You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Christmas Day : જંગલના રાજા સિંહને ક્રિસમસ પર મળી છે આ ગિફ્ટ
દુનિયાના અલગઅલગ ભાગમાં મોજૂદ પ્રાણીસંગ્રહાલયમાં પ્રાણીઓ અને પક્ષીઓ કેટલાક દિવસોથી ખૂબ આનંદમાં છે.
તમને ભલે હજુ સુધી ક્રિસમસની કોઈ ભેટ ન મળી હોય પણ આમને રોજ ભેટ મળી રહી છે.
ભેટમાં તેમની મનપસંદ ખાવાની ચીજ હોય છે, જેને સુંદર રીતે સજાવીને તેમની સામે મૂકવામાં આવે છે.
... અને બાદમાં શરૂ થાય છે ગિફ્ટ ખોલવાનું કામ.
કોઈ તરત ખોલી નાખે છે, તો કેટલાક સમય લગાડે છે. આ પ્રાણીઓ-પક્ષીઓને જોતાં એવું લાગે છે કે તેમને ગિફ્ટ ખોલવામાં એવી મજા આવે છે જેવી તમને અને અમને આવે છે.
ફ્રાન્સ, જર્મની, કોલંબિયા અને ન્યૂઝીલૅન્ડનાં પ્રાણીસંગ્રહાલયમાંથી આ તસવીરો આવી છે.
જુઓ પ્રાણીઓનો ગિફ્ટ ખોલવાનો અંદાજ
આ તસવીર ન્યૂઝીલૅન્ડના ઓરાના વાઇલ્ડ લાઇફ પાર્કની છે. ક્રાઇસ્ટ ચર્ચના છેડે આવેલા આ વાઇલ્ડ લાઇફ પાર્કમાં રહેતાં કીયા પોપટ (પોપટની એક પ્રજાતિ જે સામાન્ય પોપટ કરતાં મોટા હોય છે) માટે ક્રિસમસ ગિફ્ટ રાખવામાં આવી છે. જેને તેણે કંઈક આવા અંદાજમાં ખોલી હતી.
આ માત્ર મારી ગિફ્ટ છે...
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઓરાનામાં પોતાની મનપસંદ ચીજ મેળવીને ગોરીલાએ કંઈક આવા અંદાજમાં ફોટો ખેંચાવ્યો.
આ તસવીર પણ ઓરાનાની છે.
તમે સામાન્ય રીતે ચિત્તાને શિકાર પાછળ દોડતાં જોયો હશે. શું તમે ક્યારેય ચિત્તાને ગિફ્ટ ખોલતાં જોયો છે?
આ તસવીર ઉત્તર પશ્ચિમ ફ્રાન્સના લે મેન્સ પાસેના ઝૂ ડે પેશહેરેમાંથી ખેંચાઈ છે.
આ તસવીરમાં તમે સ્કેવરલ મંકીને ગિફ્ટ ખોલતાં જોઈ શકો છો.
આ તસવીર ઉત્તરી જર્મનીના હૈમ્બર્ગના ટીયેરપાર્ક હૈગનબૅક પ્રાણીસંગ્રહાલયની છે.
હાથીઓ માટે ફળો અને સૂકા મેવાને કંઈક આવી રીતે સજાવીને તેમની સામે મૂકવામાં આવ્યાં.
કોલંબિયાના કૈલી પ્રાણીસંગ્રહાલયમાં કૅન્ડીની મજા લેતો બબૂન.
મારા માટે શું છે...?
કાળા ચિત્તા માટે ખાસ અંદાજમાં ગિફ્ટ ધરવામાં આવી.
જંગલના રાજા સિંહનો અંદાજ.
સાંતા ક્લૉઝને નિહાળતો નાનો વાંદરો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો