અમેરિકા : જ્યોર્જ ફ્લૉઇડની જિંદગીની અંતિમ પળોની ચોંકાવી દેનારી કહાણી

જ્યોર્જે વારંવાર પોલીસ અધિકારીઓને કહ્યું હતું કે તેઓ શ્વાસ લઈ શકતા નથી

ઇમેજ સ્રોત, TWITTER/RUTH RICHARDSON

ઇમેજ કૅપ્શન, જ્યોર્જે વારંવાર પોલીસ અધિકારીઓને કહ્યું હતું કે તેઓ શ્વાસ લઈ શકતા નથી

અમેરિકામાં જ્યોર્જ ફ્લૉઇડના મૃત્યુનો મામલો ફરી એક વાર ચર્ચામાં છે. આ મામલે કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે અને કોર્ટમાં દાખલ કરાયેલા દસ્તાવેજોથી ચોંકાવનારી જાણકારી સામે આવી છે.

જ્યોર્જ ફ્લૉઇડની હત્યાના આરોપનો સામનો કરી રહેલા પોલીસ અધિકારીએ જ્યારે ઘૂંટણથી તેમનું ગળું દબાવી રાખ્યું હતું અને તેઓ હાફતાં કશુંક કહેવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે તેમને ચૂપ રહેવાનું કહેવાઈ રહ્યું હતું.

બૉડી કૅમ (શરીરમાં લાગેલા કૅમેરા) ફૂટેજ અને રેકર્ડ થયેલી વાતચીતની ટ્રાન્સસ્ક્રિપ્ટ મુજબ હથિયાર વિનાના જ્યોર્જ ફ્લૉઇડે કસણતાં પોતાના દિવગંત માતા અને બાળકોનું નામ લીધું હતું.

જ્યોર્જ ફ્લૉઇડ કહી રહ્યા હતા કે મિનિયાપોલીસના પોલીસવાળા મને મારી નાખશે.

આ ઘટનામાં સામેલ ચાર પોલીસ અધિકારીઓમાંના એકના વકીલે આ દસ્તાવેજ કોર્ટમાં સોંપ્યા.

આ ટ્રાન્સસ્ક્રિપ્ટથી સ્પષ્ટ ખબર પડે છે કે જ્યોર્જ ફ્લૉઇડની જિંદગીની અંતિમ પળોમાં શું થયું હતું. મે મહિનામાં તેમના મૃત્યુ પછી દુનિયાભરમાં વિરોધપ્રદર્શનો થયાં હતાં.

જ્યોર્જ ફ્લૉઇડના મોતને લઈને વંશવાદ સામે શરૂ થયેલું વિરોધપ્રદર્શન આગળ જતાં 'બ્લૅક લાઇવ્સ મેટર' આંદોલનમાં ફેરવાઈ ગયું હતું.

દુનિયાભરમાં આ મામલે ચર્ચા થઈ રહી છે અને આ ઘટનાને અમેરિકાના ઇતિહાસના ગુલામી અને ભેદભાવના દોરના પ્રતિબિંબના રૂપે જોવાઈ.

જ્યોર્જ ફ્લૉઇડની ધરપકડની પોલીસની કાર્યવાહીમાં સામેલ ચાર અધિકારીને નોકરીમાં કાઢી મૂક્યા છે અને તેમની ધરપકડ કરાઈ.

જ્યોર્જનું ગળું પોતાના ઘૂંટણથી દબાવનારા પોલીસ અધિકારી ડેરેક શૉવિન પર સેકન્ડ ડિગ્રી મર્ડર સહિત ઘણા અન્ય આરોપો લગાવવામાં આવ્યા.

જ્યારે અન્ય ત્રણ અધિકારી થૉમસ લેન, જે ઍલેકઝાન્ડર ક્વેંગ અને તોઉ થાઓ પર અપરાધ માટે ઉશ્કેરવાના અને તેમાં મદદના આરોપ લગાવવામાં આવ્યા છે.

ગુરુવારે આ ટ્રાન્સસ્ક્રિપ્ટને સાર્વજનિક કરાઈ અને થૉમસ લેનના વકીલોએ તેમના પર લાગેલા આરોપોને ફગાવવાની માગ કરી છે.

ચેતવણી : આગળનું લખાણ કેટલાક વાચકોને વિચલિત કરી શકે છે.

line

ટ્રાન્સસ્ક્રિપ્ટમાં શું છે?

થૉમસ લેન

ઇમેજ સ્રોત, REUTERS

ઇમેજ કૅપ્શન, થૉમસ લેન

અત્યાર સુધીમાં ફ્લૉઇડની ધરપકડ અને તેમની જિંદગીના અંતિમ પળની જે જાણકારી ઉપલબ્ધ છે, એ ઘટના પ્રત્યક્ષદર્શીઓ તરફથી સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટને આધારે સામે આવી છે.

કોર્ટમાં સોંપેલી આ ટ્રાન્સસ્ક્રિપ્ટથી આ ઘટના અંગે વિસ્તારથી જાણકારી સામે આવી છે. આ ટ્રાન્સસ્ક્રિપ્ટ થૉમસ લેન અને જે ઍલેકઝાન્ડર ક્વેંગ ઘટનાસ્થળ પર પહોંચ્યા પછીની છે.

એ સમયે જ્યોર્જ ફ્લૉઇડને એમ્બ્યુલન્સમાં સીપીઆર (મૃતપ્રાયને જીવિત કરવા માટે અપાતી મેડિકલ હેલ્પ) અપાઈ રહી હતી.

થૉમસ લેન અને જે ઍલેકઝાન્ડર ક્વેંગના શરીરમાં લાગેલા બૉડી કૅમેરામાં રેકર્ડ કરાયેલા ફૂટેજની ટ્રાન્સસ્ક્રિપ્ટથી ખબર પડે છે કે જ્યોર્ડ ફ્લૉઇડે કમસે કમ 20 વાર એ કહ્યું કે તેઓ શ્વાસ લઈ શકતા નથી, કેમ કે મિનિયાપોલીસના પોલીસ અધિકારીઓએ તેમને દબાણી રાખ્યા હતા.

એક સ્ટોરની બહાર પોલીસવાળાઓએ તેમને રોક્યા હતા. જ્યોર્જ ફ્લૉઇડ પર એ આરોપ હતો કે તેઓએ સિગારેટ ખરીદવા માટે કથિત રીતે 20 ડૉલરની નકલી નોટનો ઉપયોગ કર્યો હતો.

બાદમાં હાથકડીથી બાંધેલા જ્યોર્જ ફ્લૉઇડને પોલીસે કાર પાસે જમીન પર પાડી દીધા હતા. ડેરેક શૉવિનના ઘૂંટણ નીચે જ્યોર્જ ફ્લૉઇડનું ગળું હતું અને તેઓ કહેતા હતા કે "હું શ્વાસ લઈ શકતો નથી. તમે મને મારી જ નાખશો."

પાસે ઊભેલી એક વ્યક્તિએ આ ઘટનાને રેકર્ડ કરી હતી, તેના ફૂટેજ અનુસાર ડેરેક શૉવિને જ્યોર્જ ફ્લૉઇડનું ગળું અંદાજે આઠ મિનિટ સુધી દબાવી રાખ્યું હતું. ડેરેક ત્યારે એમ કહેતા હતા, "તો ચૂપ રહો, બૂમો પાડવાનું બંધ કરો. બોલવાથી ઘણો બધો ઓક્સિજન ખતમ થઈ જાય છે."

ટ્રાન્સસ્ક્રિપ્ટ અનુસાર ધરપકડની શરૂઆતના સમયે જ્યોર્જ ફ્લૉઇડ પોલીસને સહયોગ આપતાં દેખાઈ રહ્યા હતા. તેમની કાર તરફ આગળ વધતાં પોલીસ અધિકારીઓને તેઓ વારંવાર માફી માગતા હતા.

થૉમસ લેને જ્યોર્જ ફ્લૉઇડને ગાડીમાંથી નીકળવાનો આદેશ આપતાં પહેલાં પોતાના હાથ દેખાડવા માટે કમસે કસ દસ વાર કહ્યું.

હાથ દેખાડવાના આદેશ પર જવાબ આપતાં જ્યોર્જ ફ્લૉઇડ કહે છે, "મૅન, આઈ ગૉટ, આઈ ગૉટ શૉટ ધ સેમ વે, મિસ્ટર ઑફિસર બિફોર."

એ સ્પષ્ટ નથી કે જ્યોર્જ ફ્લૉઇડે આ વાત કયા સંદર્ભે કહી હતી.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

થોડા સમય પછી થૉમસ લેન કહે છે, "આ કેમ છુપાઈ રહ્યો છે અને પોતાના હાથ કેમ નથી દેખાડતો અને આ અજીબોગરીબ હરકતો શું છે?"

બાદમાં પોલીસ અધિકારીઓએ જ્યોર્જ ફ્લૉઇડને હાથકડી પહેરાવી અને તેમને પોલીસની કારની પાછળની સીટ પર બેસાડવાની કોશિશ કરી.

જ્યારે આ થઈ રહ્યું હતું ત્યારે જ્યોર્જ વ્યથિત થઈ ગયા, તેઓ વારંવાર વિનંતી કરી રહ્યા હતા કે તેઓ ક્લાસ્ટ્રોફોબિયાથી પીડિત છે.

થૉમસ લેન પૂછે છે, "શું તેં કંઈ લીધું છે..." તો જ્યોર્જ જવાબ આપે છે, "હું ડરેલો છું."

અન્ય એક દસ્તાવેજ અનુસાર થૉમસ લેને તપાસ અધિકારીઓને જણાવ્યું કે કારમાં જ્યોર્જ ફ્લૉઇડે ધક્કામુક્કી શરૂ કરી દીધી હતી.

બાદમાં અધિકારીઓએ જ્યોર્જ ફ્લૉઇડને કારમાંથી બહાર કાઢ્યા. ટ્રાન્સસ્ક્રિપ્ટ અનુસાર જ્યોર્જ ફ્લૉઇડે અનેક વાર મા કહીને પોકાર્યું.

જ્યોર્જે કહ્યું, "હું આ માણસ પર વિશ્વાસ કરી શકતો નથી. મા, હું તને બહુ પ્રેમ કરું છું. પ્રેમ કરું છું. મારાં બાળકોને કહેજે કે હું તેમને બહુ પ્રેમ કરું છું. હું મરી રહ્યો છું."

જ્યારે જ્યોર્જ ફ્લૉઇડે એમ કહ્યું કે મને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે, થૉમસ લેને ડેરેક શૉવિનને પૂછ્યું, શું આપણે તેને તેની તરફ ઘુમાવી દેવો જોઈએ?"

ડેરેકે જવાબ આપ્યો, "આ આમ જ રહેશે."

ડેરેક શૉવિનના વકીલોએ સાર્વજનિક કરાયેલા આ દસ્તાવેજો પર કોઈ ટિપ્પણી કરી નથી.

line

આ ટ્રન્સસ્ક્રિપ્ટ હવે કેમ જાહેર કરાઈ?

ડેરેક શૉવિન

ઇમેજ સ્રોત, REUTERS

ઇમેજ કૅપ્શન, ડેરેક શૉવિન

આ ટ્રાન્સસ્ક્રિપ્ટ થૉમસ લેનને કાયદાકીય મદદ માટેના ઇરાદાથી કરાયેલી કોશિશ હેઠળ જાહેર કરાઈ છે. થૉમસ લેન જ્યોર્જ ફ્લૉઇડના મૃત્યુના દિવસે ફરજ પર હતા.

થૉસમ લેનના વકીલ અર્લ ગ્રેનું કહેવું છે કે આ કેસમાં તેમના ક્લાઇન્ટ સામે ટ્રાયલ ચલાવવી ગેરવાજબી છે.

કોર્ટમાં જમા કરાયેલા દસ્તાવેજોમાં થૉમસ લેનથી મિનેસોટાના બ્યૂરો ઑફ ક્રિમિનલ ઍપ્રિહેન્સનના તપાસકર્તાઓની પૂછપરછની ટ્રાન્સસ્ક્રિપ્ટ પણ સામેલ છે.

આ ઇન્ટરવ્યૂમાં થૉમસ લેને જ્યોર્જ ફ્લૉઇડ સાથે પોતાની શરૂઆતની ઝપાઝપીની મહત્ત્વની ક્ષણોનો ઉલ્લેખ કર્યો છે.

થૉમસ લેનનું કહેવું છે કે તેઓએ પોતાની બંદૂક કાઢીને જ્યોર્જ ફ્લૉઇડને એ આદેશ આપ્યો કે તેઓ પોતાના હાથ દેખાડે. ત્યારે તેઓ જ્યોર્જની કાર તરફ આગળ વધતા હતા અને તેઓએ જોયું કે જ્યોર્જે પોતાના હાથ સીટ નીચે રાખ્યા હતા.

કારની અંદરની તસવીરો જણાવે છે કે જ્યોર્જ ધરપકડ પહેલાં પોતાની સીટ પર બેઠા હતા અને 20 ડૉલરની બે વાળેલી નોટ દેખાડતા હતા.

જે ઍૅલેકઝાન્ડર ક્વેંગનું કહેવું છે કે જ્યોર્જના હાથમાં જે નોટ હતી, એ નકલી હતી.

આ પૂછપરછના અંતમાં એક તપાસ અધિકારીએ થૉમસ લેનને પૂછ્યું કે શું તેમને લાગે છે કે તેમની કે ડેરેક શૉવિનની જ્યોર્જ ફ્લૉઇડના મૃત્યુમાં કોઈ ભૂમિકા હતી.

આના પર જે ઍલેકઝાન્ડર ક્વેંગને કહ્યું, "મને આનો વિરોધ છે. તમે આ સવાલનો જવાબ આપવા નથી જઈ રહ્યા."

line

જ્યોર્જ ફ્લૉઇડના મૃત્યુ બાદ શું થયું?

આરોપ છે કે પોલીસને જ્યોર્જ ફ્લૉઇડની કારમાંથી નકલી ડૉલર મળ્યા હતા

ઇમેજ સ્રોત, HENNEPIN COUNTY DISTRICT COURT

ઇમેજ કૅપ્શન, આરોપ છે કે પોલીસને જ્યોર્જ ફ્લૉઇડની કારમાંથી નકલી ડૉલર મળ્યા હતા

ઘટના અને ત્યાં ઊભેલા લોકોએ જે વીડિયો શૂટ કર્યો, તેનાથી અમેરિકન સમાજમાં વંશવાદના આધારે ભેદભાવના જખ્મોને ફરી એક વાર તાજા કરી દીધા છે.

ઘણા લોકોનું કહેવું છે કે જ્યોર્જ ફ્લૉઇડના મૃત્યુ બાદ થયેલો ગુસ્સો અમેરિકાની આર્થિક અને સામાજિક ભેદભાવથી ઉપસેલી હતાશાને દર્શાવે છે.

અમેરિકાનાં ઘણાં શહેરોમાં આ ઘટનાને લઈને વિરોધપ્રદર્શનો થયાં અને આ સિલસિલો હજુ પણ રોકાયો નથી.

વિરોધપ્રદર્શનના પડઘા અમેરિકા બહાર અન્ય દેશોમાં પણ પડ્યા છે.

પોલીસબળો, સરકારો અને કારોબારીઓએ વંશીય અસમાનતાની વાત માની અને સુધારાનો વાયદો કર્યો.

અમેરિકા અને અન્ય દેશોમાં ગુલામીની પ્રતીક સમાન પ્રતિમાઓનું ફરીથી મૂલ્યાંકન કરાયું. કેટલીક તોડી પડાઈ તો કેટલીક સરકારોએ હઠાવી લીધી.

જ્યોર્જ ફ્લૉઇડ પહેલાં પણ અમેરિકામાં કાળા લોકો સામે વંશીય હિંસાની ઘટના થતી રહી છે. તેમાં ફર્ગ્યુસનમાં માઇકલ બ્રાઉન, ન્યૂયૉર્કમાં ઍરિક ગાર્નર જેવા હાઈપ્રોફાઇલ કેસ છે.

હાલનાં વર્ષોમાં આ જ ઘટનાઓએ અમેરિકામાં બ્લૅક લાઇવ્સ મેટર આંદોલનને મજબૂતી આપી છે.

કોરોના વાઇરસ ફર્નિચર
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો