You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના ફેક ન્યૂઝ : શું હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસરે કોરોના વાઇરસ તૈયાર કરી ચીનને વેચ્યો? - ફૅક્ટ ચેક
- લેેખક, ફૅક્ટ ચેક ટીમ
- પદ, બીબીસી ન્યૂઝ
બીબીસીની ફૅક્ટ ચૅક ટીમ કોરોના વાઇયરને લઈને સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવી રહેલા કેટલાક પ્રચલિત જૂઠાણાં અને ગુમરાહ કરનાર સમાચારની પાછળનું સત્ય અને તેમની પ્રામાણિકતાની તપાસ કરે છે.
જૅક ગુડમૅન એવા જ અમુક સામાચાર લઈને આવ્યા જેને બીબીસી મૉનિટરિંગ, ટ્રેંડિંગ અને રિયાલિટી ચૅક તરફથી રદ કરવામાં આવ્યા.
જેફ બેઝોસે એવું કંઈ નહોતું કહ્યું
કોરોના વાઇરસને લઈને તમને કદાચ બિલ ગેટ્સનો એ સંદેશ યાદ હશે જે ખરેખર તેમણે નહોતો લખ્યો.
અહીં એવા જ એક ફેક મૅસેજની વાત કરીએ છીએ જેના વિશે જૂઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે કે તે એક અન્ય અબજપતિએ લખ્યો છે. આ બાબત બિલ ગેટ્સની એક વાત પર એમેઝોનના જેફ બેઝોસના એક નિવેદન સાથે જોડાયેલી છે જે તેમણે આપ્યું જ નથી.
એમેઝોને પણ પુષ્ટિ કરી હતી કે જેફ બેઝોસે આ પ્રકારનું કોઈ નિવેદન નથી આપ્યું.
સોશિયલ મીડિયા પર પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે એમેઝોનના સંસ્થાપક બેઝોસના સંસ્થાપક બેઝોસે કોવિડ-19ને લઈને આફ્રિકાને એક કડક સંદેશ આપ્યો હતો.
આ મૅસેજમાં પણ આ કહેવામાં આવ્યું હતું કે બિલ ગેટ્સ આફ્રિકાને અસ્થિર કરવા માગે છે. આમાં આફ્રિકાના લોકોને કહેવામાં આવ્યું કે તેઓ ચોક્કસ પ્રકારના માસ્ક ન પહેરે કારણ કે એમા ઝેરી તત્વો હોય છે.
આ બનાવટી પોસ્ટને ફ્રાન્સમાં સંખ્યાબંધ એકાઉન્ટ્સ પર કોપી અને પેસ્ટ કરવામાં આવી. મૂળ પોસ્ટ ડેમૉક્રેટિક રિપબ્લિક ઑફ કૉંગોના એક એકાઉન્ટમાંથી કરવામાં આવી હોય તેવું લાગે છે. આ એકાઉન્ટ જાન્યુઆરીમાં શરૂ થયું અને આ પોસ્ટને 30 હજારથી વધારે વખત શૅર કરવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
5જીને લગતી માહિતીવાળી પોસ્ટ
વૈજ્ઞાનિકોએ 5જી ટેકનૉલૉજી અને કોરોના વાઇરસ વચ્ચે લિંક બેસાડવામાં આવી છે તેવી આ અફવાઓ પર ધ્યાન ન દેવા અપીલ કરી છે.
વૈજ્ઞાનિકો પ્રમાણે આ પૂર્ણ રીતે આધારહીન અને જૈવિક રીતે અશક્ય છે.
જોકે, હજી પણ આ ખોટો દાવો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટિકટૉક પર ફેલાવવામાં આવી રહ્યો છે.
હજારો વખત શૅર કરવામાં આવેલ એક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે કેવી રીતે નવી ટેકનૉલૉજી અલગ-અલગ બીમારીઓ ફેલાવવાનું કારણ બની રહી છે.
આમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 1979માં 1જી વખત ઇન્ફ્લુએન્ઝા ફેલ્યો હતો, 2જી વખતે કૉલેરા ફેલાયો અને આવી રીતે 5જી વખતે કોવિડ-19 ફેલાયું છે.
આ ખોટો દાવો છે. આ ઘટનાઓનો કોઈ સંબંધ નથી.
લૅમ્પપોસ્ટ્સ પર પોસ્ટર્સ ચોંટાડવામાં આવ્યા છે જેના પર પ્રકાશિત ફોટોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કોવિડ-19 ક્યાંય પણ નથી અને 5જી આટલા મૃત્યુનું ખરું કારણ છે. આ દાવો ખોટો છે.
ટેસ્ટિંગ કિટ્સ કોવિડ સંક્રમિત મળી આવવાથી બ્રિટને ચીનની ઇન્ટરનેટ કંપની ખ્વાવે સાથે કરાર રદ કર્યો છે- આ ખોટો દાવો ફેસબુક અને ટ્વિટર પર અંગ્રેજી, અરબી, પૉર્ટુગીઝ અને ફ્રેન્ચ ભાષામાં હજારો વખત શૅર કરવામાં આવ્યો છે.
જોકે, ખ્વાવે સાથે બ્રિટનની ડીલ યથાવત્ છે અને એવા પણ કોઈ પ્રમાણ નથી કે ટેસ્ટિંગ કિટ્સ કોરોના વાઇરસથી સંક્રમિત છે.
ત્યાર પછી એક અફવા એ પણ ઉડી કે કોરોના વાઇરસ અને 5જી ટેકનૉલૉજી 20 પાઉન્ડની નવી નોટ સાથે જોડાયેલી છે.
તો કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે નોટની પાછળ કથિત રીતે 5જી ટેલિકૉમ ટાવર ઉપર દેખાતી વસ્તુ વાઇરસ છે.
જોકે, બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે નોટની ડિઝાઇન બહાર પાડતી વખતે કહ્યું હતું કે કોરોના વાઇરસ જેવું દેખાય છે કે ટેટૂ બ્રિટન આર્ટ ગૅલેરીનો રોટંડા છે.
ત્યાંજ, ફોનમાંનો ટાવર માર્ગેટ લાઇટહાઉસ છે.
ઍમ્બ્યુલન્સ વૉઇસ નોટ
બ્રિટનમાં એક વૉઇસ નોટ પણ ફરી રહી છે, જેમાં એક મહિલા દાવો કરી રહ્યાં છે કે તેઓ સાઉથ ઇસ્ટ કોસ્ટ ઍમ્બ્યુલન્સ સર્વિસ (સીકાસ) માટે કામ કરે છે અને તેઓ પબ્લિક હૅલ્થ ઇંગ્લૅન્ડ પાસેથી મળેલી માહિતી આપી રહ્યાં છે. જોકે આ પણ એક જૂઠાણું છે.
પબ્લિક હૅલ્થ ઇંગ્લૅન્ડ (પીએચઈ)ના ચીફ નર્સ વિવ બેનેટે કહ્યું, “આ ફેક ન્યૂઝ છે. અમે લોકોને આ વૉઇસ નોટને અવગણવા વિનંતી કરીએ છીએ. લોકો તેને આગળ શૅર ન કરે.”
આ નોટમાં મહિલાનો દાવો છે કે અવરજવર પર રોક નક્કી છે અને કોરોના વાઇરસથી મૃત્યુ પામનાર લોકોમાં મોટી સંખ્યામાં સ્વસ્થ અને યુવા લોકો સામેલ છે.
સીકાસે કહ્યું કે મૅસેજમાં શૅર કરવામાં આવેલી માહિતી સાચી નથી.
સંખ્યાબંધ લોકોએ આ વૉઇસ નોટ બીબીસી રિપોર્ટરો, સીકાસ અને પીએચઈને મોકલીને માહિતી માગી. તેનાથી સંકેત મળે છે કે આ સંદેશ વૉટ્સઍપ પર મોટા પ્રમાણમાં વાઇરલ થયો છે.
શું નાસાએ ભારતની તાળીઓ સાંભળી?
વ્યાપક રીતે સર્ક્યુલેટ થઈ રહેલા એક વૉટ્સઍપ મૅસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જ્યારે ભારતીયોએ દેશમાં આપાતકાલીન સેવાઓમાં કામ કરનાર લોકોનો આભાર માનવા માટે માર્ચમાં તાળીઓ વગાડી હતી ત્યારે જે અવાજ પેદા થયો તે નાસાની સૅટેલાઇટ્સે સાંભળ્યો હતો. જેના કારણે કોરોના વાઇરસે પાછું ફરવું પડ્યું હતું.
આટલી દૂર સુધી અવાજ પહોંચે? આ મૅસેજ ખાસ્સો જૂનો છે, પરંતુ અમે એવા લોકોને જાણીએ છીએ જે હજી તેને શૅર કરી રહ્યા છે. જોકે ભારત સરકાર પણ આવા કોઈ પણ દાવાને રદ કરી ચુકી છે.
અમેરિકન વિજ્ઞાનીઓ વિશે પોસ્ટનું ફૅક્ટ ચૅક
એક દાવો કરવામાં આવી રહ્યો છે કે હાર્વર્ડ યુનિવર્સિટીના એક પ્રોફેસરની કોરોના વાઇરસ તૈયાર કરવા માટે ધરપકડ કરવામાં આવી છે.
આ પોસ્ટ વાઇરલ થઈ રહી છે અને કેટલીક અલગ-અલગ ભાષાઓમાં હજારો-લાખો વખત શૅર કરવામાં આવી છે.
પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે ચાર્લ્સ લીબરની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે અને તેમણે આ વાઇરસ તૈયાર કરીને ચીનને વેચ્યો હતું.
લીબરની આ વર્ષે જાન્યુઆરીમાં ચીન સાથે સંપર્ક વિશે ખોટું બોલવાની બાબતમાં ધરપકડ કરવામાં આવી હતી. આમ, કોરોના વાઇરસને બનાવવા કે ચીનને વેચવા માટે ધરપકડની વાત સાવ ખોટી છે.
તેમના પર કોઈ પણ આરોપ કોવિડ-19 સાથે જોડાયેલો નથી.
આમાંથી કેટલીક પોસ્ટમાં જાન્યુઆરીમાં આવેલી ન્યૂઝ ક્લિપ પણ સામેલ છે.
આને નેચરલ રૅસિપી વાળા એક સ્પેનિશ ફેસબુક પેજ પર પોસ્ટ કરવામાં આવી હતી અને તેને અઢી લાખથી વધારે વખત શૅર કરવામાં આવી હતી.
કોરોના વાઇરસની જીન સિક્વન્સિંગ પ્રમાણે આ વાઇરસ પશુઓમાંથી મનુષ્યમાં આવ્યો અને આ મનુષ્યનિર્મિત નથી.
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે અહીં ક્લિક કરો
- ગુજરાત કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે અહીં ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે અહીં ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો