You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું કોરોના વાઇરસ વિરુદ્ધની જંગ વિયેતનામે જીતી લીધી?
વિયેતનામે સોમવારે જણાવ્યું કે દેશમાં કોરોના વાઇરસના 288 કેસોમાંથી 149 દરદીઓ સંપૂર્ણ સાજા થઈ ગયા છે.
આ ઉપરાંત દેશમાં લૉકડાઉન હઠાવી લેવાયું છે અને સોમવારથી તમામ નોકરિયાતોને નોકરીના સ્થળે જવાનું શરૂ કરી દીધું છે. જેને પગલે 80 લાખની વસતી ધરાવા દેશના હનોઈ શહેરમાં સોમવારે ટ્રાફિકજામનાં દૃશ્યો જોવાં મળ્યાં હતાં.
ગ્યુએન સોન લાએ બીબીસીને જણાવ્યું કે વહેલી સવારથી જ તેમની ઑફિસની આસપાસ ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો અને છેક બપોરે હળવો થયો હતો.
જોકે, તેમણે એવો ભય પણ વ્યક્ત કર્યો હતો કે જો લોકોએ મોડી સાંજ સુધી બહાર નીકળવાનું ચાલુ રાખ્યું તો વાઇરસ પર કાબુ મેળવવા માટે કરાયેલા બધા જ પ્રયાસ નિષ્ફળ જશે.
વિયેતનામમાં કોરોના વાઇરસની અસર નામમાત્ર જ વર્તાઈ હતી.
વિયેતનામની સીમા એ ચીન સાથે જોડાયેલી છે, જ્યાંથી આ મહામારીની શરૂઆત થઈ હતી. વિયેતનામની વસતી પણ 9.7 કરોડ આસપાસ છે.
પરંતુ 23 એપ્રિલ સુધી આ દેશમાં કોવિડ-19ના સંક્રમણના માંડ 268 કેસ સામે આવ્યા છે.
એટલું જ નહીં અત્યાર સુધીમાં વિયેતનામમાં એક પણ વ્યક્તિનું મૃત્યુ કોવિડ-19થી થયું નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શરૂઆતમાં કોરોના વાઇરસ સામે વિયેતનામે પોતાના લોકોને જાગરૂક કરીને આ મહામારી સામે એક રીતે યુદ્ધસ્તરની તૈયારી કરી હતી, પરંતુ હવે અહીં પ્રતિબંધ હઠાવાઈ રહ્યા છે અને સ્કૂલો ફરીથી ખોલવાની પરવાનગી અપાઈ છે.
એવામાં સવાલ એ થાય કે વિયેતનામે એવું શું-શું કર્યું છે કે અન્ય દેશો પણ તેને મૉડલના રૂપમાં અપનાવી શકે.
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે અહીં ક્લિક કરો
- ગુજરાત કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે અહીં ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે અહીં ક્લિક કરો
સરહદ બંધ કરવાનો નિર્ણય
જાન્યુઆરીના અંતિમ દિવસોમાં વિયેતનામમાં કોરોના વાઇરસથી સંક્રમણનો પહેલો કેસ સામે આવ્યો હતો.
બાદમાં ઝડપી ફેલાતાં વિયેતનામે ચીન સાથે જોડાયેલી તેની સરહદ સંપૂર્ણ બંધ કરી દીધી.
સાથે જ બધાં મુખ્ય ઍરપૉર્ટ પર અન્ય દેશોમાંથી આવનારા બધા નાગરિકો માટે થર્મલ સ્ક્રિનિંગની વ્યવસ્થા કરી.
સરકારે એ જોયું કે કોરોનાનું સંક્રમણ એ લોકોમાં દેખાઈ રહ્યું છે જે વિદેશથી આવી રહ્યા છે. આથી સરકારે વિદેશથી આવનાર દરેક શખ્સને 14 દિવસ માટે ક્વોરૅન્ટીનમાં રહેવાનો આદેશ આપ્યો.
સરકારે લોકોને ક્વૉરેન્ટીન કરવા માટે હોટલોને ચુકવણી કરીને બુક કરી. માર્ચના અંતિમ અઠવાડિયામાં વિયેતનામે બધા વિદેશીઓના પ્રવેશ પર પ્રતિબંધ લાદી દીધો.
વિયેતનામી મૂળના વિદેશી અને વિયેતનામી નાગરિકોના પરિવારના સભ્યોના પ્રવેશ પર પણ રોક લગાવી દીધી.
'કૉન્ટેક્ટ ટ્રૅસિંગ' પર ભાર
કોરોના વાઇરસથી સંક્રમિત લોકોને આઇસોલેશનમાં રાખ્યા બાદ તેમના સંપર્કમાં આવેલા લોકોનું ઠેકાણું શોધ્યું અને એ બધા લોકોનો કોરોના રિપોર્ટ કરાવ્યો.
એટલું જ નહીં, વિયેતનામ પોતાના જ દેશમાં ઓછી કિંમતવાળી ટેસ્ટિંગ કિટ વિકસિત કરવામાં પણ સફળ રહ્યું.
વિયેતનામ પાસે મોટા પાયે લોકોનું ટેસ્ટિંગ કરવા માટે દક્ષિણ કોરિયા અને જર્મની જેટલાં સંસાધન પણ નથી.
સંસાધનની કમીને કારણે વિયેતનામ સરકારે ઓછા ખર્ચવાળી પદ્ધતિ અપનાવી અને સંક્રમણના કેસને આક્રમક રીતે ટ્રૅક કર્યું અને સંક્રમિત લોકોને આઇસોલેશનમાં રાખવાની વ્યવસ્થા કરાઈ.
સમાજને જાગૃત કર્યો
વિયેતનામ સરકારે કોરોના વાઇરસ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે દેશવ્યાપી અભિયાન છેડ્યું.
આ અભિયાનમાં નાના-નાના વીડિયો અને પોસ્ટરોના માધ્યમથી લોકોને કોરોના વાઇરસથી બચવાની રીત અંગે જાગૃત કર્યા.
ઐતિહાસિક વિયેતનામ અમેરિકા યુદ્ધમાં વિયેતનામી રણનીતિને યાદ કરાવતાં વડા પ્રધાન ગ્યુએન જુઆન ફૂકે લોકોને લાંબા સમય સુધી મહામારી સામે લડવા માટે તૈયાર થવાની અપીલ કરી.
ન્યૂ સાઉથ વેલ્સ યુનિવર્સિટી, કેનબરીના એમિરેટ્સ પ્રોફેસર કાર્લ થયાર અનુસાર, "વિયેતનામનો સમાજ જાગરૂક છે. ત્યાં એક પાર્ટીની વ્યવસ્થા છે."
"પોલીસ વ્યવસ્થા, સેના અને પાર્ટી એ નિર્ણયોનો અમલ કરે છે જે ઉચ્ચસ્તરે લેવાય છે."
"સરકારનું શીર્ષ નેતૃત્વ આવા પડકારોના સમયમાં સારી રીતે નિર્ણયો પણ લે છે."
અન્ય દેશો મૉડલના રૂપમાં અપનાવી શકે છે?
બીબીસી વિયેતનામી સેવાના એડિટર ગિયાંગ ગ્યુએન અનુસાર, સફળ થવા છતાં પણ આ રણનીતિમાં પોતાની ખામીઓ છે.
આ અંતર્ગત લોકોને પડોશીઓ પર નજર રાખવા પર ભાર આપવામાં આવ્યો છે. આ સિવાય એ પણ આશંકા છે કે બળપૂર્વક ક્વોરૅન્ટીનમાં મોકલવાને કારણે ઘણા સંક્રમિત લોકો હજુ સુધી બહાર આવી શક્યા નથી.
વિયેતનામે જે રીત અપનાવી છે તેનાથી ત્યાંની અર્થવ્યવસ્થાને પણ અસર પહોંચી છે. ઘણા કારોબાર બંધ થયા છે.
સરકારી માલિકીની વિયેતનામ ઍરલાઇન્સને અમેરિકા, યુરોપીય યુનિયન અને પૂર્વીય એશિયાની પ્રીમિયમ રૂટ્સ ઉડાનો રદ કરતાં કરોડો ડૉલરનું નુકસાન વેઠવું પડ્યું છે.
લૉકડાઉનથી કેટલું અલગ
વિયેતનામ કોરોના સંક્રમિત દર્દીઓને ક્વોરૅન્ટીન કરવામાં સફળ રહ્યું છે. જોકે ઘણી જગ્યાએ તેના માટે નાગરિકોની સ્વતંત્રતા પર પણ રોક લગાવવી પડી છે.
પ્રભાવી સ્થાનિક પ્રશાસન અને સશક્ત સુરક્ષા વ્યવસ્થાને કારણે વિયેતનામ કેટલાક કિસ્સામાં આખેઆખા જિલ્લાને ક્વોરૅન્ટીન કરવામાં સફળ રહ્યું છે.
પરંતુ યુરોપીય દેશોની જેમ વિયેતનામે લૉકડાઉન નથી કર્યું.
વિયેતનામની રાજધાની હનોઈ અને ઘણાં શહેરોમાં લૉકડાઉનની પહેલાં જો જોગવાઈ લાગુ કરાઈ હતી એને હવે હઠાવી લેવાઈ છે.
પરંતુ ત્રણ જિલ્લા કે નગર સંપૂર્ણ લૉકડાઉનમાં છે, આ ત્રણ સ્થળોએ અંદાજે સાડા ચાર લાખ લોકો રહે છે.
આ વિસ્તારની સુરક્ષા સ્થાનિક સેના કરી રહી છે અને કોઈ અહીંથી નીકળી શકતું નથી.
ગ્યુએન કહે છે, "કોરોના વાઇરસની ખરાબ અસરથી દેશને બચાવવા માટે રાજકીય ઇચ્છાશક્તિ સિવાય સંગઠિત શાસન-વ્યવસ્થા અને યાજ્ઞાકારી જનતાનું હોવું પૂરતું છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો