અમદાવાદના યોગ શિક્ષિકા પાસેથી શીખો, કેવી રીતે કરવા 4 ખાસ આસન?

વીડિયો કૅપ્શન, અમદાવાદ : જિજ્ઞા ત્રિપાઠી પાસેથી શીખો કેવી રીતે કરવા 4 ખાસ યોગ?

શુક્રવારે વિશ્વ યોગ દિવસ આવી રહ્યો છે. આ યોગ દિવસ પર તમારે કયા આસન શીખવા જોઈએ કે જેનાથી તમારા શરીરને ઘણાં ફાયદા થઈ શકે?

અમદાવાદ સ્થિત વશિષ્ઠ યોગ આશ્રમનાં યોગ શિક્ષિકા જિજ્ઞા ત્રિપાઠી કેટલાંક એવા જ આસન શીખવી રહ્યાં છે કે જેનાથી તમને રોજિંદા જીવનમાં ઘણી મદદ મળી શકે છે.

જિજ્ઞા ત્રિપાઠી ચાર પ્રકારના ખાસ આસન, તાડાસન, ત્રિકોણાસન, ભદ્રાસન અને વક્રાસન શીખવી રહ્યાં છે. વીડિયોમાં જુઓ કેવી રીતે કરશો આ આસન.

નોંધ : આ આસન નિષ્ણાતોની દેખરેખ હેઠળ જ કરવાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો