You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આખરે કોઈ કૂતરો રમકડાં શું કામ ચોરે?
અમેરિકાના પોલીસ વિભાગે મેસાચ્યુસેટ્સ (અમેરિકાનું એક શહેર)માંથી ચૅરિટીનાં રમકડાં ગુમ થવાં પાછળ કાર્યાલયના એક કૂતરાને રંગેહાથ ઝડપી પાડ્યો છે.
ફ્રૅન્કલિનના અધિકારીઓ નાતાલ નિમિત્તે સાંતા ફાઉન્ડેશનને આપવા માટે રમકડાં એકઠાં કરતા હતા.
સાંતા ફાઉન્ડેશન દર વર્ષે નાતાલ પર ગરીબ તેમજ જરૂરિયાતમંદ પરિવારોને રમકડાં અને અન્ય ભેટ આપે છે.
જોકે અધિકારીઓએ એકત્ર કરેલાં રમકડાં ગાયબ થઈ જતાં પોલીસને ચોરીની શંકા ગઈ હતી.
રમકડાં ગાયબ થઈ જતાં ઊંડી તપાસ હાથ ધરવામાં આવી હતી.
જોકે, આ તપાસ બહુ લાંબી ન ચાલી અને કૂતરો બૅન (કૂતરાંનું નામ) રમકડા ચોરતો રંગેહાથ ઝડપાઈ ગયો હતો.
વીડિયો ફૂટેજમાં જોઈ શકાય છે કે બૅન એક કૅરિયરમાં બેબી ટૉયને પકડી રાખે છે અને અધિકારીને જોતાં તેમનાથી દૂર ચાલ્યો જાય છે. બાદમાં અધિકારી તેનો પીછો કરે છે.
આખરે બૅન બેબી ટૉયને નીચે સંતાડી દે છે અને અધિકારી તેને શોધી લે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફ્રૅન્કલિન પોલીસના ડેપ્યુટી ચીફ જેમ્સ મીલે બોસ્ટન 25 ન્યૂઝને જણાવ્યું, "આ આખો વિસ્તાર એકદમ સુરક્ષિત છે એટલે આ કારનામું બૅનનું જ હશે એમ જાણવું સરળ હતું. અમને ખબર પડી ગઈ કે રમકડાં બૅને સંતાડી દીધાં હતાં. જ્યારે તેણે રમકડાં જોયાં તો એને લાગ્યું કે એ બધાં તેનાં જ છે."
તેમણે ઉમેર્યું કે હવે બૅનને સંગ્રહકક્ષમાં આવવા પર પ્રતિબંધિત કરાયો છે અને તેણે લીધેલાં રમકડાં બદલી નાખવામાં આવ્યાં છે, કેમ કે તેણે 'તેના પર લાળ પાડી હતી'.
બૅન એક થૅરપી કૂતરો છે, લોકો સહજ અનુભવી શકે એ માટે તેનો ઉપયોગ કરાય છે. બૅનને સ્કૂલોમાં મોકલવામાં આવે છે અને જે બાળક તણાવમાં હોય તેમની સાથે બૅન સમય વિતાવે છે. જેથી બાળકોને તણાવની સ્થિતિમાં સારું લાગે છે.
મિલ કહે છે, "તે (બૅન) પોલીસ સ્ટેશનમાં દોડ્યા અને રમ્યા કરતો હોય છે. તે અદભુત છે. તે પ્રેમાળ હોવાથી બધા તેને પ્રેમ કરે છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો