટે ઑનલાઇન કૅમ્પેન કરે છે.

મારા ઝૂમ કૉલ દરમિયાન બંને એકબીજાની મજાક કરતાં જોવા મળે છે.

રાજનાં માતાપિતા ભારત-પાકિસ્તાન વિભાજન સમયે પાકિસ્તાનથી ભારત ચાલ્યાં ગયાં હતાં.

રાજ કહે છે, "ભારત-પાકિસ્તાનના મુદ્દાઓથી અમે પ્રભાવિત થઈએ છીએ, કેમ કે અમે જે છીએ તે છીએ. જોકે હકીકતમાં આ અમારા પર અસર નથી કરતા, કેમ કે બધા પર સ્થાનિક રાજનીતિની અસર પડે છે."

હાલમાં થયેલા એક અધ્યયનમાં કહેવાયું હતું કે "ભારતીય અમેરિકન ભારત અને અમેરિકાના સંબંધોને ચૂંટણી દરમિયાન પોતાની પસંદ માટે એક નિર્ણાયક મુદ્દો માનતા નથી."

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

આ સમુદાય સામે અર્થવ્યવસ્થા અને હેલ્થકૅર- બે સૌથી મહત્ત્વના મુદ્દા છે.

શહાબ કહે છે, "અમારી ચિંતા એ છે કે અમે અમારો ટૅક્સ કેવી રીતે બચાવી શકીએ. કેવી રીતે સરકારી કૉન્ટ્રેક્ટ મેળવી શકીએ. હું પૈસા કમાવવા માટે શ્રીનગર જવાનો નથી."

ભારતીય અને પાકિસ્તાની અમેરિકનોએ ખાસ કરીને મહામારી દરમિયાન આગળ આવીને સામાજિક કાર્યોમાં ભાગ લીધો છે.

પછી કે વેપારી હોય, હેલ્થકૅર પ્રોફેશનલ હોય કે પછી ટેકનોલૉજી સૅક્ટરમાં કામ કરતો કોઈ પ્રોફેશનલ હોય.

બંને સમુદાયો ઘણી બાબતો એકબીજા સાથે શૅર કરે છે.

એટલે કે તેઓ એક જેવી ભાષા બોલે છે, તેમનું ખાનપાન એક જેવું છે અને ક્રિકેટ-બોલીવૂડને લઈને તેમનામાં દીવાનગી પણ એક જેવી છે.

ડલાસમાં રહેતા એક ભારતીય અમેરિકન મનુ મૈથ્યુનું કહેવું છે કે "મને અમેરિકામાં મળેલા કેટલાક બહુ સારા લોકો પાકિસ્તાનથી આવેલા છે."

તે અને તેમના પાકિસ્તાની અમેરિકન મિત્ર કામરાન રાવ અલી સ્થાનિક ડેમૉક્રેટ ઉમેદવાર કૈંડેસ વાલેજુએલાનું સમર્થન કરી રહ્યા છે.

કામરાન અલી પાકિસ્તાન-અમેરિકન પૉલિટિક્સ ઍક્શન કમિટીના રાષ્ટ્રીય બોર્ડના અધ્યક્ષ છે.

ભારત-પાકિસ્તાનના તણાવ અંગે મનુ કહે છે, અમે આ મુદ્દા પર વાત કરવાનું ટાળીએ છીએ, કેમ કે અમને ખબર છે કે અમે તેના પર સહમત થવાના નથી."

"જો હું કામરાન સાથે બેસીને લાંબા સમય સુધી પણ આ મામલે વાત કરું તો પણ હું જાણું છું કે અમે બંને આના પર સહમત નહીં થઈએ અને જે વાસ્તવિક સ્તરે થઈ રહ્યું છે તેમાં પણ કોઈ ફરક પડવાનો નથી."

ભલે આ ઉમેદ પ્રમાણેનો જવાબ ન હોય, તેમ છતાં તેનાથી ટકરાવ ઓછો થવાની આશા તો છે જ.

પાકિસ્તાનમાં જન્મેલા સબા શબનમ પોતાના ભારતીય અમેરિકન મિત્ર મોહમ્મદ ઉસ્માન સાથે મળીને કૈંડેસ વાલેજુએલા માટે કૅમ્પેન કરી રહ્યાં છે.

તેઓ કહે છે, "કાશ્મીર એક મુદ્દો તો છે અને આ મામલાથી અમારું દિલ દુખી છે. પણ આશા રાખું છું કે તેનો ઉકેલ આવી જાય."

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો