જોર્ડનમાં ભયાનક બ્લાસ્ટ, આકાશમાં દેખાયા નારંગી રંગના આગના ગોળા

જોર્ડનની રાજધાની અમ્માન પાસે આવેલા એક સૈન્ય અડ્ડા પર બ્લાસ્ટ થયા છે.

રાજધાની નજીક આવેલા ઝર્કા સૈન્ય અડ્ડા પર ઘણા બ્લાસ્ટના અવાજ સાંભળવા મળ્યા છે.

સોશિયલ મીડિયા પર આવી રહેલી તસવીરો અને વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બ્લાસ્ટ એટલા મોટા હતા કે આકાશમાં નારંગી રંગના આગના ગોળા બની ગયા હતા.

અધિકારીઓનું કહેવું છે કે બ્લાસ્ટ એક જૂની ઑર્ડિનન્સ ફેક્ટરીની ગોદામમાં થયા છે અને તેનું કારણ શૉર્ટ સર્કિટ છે.

સમાચાર એજન્સી રૉયટર્સ અનુસાર સરકારના પ્રવક્તા અમજદ અદીલાએ સરકારી મીડિયાને આ મામલે જાણકારી આપી છે.

તેમના અનુસાર, "શરૂઆતની તપાસથી જાણવા મળ્યું છે કે સેનાના હથિયાર રાખવાના ડૅપોમાં ઇલેક્ટ્રિક સર્કિટમાં ગડબડને કારણે આ દુર્ઘટના ઘટી છે."

"આ રહેણાંક વિસ્તાર નથી અને અહીં લોકોની અવરજવર પણ ઓછી હોય છે."

જોકે, પાસે રહેનારા લોકોનું કહેવું છે કે બ્લાસ્ટને કારણે અનેક ઘરોની બારીઓ અને કાચ તૂટી ગયાં છે.

બ્લાસ્ટમાં જાનહાનિ મામલે હજી સુધી કોઈ જાણકારી મળી નથી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો