સ્માર્ટફોન સતત જોવાથી શરીરનાં હાકડાં નબળાં પડી જાય?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, જારિયા ગૉર્વેટ
    • પદ, બીબીસી ફ્યૂચર

આધુનિક જીવનશૈલી ન માત્ર આપણી જિંદગી પર અસર કરે છે, પરંતુ શારીરિક રીતે પણ ઘણા ફેરફાર લાવે છે.

તાજેતરનું રિસર્ચ દર્શાવે છે કે ઘણા લોકોની ખોપરીના પાછળના ભાગમાં ખીલીના ઉપરના ભાગ જેવો આકાર ઊપસી રહ્યો છે અને કોણીનાં હાડકાં કમજોર થઈ રહ્યાં છે.

શરીરનાં હાડકાંમાં આવતો આ ફેરફાર ચોંકાવનારો છે.

દરેક માણસના શરીરનો બાંધો તેના ડીએનએ પ્રમાણે તૈયાર થાય છે. જીવન જીવવાની રીતભાત પ્રમાણે તેમાં બદલાવ આવવા લાગે છે.

શોધકો હાડકાંઓની બાયૉગ્રાફીને ઑસ્ટિયો બાયૉગ્રાફી કહે છે. જેમાં હાડકાંના બંધારણને જોઈને એ જાણવાની કોશિશ કરવામાં આવે છે કે એ શરીરનો માલિક કેવી રીતે જિંદગી જીવતો હતો. એ કેવી રીતે ચાલતો, બેઠતો, ઊંઘતો અને ઊભો થતો હતો.

એવી માન્યતા છે કે આપણે જેવી લાઇફ સ્ટાઇલ અપનાવીએ એ પ્રમાણે શરીર આકાર લે છે.

line

માણસની કોણી કમજોર કેમ થઈ રહી છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ઉદાહરણ તરીકે આજે આપણે લેપટૉપ, કમ્પ્યૂટર, મોબાઇલ પર વધુ સમય વિતાવીએ છીએ. મતલબ કે આપણી કોણી લાંબા સમય સુધી વળેલી રહે છે.

એની અસર કોણીની રચના પર પડે છે. જર્મનીમાં તેનું એક ઉદાહરણ જોવા મળ્યું છે.

રિસર્ચમાં જાણવા મળ્યું છે કે અહીંના નવયુવાનોની કોણી પહેલાં કરતાં પાતળી થવા લાગી છે. એ પરથી સ્પષ્ટ થાય છે કે નવી જીવનશૈલી આપણા શરીરની રચના, ખાસ કરીને હાડકાં પર અસર કરે છે.

વર્ષ 1924માં મારિયાના અને ગુઆમ દ્વીપ પર ખોદકામ વખતે વિશાળકાય માનવીનાં કંકાલ મળ્યાં હતાં. આ કંકાલ સોળમી કે સત્તરમી સદીના બતાવવામાં આવ્યા હતા.

જેમાં ખોપરી, ખભાનું હાડકું, હાંસડી અને પગના નીચેના ભાગનું હાડકું ઘણું મજબૂત હતું.

એ પરથી ખ્યાલ આવે છે કે એ સમયના લોકો આજના માનવી કરતાં અલગ હતા.

આ દ્વીપની પૌરાણિક કહાણીઓમાં તાઉ તાઉ તાગ્ગાનો ઉલ્લેખ આવે છે. એ બેહદ શારીરિક તાકાતવાન પૌરાણિક પાત્ર હતું, પરંતુ સવાલ એ છે કે તે આટલું તાકાતવર કેમ હતું?

હકીકતમાં જે વિસ્તારમાંથી આ કંકાલ મળ્યા હતા એ ત્યાંના લોકો પથ્થરોનું કામ કરતા હતા.

line

તાકાતવર માણસનો દોર

મારિયાના, ગુઆમ દ્વીપ પર વિશાળકાય માનવીનાં કંકાલ મળ્યાં હતાં

ઇમેજ સ્રોત, Getty Images

મોટામોટા પહાડને તોડીને તેઓ ઘર બનાવતા હતા. આ દ્વીપમાં સૌથી મોટા ઘરમાં 16 ફૂટના થાંભલા લાગેલા હતા, જેનું વજન 13 ટન હતું.

એ સમયે આજની જેમ મશીનો નહોતાં. એટલા માટે અહીંના લોકોએ ઘણી મહેનત કરવી પડતી. તેના કારણે તેમના શરીરનાં હાડકાં પણ મજબૂત થતાં ગયાં.

જો એ સમયની તુલના 2019ના મૉડર્ન જીવન સાથે કરવામાં આવે તો આપણું શરીર ઘણું કમજોર છે.

આ નવી જીવનશૈલીનું પરિણામ છે. આજે કોઈ પણ ગળું ઝુકાવીને મોબાઇલ સ્ક્રીન જોતા નજરે ચડે છે.

ઑસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિક ડેવિડ શાહર માનવશરીરની રચના પર છેલ્લાં વીસ વર્ષથી રિસર્ચ કરે છે.

છેલ્લા એક દશકમાં તેઓ પામ્યા કે દર્દીઓની ખોપરીમાં ખીલી જેવા આકારનું હાડકું ઊપસી રહ્યું છે.

આને સાયન્સની ભાષામાં ઍક્સ્ટર્નલ ઑક્સિપિટલ પ્રૉટ્યૂબરેન્સ કહે છે. આ ખોપરીના નીચેના ભાગે અને ગળાથી ઉપર હોય છે.

માથામાં હાથ ફેરવવાથી તેનો અનુભવ કરી શકાય છે, જો માથામાં વાળ ન હોય તો એ સ્પષ્ટ રીતે દેખાય છે.

line

સ્માર્ટફોનની અસર?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

હાલના દશક પહેલા માનવીય ખોપરીમાં ખીલીના ઉપરના ભાગ જેવું હાડકું કોઈકોઈમાં જોવા મળતું હતું.

સૌથી પહેલાં એ 1885માં જોવા મળ્યું હતું. એ સમયે ફ્રાન્સના મશહૂર વૈજ્ઞાનિક પૉલ બ્રોકા માટે પણ આ નવી શોધ હતી, કેમ કે તેઓ ઘણી પ્રજાતિઓ પર રિસર્ચ કરી ચૂક્યા હતા. તેમને કોઈમાં પણ આ પ્રકારનું હાડકું જોવા મળ્યું નહોતું.

ડેવિડ શાહરે 18થી 86 વર્ષના અંદાજે એક હજાર લોકોની ખોપરીના એક્સ-રે પર રિસર્ચ કર્યું હતું. તેમને જાણવા મળ્યું કે 18થી 30 વર્ષની ઉંમરવાળા લોકોની ખોપરીમાં ખીલીના ઉપરના ભાગ જેવું હાડકું કે સ્પાઇક વધુ હતું.

શાહરના પ્રમાણે તેનું કારણ ગેઝેટ્સ અને સ્માર્ટફોનનો ઉપયોગ છે. જ્યારે આપણે કોઈ ગેઝેટ્સ પર નજર રાખીને કામ કરીએ છીએ, ત્યારે ગરદન નીચી રાખીએ છીએ. જેના કારણે ગરદનની માંસપેશીઓને શ્રમ પડે છે અને દર્દ સરભર કરવા માટે એક નવા પ્રકારનું હાડકું પેદા થાય છે.

શાહરનું કહેવું છે કે વાંકા વળીને બેસવાને કારણે ખોપરીમાં આ પ્રકારનું હાડકું આકાર પામે છે.

ગેઝેટ્સના સંપર્કમાં આવ્યા પહેલાં અમેરિકામાં સરેરાશ હર કોઈ લગભગ બે કલાક પુસ્તક વાંચવામાં પસાર કરતા હતા, પરંતુ આજે લોકો તેમનો બમણો સમય ફોન અને સોશિયલ મીડિયામાં વિતાવે છે.

સ્પાઇકના સંદર્ભમાં 2012માં ભારતના ઑસ્ટિયોલૉજિકલ લૅબમાં રિસર્ચ થયું છે. આ લૅબમાં માત્ર હાડકાં પર રિસર્ચ થાય છે.

અહીંના રિસર્ચમાં સ્પાઇકની લંબાઈ માત્ર આઠ મિલીમિટર છે, જ્યારે શાહરના રિસર્ચમાં તેની લંબાઈ 30 મિલીમિટર સુધી જોવા મળી છે.

શાહરના મતે ખોપરીમાં થનારી ખૂંધ જીવલેણ નથી. પણ આ વધતી જશે. તેનાથી કોઈ પરેશાની પણ નહીં થાય.

line

સરળ જીવનશૈલીની અસર

આધુનિક જીવનશૈલી શરીરને નબળું બનાવે છે?

ઇમેજ સ્રોત, ALAMY

જર્મનીમાં એક અલગ પ્રકારનું રિસર્ચ સામે આવ્યું છે.

ક્રિશ્ચિયન શૈફલરનું કહેવું છે કે, 'જર્મનીમાં નવી પેઢીનાં બાળકોનું શરીર સતત નબળું પડી રહ્યું છે. ખાસ કરીને કોણી બહુ પાતળી અને કોમળ થઈ રહી છે.'

'અગાઉ તેને વંશાનુગત માનવામાં આવ્યું હતું. પછી તેનું કારણ કુપોષણ સમજવામાં આવ્યું, પરંતુ જર્મનીમાં તેને કોઈ અવકાશ નથી. હવે તેનું કારણ આધુનિક જીવનશૈલી માનવામાં આવે છે.'

જ્યારે બાળકો બહુ શારીરિક શ્રમ કરે ત્યારે તેમની માંસપેશી અને હાડકાંના નવા કોષ બને છે. જેનાથી શરીર મજબૂત રહે છે. પરંતુ નવી જીવનશૈલીમાં બાળકો કસરત નથી કરતાં જેની અસર તેમના શરીર પર પડે છે.

માનવવિકાસનો ઇતિહાસ દર્શાવે છે કે તે એક દિવસમાં 30 કિલોમિટર સુધી ચાલી શકે છે. પરંતુ આજનાં બાળકો 30 મિટર પણ ચાલી શકતાં નથી.

બહુ લાંબા સમય સુધી ચાલતાં હોવ તો આપણા શરીરમાં આ ફેરફાર આવી શકે છે. હવે વર્તમાન સમયમાં આપણને તેનો અંદાજ આવે છે.

જડબાંને જોઈને માનવીની ખાણીપીણીનો અંદાજ લગાવી શકાય છે, કેમ કે જડબાં પર જે રીતે દબાણ આવે એ પ્રમાણે માંસપેશી અને હાડકાંના કોષ બનવા લાગે છે.

આજના સમયમાં બાળકોનાં જડબાં પણ મજબૂત નથી, કેમ આજે એવો ખોરાક મળે છે કે જેને ચાવવાની બહુ જરૂર હોતી નથી. અને ખોરાક પણ એટલો નરમ હોય છે કે જડબાંને શ્રમ નથી પડતો.

ઘણા લોકો તો પ્રવાહી ખોરાક જ લેતા હોય છે. એટલા માટે આજે દાંતની સમસ્યા પણ સામાન્ય થઈ ગઈ છે.

સિક્કાની બે બાજુની જેમ આધુનિક જીવનશૈલીના ફાયદા અને નુકસાન બંને છે. આપણે એ નક્કી કરવું પડશે કે આપણી ભલાઈ શેમાં છે.

આધુનિક જીવનશૈલીએ આપણી જિંદગીને બહુ સરળ અને વિકાસિત બનાવી છે. પરંતુ ખોટી આદતોને કારણે આપણે પોતાના માટે જ મુશ્કેલી પેદા કરી રહ્યા છીએ. હવે નિર્ણય તમારે કરવાનો છે.

line
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો