એશિયાનો એ 'મુસ્લિમ દેશ' જે રાતોરાત ધનવાન થઈ ગયો

લોકોનું કાર્ટૂન
    • લેેખક, રૅબેકા હેંશ્કી
    • પદ, બીબીસી ઇન્ડોનેશિયા

ઇન્ડોનેશિયા દુનિયાની સૌથી વધારે મુસ્લિમ વસતિ ધરાવતો દેશ છે, જ્યાં અચાનક મધ્યમ વર્ગની જનસંખ્યા વધવા લાગી છે. બીબીસી સંવાદદાતા રૅબેકા હેંશ્કી જણાવે છે કે ઇન્ડોનેશિયા કેવી રીતે અચાનક ધનવાન દેશ બની ગયો.

ફ્રિજના દરવાજા પર લાગેલું રંગ-બેરંગી નિમંત્રણ કાર્ડ દર્શાવે છે કે આ કોઈ 'ડૉગ-થીમ બર્થ ડે' પાર્ટી હશે.

મને લાગ્યું ' કેટલું સરસ છે અને કેટલું અલગ પણ. જોકે, આ દેશમાં શ્વાનને લોકો વધારે પસંદ કરતા નથી અને તેમની ખાસ દેખરેખ પણ રાખતા નથી.

પરંતુ આ કોઈ નવી વાત નથી. એક પરિવારે પોતાની છ વર્ષીય દીકરીનો જન્મદિવસ મનાવવા માટે એક ખાલી જમીનના ટૂકડાને એક દિવસ માટે મેન્ટેંગના એક પાર્કના ટૂકડામાં પરિવર્તિત કરી દીધો, કે જે જકાર્તાનો સૌથી મોંઘો વિસ્તાર છે.

સિક્યૉરિટી ગાર્ડ ગલીની બહાર અમને બીજી એક દુનિયામાં લઈ ગયા.

અસલ ઘાસને ત્યાં સમતલ કરવામાં આવ્યું હતું. પથરાળ જંગલમાં આ પ્રકારનું ઘાસ જોવા મળવું અવિશ્વસનીય લાગી રહ્યું હતું.

ત્યાં ઘનઘોર વૃક્ષો હતાં અને શ્વાનને રમવા માટેની જગ્યા પણ.

એક ખુણો શ્વાનની દેખરેખ માટે રાખવામાં આવ્યો હતો. ત્યાં શ્વાનની માલિશ થઈ રહી હતી, નવડાવવામાં આવી રહ્યા હતા.

બીજા ખુણામાં પરિવારજનો માટે ઍરકંડિશન્ડ આરામદાયક ટૅન્ટ લગાવવામાં આવ્યાં હતાં, જ્યાં તાજી બનેલી કૉફી અને બપોર પછી દારૂ પી શકાય.

અહીં દારૂ મોંઘો છે કેમ કે તેના પર ભારે કર લગાવાય છે.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

વિપરીત પરિસ્થિતિ

પાર્કને વચ્ચેથી શ્વાનની ડિઝાઇન ધરાવતા ફુગ્ગાથી સજાવવામાં આવ્યો હતો.

પાર્ટી ઑક્ટોબરમાં થઈ હતી અને હું સેલાવેલી ટાપૂના પાલૂ શહેરમાં આવેલા ભયાનક પૂર અને ભૂકંપનું રિપોર્ટિંગ કરીને પરત ફરી હતી.

એ પરિસ્થિતિ મારા માટે અલગ અને મુશ્કેલ હતી.

મેં પાર્ટીમાં આવેલાં માતા-પિતામાંથી એકને કાનમાં પૂછ્યું, "તમે અહીંથી ક્યાં જઈ રહ્યા છો?"

"જો આ પાર્ટીનું આયોજન તમે કર્યું છે તો 18મા જન્મદિવસની પાર્ટી કેવી હશે?"

તેમણે જવાબ આપ્યો, "આ પાર્ટી બાળકો માટે નહીં, પણ તેમનાં માતાપિતા માટે છે."

પાર્ટીમાંથી પરત ફરવા પર મને રિટર્નિંગ ગિફ્ટ તરીકે બૅગ મળી જે મારી બૅગ કરતાં ત્રણ ગણી મોટી હતી.

મને ખબર નથી કે હું હજુ પણ કેમ આશ્ચર્યચકિત છું?

આ પ્રકારની પાર્ટી ઇન્ડોનેશિયામાં ઉચ્ચ વર્ગનાં બાળકો માટે સામાન્ય વાત ગણાય છે. મારાં બાળકો પણ એ બાળકો સાથે જ શાળાએ જાય છે.

line

ક્રેઝી રિચ

પાર્ટીની તસવીરનું કાર્ટૂન

એક પરિવારે હૉલીવુડ બ્લૉકબસ્ટર 'સુસાઇડ સ્કાયડટ' ફિલ્મને રી-એડિટ કરાવવા માટે એક કંપનીને ભાડે લીધી હતી કે જેથી બર્થડે ગર્લને ફિલ્મના મુખ્ય સીનમાં બતાવી શકાય.

ફરી એડિટ કરાયેલી એ ફિલ્મને બાળકોએ ટૉપ હોટલના બૉલરૂમમાં સિનેમા સાઇઝની સ્ક્રીન પર જોઈ હતી.

તે સમયે હું પાપુઆની યાત્રાથી પરથી પરત ફરી હતી, જ્યાં હું બાળકોના સ્વાસ્થ્ય પર રિપોર્ટ કરી રહી હતી.

ત્યાં બાળકો કુપોષણના કારણે મૃત્યુ પામી રહ્યાં હતાં.

જ્યારે સપ્ટેમ્બરમાં અહીં 'ક્રેઝી રિચ' એશિયન ફિલ્મ આવી તો લોકોએ ટ્વિટર પર 'ક્રેઝી રિચ ઇન્ડોનેશિયન' સાથે જોડાયેલી કહાણીઓને ટ્વીટ કરવાનું શરુ કરી દીધું.

ખાસ કરીને દેશના બીજા સૌથી મોટા શહેર સુરબાયામાં રહેતા લોકોએ.

એક સ્થાનિક શિક્ષકે પોતાના એક વિદ્યાર્થીના પરિવાર વિશે સોશિયલ મીડિયા પર એક વ્યાખ્યાન શૅર કર્યું, જ્યારબાદ સોશિયલ મીડિયા પર #crazyrichsurabayans ટ્રૅન્ડ થવા લાગ્યો.

તેમાં બતાવવામાં આવ્યું હતું કે તેઓ રસીકરણ માટે જાપાન જાય છે અને રજાઓ માણવા યૂરોપ.

તેઓ તેના પર એક પુસ્તક પણ લખી રહ્યા છે અને તેના પર એક ફિલ્મ પણ આવી રહી છે.

હાલ જ સુરબાયાની એક જોડીએ ખૂબ જ શાનદાર અને ભવ્ય લગ્ન કર્યા હતા, જેમાં ઇન્ડોનેશિયા અને વિદેશી મહેમાનો સામેલ થયા હતા.

મહેમાનોને પ્રાઇઝ ડ્રૉમાં જગુઆર સ્પૉર્ટ્સ કાર આપવામાં આવી હતી.

લાઇન
લાઇન

આ ઇવેન્ટને લોકલ મીડિયાએ 'ક્રેઝી રિચ સુરબાયન્સ ઇવેન્ટ' નામ આપ્યું હતું.

વરરાજાએ વેનિસ મકાઓ રિસોર્ટમાં ઘણી અજાણી વ્યક્તિ વચ્ચે ફ્લેશમૉબમાં ભાગ પણ લીધો હતો.

દેશના પશ્ચિમમાં ધણા લોકો હવે ઉચ્ચ મધ્યમ વર્ગ બનવા તરફ આગળ વધી રહ્યા છે.

આ વિશે તેમનાં માતાપિતાએ ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહીં હોય.

છેલ્લા બે દાયકામાં દેશના ગરીબોની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળ્યો છે અને પાંચમાંથી એક ઇન્ડોનેશિયન વ્યક્તિ મધ્યમ વર્ગમાં સામેલ થઈ ગઈ છે.

ઇન્ડોનેશિયામાં લોકો પોતાનાં વિશાળ પ્રાકૃતિક સંસાધનોનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે, જેમાં જંગલોમાંથી વૃક્ષોની કાપણી, તાડનું તેલ, કોલસા, સોનું, અને તાંબાના ખનનનો સમાવેશ થાય છે.

આ સાથે ત્યાં સસ્તી મજૂરી અને સરળ શ્રમ કાયદાના કારણે લોકો જાણે છે કે સિસ્ટમમાં રહીને કેવી રીતે ફાયદો મેળવી શકાય છે.

line

ધનવાનોનો કચરો ગરીબોની કમાણી

સલીમુન
ઇમેજ કૅપ્શન, સલીમુન એક સફાઈ કર્મચારી છે

સલીમુન એ લોકોમાંથી એક છે કે જેઓ સિસ્ટમને સમજતા નથી. તેમણે પોતાનું જીવન જેમ તેમ કરીને વિતાવ્યું પણ પોતાના બાળકોને એ રીતે જીવન વિતાવવા નહીં દે.

તેઓ એક સફાઈ કર્મચારી છે, જેમને મેન્ટેંગના સમૃદ્ધ ઘરોમાંથી કચરો ઉઠાવવા માટે મહિનાના 254 અમેરિકીન ડૉલર મજૂરી પેઠે મળે છે.

તેઓ લારી ખેચે છે. મેં તેમના કરતા વધારે મહેનતી વ્યક્તિ આજ સુધી જોઈ નથી.

મારાં બાળકો તેમને 'સુપરમૅન' કહે છે. તેઓ કચરામાંથી દરેક કામની વસ્તુ કાઢી લે છે, તેને અમારા ઘરે સ્ટૉર કરે છે અને ત્યારબાદ તેને વેચી દે છે.

સલીમુન અમારા ઘરની પાછળ બનેલી એક ઓરડીમાં રહે છે, જે અમારી સંપત્તિ સાથે જ અડીને આવેલી છે.

જ્યારે અમે ભાડે લેવા માટે આ જગ્યા જોવા આવ્યા હતા ત્યારે તેઓ એ ઓરડીમાં બેઠા હતા અને તેમણે અમને પૂછ્યું કે 'શું તેઓ અહીં રહી શકે?'

થોડી ચર્ચા બાદ અમે તેમને ત્યાં રહેવા માટે હા પાડી દીધી. હવે તેઓ અમારાં બાળકો માટે તેમના કાકા જેવા છે.

મનથી તેઓ એક ખેડૂત છે કે જેમણે અમારા સ્વિમિંગ-પૂલને માછલીઓના તળાવમાં ફેરવી નાખ્યું અને મારા બગીચાને કેળાનાં બાગમાં.

લાઇન
લાઇન

જ્યારે મેં મારો કબાટ સાફ કર્યો તો તેમાંથી હાઈ હીલના ચામડાંનાં બૂટ નીકળ્યા હતા, જેને મેં ખૂબ જ ઓછી વખત પહેર્યા હતા.

એ બૂટ મેં સલીમુનને આપી દીધા હતા. તેમણે તેને હીલ હટાવીને પહેર્યા અને ખૂબ ખુશ થયા હતા.

તેમની જેટલી કમાણી થાય છે તેને તેઓ સેન્ટ્રલ જાવામાં પોતાના ગામ સ્થિત પરિવારને મોકલી દે છે.

તેઓ વર્ષમાં એક વખત પોતાના ઘરે તેમને મળવા જાય છે.

ધનવાનોના કચરામાંથી કમાયેલા પૈસાથી તેમના બાળકો હાઈ સ્કૂલમાં ભણી શક્યા.

હવે તેઓ એક કારખાનામાં કામ કરે છે, જ્યાં તેઓ જકાર્તાના શૉપિંગ મૉલમાં જતો સામાન બનાવે છે.

એક વખત તેમણે મને પૂછ્યું, "આઈપૅડ શું હોય છે? મારા દીકરાએ કહ્યું છે કે તેને તે જોઈએ છે. એ કેવી રીતે કામ કરે?"

મેં તેમની સાથે વાત કરી અને તેમને સમજાવ્યા કે તેઓ તેના કરતાં સસ્તું ટેબલેટ ખરીદી શકે છે જે હું તેમને ખરીદી આપીશ.

એક વખત તેમની દીકરી થોડાં દિવસો માટે રહેવાં આવી હતી, જે પોતાના મોબાઇલ ફોનમાં ખૂબ રસ લઈ રહી હતી.

સલીમુન વધારે ધનવાન નથી, પણ તેમની નવી પેઢીને પહેલાંથી જ ગેજેટનો ચસ્કો લાગી ગયો છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો