તુર્કીએ કુર્દો સામેનું સૈન્ય અભિયાન રોક્યું, અમેરિકાની જાહેરાત

ઇમેજ સ્રોત, Reuters
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સે કહ્યું છે કે તુર્કી ઉત્તર સીરિયામાં પોતાનાં સૈન્ય અભિયાનને રોકવા પર રાજી થઈ ગયું છે જેથી કુર્દ નેતૃત્વવાળા દળો પીછેહઠ કરી શકે.
આ જાહેરાતને તુર્કીની રાજધાની અંકારામાં માઇક પેન્સ અને તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અર્દોઆન વચ્ચે થયેલી મુલાકાત પછી કરવામાં આવી છે.
તમામ સૈન્ય અભિયાનને પાંચ દિવસ માટે રોકી દેવામાં આવ્યાં છે અને અમેરિકા કુર્દ દળોને 'યોગ્ય રીતે પરત મોકલવા' માટે મદદ કરશે.
અમેરિકા સરહદના વિસ્તારમાંથી કુર્દ દળોને હઠાવી રહ્યું છે જ્યાં તુર્કી 'સેફ ઝોન' બનાવવા ઇચ્છે છે.
તુર્કીએ ગત અઠવાડિયે આ અભિયાનની શરૂઆત કરી હતી.
તુર્કીનો ઉદ્દેશ કુર્દ દળોને સરહદથી પાછળ ધકેલીને, સીરિયાના શરણાર્થીઓ માટે એક 'સેફ ઝોન' બનાવવાનો છે.
પેન્સની જાહેરાત પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિએ અર્દોઆનનો આભાર માનતા ટ્વીટ કર્યું કે 'લાખો જીવ બચી જશે.'
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
પેન્સે પોતાની જાહેરાત દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પના 'મજબૂત નેતૃત્વ'નો આભાર માન્યો. તેમણે કહ્યું, "તે સંઘર્ષ વિરામ ઇચ્છે છે. તે હિંસા રોકવા ઇચ્છે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તુર્કીના વિદેશ મંત્રી મેવલુત ચાવૂશૉલુએ પત્રકારોને કહ્યું કે એસડીએફ બૉર્ડર ઝોનથી હટી જશે તો તુર્કી દ્વારા હુમલાને રોકી દેવામાં આવશે.
તેમણે કહ્યું, "અમે ઑપરેશનને અટકાવી રહ્યા છીએ. પૂર્ણ કરી રહ્યા નથી. અમે ત્યારે જ ઑપરેશન પૂર્ણ કરીશું જ્યારે કુર્દ લડવૈયા આ વિસ્તારમાંથી હટી જશે."
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સે કહ્યું કે તુર્કી જ્યારે સૈન્ય અભિયાનને પૂર્ણ કરી દેશે ત્યારે તેના પરથી આર્થિક પ્રતિબંધને હઠાવી લેવામાં આવશે અને આ દરમિયાન વધારે પ્રતિબંધ લગાવવામાં નહીં આવે.
અમેરિકા અને તુર્કી વચ્ચે થયેલી આ બેઠકમાં એસડીએફ (સીરિયન ડેમૉક્રેટિક ફોર્સેસ)ના કોઈ પ્રતિનિધિ હાજર ન હતા.

અર્દોઆને પત્રને 'કચરાપેટીમાં ફેંક્યો'

ઇમેજ સ્રોત, Reuters
આ પહેલાં બીબીસીને જાણવા મળ્યું હતું કે તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈયપ્પ અર્દોઆને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પત્રને 'કચરાપેટીમાં ફેંક્યો હતો.'
ટ્રમ્પે સીરિયામાંથી પોતાના સૈન્યને પરત બોલાવ્યા પછી નવ ઑક્ટોબરે અર્દોઆનને પત્ર લખીને કહ્યું હતું, "ખૂબ જ સખત માણસ ન બનતા, બેવકૂફી ન કરતા."
રાષ્ટ્રપતિ ટ્રમ્પ તુર્કી પાસે માંગ કરી રહ્યા હતા કે તે ઉત્તર સીરિયામાં કુર્દ દળોની સામે સૈન્ય બળનો પ્રયોગ ન કરે પરંતુ અર્દોઆને આ માંગણીને નજરઅંદાજ કરી હતી.
હાલ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સ અંકારામાં છે અને યુદ્ધ વિરામના પ્રયત્ન કરી રહ્યા છે.


ઇમેજ સ્રોત, Reuters
ઉત્તર સીરિયામાંથી સૈન્યને પરત બોલાવ્યા પછી અમેરિકાની ટીકા થઈ રહી છે. ટીકાકારોનું કહેવું છે કે તેણે તુર્કીના સૈન્યને હુમલો કરવા માટે લીલીઝંડી આપી દીધી છે.
સીરિયામાં ઇસ્લામિક સ્ટેટ સામેની લડાઈમાં કુર્દ દળોના નેતૃત્વ વાળી સીરિયન ડેમૉક્રેટિક ફોર્સેસ (એસડીએફ) અમેરિકાની સાથે રહી છે.
જોકે, એ પણ ડર વધી રહ્યો છે કે આ અસ્થિરતાના કારણે ઉત્તર સીરિયામાં જેહાદી સમૂહનો ફરીથી ઉદય થઈ શકે છે.
એસડીએફમાં કુર્દ લડવૈયાઓના જૂથ પીપલ્સ પ્રૉટેક્શન યુનિટ્સ(વાઈપીજી)નું પ્રભુત્વ છે અને જેમને તુર્કી આતંકી માને છે.
તુર્કી માને છે કે આ કુર્દિસ્તાન વર્કર્સ પાર્ટી (પીકેકે)નો જ વિસ્તાર છે જે તેમના જ ક્ષેત્રમાં કુર્દો પોતાના સ્વાયત્ત રાજ્ય માટે લડતા રહે છે.

ટ્રમ્પના પત્રમાં શું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
રાષ્ટ્રપતિ અર્દોઆનને ટ્રમ્પે લખ્યું હતું, "ચાલો એક સારા સોદા પર કામ કરીએ."
"તમે હજારો લોકોની કત્લેઆમ માટે જવાબદાર બનવા માંગતા નથી. હું પણ તુર્કીની અર્થવ્યવસ્થાને તબાહ કરવા માટે જવાબદાર બનવા માંગતો નથી અને હું કરીશ."
"જો તમે આને યોગ્ય અને માનવીય રીતે કરશો તો ઇતિહાસમાં આની પ્રશંસા કરવામાં આવશે. જો આવી સારી વસ્તુ નહીં થાય તો તમને હંમેશાં શેતાનના રૂપમાં જોવામાં આવશે."
આ વિશે તુર્કીના રાષ્ટ્રપતિનાં સૂત્રોએ બીબીસીને કહ્યું હતું, "રાષ્ટ્રપતિ અર્દોઆનને આ પત્ર મળ્યો હતો તેમણે આને રદ કરીને કચરાપેટીમાં ફેંકી દીધો."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













