ઈસરોએ સફળતાપૂર્વક લૉન્ચ કરેલો જીએસએટી-7એ સેટેલાઇટ કઈ રીતે કામ લાગશે?

ઇમેજ સ્રોત, EPA
ઈસરો (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન)એ ઉપગ્રહ 'જીએસએટી-7એ'નું સફળતાપૂર્વક લૉન્ચિંગ કર્યું છે.
આંધ્ર પ્રદેશના સતિશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી આ ઉપગ્રહને અવકાશમાં તરતો મુકાયો છે.
ઉલ્લેખનીય છે કે ભારતના પ્રથમ મિલિટરી સેટેલાઇટ 'જીએસએટી-7'ને ઑગસ્ટ 2013માં અવકાશમાં તરતો મૂકવામાં આવ્યો હતો.
જીએસએટી-7એનું વજન 2250 કિલો છે અને ઈસરો દ્વારા હાથ ધરાયેલું આ વર્ષનું આ 17મું મિશન છે.
જીએસએલવી-એફ11 એમકે-2 (જીઓસિંક્રોનસ સેટેલાઇટ લૉન્ચ વિહિકલ) મારફતે લૉન્ચ કરાયેલો આ ઉપગ્રહ આઠ વર્ષ સુધી કાર્યરત રહેશે.
જીએસએલવી-એફ11 ઈસરોનું ચોથી શ્રેણીનું વિહિકલ છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ઉપગ્રહનો ઉપયોગ શું થશે?
જીએસએટી-7એ ભારતીય સૈન્ય ખાસ કરીને વાયુસેનાની સંચાર ક્ષમતામાં વધારો કરશે એવી આશા સેવાઈ રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ઉપગ્રહ થકી રડાર સ્ટેશન્સ, ઍરબેઝ તેમજ વાયુસેનાના વિમાનો વચ્ચેનું જોડાણ સ્થાપિત કરાશે.
એવું પણ મનાઈ રહ્યું છે કે આ સેટેલાઇટ 'નેટવર્ક ડિપેન્ડન્ટ વૉરફૅર' અને ડ્રૉન ક્ષમતામાં વધારો કરવા મદદરૂપ થશે.
ઈસરો દ્વારા બનાવાયેલો આ ભારતનો 35મો કૉમ્યુનિકેશન સેટેલાઇટ છે.
ઈસરોના જણાવ્યા અનુસાર જીએસએટી-7 ભારતીય ક્ષેત્રમાં કેયૂ બૅન્ડમાં ગ્રાહકો માટે સંચાર ક્ષમતા પણ પૂરી પાડશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













