ભારત દુનિયાનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર, બ્રિટન રહી જશે પાછળ

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

વર્ષ 2019માં ભારત સૌથી મોટી અર્થવ્યવસ્થાની રૅન્કિંગમાં બ્રિટનથી પણ આગળ નીકળી શકે છે. આ પહેલાં ભારત ફ્રાન્સને પાછળ છોડી છઠ્ઠા સ્થાન પર પહોંચ્યું હતું.

આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ એટલે કે આઈએમએફના અનુમાન જણાવે છે કે આગામી વર્ષે બ્રિટન સાતમા સ્થાન પર પહોંચી શકે છે. આ સાથે જ તે ભારત અને ફ્રાન્સથી પણ પાછળ જતું રહેશે.

'ગ્રૉસ ડૉમેસ્ટિક પ્રૉડક્ટ' એટલે કે જીડીપીના મામલે આઈએમએફના પ્રમાણે બ્રિટન 2018માં દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.

વૈશ્વિક ઉત્પાદનો પર ઊભરી રહેલા બજારોની પકડ વધુ મજબૂત થતાં બ્રિટનના આર્થિક દબદબામાં ખામી સર્જાઈ છે.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

આઈએમએફના આ આંકડા જ્યાં ભારત અને ફ્રાન્સ માટે સકારાત્મક છે, ત્યાં બ્રેક્સિટ સમજૂતી પર સહમતી બનાવવાનો પ્રયાસ કરી રહેલા બ્રિટન માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.

આ સાથે જ યૂરોપીયન યૂનિયનથી અલગ થયા બાદ પણ બ્રિટનના એ જ સ્તર પર પ્રભાવી બની રહેવાનો પડકાર અઘરો બની ગયો છે.

બ્રિટન એ વાતનો દાવો કરે છે કે બ્રેક્સિટ બાદ પણ તે દુનિયામાં મોટું ખેલાડી બની રહેશે.

line

ભારત માટે અનુકૂળ પરિસ્થિતિ

અરૂણ જેટલી

ઇમેજ સ્રોત, Getty Images

રૅન્કિંગ આપતી બીજી મોટી સંસ્થા પીડબલ્યૂસીમાં અર્થશાસ્ત્રી માઇક જૅકમૅને IMF પહેલાં જ બ્રિટનની રૅન્કિંગ નીચે આવવાનું અનુમાન લગાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે દુનિયાની ઝડપથી વધતી અર્થવ્યવસ્થાઓમાં ભારત પોતાના તિવ્ર વિકાસ દર અને મોટી વસતિના કારણે વૈશ્વિક જીડીપી રેસમાં આગળ વધવાનું ચાલુ રાખશે.

આ વર્ષે જુલાઈમાં વિશ્વ બૅન્કના એક રિપોર્ટ પ્રમાણે ભારતીય અર્થવ્યવસ્થા ફ્રાન્સને પાછળ છોડી છઠ્ઠા સ્થાન પર પહોંચી ગઈ હતી.

લાઇન
લાઇન

IMF અને વિશ્વ બૅન્કના આંકડા જણાવે છે કે એક દાયકા પહેલાં ભારતનો જીડીપી ફ્રાન્સ કરતા આશરે અડધો હતો.

નોટબંધી અને જીએસટી લાગુ કર્યાં બાદ ભારતીય અર્થવ્યવસ્થામાં થોડી સ્થિરતા આવી હતી પરંતુ ત્યારબાદ મૅન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આવેલી તિવ્ર ગતિથી ભારતીય અર્થવ્યવસ્થા પાછી પાટા પર આવતી જોવા મળી રહી છે.

આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે પણ કહ્યું હતું કે વર્ષ 2018માં ભારતનો વિકાસ 7.4 ટકા રહી શકે છે અને ટૅક્સ સુધારા તેમજ સ્થાનિક ખર્ચમાં વધારાના પગલે 2019માં ભારતનો વિકાસ દર 7.8 ટકા સુધી પહોંચી શકે છે.

આ દરમિયાન દુનિયાનો સરેરાશ વિકાસ દર 3.9 ટકા રહેવાનો અનુમાન છે.

line

બ્રિટનની મુશ્કેલી

થેરેસા મે

ઇમેજ સ્રોત, Reuters

વિકાસના સમાન સ્તર અને એક સમાન જનસંખ્યા ધરાવતા બ્રિટન તેમજ ફ્રાન્સ ઘણી વખત રૅન્કિંગમાં એકબીજાથી આગળ નીકળતા રહે છે.

હવે 2019માં ફ્રાન્સનું પ્રદર્શન પાઉન્ડની સરખામણીએ યુરોની મજબૂતી પર નિર્ભર કરશે. આ તરફ રૅન્કિંગમાં બ્રિટનનું નીચે પછડાવું યુરોપીય સંઘથી તેના અલગ થયા બાદની સ્થિતિ પર નિર્ભર કરશે.

બ્રેક્સિટ મામલે બ્રિટનના વિવેચકોનું કહેવું છે કે તે આંતરરાષ્ટ્રીય મામલે પોતાના પ્રભાવને લઈને પહેલેથી પોતાની ક્ષમતા ગુમાવી રહ્યું છે.

બ્રિટનના પૂર્વ વડા પ્રધાન જૉન મેજરે ચેતવણી આપી હતી કે દુનિયા બ્રિટનને એક મધ્યમ આકાર, મધ્યમ રૅન્કિંગ વાળા દેશ તરીકે જોશે.

લાઇન
લાઇન

જોકે, બજાર વિનિમય દર પર જીડીપીનું આકલન સમગ્ર આર્થિક કલ્યાણને માપવાની સૌથી સટીક રીત નથી.

તેમાં ખરીદદારી ક્ષમતા એટલે કે કોઈ અર્થવ્યવસ્થામાં પૈસાથી વસ્તુઓ અને સેવાઓ ખરીદવાની ક્ષમતાથી જીડીપીને માપી શકાય છે.

ભારતીય અર્થવ્યવસ્થાનો આકાર પહેલા જ કોઈ યુરોપીયન અર્થતંત્રની સરખામણીએ બમણો છે, પણ તેનો પ્રતિ વ્યક્તિ જીડીપી ખૂબ ઓછો છે.

IMFના અનુમાન અનુસાર બ્રિટનની આ સ્થિતિ વર્ષ 2023 સુધી યથાવત રહેશે.

આ રૅન્કિંગમાં સૌથી પહેલા નંબર પર અમેરિકા, ત્યારબાદ ચીન, જાપાન અને જર્મની છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો