તનિષ્ક : સોશિયલ મીડિયામાં વિરોધ બાદ હઠાવી દેવાયેલી જાહેરાતમાં શું હતું?

તનિષ્કનાં વિજ્ઞાપનની તસવીર

ઇમેજ સ્રોત, TanishqAD

ભારતની જાણીતી જ્વેલરી બ્રાન્ડ તનિષ્કની આંતરધર્મ લગ્નની લઈને એક જાહેરાતને લઈને વિવાદ થયો અને આ જાહેરાત પાછી ખેંચી લેવાઈ છે.

તનિષ્ક બ્રાન્ડની જાહેરાતનો સોશિયલ મીડિયામાં ભારે વિરોધ થઈ રહ્યો હતો.

આ જાહેરાતમાં આંતરધર્મી દંપતીને દર્શાવવામાં આવ્યું છે અને હિંદુ વહુ તથા મુસ્લિમ સસરાપક્ષના સભ્યો બતાવવામાં આવ્યાં છે.

સોશિયલ મીડિયા પર આ જાહેરાતની ટીકા કરનારા લોકોનો આરોપ છે કે આ જાહેરાત 'લવ-જેહાદને પ્રોત્સાહન' આપે છે.

હિંદુ-મુસ્લિમ યુગલોનાં લગ્ન ભારતમાં વિવાદનો વિષય રહ્યાં છે. જમણેરી વિચારધારાવાળા સંગઠનો 'લવ-જેહાદ વિરુદ્ધ' અભિયાન ચલાવતાં આવ્યાં છે.

સોશિયલ મીડિયા પર કેટલાટ યૂઝર્સ તનિષ્ક વિરુદ્ધ ટિપ્પણીઓ કરી રહ્યા હતા અને બ્રાન્ડનો બહિષ્કાર કરવાની હાકલ પણ કરી રહ્યા છે. આ મુદ્દો ટ્વિટર પર ટ્રૅન્ડ થઈ રહ્યો છે.

બીજી તરફ કેટલાક ટ્વિટર યૂઝર્સ તનિષ્ક બ્રાન્ડની વિરુદ્ધમાં કૉમેન્ટ કરી રહેલા લોકોની ટીકા કરી રહ્યા છે.

line

જાહેરાતમાં શું છે?

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

યુટ્યૂબમાં આ જાહેરાતને પોસ્ટ કરવામાં આવી ત્યારે તેમાં લખ્યું હતું, "આ મહિલાનાં લગ્ન એ પરિવારમાં થયાં છે, જ્યાં તેમને પુત્રીની જેમ પ્રેમ કરે છે. તેમનાં માટે આ પરિવાર એવા અવસરની ઉજવણી કરે છે, જેની ઉજવણી સામાન્ય રીતે તેમની ત્યાં નથી થતી. બે અલગ-અલગ સંસ્કૃતિ, ધર્મ અને પરંપરાનું સુંદર જોડાણ."

43 સેકન્ડની આ જાહેરાતમાં તનિષ્કની 'એક્તવમ્' જ્વેલરી લાઇનનો પ્રચાર કરવામાં આવ્યો હતો પરંતુ હવે તનિષ્કે સોશિયલ મીડિયા ચેનલ્સ પરથી જાહેરાત હઠાવી લીઘી છે.

બીબીસીએ તનિષ્કના અધિકારીઓનો સંપર્ક કર્યો હતો પરંતુ તેમણે કોઈ જવાબ આપ્યો ન હતો.

તનિષ્ક બ્રાન્ડે પહેલાં સોશિયલ મીડિયા પર કૉમેન્ટ્સ ડિઝેબલ કરી હતી, પછી લાઇક્સ અને ડિસ્લાઇક્સને પણ ડિઝેબલ કર્યાં હતાં. પછી આ વીડિયો હઠાવી લેવાયો હતો.

line

સોશિયલ મીડિયામાં ચર્ચા

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

કૉંગ્રેસના સંસદસભ્ય શશિ થરૂરે આ વીડિયોને લઈને ટ્વીટ કર્યું છે.

તેમણે કહ્યું, "હિંદુ-મુસ્લિમ એકત્વમથી તેમને કેટલી હેરાનગતિ થાય છે, એ લોકો સૌથી લાંબા સમયથી હિંદુ-મુસ્લિમ એકતાના પ્રતીક રહેલા ભારતનો બહિષ્કાર કેમ નથી કરી દેતા?"

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

ત્યારે ભાજપના સભ્ય ખેમચંદ શર્માએ #Lovejihad અને #boycotttanishq હૅશટૅગ સાથે લખ્યું કે આ લોકો કેમ હિંદુ વહુને મુસ્લિમ સાસુ સાથે બતાવીને ગુણગાન ગાઈ રહ્યા છે. આ લોકો હિંદુ પરિવારમાં મુસ્લિમ વહુને કેમ નથી બતાવતાં. લાગે છે કે આ લોકો લવ-જેહાદને પ્રોત્સાહન આપી રહ્યા છે.

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

ત્યારે પારસ ઠક્કર નામના ટ્વિટર યૂઝરે લખ્યું કે 'આ જાહેરાત સીધેસીધી લવ-જેહાદને પ્રોત્સાહન આપે છે.'

બદલો X કન્ટેન્ટ, 4
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 4

ત્યારે કાર્તિક નામના ટ્વિટર યૂઝરે લખ્યું, ક્રૂરતાપૂર્વક ટ્રોલિંગ પછી તનિષ્કે આ જાહેરાત હઠાવી દીધી. આ પરિસ્થિતિ દુખદ છે.

બદલો X કન્ટેન્ટ, 5
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 5

લેખક ચેતન ભગતે લખ્યું છે કે જો તનિષ્કે કંઈ ખોટું ન કર્યું હોય તો તેમને આ જાહેરાત હઠાવવાની શું જરૂર?

બદલો X કન્ટેન્ટ, 6
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 6

કૉંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ લખ્યું, "જાહેરાતનો વિરોધ કરનારા લોકો સાસુ સાથે વહુને ખુશ નથી જોઈ શકતા. આ લોકોએ ટીવીનાં સિરીયલ અને ધારાવાહિક ખૂબ જોયાં છે."

બદલો X કન્ટેન્ટ, 7
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 7

ત્યારે સંદીપ સિંહ નામના ટ્વિટર યૂઝરે મજાક ઉડાવતાં લખ્યું કે લોકો એવી રીતે તનિષ્કના બૉયકૉટને ટ્રૅન્ડ કરી રહ્યા છે, જાણે રોજ તનિષ્કમાંથી જ્વેલરી ખરીદતા હોય.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો