Top News : કાશ્મીર મામલાને પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય કોર્ટમાં લઈ જશે

ઇમેજ સ્રોત, AFP/GETTY IMAGES
'ઇન્ડિયા ટુડે'ના અહેવાલ અનુસાર પાકિસ્તાનના વિદેશ મંત્રી મહમૂદ કુરૈશીએ કહ્યું છે કે તેઓ કાશ્મીર કેસને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં લઈ જશે.
એક ન્યૂઝ ચેનલને ઇન્ટરવ્યૂ આપતા કુરૈશીએ કહ્યું, "અમે કાશ્મીર કેસની તમામ બાબતો તપાસી આ કેસને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં લઈ જવાનો નિર્ણય કર્યો છે."
જોકે, ભારત દ્વારા આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન દ્વારા કાશ્મીર મુદ્દાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ઉઠાવવામાં આવ્યો છે.

ઑટો બાદ ટેક્સટાઇલ ટેક્સ્ટાઇલ સેક્ટરમાં મંદી

ઇમેજ સ્રોત, Getty Images
'એનડીટીવી'ના અહેવાલ અનુસાર ઑટો સેક્ટર બાદ ટેક્સ્ટાઇલ સેક્ટરમાં મંદી આવી છે.
ટેક્સ્ટાઇલ મિલ સંગઠનનો દાવો છે કે માત્ર મોટા પ્રમાણમાં નોકરીઓ ગઈ છે એટલું જ નહીં પરંતુ દેશભરમાં એક તૃતિયાંશ મિલો બંધ થઈ ગઈ છે.
વેબસાઇટ લખે છે કે હાલમાં જ ઑટો સેક્ટરમાં મંદીને કારણે 30થી 35 ટકા વેચાણ ઓછું થઈ ગયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નોર્ધન ઇન્ડિયા ટેક્સ્ટાઇલ મિલ કૉર્પોરેશનનો દાવો છે કે હાલમાં ભારતીય સ્પિનિંગ ઉદ્યોગ સંકટમાં છે.
મીડિયા ફરીદાબાદ ટેક્સ્ટાઇલ ઍસોશિયેશનના સભ્ય અનિલ જૈનના હવાલાથી લખે છે કે ટેક્સ્ટાઇલ સેક્ટરમાં 20થી 25 લાખ નોકરીઓ જતી રહી છે.

ગુજરાત : ત્રણ કિશોરને વર્લ્ડ રૉબોટિક્સ કૉન્ટેસ્ટમાં સિલ્વર

ઇમેજ સ્રોત, Getty Images
ચીન ખાતે આયોજિત 'વર્લ્ડ રૉબોટિક્સ ઍડોલેસેન્ટ કૉન્ટેસ્ટ'માં વડોદરાના ત્રણ કિશોરે સિલ્વર મૅડલ જીત્યો છે.
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર સાતમાં ધોરણમાં અભ્યાસ કરતા ત્રણેય કિશોર આદિલ સેનગુપ્તા, હ્રિદય હરિન અને શ્રેયાંશ બોહોરાની ઉંમર 12 વર્ષ છે.
આ સ્પર્ધામાં 60 દેશોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાંથી વડોદરાના ત્રણેય કિશોર બીજા સ્થાને રહ્યા.
દર વર્ષ આયોજિત થતી આ સ્પર્ધામાં દુનિયાભરના વિદ્યાર્થીઓ ભાગ લે છે અને રૉબોટ બનાવવાના ક્ષેત્રે પોતાનું કૌશલ્ય બતાવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












