કાશ્મીર : વેપારી સંબંધો તોડી પોતાનું જ નુકસાન કરી રહ્યું છે પાકિસ્તાન

ઇમરાન ખાન

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ઉમર દરાઝ નાંગિયાના
    • પદ, બીબીસી ઉર્દૂ સંવાદદાતા

કાશ્મીર મામલે વર્તમાન તણાવ પહેલાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વેપારી સંબંધોમાં કોઈ અડચણો ન હતી.

બંને દેશો વચ્ચે બે સડક માર્ગો-લાહોરથી વાઘા અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરથી વસ્તુઓની આયાત-નિકાસ થતી હતી.

જે બાદ ભારત સરકારે 370માં અપાયેલો કાશ્મીરનો વિશેષ દરજ્જો પરત ખેંચી લીધો અને ઘણું બધું બદલી ગયું.

જે બાદ પાકિસ્તાન સરકારે ભારત સાથે રાજદ્વારી સંબંધો સીમિત કરવા અને દ્વિપક્ષીય વેપારી સંબંધો સ્થગિત કરવાનો નિર્ણય કર્યો.

જોકે, હવે સવાલ એ છે કે પાકિસ્તાન અને ભારત વચ્ચે વેપારી સંબંધો એટલા મહત્ત્વના હતા કે પાકિસ્તાનના આ નિર્ણયથી ભારતને પરેશાની થઈ શકે છે?

જો એવું ના હોય તો પછી આ નિર્ણયને કારણે સૌથી વધારે નુકસાન કોને થશે?

પાકિસ્તાનના એક વેપારી, જેઓ બંને દેશ વચ્ચેના વેપારી સંબંધોને ખૂબ સારી રીતે જાણે છે, તેમનું માનવું છે કે બંને દેશો વચ્ચે વેપારી સંબંધો સીમિત છે.

તેમનું કહેવું છે કે બંને દેશો વચ્ચે લેવડ-દેવડ તેમના કુલ વેપારનો ખૂબ નાનો હિસ્સો છે.

line

ભારત અને પાકિસ્તાન વચ્ચે વેપાર

નિકાસ

ઇમેજ સ્રોત, Getty Images

વૈશ્વિક વેપારને પ્રોત્સાહન આપવા માટે આંતરરાષ્ટ્રીય વેપાર કેન્દ્ર (આઈટીસી) સંયુક્ત રાષ્ટ્ર અને વિશ્વ વેપાર સંગઠનના સંયુક્ત જનાદેશ સાથે મળીને કામ કરે છે.

આઈટીસીએ એક સ્પેશિયલ ટ્રેડ મેપ બનાવી રાખ્યો છે, જે દુનિયાભરના 220 દેશો વચ્ચે થનારી 5,300 સામાનોની લેવડ-દેવડનો માસિક, ત્રૈમાસિક અને વાર્ષિક હિસાબ રાખે છે.

કોઈ બે દેશો વચ્ચે થનારા દ્વિપક્ષીય વેપાર સંબંધો સાથે જોડાયેલા આંકડાઓ પણ અહીંથી જ પ્રાપ્ત થાય છે.

જો આઈટીસીના આંકડાઓ પર નજર નાખવામાં આવે તો 2018માં પાકિસ્તાનથી ભારતમાં નિકાસ કરવામાં આવેલી વસ્તુઓનું કુલ મૂલ્ય લગભગ 38.3 કરોડ અમેરિકન ડૉલરથી વધારે હતું પરંતુ આ પાકિસ્તાનની નિકાસના માત્ર બે ટકા જ હતી.

આ દરમિયાન લગભગ 2.06 અબજ અમેરિકન ડૉલરનો સામાન ભારતથી પાકિસ્તાન ગયો હતો. આ ભારતમાંથી થતી નિકાસના માત્ર 0.1 ટકા છે.

જોકે, પાકિસ્તાનમાં વેપારી અને ટ્રેડ કૉમર્સ ક્ષેત્ર સાથે જોડાયેલા અધિકારીઓનું કહેવું છે કે બંને દેશો વચ્ચે વેપાર પર રોક લાગવાથી કેટલીક ચીજોની અછત વર્તાશે અને તેનાથી કેટલાક ઉદ્યોગો અને ગ્રાહકોને નુકસાન થશે.

line

કૉટન

કોટન

ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાન ભારતમાંથી ઘણી વસ્તુઓની આયાત કરે છે પરંતુ તેમાં સૌથી વધારે મહત્ત્વનું છે કૉટન.

આઈટીસીના જણાવ્યા પ્રમાણે, વર્ષ 2018 પાકિસ્તાનને લગભગ 46.6 કરોડ ડૉલરના કૉટનની આયાત કરી હતી.

વર્ષ 2014થી 2018 વચ્ચે આ 4 ટકાથી વધીને પાકિસ્તાનના કુલ કૉટનની આયાત 37 ટકા થઈ ગઈ હતી.

નૂર મોહમ્મદ કસૂરી, પેટ્રોલિયમ ઉત્પાદન આયાત કરે છે. તેઓ પાકિસ્તાન-ભારત બિઝનેસ કાઉન્સિલના અધ્યક્ષ છે.

બીબીસી સાથે વાત કરતા તેઓ કહે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે વેપારી સંબંધો સ્થગિત થઈ જવાથી પાકિસ્તાનની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને વધારે નુકસાન થશે.

તેમણે કહ્યું, "કૉટન અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માટે જરૂરી ચીજો ભારતમાંથી સરળતાથી અને ઓછી કિંમતે મળી જાય છે."

તેમણે કહ્યું કે ભારત તે નિકાસ કરે છે તેમાં ટેક્સટાઇલ એક મોટો હિસ્સો હોય છે.

line

સિમેન્ટ, જિપ્સમ અને ખનિજ

સિમેન્ટ

ઇમેજ સ્રોત, Getty Images

હવે એ વસ્તુઓની વાત જે પાકિસ્તાન, ભારતમાં નિકાસ કરે છે. જેમાં ચૂનાના પથ્થર, સિમેન્ટ, મીઠું, સલ્ફર અને બીજાં ખનિજો સામેલ છે.

આઈટીસી પ્રમાણે, વર્ષ 2018માં પાકિસ્તાનમાં ભારતે લગભગ 9.6 કરોડ અમેરિકન ડૉલરનો સામાન નિકાસ કર્યો હતો. ભારત આ ચીજોનું મોટું ખરીદદાર છે.

પંજાબના ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રાલયના એક અધિકારીએ બીબીસીને કહ્યું કે પંજાબના ઘણા વિસ્તારો ખનિજથી સંપન્ન છે. જેની જરૂરિયાત ભારતમાં છે. ખાસ કરીને સિમેન્ટની.

વર્ષ 2014થી 2018 વચ્ચે પાકિસ્તાનથી ભારતમાં નિકાસ થનારા ખનિજ વેપારમાં 17 ટકાનો વધારો થયો છે.

line

ઑર્ગેનિક કેમિકલ

મસાલા

ઇમેજ સ્રોત, Getty Images

આઈટીસીના જણાવ્યા પ્રમાણે કૉટન બાદ ઑર્ગેનિક કેમિકલ બીજી મહત્ત્વપૂર્ણ ચીજ છે. જે પાકિસ્તાન, ભારતથી આયાત કરે છે. જેની કિંમત 40.2 કરોડથી વધારે છે.

તે દર વર્ષે 15 ટકા વધ્યા છે, પાકિસ્તાનની ઑર્ગેનિક કેમિકલની જરૂરિયાતનો 15 ટકા હિસ્સો ભારત પાસેથી પૂરો થાય છે.

નૂર મોહમ્મદના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન ભારત પાસેથી રસાયણ પણ મંગાવે છે જેનો ઉપયોગ ચામડા ઉદ્યોગ, રંગરોગાન માટે અને બીજા ઉદ્યોગોમાં થાય છે.

આઈટીસી પ્રમાણે, પાકિસ્તાને વર્ષ 2018માં ભારત પાસેથી 10.8 કરોડ અમેરિકન ડૉલર કિંમતની વસ્તુઓ આયાત કરી હતી.

line

ફળ અને સુકામેવા

સિમેન્ટ અને અન્ય ખનિજો બાદ ભારત જે વસ્તુઓ પાકિસ્તાન પાસેથી આયાત કરે છે, તેમાં ફળ, સુકામેવા અને તરબૂચ છે.

વર્ષ 2018માં પાકિસ્તાનને ભારતને નિકાસ કરેલી આ વસ્તુઓની કિંમત લગભગ 9.3 કરોડ અમેરિકન ડૉલરથી વધારે હતી.

પાકિસ્તાન ભારતને લગભગ 2.3 કરોડ અમેરિકન ડૉલરની કિંમતની ખાંડ અને ખાંડથી બનેલી મિઠાઈઓ પણ નિકાસ કરે છે.

વર્ષ 2018માં આ નિકાસમાં વર્ષ દર વર્ષ 368 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. જોકે, તે પાકિસ્તાનની નિકાસના માત્ર 5 ટકા જ હતી.

line

શાકભાજી

શાકભાજી

ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાન એક કૃષિ પ્રધાન દેશ હોવાને કારણે તે શાકભાજી અને ફળો પર આત્મનિર્ભર છે. જોકે, નિષ્ણાતોના મતે, વર્ષના કેટલાક મહિનાઓમાં માંગ અને પૂરવઠાનું સમતોલન જાળવવા માટે પાકિસ્તાન ભારત પાસેથી શાકભાજી આયાત કરે છે.

આઈટીસીના આંકડાઓ જણાવે છે કે પાકિસ્તાન 2018માં ભારતથી 2.1 કરોડ અમેરિકન ડૉલરની શાકભાજી આયાત કરી હતી.

જોકે, આયાત કરવાનો દર માત્ર 3 ટકા જ હતો, જેમાં 22 ટકાની વાર્ષિક ઘટ પણ હતી.

આ પાંચ પ્રકારની વસ્તુઓ સિવાય ભારત અને પાકિસ્તાન ઘણી અન્ય વસ્તુઓનો વેપાર પણ કરે છે.

જેમાં રબર, પ્રાકૃતિક ઉપકરણો, ચા, કૉફી, તેલ, લોખંડ અને કાચું લોખંડ સહિતની અન્ય વસ્તુઓ પણ સામેલ છે.

તેમ છતાં બંને દેશો વચ્ચે બહુ મોટો વેપાર નથી.

line

બંને દેશો વચ્ચે વેપાર વધી શકે છે?

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

પાકિસ્તાન-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલના અધ્યક્ષ નૂર મોહમ્મદ કસૂરીનું કહેવું છે કે જો પાકિસ્તાન અને ભારત વચ્ચે વેપારી સંબંધો ચાલુ રહે તો તેમને આશા છે કે આવનારાં વર્ષોમાં બંને દેશો વચ્ચે વેપાર 10 અમેરિકન ડૉલર સુધી પહોંચી જશે.

તેમણે કહ્યું કે ભારત ઊર્જા, સ્વાસ્થ્ય, શિક્ષણ અને બુનિયાદી સુવિધાઓ જેવાં ક્ષેત્રોમાં પાકિસ્તાનની મદદ કરી શકે છે.

બીજી તરફ પાકિસ્તાન આર્થિક ક્ષેત્રો અને વેપાર માટે આવાગમન સુવિધા આપે તો, ભારત મધ્ય એશિયામાં પોતાના વેપારનો વિસ્તાર કરી શકે છે.

નૂર મોહમ્મદ કસૂરીનું કહેવું છે કે પાકિસ્તાન અને ભારત વચ્ચે વેપારનું રોકાવું પ્રતીકાત્મક અને રાજકીય છે.

બંને દેશો વચ્ચે વેપાર એટલો ઓછો છે કે આગળના ત્રણ ચાર મહિનાઓ સુધી આ બંને દેશોને કોઈ અસર થશે નહીં.

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો