You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તુર્કીને તબાહ કરી દેવાની ધમકી કેમ આપી?
રવિવારે કરેલી બે ટ્ટીટમાં ટ્રમ્પે એમ પણ કહ્યું કે તેઓ નથી ઇચ્છતા કે કુર્દો એવું કંઈ કરે જેથી તુર્કી ભડકી ઉઠે.
ઉત્તર સીરિયામાં કથિત ઇસ્લામિક સ્ટેટ સામેની લડાઈ અમેરિકા કુર્દ લડવૈયાઓ સાથે મળીને લડ્યું છે.
જોકે, તુર્કી કુર્દ સમૂહ પીકેકે અને વાઇપીજી ( પિપલ પ્રોટેક્શન યૂનિટ)ને આતંકવાદી સંગઠન માને છે.
તુર્ક રાષ્ટ્રપતિ રૈચેપ તૈયપ અર્દોઆન અમેરિકા દ્વારા કુર્દ દળોને સમર્થન પર ગુસ્સાનો સ્વીકાર કરે છે અને પોતાના ભાષણોમાં આ સમૂહોને તબાહ કરવાની ધમકી આપે છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પના ધમકીભર્યા નિવેદનો બાદ સીરિયામાંથી અમેરિકન સૈન્યને પાછા બોલાવી લેવાની એમની નીતિની આકરી ટીકા થઈ રહી છે.
સાઉદી અરેબિયાના શાહી પરિવારના વરિષ્ઠ સભ્ય પ્રિન્સ તુર્કી-અલ-ફૈસલે બીબીસીને કહ્યું કે આનાથી વિસ્તારમાં નકારાત્મક અસર પડશે.
જેનો ફાયદો ઇરાન, રશિયા અને સીરિયાના રાષ્ટ્રપતિ બશ અલ અસદને થશે.
આ દરમિયાન મધ્ય-પૂર્વના પ્રવાસે નીકળેલા અમેરિકાના વિદેશ મંત્રી માઇક પૉમ્પિયો સાઉદી અરેબિયામાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ મધ્ય-પૂર્વમાં અમેરિકાના સહયોગી દેશોનો ભરોસો મજબૂત કરવાનાં હેતુથી આ યાત્રા પર આવ્યા છે.
ટ્રમ્પે શું કહ્યું ?
ટ્રમ્પે સીરિયામાંથી સૈન્ય દળોને પાછા બોલાવી લેવાના પોતાના નિર્ણયનો બચાવ કર્યો. એમણે કહ્યું કે, કથિત ઇસ્લામિક સ્ટેટના જે લડવૈયાઓ બચી ગયા છે એમને હવાઇ હુમલાઓથી નિપટાવી શકાય એમ છે.
જોકે, ટ્રમ્પે એ ન કહ્યું કે જો તુર્કી વાઇજીપીના લડવૈયાઓ ઉપર હુમલો કરશે તે તેઓ કેવી રીતે તુર્કીની અર્થ વ્યવસ્થાને તબાહ કરી નાખશે.
અમેરિકાએ ઑગસ્ટમાં એક પાદરીની ધરપકડ સાથે શરૂ થયેલા વિવાદ દરમિયાન તુર્કી પર પ્રતિબંધ અને વ્યાપારિક કર લગાવ્યા હતાં.
તેનાથી તુર્કીના નાણાંના મૂલ્યમાં ભારે ઘટાડો થયો હતો. પાદરી એન્ડ્રૂ બ્રેનસનને ઑક્ટોબરમાં છોડી દેવાયા હતા.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે 20 કિમી પહોળો બફર ઝોન બનાવવાનો પણ ઉલ્લેખ કર્યો.
બીબીસી સંવાદદાતા બાર્બરા પ્લેટ ઉશરના જણાવ્યા અનુસાર વિદેશ મંત્રી પૉમ્પિયો મધ્ય-પૂર્વ વિસ્તારની મુલાકાત દરમિયાન આ નિવારણ સુધી પહોંચવા માગતા હતાં.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે એવું પણ કહ્યું કે સીરિયામાં અમેરિકન કાર્યવાહીથી સૌથી વધુ ફાયદો ઈરાન, સાઉદી અરેબિયા અને સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદને થયો છે અને હવે અમેરિકી દળોના ઘેર પરત ફરવાનો સમય થઈ ગયો છે.
આ દરમિયાન રાષ્ટ્રપતિ આર્દોઆનના પ્રવક્તા ઇબ્રાહીમ કાલિને એક ટ્વીટમાં કહ્યું છે કે તુર્કીને આશા છે કે અમેરિકા પોતાની રાજકીય ભાગીદારીનું સન્માન કરશે.
તેમણે કહ્યું, "આતંકવાદીઓ તમારા મિત્ર કે જોડાણના સહયોગી ન હોઈ શકે."
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સહયોગી દેશોને આશ્રર્ય પમાડતાં ગયા મહીને સીરિયામાંથી અમેરિકી દળોને પાછા ખેંચવાનો નિર્ણય કરેલો. જેની સ્થાનિક સ્તરે પણ ટીકા થઈ છે.
સીરિયાના લગભગ ત્રીસ ટકા ભાગ પર વાઈપીજીનું નેતૃત્વ કરતાં સીરિયન જોડાણ ધરાવતા લોકશાહી બળોનું નિયંત્રણ છે. અમેરિકા આ જોડાણની મદદ કરી રહ્યું હતું.
અમેરિકાએ ગયા અઠવાડિયે પોતાના બળોને સીરિયાથી પરત બોલાવાના શરૂ કરી દીધાં છે. સૈન્યની સાધન સામગ્રી પરત કરવામાં આવી રહી છે.
જોકે, હજૂ પણ અમેરિકન સૈનિકો સીરિયામાં હાજર છે.
અમેરિકી વિદેશમંત્રીએ શું કહ્યું?
આ જ સપ્તાહના અંતમાં માઇક પૉમ્પિયોએ જણાવ્યું હતું કે તેમણે ફોન પર તુર્કીના વિદેશમંત્રી મેવલુત કાવાસોગલૂ સાથે વાત કરી હતી.
તેમને આશા છે કે કુર્દ સૈન્યની સુરક્ષા નિશ્ચિત કરવા માટે તુર્કી સાથે કરાર થઈ જશે. જોકે આ બાબતે તેમણે વધુ વિગતો આપી નથી.
અબુધાબીથી બોલતા પૉમ્પિયોએ કહ્યું હતું કે અમેરિકા તુર્કીના પોતાના લોકો અને પોતાના ક્ષેત્રમાં આતંકવાદીઓથી સુરક્ષિત રહેવાના અધિકારનું સન્માન કરે છે.
તમે આ વાંચ્યું કે નહીં?
આગળ તેમણે કહ્યું હતું કે, "અમને એ પણ ખ્યાલ છે કે આટલા વર્ષોથી જેઓ અમારી સાથે મળીને લડત આપતાં હતાં, તેઓ સુરક્ષાના હકદાર છે."
રિયાધમાં વાતચીત દરમિયાન વિદેશ મંત્રી સીરિયા ઉપરાંત યમન યુદ્ધ અંગે પણ ચર્ચા કરી શકે છે.
અમેરિકન મીડિયાના અહેવાલો અનુસાર તેઓ પત્રકાર જમાલ ખાશોગ્જીની હત્યા મામલે પણ જાણકારી લઈ શકે છે.
સાઉદી શાહી પરિવારના ટીકાકાર જમાલ ખાશોગ્જીની ઇસ્તંબુલમાં સાઉદી દૂતાવાસની અંદર હત્યા કરવામાં આવી હતી.
સીરિયામાં કેટલા અમેરિકન સૈનિકો છે?
અહેવાલો અનુસાર લગભગ બે હજાર અમેરિકન સૈનિકો સીરિયામાં તહેનાત છે. અમેરિકન સૈનિકો 2015થી સીરિયામાં ફરજ બજાવી રહ્યા છે.
ત્યારના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ વાઈપીજી સૈનિકોને તાલીમ આપવા વિશેષ અમેરિકી સૈન્ય દળોને સીરિયા મોકલ્યા હતા.
સીરિયાના અરબ સમુહો અને વિદ્રોહી જૂથોને તાલીમ આપવાના અનેક નિષ્ફળ પ્રયત્નો બાદ અમેરિકાએ કુર્દ સમૂહોની મદદ લીધી હતી.
સીરિયાનાં ઇસ્લામિક સ્ટેટ વિરુદ્ધ લડાઈમાં કુર્દ દળો ખૂબ અસરકારક રહ્યા છે. એક મોટા વિસ્તારમાંથી મુસ્લિમ સ્ટેટનો સફાયો કરવામાં સફળ રહ્યા છે.
છેલ્લાં કેટલાક વર્ષોમાં અમેરિકી દળોની સંખ્યા સીરિયાનાં વધતી રહી છે અને ઉત્તર પૂર્વીય વિસ્તારમાં અમેરિકન અડ્ડા અને હવાઈ મથકો સ્થાપિત કરવામાં આવ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો