iPhone 12 : ઍપલે ચાર નવાં iPhone મૉડલ લૉન્ચ કર્યાં

ઍપલ

ઇમેજ સ્રોત, APPLE

અમેરિકાની ટૅક કંપની ઍપલે આઇફોન 12 સીરિઝ લૉન્ચ કરી દીધી છે જે અંતર્ગત ચાર નવાં મૉડલ લૉન્ચ કરાયાં છે.

મંગળવારે એક ડિજિટલ ઇવેન્ટ દ્વારા તેની જાહેરાત કરવામાં આવી.

ઍપલે એ વાતની પુષ્ટિ કરી છે કે આઇફોન 12ના હૅન્ડસેટમાં 5જી નેટવર્ક હશે.

ઍપલના પ્રમુખ ટિમ કુકે કહ્યું, "અમે આઇફોનની આખી લાઇનઅપને 5જી લાવી રહ્યા છીએ. આ આઇફોન માટે નવા યુગની શરૂઆત છે."

કેટલો મોંઘો?

ઍપલે આઇફોન 12 (64, 128, 256 જીબી સ્ટોરેજ), આઇફોન 12 Mini (64, 128, 256 જીબી સ્ટોરેજ) સિવાય આઇફોન 12 Pro (64, 128, 256 જીબી સ્ટોરેજ), આઇફોન 12 Pro Max (64, 128, 256 જીબી સ્ટોરેજ) લૉન્ચ કર્યો છે. તેની કિંમત અંદાજે 70 હજારથી એક લાખ 30 હજારની વચ્ચે છે.

આઇફોન 12 Miniની કિંમત 69,900, આઇફોન 12ની કિંમત 79,900, આઇફોન 12 Proની કિંમત 1,19,900 અને આઇફોન 12 Pro Max ની કિંમત 1,29,000 રૂપિયા છે.

સ્ટોરેજને ધ્યાનમાં રાખીએ તો કિંમતમાં વધારો થતો જાય છે. 64 જીબી સ્ટોરેજવાળા આઇફોન 12 Miniની કિંમત ભારતમાં 69,900 રૂપિયા છે.

જો 512 જીબી સ્ટોરેજવાળા આઇફોન Pro Maxની કિંમત 1,59,900 રૂપિયા હશે.

આઇફોન 12 Mini 5જી ટૅકનૉલૉજીવાળો દુનિયાનો સૌથી નાનો ફોન છે.

line

16 ઑક્ટોબરથી પ્રી-ઑર્ડર શરૂ થશે

ઍપલ

ઇમેજ સ્રોત, APPLE

દુનિયામાં આઇફોન 12 Miniનો પ્રી-ઑર્ડર છ નવેમ્બરથી શરૂ થશે અને 13 નવેમ્બરથી ફોન પ્રાપ્ય હશે, આઇફોન 12 અને આઇફોન 12 Pro નો પ્રી-ઑર્ડર 16 ઑક્ટોબરથી શરૂ થશે અને 23 ઑક્ટોબરથી ફોન મળવાના શરૂ થશે જ્યારે આઇફોન 12 Pro Max નો પ્રી-ઑર્ડર 13 નવેમ્બરથી શરૂ થશે અને 20 નવેમ્બરથી વેચાણ શરૂ થશે.

પરંતુ ભારતમાં આ નવા આઇફોન ક્યારથી મળશે તેની અંગે કોઈ જાણકારી નથી.

જ્યાં કોરોના અને આર્થિક મંદીને કારણે દુનિયાના બજારો ઠંડા પડ્યા છે ત્યાં ઍપલે ગત વર્ષમાં પોતાના ફોનના વેચાણમાં વધારો કર્યો છે.

નિષ્ણાંતોનું કહેવું છે કે વર્ષ 2014માં જ્યારે કંપનીએ આઇફોન 6 લૉન્ચ કર્યો હતો, તે પછી આઇફોન 12ના નવા ફીચરના કારણે કંપની માટે ગ્રો કરવાની સૌથી સારી તક છે.

ઍપલના પ્રમુખ ટીમ કુકે કહ્યું, "5જી ટૅકનૉલૉજી ડાઉનલોડ અને અપલોડ કરવા માટે એક નવા સ્તરનું પર્ફોર્મન્સ આપશે, વીડિયો સ્ટ્રીમિંગ ઉચ્ચ ક્વૉલીટીની હશે, ગેઇમ વધારે મજેદાર રહેશે, રિયલ ટાઇમ પરસ્પર સંવાદ સિવાય ઘણું બધું હશે."

line

હેડફોન અને ચાર્જર નહીં હોય

ઍપલે

ઇમેજ સ્રોત, APPLE

આઇફોન 12 Proની સ્ક્રીન પહેલાં કરતાં મોટી છે.

પરંતુ પહેલીવાર નવા આઇફોનમાં હેડફોન અને ચાર્જર નહીં હોય.

ઍપલનું કહેવું છે કે પર્યાવરણ પર આની અસરને ઓછી કરવા માટે આવું કરવામાં આવ્યું છે.

ઍપલ અનુસાર આઇફોન 12ની સ્ક્રીન 6.1 ઇંચની હશે પરંતુ પહેલાંના આઇફોનની સરખામણીમાં નવો ફોન 11 ટકા પાતળો અને 16 ટકા હળવો હશે.

કંપનીનું કહેવું છે કે નવા ફોનની સ્ક્રીનનું રિઝોલ્યુશન વધારે છે અને તેમાં સિરામિક શીલ્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

તેમાં પહેલીવખત એ-14 ચીપ લગાવવામાં આવી છે જે પાંચ નેનોમીટર પ્રોસેસર પર બનાવવામાં આવી છે. તેનાથી તસવીર સારી લેવાશે.

line

ફ્લૅશ વગર રાત્રે સેલ્ફી

ફોટો

ઇમેજ સ્રોત, Debajyoti Chakraborty/NurPhoto via Getty Images

કંપનીનું કહેવું છે કે નવા ફોનમાં ફ્લૅશનો ઉપયોગ કર્યા વિના જ નાઇટ-મોડમાં સેલ્ફી લઈ શકાય છે.

આ સિવાય કલર અને કૉન્ટ્રાસ્ટની બાબતમાં પણ નવા ફોનના ફીચર પહેલાં કરતાં ઘણાં સારાં છે.

આઇફોન 12 Pro ની સ્ક્રીન 6.1 ઇંચની હશે જ્યારે આઇફોન 12 Pro Max ની સ્ક્રીન 6.7 ઇંચની હશે.

બંને Pro મૉડલમાં 128 ગીગાબાઇટ સ્ટોરેજ હશે.

આઇફોન 12માં 12 મેગાપિક્સેલના બે વાઇડ ઍંગલ કૅમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેના વિશે ઍપલનો દાવો છે કે તે ઓછા પ્રકાશમાં પણ શાનદાર તસવીર ક્લિક કરે છે.

જ્યાં સુધી વીડિયો રેકર્ડિંગની વાત છે તો આઇફોન 12માં નાઇટ મોડ ટાઇમ લૅપ્સ ફીચર પણ આપવામાં આવ્યું છે જે ઓછા પ્રકાશમાં સારા વીડિયો રેકર્ડ કરે છે.

line

5જી ટૅકનૉલૉજી

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

સેમસંગે પહેલીવાર ફેબ્રુઆરી 2019માં 5જી ટૅકનૉલૉજીવાળો ગેલેક્સી S10 લૉન્ચ કર્યો હતો. તે પછી ખ્વાવે, વન પ્લસ અને ગૂગલે પણ 5જી ટૅકનૉલૉજીવાળો મોબાઇલ ફોન લૉન્ચ કર્યો હતો.

પરંતુ નિષ્ણાંતોનું કહેવું છે કે હવે આ ફીચર્સમાં લોકોને બહુ સામાન્ય રસ છે.

ટૅક સંશોધક કંપની ફૉરેસ્ટરના ટૉમસ હસનનું કહેવું છે કે ઍપલ કદાચ જ કોઈ નવી ટૅકનૉલૉજી લૉન્ચ કરે છે. તે તકનીક પરિપક્વ બને ત્યાં સુધી રાહ જુએ છે જેથી ગ્રાહકોને એક નવા પ્રકારનો અનુભવ આપી શકે."

ઍપલનું કહેવું છે કે તેમણે નવા આઇફોનને 5જીને 3.5 ગીગાબાઇટ્સ પર સેકન્ડની સ્પીડથી ટેસ્ટ કર્યો છે. આનો અર્થ એ છે કે લગભગ 20 ગીગાબાઇટવાળી કોઈ ફિલ્મ માત્ર 45 સેકન્ડમાં ડાઉનલોડ થઈ જશે.

ફ્યૂચરસોર્સ કન્સ્લટન્સીના સ્ટીફન મિયર્સ અનુસાર "બૅટરી બચાવવા માટે આઇફોન 12ની 4જી અને 5જીની વચ્ચે સ્વીચ કરવાની ક્ષમતા એ વાતને ઉજાગર કરે છે કે ગ્રાહકો માટે હંમેશાં 5જી ઉપલબ્ધ હોવું જરૂરી નથી."

પરંતુ કંપનીનું કહેવું છે કે ગ્રાહકોના અનુભવનું નેટવર્ક અને વિસ્તારના હિસાબે અલગ-અલગ હશે અને 5જી સેવા હંમેશાં ચાલુ નહીં રહે.

5જી નેટવર્ક શરૂ કરનાર બ્રિટન બીજો યુરોપિયન દેશ હતો. આનાથી બ્રિટનને ફાયદો થયો પરંતુ તેનું કવરેજ ખૂબ જ છૂટુછવાયું રહ્યું.

અમેરિકા ઍપલનું સૌથી મોટું બજાર છે. અહીં 5જીની સ્પીડ ઘણી ઓછી છે. એક સ્ટડી પ્રમાણે કૅનેડાનું 4જી નેટવર્ક અમેરિકાના 5જીથી વધારે ઝડપી છે અને કેટલાક દેશોમાં તો 5જી ટૅકનૉલૉજી સામાન્ય માણસ માટે ઉપલબ્ધ નથી.

ચીન ઍપલનું બીજું મોટું બજાર છે. ચીનની સરકારે પોતાને ત્યાં 5જી ટૅકનૉલૉજીને ખૂબ પ્રોત્સાહન આપ્યું છે અને હાલમાં જ સરકારે એલાન કર્યું છે કે બીજિંગ અને શેનઝેનમાં 5જી નેટવર્કનું કામ પૂર્ણ થયું છે.

ઍપલે સ્માર્ટ સ્પીકરવાળું નવું વર્ઝન પણ લૉન્ચ કર્યું છે. જેનું નામ છે હૉમપોડ મિની.

તે પહેલાંની સરખાણીએ વધારે વોઇસ કમાન્ડો સમજી શકે છે અને તેમાં હોમ ઇન્ટરકૉમની સિસ્ટમ અપાઈ છે.

આ ડિવાઇસમાં નજીકના આઇફોનને ડિટેક્ટ કરી શકશે અને તેની સાથે મ્યુઝિકને આધારે વિઝ્યુઅલ અને વાઇબ્રેશનની ઇફેક્ટ આપશે.

પહેલું હોમપૉડ 2018માં લૉન્ચ થયું હતું, જે ઍમેઝોન અને ગુગલ જેવી કંપનીઓથી પાછળ રહી ગયું હતું.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો