You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ક્રૂડઑઈલના ભાવમાં અભૂતપૂર્વ કડાકો, પણ વપરાશકારને લાભ થશે?
- લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
- પદ, બી.બી.સી. ગુજરાતી માટે
વિશ્વભરમાં ક્રૂડઑઈલ ના ભાવ માટેનો એક મહત્ત્વનો માનાંક બ્રૅન્ટ છે. ક્રૂડઑઈલના ભાવ ઘટી ગયા હતા તે હવે સાવ નકારાત્મક એટલે કે લગભગ શૂન્ય થઈ ગયા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
જેની પાછળ કોરોના વાઇરસની મહામારી ઉપરાંત અન્ય કારણો પણ છે.
હૉંગકૉંગના એક અહેવાલમાં જણાવ્યા મુજબ ક્રૂડઑઈલના ભાવ તાજેતરમાં છેલ્લા બે દાયકામાં નહોતા જોવા મળ્યા એટલા નીચા સ્તરે ઊતરી ગયા છે.
બીજી બાજુ, કોરોના વાઇરસના કારણે લૉકડાઉનમાં પહોંચી ગયેલી અર્થવ્યવસ્થામાં વિશ્વનાં બજારો લગભગ તરફડી રહ્યાં છે.
આ સંયોગોમાં એશિયન ટ્રૅડમાં ક્રૂડના ભાવમાં ચાર ટકાનો કડાકો બોલી જતાં 1999 બાદ નીચામાં નીચી સપાટીએ પહોંચી ગયા છે.
યુરોપનાં બજારો ખૂલતાં 15.98 ડૉલર પ્રતિ બૅરલ માંથી સુધરીને ભાવો 17 ડૉલર પ્રતિ બૅરલ ની સપાટીએ સ્થિર થયા છે. આમ, આ અઠવાડિયામાં ક્રૂડઑઈલ ના ભાવ 40 ટકા ઘટ્યા છે.
નૅગેટિવ ક્રૂડ, પૉઝિટિવ અસર?
બ્રૅન્ટના ભાવમાં આવી રીતે કડાકો બોલી જતાં અમેરિકાની વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમિડીયેટ (WTI) પણ નકારાત્મક ઝોનમાં પહોંચી ગઈ છે, જેના માટે પણ વિશ્વભરમાં ક્રૂડઑઈલ નું જંગી સ્ટોરેજ અને કોવિડ-19 જવાબદાર છે.
કોવિડ-19ને અટકાવવા માટે વિશ્વભરમાં લૉકડાઉનથી માંડી અન્ય પગલાં લેવામાં આવ્યાં છે, તેને પગલે રસ્તા અને હવાઈ મુસાફરી લગભગ નગણ્ય બનતાં એની સીધી અસર ક્રૂડઑઈલના ડેરીવેટિવ્સ એટલે કે ડીઝલ, પેટ્રોલ, એવિએશન ફ્યૂઅલ, વગેરેની માગમાં જંગી ઘટાડો જોવા મળ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ઘટાડાની સીધી અસરના ભાગરૂપે ક્રૂડના ઉત્પાદકોએ તેના ખરીદદારને સ્ટૉક ખાલી કરવા સામે ચાલીને આ ક્રૂડઑઇલ લઈ જવા માટે પૈસા આપવાના શરૂ કર્યું.
ક્રૂડઑઈલ ની કિંમત અસરકારક રીતે નકારાત્મક બનતાં અભૂતપૂર્વ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
જોકે બ્રૅન્ટની પરિસ્થિતિ WTI કરતાં સારી છે કારણ કે તેનું મોટાભાગનું ઉત્પાદન દરિયાઈમાર્ગે વપરાશકારો સુધી પહોંચે છે અને એટલે land locked અર્થાત્ જમીની સ્તરે ભરાવો થતો નથી.
ટૅન્કરની રાહત ટૂંકજીવી
જોકે આ રાહત પણ ટૂંકજીવી નીવડશે, કારણ કે ટૅન્કરમાં ક્રૂડઑઈલ ભરીને એને દરિયામાં તરતા મૂકવાની પણ એક મર્યાદા છે. આમ, અમેરિકા સમેત વિશ્વની ક્રૂડઑઈલ સંગ્રહ કરવાની ક્ષમતા લગભગ ચરમસીમાએ પહોંચી છે એ સાંપ્રત પરિસ્થિતિમાં ચિંતાનો મોટો વિષય છે.
છેલ્લાં 8 અઠવાડિયામાં જ ટેન્કરો થકી ફ્લોટિંગ સ્ટોરેજ 120 મિલિયન બેરલ્સ કરતાં પણ વધુ પહોંચ્યું છે, જે 120 ટકાનો વધારો દર્શાવે છે. હાલ પૂરા વિશ્વમાં આ સિઝનમાં હોવું જોઈએ એના કરતા બમણું ક્રૂડઑઈલ સ્ટોર થયું છે.
ક્રૂડમાં કડાકાનો ક્રમ
બુધવાર તારીખ 20મી એપ્રિલના રોજ યુરોપમાં જૂન ડિલિવરીનો ભાવ 3.5 ટકા ઘટીને 11.19 ડૉલર પ્રતિ બૅરલ નોંધાયો હતો. એમાં આગલે દિવસે જ ભાવમાં 40 ટકાનો કડાકો બોલી જવા પામ્યો છે.
આશ્ચર્યજનક રીતે મે મહિનાની ડિલિવરીના ભાવ અગાઉ માઇનસ 40 (-40) ડૉલર પ્રતિ બૅરલ બોલાયા હતા. આ ટ્રૅન્ડ જોયા પછી બજારના ઓપરેટરો WTI અને બ્રૅન્ટ માર્કેટમાં ભાવ જૂન મહિનામાં હજુ પણ વધુ દબાશે એવી દહેશત વ્યક્ત કરી રહ્યા છે.
WTIની સરખામણીમાં બ્રૅન્ટ ટ્રેડિંગના સોદા કૅશ એટલે કે રોકડામાં કરવામાં આવે છે અને INGના પેટરસનના કહેવા મુજબ બ્રૅન્ટ WTIના ભાવના ટ્રૅન્ડને અનુસરે તેવી શક્યતા નથી. ઑઈલ માર્કેટમાં ભાવ આ રીતે ગગડી ગયા તે થોડા સમય બાદ સ્ટૉક માર્કેટમાં પણ આ પ્રકારનો ધબડકો થવાની શક્યતા ઊભી કરે છે.
પેટરસનના મત મુજબ આ પરિસ્થિતિ આ વરસના બીજા અર્ધભાગમાં પણ ચાલુ રહેશે તેવું મનાઈ રહ્યું છે. આ દરમિયાનમાં યુરોપનાં શેરબજારો અત્યારે મંદીમાં ચાલી રહ્યાં છે.
ભારતને લાભ નહીં
તાજેતરમાં અમેરિકાની સેનેટે 484 બિલિયન અમેરિકન ડૉલરનું પૅકેજ નાના વેપારધંધા અને હૉસ્પિટલ્સ માટે પસાર કર્યું છે.
આ પરિસ્થિતિનો ભારત મહત્તમ લાભ તો જ લઈ શકે જો એની પાસે જંગી સ્ટોરેજ કૅપેસિટી હોય પણ 'ખાટલે મોટી ખોડ'ની માફક ભારત પાસે સ્ટોરેજ ફૅસિલિટીની મોટી મર્યાદા છે.એટલે વિદેશી હૂંડિયામણના રિઝર્વોયરના જંગી પહાડ પર બેઠેલું ભારત વિશ્વમાં ઊભી થયેલી આ સાનૂકૂળ પરિસ્થિતિનો ખૂબ મર્યાદિત લાભ ઉઠાવી શકશે.
ક્રૂડઑઈલ ના ભાવ તૂટીને તળિયે બેસે તો પણ વપરાશકાર માટે ભાવમાં રાહત મળે તેવી શક્યતાઓ નહિવત્ છે, કારણ કે આ બધો જ ઘટાડો ડ્યૂટી નાખીને હાલની પરિસ્થિતિના નામે દેશની તિજોરીમાં જમા કરવાની સરકારની દાનત વિશે શંકા રાખવા જેવી નથી.
આ કારણથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ તૂટીને તળિયે બેસે તો પણ ઑઈલ માર્કેટિંગ કંપનીઓ વપરાશકારને એટલે કે સામાન્ય પ્રજાને એમાંથી થોડું ઘણું પણ પરખાવી દે તેમ નથી. ભૂતકાળમાં જયારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધતા હતા ત્યારે વપરાશકાર માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો લગભગ રોજિંદી ઘટના બની ગઈ હતી.
વપરાશકર્તા ક્યાં?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે ક્લિક કરો
આથી તદ્દન ઊલટું, છેલ્લા કેટલાક મહિનાઓમાં ક્રૂડઑઈલ ના ભાવ સતત ઘટી રહ્યા છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં છેલ્લા બે-ત્રણ દિવસમાં તો ક્રૂડઑઈલના ભાવમાં જબરદસ્ત કડાકો બોલ્યો છે ત્યારે પણ સામાન્ય વપરાશકારને ભાગે આ સમાચાર વાંચીને રાજી થવા સિવાય ઝાઝું કશું આવવાનું નથી.
હા, સરકારી તિજોરીમાં આજ પરિસ્થિતિ ચાલુ રહે તો બે લાખ કરોડ કરતાં પણ વધુ રૂપિયા જમા થશે. ટૂંકમાં આંતરરાષ્ટ્રીય બજારમાં વિવિધ કારણોસર ક્રૂડના ભાવમાં કડાકો ભારત સરકાર માટે અબજો રૂપિયાની લોટરી લગાડવાનું કામ કરી ગયો છે.
કોવિડ-19 આ એક મુદ્દે ક્રૂડ ઉત્પાદક દેશોને ઝટકો આપનાર પણ ભારતીય અર્થતંત્ર માટે એક મોટી રાહતના સમાચાર લઈને આવે છે. પણ ક્રૂડનો ભાવ વધારો વેઠનાર સામાન્ય વપરાશકાર તો અત્યારે હથેળીમાં ચાંદ જોઈને ખુશ થાય એથી વિશેષ કાંઇ જ નહીં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો