ટ્રેનને કારણે કિમ જોંગ-ઉનના આરોગ્ય અંગે અટકળો કેવી રીતે શરૂ થઈ?

ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતા કિમ જોંગ-ઉન છેલ્લાં અનેક દિવસોથી જાહેરમાં જોવા મળ્યા નથી. ઉત્તર કોરિયાના સરકારી મીડિયાએ છેલ્લી વખત એક પખવાડિયા પૂર્વે એક બેઠકમાં ભાગ લીધો હોવાના સમાચાર આપ્યા હતા.

કિમ જોંગ-ઉનના ક્યાં છે અને તેમના સ્વાસ્થયને અનેક અટકળો ચાલી રહી છે.

આ અટકળોની વચ્ચે એક ટ્રેનના કારણે કિમ જોંગ-ઉન ક્યાં છે તે અંગે વિવિધ દાવા થઈ રહ્યા છે.

વૉશિંગટનમાં આવેલાં ઉત્તર કોરિયા મૉનિટરિંગ પ્રોજેક્ટે સેટેલાઇટ તસવીરની સમીક્ષા કરીને જણાવ્યું છે કે ઉત્તર કોરિયાના રિસોર્ટ શહેરના વોનસનમાં એક ટ્રેન ઊભી છે, જેનો સંભવતઃ ઉપયોગ કિમ જોંગ-ઉન કરે છે.

મૉનિટરિંગ પ્રોજેક્ટ 38 નૉર્થ કહે છે કે ટ્રેન 21 એપ્રિલે વોનસન શહેરના લીડરશિપ સ્ટેશન પર પાર્ક કરાઈ હતી.

મૉનિટરિંગ પ્રોજેક્ટ 38 નૉર્થ મુજબ, કિમ જોંગ-ઉનના પરિવાર માટે આ સ્ટેશન અનામત છે. આ અહેવાલ ન્યૂઝ એજન્સી રૉઇટર્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે.

રૉઇટર્સે મૉનિટરિંગ જૂથના અહેવાલની સ્વતંત્ર રીતે પુષ્ટિ કરી નથી અને કિમ જોંગ-ઉન પોતે વોનસન શહેરમાં હોવાનું પણ જણાવ્યું નથી.

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, "ટ્રેનની હાજરીથી એ ખુલાસો કરી શકાયો નથી કે કિમ જોંગ-ઉન ક્યાં છે તથા તેમના સ્વાસ્થ્ય વિશે કોઈ માહિતી મળી નથી."

પરંતુ એ ચોક્કસપણે જાણી શકાયું છે કે હાલમાં તેઓ ઉત્તર કોરિયાના ખૂબ જ ખાસ પૂર્વીય દરિયાકાંઠાના વિસ્તારોમાં છે.

દક્ષિણ કોરિયાની રાજધાની સોલમાં આવેલ ન્યૂઝ વેબસાઇટ 'ડેઇલી એન.કે. રિપોર્ટ'ના અહેવાલ અનુસાર, કિમ જોંગ-ઉન પ્યોંગયાંગના ઉત્તરી વિસ્તાર કાઉન્ટી ઑફ હ્યાગસનમાં મેડિકલ ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે.

'ડેઇલી એનકે'એ આ સમાચાર ઉત્તર કોરિયામાં રહેલાં તેમના ગુમનામ સૂત્રને આધારે લખ્યા છે.

દક્ષિણ કોરિયાની સમાચાર એજન્સી 'ન્યૂઝઇજ'ના અહેવાલ અનુસાર, કોવિડ-19થી બચવા માટે વાનસેનમાં છે.

આરોગ્ય અંગે અટકળો

ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ-ઉનના સ્વાસ્થયને લઈને અટકળો લાગવાની ત્યારે શરૂ થઈ જ્યારે તે ઉત્તર કોરિયાના સૌથી મોટા નેતા અને પોતાના દાદા કિમ-ઇલ સુંગના જન્મદિવસ 15 એપ્રિલે યોજાયેલાં સમારોહમાં ભાગ ન લીધો.

શનિવારે ફરી એક વાર કિમ ઉત્તર કોરિયાના સૈન્ય સ્થાપના દિવસે પણ જોવા મળ્યા નહોતા. તેમના સ્વાસ્થ્યને લઈને અનેક અટકળો વધી ગઈ છે.

'ન્યૂઝવીક'માં છપાયેલા અહેવાલ અનુસાર, અમેરિકાની ગુપ્તચર સંસ્થાએ કોઈપણ પ્રકારની કોઈ અસામાન્ય સૈન્ય હિલચાલ જોઈ નથી, પરંતુ તેઓ સ્થિતિ પર ઝીણવટપૂર્વક નજર રાખી રહ્યા છે.

'ન્યૂઝવીક'એ પૅન્ટાગનના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને કહ્યું, "અમે કોઈપણ પ્રકારનો કોઈ સંકેત અથવા કોઈપણ પ્રકારની વધારે માહિતી મેળવી નથી કે જેના આધારે ઉત્તર કોરિયાના નેતૃત્વ અથવા કિમ જોંગ-ઉનના સ્વાસ્થ્ય અંગે કોઈ કયાસ કાઢી શકાય."

પરંતુ અધિકારીઓએ કહ્યું કે વાનસેનમાં ટ્રેનની હાજરી અને હાલના કાર્યક્રમોમાં કિમની ગેરહાજરી તેમના બીમાર હોવાના અહેવાલને વિશ્વસનીય બનાવે છે.

ઉત્તર કોરિયાના સરકારી મીડિયાએ છેલ્લી વખત એક પખવાડિયા પૂર્વે એક બેઠકમાં ભાગ લીધો હોવાના સમાચાર આપ્યા હતા.